yash na haiku in Gujarati Poems by Yash Thakor books and stories PDF | યશ ના હાઈકુ

Featured Books
Categories
Share

યશ ના હાઈકુ

યશ ના હાઈકુ 

(1) પ્રેમ 
જીવન એનું
ધબ્કે હદય મારુ
એ પણ એનું


(2) ભીખ
હાથ લંબાવ્યો 
મહેનતનુ ખાં તુ! 
છતાં દેવાયું.


(3) પ્રેમ અંત
છોડી ગ્યો મને
તુજ સિવાય; 
જ્યાં નથી કોઈ મારુ.


(4) આળસ 
આજ નહી હો
જો બોલ્યા આવા શબ્દો 
કૈરુ તે કામ 


(5) અકાળે મૃત્યુ 
ન થવુ હતું!
આ નિયતિના લેખ
અકાળે મૃત્યુ.


(6)  સમય
વિટતો રહે
નદીની ધાર જેમ
પાછો ન ફરે


(7)  પતંગ
ગઈ હવામાં
પતંગીયાની જેમ
આવી કપાઇ


(8) માછલી
સમુદ્ર રાણી
જળ તારુ જીવન 
ને ફરે બાર ?


(9) રજા
સોમવારથી
કામ; રાહ જુએ છે
રવિવારની


(10) પ્રેમ 
કસુર નતો;
સ્વીકારીયો આ દિલે
તારા જ માટે 


(11) ઘમંડ 
ખુરશી પર
બેસવાની તારામારી 
જમીન શાંની?


(12) કૃષ્ણ જન્મ 
જનમ મળ્યો 
અંધારીયે, નંદને 
ઘેર આનંદ 


(13) રણ
નગર વસે 
ના રમણયાર ત્યાં
સુકૂ તે જગ



(14) બાળપણ
હસીને જુએ
આંખ ભીની છે મારી 
એ બાળપણ!


(15) કોયલ
કાળી કામણ
સુરે વહાલી લાગે
ત્યાં કામ કાળા


(16) ગરીબી 
ભુયખા પેટે
ભટકે રસ્તે માણ 
હસે તે કાળ 


(17) મોબાઇલ 
બાતે બહુત 
મુલાકાત કમસી 
ક્યું મોબાઈલ?


(18) ચકલી 
ચણ-ચણતી 
ઘરમા સ્વરાગથી 
ભમે આકાશ 


(19) તડકો 
રાહ જુએ તે 
ઓરંગવા મારગ 
વૃક્ષની નીચે 


(20) બહેન
રક્ષા સુત્રથી 
રક્ષતી બારેમાસ 
મારી વહાલી


(21) આનંદ
અંતરઆત્મા 
ના'નાચે કથકલી 
તે રોમ-રોમ 


(22) રાત 
અંઘાર વળે 
જ્યારે જબકે દિપ 
તળે અંઘારૂ 


(23) લેખક 
કાગજ થકી 
શ્યાહી ભરી કલમ 
ઉપજે મોતી


(24) કાગડો
ઉછેર કરે;
ના બાળક ખુદના
વાહ રે કાગ 


(25) વાદળ 
થઈ અંધારૂ 
ફરી વળે લીલાશ 
આગમનથી 


(26) મોર-નૃત્ય
કળા કરે છે
સાથે વર્ષાની ગાજ 
ટહુકે સાદ 


(27) કાચબો 
કવચધારી 
તેની ચાલ છે મંદ 
ઉમર લાંબી 


(28) ઓક્સિજન 
પ્રાણ વાયુ છે
વૃક્ષોની દેન છે; તે
સજીવો માટે 


(29) હવા 
અદ્રશ્ય છે તે 
જગતમા બધે છે 
સ્પર્શ આપે છે


(30) પંખો 
ચક્કર ફરે 
ન હલે તે જગ્યાથી 
પવન ફુંકે 


(31) પાંડદુ 
રસોડુ છે તે
અજાયબ વૃક્ષનુ 
વસંત સુધી


(32) ઓસીકું 
ટેકો ડોકનો
રૂ ની છે બનાવટ 
રંગ-રંગીલું


(33) પલંગ 
ચાર પગીયું 
ચોરસ છે આકાર 
પળ પોલું 


(34) ખુરશી 
કામ એક છે 
આકાર અનેક છે 
જોડી મા રહે


(35) કબાટ 
દરવાજો છે 
પણ નથી તે ઘર 
ચાવીએ ખુલે 


(36) કપડા 
હતું સાધન 
એક દિ સુરક્ષાનું 
શોખ આજનૉ 


(37) માટલું 
કળા માટીની 
કારીગરી; કુંભાર
ની મહેનત 


(38) વિજળી 
હાજી કાસમ 
વિજળી પાછી વાળ 
ડુબસે જાન


(39) વૃક્ષો 
ના ચાલી શકે 
ના બોલી શકતા તે 
કેવા સજીવો?


(40) કંકોત્રી 
વેળા લગ્નની
સંદેશો છે પધારો 
શુભ-વિવાહે


(41) કૂતરો 
રક્ષણ આપે
ચારથી તે બચાવે 
પાલતું પ્રાણી


(42) ઘડિયાળ 
ટક્કક ટક 
ઘુમાવે આખું જગ 
ટક્કક કાંટો


(43) પાણી
પાણી રે પાણી 
તારો રંગ કેવો રે
જેમા છે તેવો


(44) મોર-નૃત્ય 
વનરાઇમાં 
ભીની પાંખે મોરલો 
નાચે રે નાચ


(45) મુશળધાર વરસાદ 
સમી સાંજમા 
ઘનઘોર વરસ્યો 
છલક્યો ડેમ


(46) શુરવીર 
રણે ચડ્યો એ 
વીર બલીદાની; તે
ખેલવા ખેલ


(47) નસીબ 
ખરું કથન 
કરમના કાળા ને
મો ઘસ્યા કરે


(48) કંટાળો
આવો દિવસ?
મન ભારી! ન ગમે;
માથું પટકું! 


(49) સાંજ
કેસરી પટ્ટો
ચિત્રકારી નભની 
સુરજ ડૂબ્યા! 


(50) સૂર્યોદય 
કાળા ખેતર
ફરીવરે રંગોમાં 
ઉગે સુરજ


(51) જન્મદિન 
છે સ્પેશિયલ 
ઘડી રણિયામરી 
મારા જન્મની


(52) 21-7-97
એકવીસ ને
મહિનો સાતમો છે 
સાલ સતાણું 


(53) જળ કમળ 
જળ કમણ 
છાંડી જાને બાળ; ત્યાં 
વસે છે નાગ


(54) ચંદ્ર
શીતળ રૂપ
મુસકાન ચાંદની 
છુપાવે ડાઘ


(55) વિદ્યાર્થી 
મેળવી જ્ઞાન
કરશે ઉજાસ;આ
ભારતભુમી 

* * * * * * * * * * *
 
જ્યારે વિચાર 
ભમતા: આપોઆપ 
બને હાઈકુ 

* * * * * * * * * * *

લેખક- યશ ઠાકોર