"ગામના લોકો થી કે પછી પોતેજ વડલા ને કાપી નાખ્યો એ તો નથી ખબર પણ જરા એ વડલા ની કહાની સાંભળીયે ને એ આજે યાદ આવી રહ્યો છે, એ યાદો શા.....માટે....??
આ વાત સત્ય ઘટના પર આધારિત છે, જેમ કે એક ભાવનગર શહેર નું એક નાનકડા ગામ જ્યાં એક મોટા ખેતર માં એ મોટો વિશાળ વડલો છે. એમની એટ ટૂંકી રચના માં લેખ લખું છું....... શુ થયું....? શુ હતું...? એવી બધી તો મને જાણવા નથી મળી વાત પણ થોડી વાત જાણું છું, એટલે થોડું લખાણ કરી શકુ છુ....
" આજે પણ બહુ યાદ આવે છે તારી,
એ વાડી ને જોતા જૂની વાતો પાસે આવે છે મારી
તારી છાયા ની નીચે એ સુવા ની મજા,
એ ગયો,ભેંસો,ને બળદ ની તારી એ છાય ની ઠંડી મજા
' દોસ્તો અમુક અમુક નહીં પણ મોટા ભાગ ની વસ્તુ ઓ ની યાદો એ વસ્તુ આપણા લોકો ના હાથ માથી જતી રહે ને ત્યારે ખબર પડતી હોય છે. કે આ કાશ ના કર્યું હોત ને તો કેટલું સારું હોત પણ પછી રડવા થી પણ શું... ફાયદો
મોટા ભાગ ની વસ્તુ અજાણ્યા કે જાણી ને કરી જ...બેસીએ છીએ એટલે તો હાથ માંથી ગયા પછી આપડે બધા રડીયે છીએ.
'ભાવનગર' શહેર ના એક નાનકડા ગામ માં એક વિશાળ વડલો હતો એ વડલા ના આશરે 100 વર્ષ લગભગ તો થયાજ હતા પણ કોણ જાણે કે અચનકજ આ વડલો ની આયુષ્ય પુરી થઈ જશે જાણીને નવાઈ લાગશે કે ( આયુસ્ય પુરી....? ) એટલે કે એ વડલા ને અચાનકજ કાપી નાખશે....
એ સોળ (16) વિધા ના ખેતર માં એ ગામ ના લોકો એ વાડી ના માલિક ને બીજા જે બહાર ગામ થી આવતા મહેમાનો નો માટે એ વડલો એટલે બહુજ માન્ય ગણાતો હતો કેમ કે એ વિશાલ વડલો ગયો - ભેંસો - બળદો એ વડલા ની નીચે એ કાકા રાખતા ને વડલો બહુ વિશાલ હતો એટલે નાના છોકરા થી લઈ ને ગઢા પણ એ વડલા ની નીચે એ સરસ માજા નો હીંચકો બધી ને જુલતા ને એ વાડી માં કોઈ કામ કાજ હોઈ ને એ ને સરસ મજાનો બોપર નો પોર થયો હોય તો યે વાડી માં કામ કરતા લોકો બે ઘડી એ વડલા ની નીચે આવી ને સુઈ જતા ને એ જે થાક લાગ્યો હોઈ એ ક્યાં ખોવાઈ જાય એ ખબરજ ના પડે એવી મજા. આવતી હતી એ વડલા ની ને કેહવાઈ છે ને કે 'સમય ની પાંખ આવે એટલે કોઈ પણ વસ્તુ હોઈ ઉડી જાય' સમય કોઈ નો થયો નથી ને થવાનો નથી
【 ખાલી આપડે વિચાર તો કરો એ વડલો 60 થી તે 70 વર્ષ નો હોઈ તો પણ કેવડો એ વડલો હોઈ સાહેબ એ એમ પણ બે કે ત્રણ પેથી જતી રે ને એ નાના થી લઈ ને મોટા સુધી ની એ તદુરસ્તી જળવાઈ રહે પણ હવે કોઈ જગ્યા એ ઝાડ ને કોઈ પણ માણસ રહેવા દેવા માંગતો જ નથી...શા માટે...??? 】
{ આપડે આમ તો જતી- કે પછી આપણી સંસ્કૃતિ કે આપડો ઘર્મ જે હોઈ એ પરંતુ માણસાઈ ના ખ્યાલ થઈ જોવા જઈએ તો દોસ્તો આપડે માણસ છીએ તો પણ આપડે બધા આપડી કુદરતી જે વાતાવરણ છે. ને અપડા સ્વસ્થ્ય માટે જે જરૂરી છે. એમનેજ આપડે બધા.........? સમજી તો ગયા જ હશો.....? }
આપડી વાત તો યે વિશાલ વડલા ની છે.
તો સમય જતાં એ વડલા ને કાપ્યો એ પછી તો યે વાડી જે 'વડલવાડી' તરીકે ની જે એ છાપ હતી એમાંથી તો વડલો તો બિચારો નથી રહ્યો એટલે એ વળી નું જે બિરુદ છે. એ ઓણ નાશ પામ્યું ને ખાલી વાડી તરીકે નું રહી ગયું ને આજે એ વડલા ની યાદ કોઈ પ્રસંગ હોઈ છે. ગામ માં ત્યારે એ ગામ ના લોકો ને તો આવેજ છે. પરંતુ એ બહાર થી આવતા મહેમાનો પણ એ વડલા ની નીચે ઠંડો છાયો હતો એમા જલસા કર્યા હતા એ લોકો ને પણ એ વડલા ની યાદો આવે છે. તો ભૂલ થી એ વડલો કાપ્યો કે જાણી જોઈ ને પણ આવું ના કર્યું હોય તો કેટલું બધું કામ કાજ ને એ વાડી નું બિરુદ જળવાઈ રહ્યું હોત.......
♂ અજાણ માં કરેલું કામ હોય કે પછી જાણી જોઈ ને કરેલું કામ હોય પણ ગામ ના દસ લોકો નો જે નિર્ણય આવે ને જે પછી કામ થઈ ને એ બિલ્કુ સારું કામ કેહવાઈ એટલે આવી રીતે ક્યારેય આપડે કોઈ પણ કામ ન કરીયે એમની જાણ રાખવી......
કુદરત માહરાજે જે આપણે દેણ આપી છે..જે કુદરતી સંસ્કૃતિ છે. એમને ના તો કોઈ ખલેલ પોહચડીસુ એ ધન્ય રાખીયે ને કદાચ આપડે એક ઝાડ ની ડાળી ની જરૂર હોય તો યે કાપીએ પરંતુ એ કાપતા પેહલા આપડે બે કે ત્રણ ઝાડ આપડે મોટા કરીયે ને એ પછી આપડે જો જરૂર હોય તોજ એક ઝાડ ખાલી કાપીએ બાકી બધા ને રામ રામ....
ગામડાની વાત જયારે આવી હોય ને જો ગામ ની કવિતા ના લખી હોઈ તો તો સાહેબ બધુજ ઘટે......એટલે હું મારી આ કવિતા લખી ને આપણે પણ એક ગામડાની સફર ની મોજ કરવું જેથી તમને પણ તમારી પુરાની યાદો જે તમારી હોઈ એમને યાદ કરો ને જેમણે પણ ગામ જોયું નથી એ મારા વહાલા મીત્રો ને વિનંતી કે પોતા ની જે ખાનદાની જે સંસ્કૃતિ છે. જે પોતાનું ગામ છે. એમા વધારે નહીં પણ વર્ષ એક વાર જાય ને એ જે બાપ-દાદા જીવી ગયા છે. એ જૂની રીતો જાણે ને એ પ્યાર ભરી એ વાતું ને યાદ કરે
મારા ગામ ની મોજ હો વાલા
"ગામ મા ખોવડા ભલે ને નાના હોય
ગારા ના ગળીયાના ભલે એ ભીતડા હોય
છત ભલે દેશી નળીયા ની હોય
એ ઘર ની ગાર ભલે પોપડા નાખી ગયેલી હોય
પણ એ ધરના ગરધણી તોય દિલ ના દાતાર હોઈ સાહેબ.....
ખાડા ખરબચડા વળી એ ગામ ની સડક હોય
કીચડ ભલે ચારેય બાજુ હોય
એ ગામડાની શોભા એ ગામનું રૂપ હોય
મારા વાલા તોય એ અનેરું હોઈ સાહેબ.....
એ ચોરા મા સરસ મજાનું એક મંદિર હોય
ભાભલા ઓ ની ત્યા સરસ બેઠક હોય
એ ડોશી મા ઓનો અગિયારસ ને પૂનમ નો,
એ સરસ મજાનો સત્સંગ નો મેળાવડો હોય
એજ ગામ ની સુંદરતા હોઈ સાહેબ......
ગામડા ની નિશાળ ભલે નાનકડી ઘોકડી હોય
પણ એ નિશાળ નુ મેદાન યબહુજ વિશાળ હોય
મોટા-મોટા લીમડા ઓ ના ઝાડવા ઓ હોય
ગોખણીયા જ્ઞાન લેવાની મજા એ ઝાડ ની છાયા માં હોય
ને કોઠા સુજ આજ ની કરતા એ અનેરી હોય અનેરી હોય સાહેબ"
? * વિન્સ.એલ.બી.ધામેલીયા *?
સૂચના.......આ વડલાની વાત ને લાંબી કરવી હોત ને તો દોસ્તો મારી પાસે આ એક વડલા ના ઘણા બધા ભાગો બનેત ને એક 50 પાના જેવડું એક પુસ્તક લખાત પણ એવું નથી કર્યું ને બધા ના સમય ને અનુસરી ને એક નાનો એવો લેખ લખ્યો છે. જેથી કરીને પછી ના ભાગ ની રાહ જોવી પડે એ કામ કાજ મા માજા ના આવે એ વાર્તા પુરી થાય ત્યાં સુધી એટલે નાનું એજ સારું...