kedar kantha trekking camp day 1 in Gujarati Travel stories by Ashok Beladiya books and stories PDF | કેદાર કંઠા ટ્રેકિંગ કેમ્પ ઉત્તરાખંડ દિવસ 1

Featured Books
Categories
Share

કેદાર કંઠા ટ્રેકિંગ કેમ્પ ઉત્તરાખંડ દિવસ 1

                           27/12/17
દિવસ....1
       કેદાર કંઠા ટ્રેક... ઉત્તરાખંડ 12700 ફૂટ ઉંચાઈ
               મહત્તમ તાપમાન માઇન્સ 16 ડિગ્રી 
                સહકાર YHAI સંસ્થા 
       ટીમ 54 વ્યક્તિઓ ....જેમાં સુરતના 11 વ્યક્તિઓ
       
      આજે અમારા ટ્રેકની મુસાફરી ની શરૂઆત હતી....આમ તો ટ્રેકમાં જવાનો અનુભવ જ રોમાંચક હોય છે...જે લોકોને કુદરતી સૌંદર્ય ગમતું હોય અને તેમાંય હિમાલય જેવા વિસ્તારમાં જવા મળે તો તો મજા મજા આવે ....2 થી 3 મહિના પહેલા આ ટ્રેકનું બુકીંગ કરાવી નાખીયું હતું માટે એક ગ્રુપ મિટિંગ બોલાવીને બધાએ જે જે સામાન સાથે લઈ જવાનો હતો તેની યાદી બનાવીને લીધી હતી...આમ પણ આ ટ્રેક અમારો બીજો ટ્રેક હતો..આ પહેલા દેવ ટીબ્બા ટ્રેક કરી આવિયા હતા પણ તે ઉનાળાનો ટ્રેક હતો અને આ ટ્રેક શિયાળાનો ટ્રેક હોવાથી અમારે થોડી વસ્તુ નવી લેવી પડે તેમ હતી માટે દરેકે નક્કી કરીયું કે બધા જ ખરીદીમાં સાથે જઈએ અને જે જે વસ્તુ જોવે તે લઇ લેવી....એક દિવસ અમે બધા ટ્રેકની શોપમાં ગયા અને જે જે વસ્તુ જોતી હતી તે લીધી ...અમૂક અમુકે ટ્રેકિંગ શૂઝ, હાથ પગના મોજા , સ્નોમાં ચાલવાની સ્ટ્રિક, ટ્રેકની બેગ, સ્ટોર્ચ , થર્મોસ , થર્મલ સુટ, સ્વેટર, રેઇનકોટ વગેરે વસ્તુઓ લીધી... નાસ્તા માટે દરેકે અલગ અલગ જેવું કે ખજૂર , કાજુ બદામ, સુખડી, અડદીયું, ખાખરા, સવાણું, સાલમ પાક વગેરે લીધું... કપડાં અને જરૂરી દવાઓ લઈને આખરે બધાયે પેકીંગ કરીને જવાની પુરી તૈયારી કરી લીધી .....આમ પણ આપણે ગુજરાતી ગમે ત્યાં જવાનું હોય ત્યાં બે વસ્તુ આપણી સાથે લિમિટ કરતા વધારે જ હોય એક કપડા અને બીજું ખાવાનો નાસ્તો....પણ આ બને વસ્તુઓ ટ્રેકમાં જેટલું વધારે હોય તેટલું નુકસાન કરે તે એક વારના અનુભવ પછી શીખવા મળી જાય .....અમે જે જુના હતા તેણે તો સામાન ઓછો જ લીધો હતો પણ જે લોકો નવા હતા અને પહેલો ટ્રેક હતો તેઓએ તો વધારે સામાન લીધો હતો...અમે માર્ગદર્શન પણ આપેલ પણ આપણા ગુજરાતીઓ અનુભવ પર થી જ શીખે ..... એટલે અમારી વાત ત્યારે માન્ય ન રાખી ...પણ પછી થી તેને સાચું લાગીયું હતું કે ટ્રેકમાં સામાન ઓછો હોય તેમ વધારે મજા આવે....અમે સુરતના 11 મિત્રો સાથે ટ્રેકમાં હતા પણ તેમાંથી 5 મિત્રોનું બુકીંગ લેટ થયું હતું માટે તેવો ને 26 તારીખ નું પ્લેન હતું સુરત થી દિલ્હી....ત્યાં તેવો 27 સે રાતે અમારી સાથે ભેગા થવાના હતા....અજય પટેલ, જગદીશ ડાયાણી , કલ્પેશ ડાયાણી , કેતન ઘેવરિયા, નરેશ વાસાણી આ પાંચ મિત્રો 26 સવારે 5.30 વાગે સુરત થી દિલ્હી જવા રવાના થયા...અને અમે આજે સવારે 5.30 કલાકે અમરોલી થી સુરત એરપોર્ટ જવા રવાના...નક્કી કરિયા મુજબ હું મારા ઘરેથી 5.30 કલાકે નિકળિયો ... આજે અમને મારો નાનો ભાઈ અજય એરપોર્ટ પર મુકવા આવવાનો હતો....રસ્તામાં અમારી વાટ જોતા અમારા બીજા મિત્રો સુરેશ બરવાળીયા, રજની માવાણી, નરેશ માવાણી, અને શૈલેષ લાઠીયા ને પણ સાથે લીધા...આશરે 6.00 સુરત એરપોર્ટ પર પોહચ્યા...ત્યાં પહોંચીયા બાદ એરપોર્ટના જરૂરી બધા નિયમો અનુસાર કાર્યવાહી પૂર્ણ કરિયા બાદ અમે વેઇટિંગ વિભાગમાં બેઠા ...એરપોર્ટ પર સવારના 7.45.... પ્લેનનું આગમન થયું અને  7.55 ને સુરત થી દિલ્લી જવા રવાના થયા ...સવારનો નાસ્તો પ્લેનમાં જ લીધો અને 10.05 દિલ્લી એરપોર્ટ પર અમે ઉતરાણ કરીયું...ત્યાર બાદ સીટી બસની મદદ થી ચાંદની ચોક ગયા અને ત્યાં થી એક  રિક્ષામાં જેમ તેમ કરીને સામાન અને અમે બધા ગોઠવાયા....અમારા માંથી નરેશ માવાણી ના મિત્રની દુકાન કુંચા નોટામાં હતી ત્યાં સામાન મૂકીને આજનો દિવસ દિલ્હીમાં ફરવાનો પ્રોગ્રામ હતો.... કારણકે રાત્રે દિલ્હી થી દેહરાદૂનની ટ્રેન હતી માટે આજે દિલ્હી માં ફરવાનું હતું...અને રાત્રે અમે 5 અને કાલના જે 5  મિત્રો આવિયા હતા તે બધા  રેલ્વે સ્ટેશન પર ભેગા થવાના હતા...કુંચા નોટા મિત્રની દુકાનમાં સામાન મૂકીને જમવા જવાનું નક્કી કરીયું કારણકે બપોર તો થઈ ગયા હતા...માટે રિક્ષામાં બેસીને 1.00 વાગે અમે આદર્શ હોટલમાં જમવા ગયા ...તે ગુજરાતી હોટલ હતી માટે અમે પહેલા જ પસંદ કરી...જમવાનું સરસ હતું...તેમાંય ગુલાબ જાંબુ માં બધાને વધારે મજા આવી...રાઇતું થોડું સારું ન હતું...બાકી બધું વ્યવસ્થિત હતું...ભર પેટ જમીયા બાદ  ઇલેક્ટ્રિક રીક્ષામાં બેસીને અમે 2.00 વાગીએ લાલ કિલ્લો જોવા ગયા અને ત્યાં થોડી ટ્રાફિક હતી પણ છતાં અમે ત્યાં થોડી ફોટોગ્રાફી કરીને ત્યાં થી 3.30 વાગે  મેટ્રો પકડીને કાશ્મીરી ગેટ ગયા અને ત્યાંથી બીજી  મેટ્રોમાં  કુતુબ મિનાર સુધી ગયા ...હોવે અમારે કુતુબ મિનાર જોવાનો હતો ...પણ 5 થી 6 રીસેસ હોવાથી ટિકિટ બારી બંધ હતી પણ છતાં રજની ટિકિટની લાઈન માં ઉભો રહીને ટિકિટ લીધી 6.30 વાગે અમને પ્રવેશ મળિયો અને 8 વાગિયા સુધી ત્યાં રહિયા ત્યાર બાદ રિક્ષામાં બેસીને ફરી જ્યાં અમારો સામાન મુકિયો હતો તે લેવા પોહચિયા ..સામાન લઈને ફરી અમે બીજી રીક્ષા કરી અને નવી દિલ્હી જવા રવાના થયા ....9 વાગીએ અમે રેલ્વે સ્ટેશન પોહચીને 10 નંબર ના પ્લેટફોર્મ પર જઈને બેઠા ....ઉતાવળ અને ઉતાવળમાં જમવાનું ભુલાઈ ગયું હતું... એટલે બધાએ  નક્કી કરીયું કે બહારનું નથી જમવું માટે સાથે લાવેલ ભાખરી અને ચટણી ખાવી...પણ જેવો થેલો ચેક કરિયો તો ખબર પડી કે જ્યાં સામાન મુકિયો હતો ત્યાં ઉંદરે થેલો ફાડીને અમારી ભાખરીમાંથી પ્રસાદ લઇ લીધો હતો....હવે શું કરવું તે મૂંઝવણ હતી...એક બાજુ ખુબજ ભૂખ લાગી હતી અને બીજી બાજુ ઉંદરની ખાધેલ ભાખરી હતી...અંતે વચ્ચેનો રસ્તો કાઢીઓ...બધાએ નક્કી કરીયું કે જેટલો ભાગ તેણી ખાધો છે તે કાપી નાખો બાકીનો આપણે ખાઈએ ...અને પ્રેમથી અમે ભાખરી અને ચટણી ખાધી...
  રાતનું જમવાનું....ભાખરી અને ચટણી...જમીયા બાદ અમે ટ્રેનની વાટે બેઠા દિલ્લીથી દેહરાદૂન નનદા દેવી ટ્રેન છે.... 12205 નંબર .
          આજે અહીં બાકીના પાંચ મેમ્બર ભેગા થવાના હતા...તેવો બે દિવસ થી દિલ્લીમાં ફરિયા અને અત્યારે ભેગા થવાના છે... થોડી વારમાં તેવો પણ આવી ગયા ....ટ્રેન વહેલા મુકાણી અને અમે બધા પોતાના સામાન સાથે પોત પોતાની સીટ પર  ગોઠવાઈ ગયા...આમ તો દરેક લોકો ટ્રેનમાં બેસે પછી થોડા સમય માટે પણ મજાક મસ્તી કરવાના મૂડમાં હોય અથવા પન્ના ની રમત રમતા હોય છે...અમે પણ પન્ના લીધા હતા..નિકાળવવાની આગલી રાતે રજનીનો ફોન આવેલ કે સાહેબ પત્તા લઇ લેજો...માટે અમને પણ એમ હતું કે અમે પણ પત્તા રમીશું .....પણ આખા દિવસની રખડ પટ્ટી ને કારણે એટલા તો થાકી ગયા હતા કે ટ્રેન ચાલુ થઈને  અમે અમારી સીટમાં જઈને સુઈ ગયા....અમુક મિત્રો બીજા ડબ્બામાં હતા માટે તે પણ સુઈ ગયા હશે એવું હું પણ માનું છું...
       પણ સવારે ખબર પડી કે છેલ્લી મિનિટે અમારો 11મો સાથી માંડ માંડ ટ્રેનમાં ચડી શકિયો...આમતો અમને અમુક ને તો ખબર પણ ન હતી કે ગૌતમ ધડુક કરીને એક ઓર સાથી આવાનો છે...કારણ કે તે સુરત થી સાંજે 5 વાગે પ્લેન માં બેસીને ન્યુ દિલ્લી પોહચ્યા હતા...પણ સારું થયું કે તે ટ્રેનમાં સમયસર પોહચી તો ગયો..... ભારતના મોટા ભાગના લોકો જેમ કરે તેમ એક ભ્રષ્ટાચાર કરવો પડીયો ... તે ટિકિટ લેવા રહે તો ટ્રેન મિસ થઈ જાય તેમ હોવા થી તે વગર ટિકિટે ચડી તો ગયો ...જ્યારે ટિકિટ માસ્તર ટિકિટ ચેક કરવા આવિયા ત્યારે  પેલા ગૌતમભાઈ ની ટિકિટ ન હોવાથી ભારતના ઈમાનદાર ટિકિટ માસ્તરને 800/-  રૂપિયા દઈને સેટિંગ કરીયું..આ શુભ કામ ઈમાનદાર અને હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા અજય પટેલે કરીયું ...ટિકિટના પૈસા  સરકારના ખાતામાં ન જતા પેલા કર્મચારીના પોકેટમાં  ગયા...પછી ભારતનું રેલ્વે તંત્ર ખોટમાં જ ચાલે ને......
  ફિર ભી મેરા ભારત મહાન .....
      ચાલો ત્યારે આજનો દિવસ પૂરો થયો ...શુભ રાત્રી...
             લી. અશોક બેલડીયાના વંદે માતરમ...