Birthday of a youth in Gujarati Magazine by ronak maheta books and stories PDF | ઉભરતા યુવાન ની birthday !!

Featured Books
Categories
Share

ઉભરતા યુવાન ની birthday !!

રાત્રી ના 11:45 વાગ્યા હશે…

રાત્રી ના સમય માં મિત્રો સાથે બહાર ફરવા જવાની તેમજ ગપ્પાબાજી કરવાની મઝા જ અલગ હોય છે.

આમ તો બધા યુવાનો ની રાત આજે 1-2 વાગ્યા પછી જ ચાલુ થાય.અને એમાં પણ જો surprise લેવાની કે આપવાની હોય તો પૂછવું જ શું !!

મિનિટો નો કાંટો સરકતો જતો હતો અને birthday નો આગાજ થવામાં બસ 15 મિનિટે બાકી હતી.તમારી પીઠ પાછળ ઘણી surprise આયોજિત થઇ હોય અને તમને પણ ખબર હોય પણ છતાં તમારે તો કઈ જ જાણતા નથી એવી acting કરવી જ પડે !!

આખરે મિનિટ કાંટા અને કલાક કાંટા જેવા 2 જોડિયા ભાઈઓ ભેગા થયા અને સુનામી ની જેમ ચારે બાજુ થી wishes નો દોર ચાલુ થયો. ક્યાંક cake ની હોળી રમાઈ તો ક્યાંક ઢોરમાર થી દિવાળી ઉજવાઈ. આ એક જ દિવસ એવો છે જયારે પ્રેમ ની અનુભૂતિ ઢોર માર મારી ને કરાવાતી હોય છે !!

આ એક એવો દિવસ છે કે તમને વસંત અને પાનખર બંને ઋતુ નો અનુભવ થાય. સ્વર્ગ અને નરક બંને નો અનુભવ થાય. વસંત એટલા માટે કેમ કે તમે ધાર્યું પણ ના હોય તેમની wishes આવે અને પાનખર એટલા માટે કે તમે જેની પાસે થી expectation રાખ્યું હોય તેઓ તમારી expectation fulfill ના કરી શકે. સ્વર્ગ એટલા માટે કે વરસ નો એક માત્ર દિવસ જયારે તમારા બધા family members , friends , relatives તમને wish કરે.તમને એક દિવસ માટે રાજા હોવાની અનુભૂતિ કરાવે. અને નરક એટલા માટે કે આજ ની આ પેઢી તમારો શિકાર કરી નાખે.જાણે હડકાયેલા કુતરા તમારા પર તૂટી પડે એવો વિચિત્ર અનુભવ.તમને થોડા દિવસ માટે લુલા લંગડા બનાવી ને જ છોડે.

રાત ની wishes ઓછી હોય એમ સવાર થી પણ phone call અને Whats App પર messages નો મારો ચાલુ જ હોય.કોઈ તમારું dp set કરે તો કોઈ તમારા photo નું status upload કરે તો કોઈ તમારા photo ની story રાખશે. તમારી birthday ની રંગે-ચંગે ઉજવણી થાય.રાત ની cake થી તો ખાલી પીઠી જ ચોળાઈ હોય પણ real celebration and cake cutting તો રાતે hotel માં થાય અને પછી party થાય dinner ની…….

આમાં નવું શું છે? આવી party તો આજ ના બધા યુવાનો કરે જ છે એવો question કદાચ તમને થાય એ સ્વાભાવિક છે.જો તમે આવી birthday celebration ના કરો તો તમને આજ ના જમાના માં જીવવાનો કોઈ અધિકાર નથી.

તમે કરેલી wish તમને return gift તરીકે પાછી મળે છે કે પછી કોઈ તમને દિલ થી wish કરે છે !! શું તમે difference તારવી શકો છો??? આજ ના આ digital જમાનામાં બસ બધું જ forward થાય છે ખાલી લાગણીઓ જ forward નથી થઇ શકતી !!!

આજ ના unlimited call કરાતા જમાનામાં એક રૂપિયો બગાડી ને call કરાતા એ જમાના જેવી મઝા છે ?? post card પર પોતાના હાથેથી સંદેશો લખી ને મોકલાવવા જેવી મઝા આજ ના forwarded messages માં ક્યાં છે?? ક્યારેક ખબર પણ નથી હોતી કે કયો message forward કરી રહ્યા છે. નદી ના પાણી ની જેમ નો messages સ્ત્રોત વહેતો જતો હોય છે. કોઈ શું forward કરી રહ્યું છે એ જાણતા જ નથી હોતા. લાગણી ના શબ્દો નથી હોતા બસ message forward કરવાના હોય અને એક જવાબદારી હોય એવું લાગે..

કાશ Whats App પર દેખાડા વગર ની લાગણીઓ અને પ્રેમ પણ મોકલાવી શકતો હોત !! શું કયો છો??