▪ કયારેક પ્રશ્ન થાય છે કે'
" શા માટે એકબીજા ને મળવાનો મોકો મળ્યો હશે ? "
" શા માટે જાણીતી વ્યકતિ દુર છે ને અજાણી વ્યકતિ પ્રત્યે આટલો ભાવ છે ? "
" શા માટે તમે જ છો બીજું કોઈ નહીં ? ત્યારે સંબંધ એવો શબ્દ મુખ ઉપર આવે. "
▪ ક્યારેય વિચાર આવ્યો છે ખરા કે સંબંધ એટલે શું ? જ્યારે સંબંધ શબ્દ ને છુટ્ટો પાડતાં જ ખ્યાલ આવે છે કે આમાં કેટલો ભાવ હશે.
▪ સમ એટલે સરખું, સમાનતા, જેમાં કોઈ ભેદ નથી.
બંધ એટલે બંધન, જે બંધન માં પણ બંધનપણું ન લાગે એવું બંધન.
▪ જે એકબીજા ને સમાન રાખી, સરખી રીતે રહી ને ઊંચ નીચ નો ભાવ ન રાખી ને એ વિશાળ લાગણીઓ ના બંધન માં રાખે છે એનું નામ સંબંધ....
☆ આ સંબંધ એકબીજા પ્રત્યે નો ભાવ માંગે છે.
☆ સંબંધ ભાવ પ્રત્યે ની સમજદારી માંગે છે.
☆ સંબંધ સમજદારી પ્રત્યે ની ઉદારતા માંગે છે.
☆ સંબંધ એકબીજા માટે ની મીઠાશ ભરી છેડખાની માંગે છે.
▪ જતું કરીને એકબીજા સાથે પળ ને જીવવા માટે ની ભાવનાં ને વહેવડાવે છે. જેનામાં નિસ્વાર્થતા ભરેલી હોય, અપેક્ષા નો છાંટો પણ ના હોય એવું બંધન.
● ખરેખર તો સંબંધ ટૂટતો જ નથી.
જે ટુટે છે તે સંબંધ જ નથી.
▪ તો ખરેખર સંબંધ અસ્તિત્વ માં છે ખરી ? અહીં તો માયા થી લપેટાયેલો સંબંધ છે.
▪ જયારે માણસ તેનાં અંતઃકરણ માં ભરેલાં ભાવ, પ્રેમ, લાગણીઓ, દોસ્તી, કાળ- ક્રોધ, આનંદ, જેનાથી એકબીજા ને છેડા અડતાં હોય છે પછી તે કોઈ પણ હોય ...તે સંબંધ.
▪ સાચાં સંબંધો ને સાચવવા કે નિભાવવા નથીં પડતાં પણ આપોઆપ વહેણ ની જેમ વિશાળ ભવ સાગર માં વહેતા જાય છે. પણ અહીં તો તેને સાચવવા માં આવે છે. કયારેક મન દુઃખ થાય તો કયારેક ટૂટી જાય છે. જેથી તે કાળજી અને જાળવણી માંગે છે....
● રહીમન ધાગા પ્રેમ કા, મત તોટો ચટકાય,
ટૂટે સે ફિરના જૂડે, જૂડે ગાંઠ પરિજાય.
......... continued સંબંધ ના દરિયે -2