અ રેઇનબો ગર્લ - 5
હું જગ્યા પરથી ઉભી થઇ અને ક્રિશ પાસે આવી, ક્રિશનો ફેસ પોતાના બન્ને હાથથી સહેજ ઊંચો કર્યો અને પોતાની નજર તેના હોઠ પર ટેકવી અને....
"હેલો મિસ.. ક્યાં ખોવાઈ ગયા?" હાર્વિ વાત કરતા કરતા અચાનક ક્યાંક ખોવાઈ જતા મેં ચપટી વગાડતા પૂછ્યું. હાર્વિના હાથમાં તેણે પકડેલો ડ્રીંકનો ગ્લાસ પણ એમ જ રહી ગયો હતો. તે દરિયા પરથી આવતા મોજાને એકનજર જોઈ રહી હતી.
"ઓહહ સોરી ગૌરવ... આઈ જસ્ટ થિન્કિંગ અબાઉટ ધેટ નાઈટ...."
"ઇટ્સ ઓકે, થાય ક્યારેક એવું." એક લેખક તરીકે હું આ વાત સમજી શકતો હતો કારણકે મેં ઘણા લોકોની સ્ટોરી સાંભળેલી છે.
****
હસ્તિએ ટ્રુથ ઓર ડેર ગેમ સજેસ્ટ કરી એટલે અમે બધા એક રાઉન્ડમાં ગોઠવાઈ ગયા અને વચ્ચે એક બોટલ મૂકી, અમારી વચ્ચે એવું નક્કી થયું કે બોટલ સ્પિન કરીને જેની સામે સ્ટોપ થશે તે સામે વાળી વ્યક્તિને ટ્રુથ ઓર ડેરનો સવાલ કરશે.
સૌથી પહેલા નિધીએ બોટલ સ્પિન કરી અને બોટલ કૃપાલી સામે જઈને સ્ટોપ થઈ, કૃપાલી સામે હસ્તિ હતી આથી તેણે હસ્તિને સવાલ કર્યો,"ટ્રુથ ઓર ડેર?"
"ટ્રુથ"
"ટેલ અસ યોર ફર્સ્ટ ક્રશ નેમ"
"વિવેક ઇન સિક્સ સ્ટાન્ડર્ડ"
અમે બધાએ ચિચિયારીઓ પાડી અને ગેમ આગળ વધી, આ વખતે બોટલ નિધિ સામે સ્ટોપ થઈ, નિધીએ નમનને સવાલ કર્યો,"ટ્રુથ ઓર ડેર?"
"ડેર" નમને ડેર પસંદ કરી.
"ગો એન્ડ સ્લેપ એનીવન ઇન ધીસ હોટેલ."
નમન ઉભો થયો અને ડોર ઓપન કરી બહાર આવ્યો, અમે પણ ચેક કરવા તેની પાછળ આવ્યા, બહાર લોબીમાં એક ફોરેનર ગર્લ નશાની હાલતમાં તેના રૂમ તરફ જતી હતી, નમન તેની પાસે જઈને ઉભો રહ્યો, કોઈને અચાનક તેની સામે જોઇને એ ગર્લ થોડી હેબતાઈ ગઈ હજુ એ બીજું કંઈ સમજે એ પહેલાં જ નમને તેને એક થપ્પડ લગાવી દીધી, પેલી ગર્લ હજુ પણ એમ જ ઉભી હતી તેણે કોઈ રિએક્શન ના આપતા નમને તેને કહ્યું,"સોરી... ઇટ વોસ અ ડેર.."
પેલી યુવતી તેની સામે હસી અને તેને ગાલ પર કિસ કરતા કહ્યું,"ઇટ્સ ઓકે." અને તે નશામાં ચાલવા લાગી.
કૃપાલીએ નમનને ચીડવતા કહ્યું,"વાહ યાર, તને તો ડેર ના બદલામાં કિસ મળી."
અમે બધા ફરી રૂમમાં આવ્યા અને ગેમ સ્ટાર્ટ કરી, બે ત્રણ રાઉન્ડ પછી બોટલ ક્રિશ સામે આવીને સ્ટોપ થઈ, ક્રિશની સામે હું હતી, મેં ડેર પસંદ કરી.
"કિસ મી." ક્રિશ આવી ડેર આપશે એવું મેં વિચાર્યું નોહતું.
ક્રિશની ડેર સાંભળી બધા શોક થઈ ગયા, "ક્રિશ વૉટ ઇસ ધીસ નોનસેન્સ?" હસ્તિ આગળ બોલવા ગઈ પણ મેં તેને અટકાવી, હું ધીરેથી મારી જગ્યા પરથી ઉભી થઈને ક્રિશ પાસે આવી, ક્રિશનો ફેસ મારા હાથમાં પકડીને સહેજ ઊંચો કર્યો, હું સહેજ તેના પર ઝુકી, મારી નજર તેના હોઠ પર હતી અને બધાની નજર અમારા પર હતી, ક્રિશના હોઠ સહેજ ખુલ્યા અને હું વધુ તેના પર ઝુકી અને તેના ગાલ પર કિસ કરીને ઉભી થઇ ગઇ.
"ધીસ ઇસ રોંગ હાર્વિ.." નમને કહ્યું.
"નો, ઇટ્સ રાઈટ, તેણે મને કિસ કરવા કહ્યું પણ ક્યાં તે નહોતું કહ્યું." મેં મારી સ્માર્ટનેસ બતાવતા કહ્યું.
"વેરી સ્માર્ટ હાર્વિ." હસ્તિએ મારા વખાણ કરતા કહ્યું.
કૃપાલીને ઊંઘ આવતી હતી આથી અમે ગેમ ત્યાં જ સ્ટોપ કરી અને પોતપોતાની રૂમમાં સુવા જતા રહ્યા, હું સુતા સુતા ક્રિશ વિશે વિચારતી હતી, ક્રિશે કેમ મને આવી ડેર આપી?, શુ તે મને લાઈક કરતો હશે?, મારી પાસે મોકો હતો તેને કિસ કરવાનો છતાં મેં ના કરી, મેં ભૂલ તો નથી કરીને?, ના જે થયું તે બરાબર થયું હું તેને સામેથી એટલા જલ્દી કોઈ સિગ્નલ આપવા નથી માંગતી, આમ મારી જાત સાથે જ વાત કરતા હું સુઈ ગઈ.
* * *
મિસ. હાર્વિ વાત કરતા કરતા પોતાની દુનિયામાં ખોવાઈ જતા હતા, જ્યારે મને અહીં હવે ઊંઘ આવવા લાગી હતી, આમ પણ અડધી રાતે તો કોઈને પણ ઊંઘ આવે જ ને, મને બગાસું ખાતા જોઈ હાર્વિ મારી સામે હસી, મેં હાર્વિને કહ્યું,"તમે આવી રીતે વાત કરતા કરતા ખોવાઈ જશો તો મને લાગે છે હું અહીંયા જ સુઈ જઈશ."
"વાંધો નહિ, આપણી પાસે હજુ ઘણી રાતો છે વાત કરવા માટે." ગોલ્ડી નશામાં હતી.
"આઈ નો બટ ડેઇલી આવી રીતે બહાર રહેવું અને ઉજાગરા કરવા એ આપણા માટે સારું નથી." હું ગોલ્ડીને સમજાવાના નિરર્થક પ્રયત્ન કરતો હતો.
"ઓકે." મિસ.હાર્વિએ ફરીથી તેમની વાતોનો દોર શરૂ કર્યો.
બીજા દિવસે અમે જળ મહેલ જોવા ગયા જે માનસાગર લેકની ઉપર બનેલો છે, અમને ત્યાં બોટિંગ કરીને જવાની તીવ્ર ઈચ્છા હતી પણ અત્યારે ત્યાં બોટિંગ બંધ કરી દીધું છે, ત્યાર પછી અમે ત્યાં ઉંટ પર સવારી કરી, ક્રિશ મારી સાથે હતો, મને થોડી બીક લાગતી હતી આથી ક્રિશે મને પાછળથી મજબૂત પકડી રાખી. ક્રિશનો સાથ મળતા જ મારો બધો ડર ગાયબ થઈ ગયો.
અમે જયગ્રહ ફોર્ટમાં 20 ફૂટ લાંબી તોપ જોઈ અને નહરગ્રહ ફોર્ટનો ફેમસ સ્ટેપ વેલ કે જેને વાવ કહેવાય છે એ જોઈ, ત્યાં ઘણા મુવીનું શૂટિંગ પણ થયું છે. અમે ત્યાં ઘણી ફોટોગ્રાફી પણ કરી.
ત્યારબાદ અમે આલ્બર્ટ હોલ મ્યુઝિયમ જોયું જેમાં ઘણા ફેમસ પેઈન્ટિંગ રાખેલા છે, અમે ત્યાંના ફેમસ બિરલા ટેમ્પલની પણ મુલાકાત લીધી, આખો દિવસ હું અને ક્રિશ સાથે જ ફર્યા, અમારી વચ્ચે સારી એવી દોસ્તી જામી ગઈ હતી.રાત્રે થાકીને બધા વહેલા સુઈ ગયા, કરણકે અમે ઘણું ફર્યા હતા, આજે કોઈને ગેમ રમવાનું કે સાથે બેસવાનું કોઈ મન નોહતું, બધાને આખા દિવસનો થાક ઉતારવા આરામ કરવો હતો આથી જમીને તરત બધા પોત પોતાના રૂમમાં જતા રહ્યા, ક્રિશને ઊંઘ નોહતી આવતી તેણે નમનને સાથે આવવા કહ્યું પણ નમનને મોબાઈલમાં ગેમ રમવી હતી.
ક્રિશ અમારા રૂમમાં આવ્યો અને મને અને હસ્તિને સાથે આવવા કહ્યું કે થોડીવાર નીચે ફરીએ, પણ હસ્તિને સુઈ જવું હતું તેથી તેણે પણ ના પાડી દીધી, ક્રિશે લાસ્ટમાં મારી સામે જોયું, મને પણ સૂવું હતું પણ ક્રિશ સાથે ફરવાનો આ મોકો હું કેવી રીતે છોડી શકું?? એમ પણ જ્યારે તે સામેથી આગ્રહ કરતો હોય.
હું અને ક્રિશ નીચે આવી ટહેલવા લાગ્યા, સાથે સાથે અમે અલક મલકની વાતો કરતા હતા, અમે અડધો કલાક જેવું ત્યાં ગાર્ડનમાં ફર્યા પછી મને પણ ઊંઘ આવવા લાગી આથી હું અને ક્રિશ રૂમ પર આવ્યા, ક્રિશે મને થેન્ક્સ કહ્યું અને ફોર્મલ હગ કર્યું, પછી તે સુવા જતો રહ્યો.
સવારે અમે જયપુરના ફેમસ બજારમાં ફર્યા અને શોપિંગ કરી, જયપુરના બજારમાં એટલી બધી વેરાઈટીની વસ્તુઓ હતી કે શું લેવું અને શું ના લેવું એ તમે નક્કી ના કરી શકો, ત્યાં વિવિધ જાતની પાઘડી પણ મળતી હતી, અમે બધાએ એ પાઘડીઓ પહેરીને ફોટોગ્રાફી પણ કરી, હસ્તિ, નિધિ અને કૃપાલીએ ત્યાંથી નવરાત્રી માટે ચણિયાચોળી પણ લીધી.
મારે એક પર્સ લેવું હતું, મેં ઘણા બધા પર્સ જોયા પણ હું નક્કી નોહતી કરી શકતી કે કયું પર્સ લઉ, મેં આસપાસ નજર ફેરવી અને ક્રિશને બોલાવ્યો," જો ને યાર અહીંયા કેટલા બધા મસ્ત મસ્ત પર્સ છે પણ હું કયું લઉં તે નક્કી નથી કરી શકતી, તું કોઈ પર્સ પસંદ કર ને"
ક્રિશે બધા પર્સ પર નજર ફેરવી અને તેમાંથી એક પર્સ બહાર કાઢ્યું, લાઈટ મરૂન કલરનું પર્સ હતું જેના પર ટીકાઓનું વર્ક કરેલું હતું," આ પર્સ ફાઇન લાગશે જો તને પસંદ હોય તો."
"થેંક્યું ક્રિશ, તે મારી હેલ્પ કરી નહીતો હું તો આટલું સરસ પર્સ શોધી જ ના શકેત."
પર્સ લઈને અમેં જ્યાં મોજડી અને સેન્ડલ મળતા હતા ત્યાં આવ્યા, ત્યાંથી અમે મારા માટે ભરતકામ કરેલી મોજડી લીધી, ક્રિશે પણ મેં પસંદ કરેલી મોજડી લીધી. અમે આખા બજારમાં ફર્યા અને શોપિંગ કરી, અહીંયા શોપિંગ કરતા જ સાંજ થઈ ગઈ આથી નમન અને ક્રિશ સખત કંટાળ્યા હતા.
અમારે હજુ ફરવું હતું પણ એ બન્ને અમને જબરદસ્તી બહાર લઈ આવ્યા,"યાર તમે લોકો સવારના શોપિંગ કરો છો, હજુ કેટલું બાકી છે તમારે?" નમન કંટાળા સાથે બોલ્યો.
"છોકરીઓ સાથે ક્યારેય શોપિંગ કરવા ના અવાઈ" ક્રિશે પણ તેનો કંટાળો વ્યક્ત કર્યો.
"અમને કેટલો પણ ટાઈમ આપો શોપિંગ માટે ઓછો જ પડે." અમે બધી ગર્લ્સ તેમના પર હસતી હતી, અમે હોટેલ પર પાછા આવ્યા, ડિનર પતાવીને ક્રિશે અમને આવતીકાલનો પ્લાન કહ્યો,"આપણે કાલે અહીંથી સવારે સાત વાગે ચેક આઉટ કરવાનું છે, તો બધા વહેલા રેડી થઈ જજો, અહીંથી આપણે જેસલમેર જવાનું છે, ત્યાં કેમપિંગ કરવાનું છે."
અમે બધા સવારે સાત પહેલા રેડી થઈને આવી ગયા, ત્યાંથી ચેક આઉટ કર્યું અને બધો સામાન ગાડીમાં ગોઠવ્યો અને ગાડીમાં બેઠા, ત્યાંથી અમે જેસલમેર જવા નીકળ્યા, જેસલમેર પોહચી અમે ત્યાં એક હોટેલમાં ચેક ઇન કર્યું.
એક દિવસ અમે ત્યાંના ફેમસ સ્થળોની મુલાકાત લીધી, જેસલમેર ફોર્ટ ત્યાંનો ફેમસ છે, ત્યાં અમે સેમ સેન્ડ ડ્યુમ્સમાં કેમ્પઇંગ કર્યું જ્યાં મારી સાથે એક ઘટના ઘટી...
(ક્રમશઃ)
Thenk you.
-Gopi Kukadiya & Mer Mehul.