SATY SAUTHI SARAL SATY SAUTHI AGHARU in Gujarati Short Stories by chetan thaker books and stories PDF | સત્ય સૌથી સરળ સત્ય સૌથી અઘરું

Featured Books
Categories
Share

સત્ય સૌથી સરળ સત્ય સૌથી અઘરું

હું ની ખોજ પછી ફરી વખત લખવાનું ચાલુ કરતા સૌ પ્રથમ હદય માંથી પહેલો શબ્દ આવ્યો તે એટલે સત્ય. હવે

મારે સત્ય માટે જાણવું છે કારણકે સત્ય માટે મારી સમજણ પ્રમાણે સત્ય એટલે સત્યમ શિવમ સુન્દરમ. પણ ચાલો

આપણે સમજીએ કે સત્ય ખરે ખર સરળ છે કે સત્ય અઘરું છે કે સત્ય શિવ છે કે પછી સત્ય સુંદર છે.

સત્ય ને સમજવા માટે સૌ પ્રથમ અસત્ય ને સમજીએ કેમ કે સત્ય કદાચ અસત્ય નો વિરુદ્ધાર્થી તો છે પણ અસત્ય

અને સત્ય બંને એક બીજાના પુરક કે જોડીદાર લાગે છે. આ સમજવા માટે મારે અસત્ય કેમ બોલવું પડે કે અસત્ય

નું વર્તન કેમ કરવું પડે તે જાણીએ. જીવન માં જયારે સત્ય કહીશ તો આમ થશે સત્ય કહીશ તો કદાચ સામેની

વ્યક્તિ મારા થી નારાજ થઇ જશે આવા ડર ના કારણેજ ઘણી વાર લોકો અસત્ય બોલતા હોય છે. અને તેવાજ

ડર ના કારણેજ લોકો અસત્ય વર્તણુક કરતા હોય છે. એટલે ડર અસત્ય માટે જવાબદાર છે તેમ સમજી સકાય છે.

માટે જો વ્યક્તિ નીડર હોય તો તેને કોઈ અસત્ય નો ભય લાગતો નથી માટે તે સત્ય આસાનીથી બોલી સકે છે અથવા

કોઈ ને પણ કોઈ પણ વાતના ડર રાખ્યા વગર કહી શકે છે એટલે કે સત્ય સાથે તે ચાલી શકે છે. સત્ય માટે કોઈ પણ

જાતનો ડર રાખવો નહિ તો તમે હંમેશા સત્ય ના સાથે રહી શકશો. સત્ય કઠોર છે પણ મારા માટે સરળ પણ છે.

સત્ય નું સૌથી સારી વાત એ છે કે તેમાં કદી પણ યાદ રાખવું પડતું નથી. કોઈ પણ પરીશ્સ્થીતી માં સત્ય હંમેશા

સત્ય જ રહે છે જયારે અસત્ય ઘણીવાર સત્ય ના રૂપમાં હોય છે એટલેકે અસત્યમાં તમને છેતરવાની તાકાત હોય

છે. બીજા એક પ્રયોગ દ્વારા સમજીએ જયારે પણ આપણા દ્વારા કૈક સત્ય અથવા કૈક અસત્ય કૃત્ય થઇ ત્યારે આપણને તો ખબર જ હોઈ છે પણ આપને જાણતા

હોવા છતાં સત્ય ને છુપાવીએ છીએ અને અસત્ય ને પણ છુપાવીએ છીએ અને જો લાભ ની વાત હોઈ તો સત્ય પણ કહીએ અને અસત્ય પણ કહીએ છીએ

આ ભેદ ભાવ સમજવા જેવો છે આના પર થી ખ્યાલ આવે છે કે મનુષ્ય સત્ય અને અસત્ય જાણતો જ હોઈ છે દા.ત મેં કોઈ પણ જાત ની ચોરી કરી તે મારું

અંતરમન તો જાણે જ છે પણ તેને હું બહાર સમાજ માં જણાવતો નથી કારણકે તેમાં મારું નુકસાન છે અને જો મારી સાથે કોઈ પણ અસત્ય વ્યવહાર થયો

તો હું તરત તેનો જવાબ આપીશ અથવા સમાજ ને રડો પાડી ને જણાવીશ કે આ અસત્ય છે આ અસત્ય છે અને આ જગ્યા એ જો કોઈ એ મારી સાથે સત્ય

વ્યહવાર કર્યો હશે તેનાથી મને લાભ હશે છતાં હું રાડો પડી ને સમાજ ને નહિ જણાવું. આમ સત્ય અને અસત્ય ને આપણે આપણી સગવડ પ્રમાણે કહીએ

છીએ આમ આના થી સાબિત થાય છે કે આપણે જયારે પણ વ્યવહાર માં સત્ય ને અનુસાર ચાલવાની કોશિશ કરીએ છીએ પછી તેને આપણી સગવડ

પ્રમાણે તેને તોડી મરોડી ને આપણે જેવું ઇચ્છીએ તેવું બતાવીએ છીએ અને આ નર્યો દંભ છે જે સરાસર અસત્ય જ છે માટે આ પ્રયોગ દ્વારા આપણને

ખયાલ આવી ગયો કે સત્ય અને અસત્ય તો આપણે જાણતા જ હોઈએ છીએ પણ તેનો દંભ દ્વારા એવું બતાવીએ છીએ કે સત્ય અસત્ય દેખાય અને અસત્ય

સત્ય દેખાય બસ આજ દંભ ને ઓળખવાનો છે તેને જાણી લીધા પછી તો જીવન માં સત્ય સરળ અને સત્ય કેટલું અઘરું છે તે નો ખયાલ આવે છે. આમ મને

લાગે છે જો મન પાસે થોડું આપણે કામ કઢાવતા આવડે તો હું માનું છું કે સત્ય બહુ અઘરું પણ નથી અને બહુ સહેલું પણ નથી.

સત્ય પર આટલું જાણીયા પછી મને લાગે છે કે હવે સત્ય ની પરખ કરવી સહેલી થશે કારણકે આમ જોવા જઈએ તો સત્ય જ આખરે તો જીતે છે અને સત્ય

જ હમેસા બહાર આવ્યા વગર રહેતું નથી. માટે અસત્ય પર વધારે શોધ કર્યા વગર સત્ય પર જ જો આપણે બરોબર ધ્યાન આપીશું તો મારા માટે સત્ય જ

અસત્ય

ની ઓળખાણ કરાવી આપશે. હવે જરા સત્ય નું રૂપ સમજીએ મને લાગે છે કે સત્ય હમેશા સુંદર જ હોવું જોય અને સત્ય સુંદર જ હોઈ છે આ વાત નું જરા

તપાસ કરીએ તો કોઈ પણ બાબત બને પછી તેનું છેલું અર્થઘટન જો સત્ય હશે તો તે સુંદર જ હોઈ છે કારણ કે સત્ય હમેશા સૌનું ભલું કરે છે માટે તે

સુંદર લાગે છે હવે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ ભગવાન રામ ને ચૌદ વર્ષ વનવાસ મળ્યો તે સત્ય છે અયોધ્યા ના રહેવાસીઓને આ સત્ય સુંદર

નથી લાગતું પણ ચૌદ વરસ વન માં રામ જે રીતે પસાર કરે છે અને લંકા પતિ રાવણ નો સૌહાર કરી અયોધ્યા પરત ફરે છે ત્યારે અયોધ્યાવાસી ને

આ સત્ય સુંદર લાગે છે આમ સત્ય હમેશા શિવમ અને સુંદર જ હોઈ છે આ રીતે સત્ય શિવ સુંદર ખરે ખર સાચું જ છે માટે સત્ય ને જીવનમાં પકડી

રાખવાથી ઘણી મુશ્કેલી નો અંત આવે છે. શરુ શરુ માં તો સત્ય થી બધાને બહુજ તકલીફ પડે છે પણ જયારે દંભ નો આચળો ઉતારતા જઈએ તેમ તેમ

જીવન માં સત્ય નું મહત્વ સમજાય જાય છે. હવે મને સત્ય નું સાચું રૂપ સમજાયું છે સત્ય જ ખરે ખર તો ઈશ્વર છે અને આ કલિયુગ માં આ બાબત જો

કોઈએ સારી રીતે સમજાવી હોઈ તો ટે છે મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓએ સત્યના પ્રયોગ કાર્ય જીવન માં અને તેમનું માનવું હતું કે સત્ય જ ઈશ્વર

છે અને તેમને તેમના જીવન માં દંભને તોડીને આ જીવી બતાવ્યું છે તેમના જીવન પર થી આપણે સમજી શકીએ છીએ કે સત્ય સાથે આજના સાંપ્રત

સમય માં પણ જીવવું શકય છે કેમ કે જો ગાંધીજી સત્ય સાથે જીવી શક્યા હોય તો આપણે કેમ નહિ મને લાગે છે મારે પણ આ જ પ્રયોગ અને સત્ય ના

રાહ પર ચાલવું છે સત્ય સાથે ચાલવાથી શરૂઆત માં કદાચ આગળ જોયું તેમ મને અથવા મારી સાથે જોડાયેલા ને તકલીફ પડશે પણ અંતે તો તેઓ

સત્ય નો સ્વીકાર કરશે એવી આશા સાથે હું હવે સત્ય ની રાહ પર ચાલવા માટે પ્રયત્ન કરીશ કારણકે મારે પણ આજે સ્વીકાર કરવો રહયો કે હું પણ એવી

એક ધારણા માં માનતો હતો કે જો કોઈ નું ભલું કરવા માટે અસત્ય નો પણ ઉપયોગ કરવો પડે તો કરવો પણ આ મારા સંશોધન બાદ હું એ નિષ્કર્ષ પર

આવ્યો છું કે સત્ય એ સત્ય અને અસત્ય એ અસત્ય ભલે ભલું કે બુરું પણ કોઈ પણ કર્મ કરતા પહેલા સત્ય શું છે એ જાણી સત્યના રાહ પર જ ચાલવું

એજ સાચો સંદેશ છે. આમ આટલા મનોમંથન પછી હું એ નિર્ણય પર પહોચીયો છું કે જીવન માં ભલે ગમે તેવા સંઘર્ષ થાય પણ રસ્તો તો સત્ય નો જ

લેવો પછી તેનું પરિણામ સારું જ આવવાનું છે એ નક્કી જ છે આ આત્મવિશ્વાસ સાથે સત્ય ને મેં મારા દિલોદિમાગ માં ભરી દીધું છે એટલે હવે હું મારા

જીવન માં સત્યના પ્રયોગ થકી ઈશ્વર ને મેળવવા નો પ્રયત્ન તરફ આગળ વધી સકીશ તેવો મને પુરેપુરો વિશ્વાસ છે. આમ જ સત્યમ શિવમ સુન્દરમ

જેવા નાના વાક્ય માંથી જીવનની જડીબુટ્ટી મળી ગઈ છે.

બસ એજ આપનો જીવન યાત્રી

ચેતન ઠાકર.