Harakh Ke Shok in Gujarati Short Stories by Manoj Prajapati Mann books and stories PDF | હરખ કે શોક

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

હરખ કે શોક

    'આજે શું લાવું ? ,ઓફીસ પર થી ચેતને પોતાના વ્હાલસોયા દીકરા ને ફોન પર પૂછ્યું, કાલી ઘેલી ભાષા માં સામેથી જવાબ આવ્યો, ' પાપા પેલી ચોકલેટ લાવજો, ચેતને વળી હસતા મોઢે દીકરા ની કાલીઘેલી ભાષા સાંભળવા ફરી પ્રશ્ન કર્યો, ' પણ દીકરા પેલી એટલે કઈ ચોકલેટ ?! ધ્રુવ નો જવાબ આવ્યો ' મારા પાપા ને ગમે એવી, અને વેલા આવજો , કાલ ની જેમ મોડું ના કરતા, 
      આ જવાબ હતા 5 વર્ષ ના મીઠુંડા ધ્રુવ ના, કહેવાય છે કે એક પિતા માટે અતિ આનંદ વાત હોય છે જયારે એના ઘેર દીકરા કે દીકરી નો જન્મ થાય, લગ્ન ના ઘણા વર્ષે ઘણી દવાઓ, શ્રદ્ધા, અને બાધાઓ રાખ્યા બાદ ભગવાને ચેતન અને તેની પત્ની ચાર્મી ને ધ્રુવ નામના દીકરા ની ભેટ આપેલી, વર્ષો બાદ ઘરે પારણું બંધાયેલું એટલે આખા ઘર નો લાડકો હતો ધ્રુવ, અને એમાંય ખાસ એના પાપા એટલે કે ચેતન માટે તો ધ્રુવ પોતાના જીવ કરતા પણ વ્હાલો !!
     ચેતન હમેશા દરેક સારી બાબત નો શ્રેય ધ્રુવ ને આપતો, એની માટે એનો દીકરો એટલે નસીબ હતો, એ કોઈ પણ જગ્યા એ રોકાણ કરે, કોઈ નવી ખરીદી કરે કે પછી કોઈ ઇનામી ડ્રો હોય, દરેક જગ્યા એ ધ્રુવ ના નામ પર થી શરૂઆત થાય, ઘણી વાર તો લોકો કહેતા કે 'ઓહ હો તમારે જ નવાઈ નો દીકરો છે?, અને ચેતન એક જવાબ આપતો ' હા વળી, નવાઈ નો, એની માટે જેટલું કરીએ એટલું ઓછું, 
      સાંજ નો સમય , ઓફીસ થી ઘેર આવી ને ચેતન હિંચકા પર બેસે છે, ચાર્મી પાણી નો ગ્લાસ લઈને આવે છે , ધ્રુવ દાદી અને દાદા પાસે મસ્તી કરે છે, પાણી પિતા પેલા ચેતન એ પૂછ્યું ' ક્યાં ગયો મારો દીકરો?, ' એ અંદર મસ્તી કરે,  તમારો દીકરો, રોજ શું પૂછવાનું, અને અમને તો કોય પૂછતું જ નહિ, દીકરો એકલો જ વ્હાલો, !! કટાક્ષ મારતા ચાર્મી એ વળતો જવાબ આપ્યો, 
     ઢીંચણ પર હાથ મૂકી હિંચકા માંથી ઉભા થઇ, ચાર્મી ની સામું જોઈને ચેતને જવાબ આપ્યો , ' ચાર્મી, આપણે પ્રેમ લગ્ન કર્યા છે, અને મારા પ્રેમ ને તું ઓળખે જ છે, તું જ તો છે જેને પણ ધ્રુવ આપ્યો, તું જ તો છે જેને મને બધી ખુશીઓ આપી, પણ લગ્ન ના આટલાં વર્ષો પછી ભગવાને આપણ ને ધ્રુવ આપ્યો, અને એને જોયા વગર હું આખો દિવસ ઓફિસ માં વિતાવું છું, જે મારી માટે ઘણું મુશ્કિલ હોય છે, એટલે આવી ને પેલા એને જોવાની ઈચ્છા હોય છે, 
       ચેતન ની વાતો સાંભળી ને અતીત માં ખોવાઈ ગયેલી ચાર્મી ની આંખે ઝળઝળિયાં આવી ગયા,ઓઢણી ના ખૂણે થી આંખો ના અશ્રુ ને બહાર આવતા પેલા જ લૂછી ને ચેતન ને જવાબ આપ્યો , ' ચેતન હું તો અમસ્તા જ બોલી ગયેલી, ધ્રુવ એ તમારી માટે બધુજ છે, અને મારી માટે તમે !!
      મારી ચોકલેટ ક્યાં !? ,આવી ને પાપા નો પગ પકડી ને ચોકલેટ માટે માસુમ હાથ ની આંગળીઓ પહોળી કરીને ચેતન સામે ટગર ટગર જોઈ રહેલો ધ્રુવ, !!
    બેટા ચોકલેટ તો ભુલાઈ ગઈ! આટલું સાંભળતા જ ધ્રુવ નીચે આળોટવા લાગ્યો, અને મોટે અવાજે રડવા લાગ્યો, 
પળવાર પણ વિચાર કર્યા વગર ચેતને ચોકલેટ કાઢી ને  ધ્રુવ ના હાથ માં પકડાવી દીધી ,ધ્રુવ ના મોઢા પર જેમ અચાનક વરસાદ બંદ થઇ ને આકાશ માંથી તડકો નીકળે એમ ચહેરા પર સ્મિત આવી ગયું, એ જોઈને બધા હસવા લાગ્યા ! 
      ધ્રુવ ના રોજ અમુક નિત્યક્રમ બાંધેલા જ, જેમ કે પાપા જ નવડાવે, પાપા જ માથું ઓડાવે, પાપા ઓફિસે જવા નીકળે એટલે દરવાજા સુધી સાથે જવાનું, સાંજે આવે એટલે ચોકલેટ , રાત્રે પાપા ની જોડે જમવા બેસવાનું, !! 
     અને આ બધા માટે ચેતન નો દીકરા પ્રત્યે નો પ્રેમ જ જવાબદાર હતો, અને ચેતન ને પણ સવારે નીકળતા દીકરા નું મોઢું જોઈને આખા દિવસ ની એનર્જી સ્ટોર કરતો, અને સાંજે આવીને ધ્રુવ સાથે મસ્તી કરીને થાક, અને ચિંતા ને નેવે મુકતો !!
     એક દિવસ ઓફીસ માં કામ કરતા કરતા અચાનક ફોન ની રિંગ વાગી , ફાઈલો માં સહી કરતા કરતા ખભા પર ફોન ધરી ને બોલ્યો, ' હા બોલો ચાર્મી,
     ચાર્મી મેં ચિંતા ભર્યા અવાજ માં જવાબ આપ્યો ,' ધ્રુવ ને તાવ જેવું લાગે છે, ગરમ લ્હાય થઇ ગયું છે આખું શરીર, શું કરું ?!!,
     હજુ તો ચાર્મી વાત પુરી કરી એ પેલા ફાઈલો નું કામ અધૂરું મૂકી ને ખુરશી માંથી બેઠા થઇ ને ફોન હાથ માં પકડી ને ચેતન એટલું જ બોલ્યો ,' હું હમણાં જ આવું છું , તું એને પાણી ના પોતા મૂક, હું હાલ આવ્યો, 
    ચેતન ઘેર આવતા જ પોતાના બુટ ને બહાર ઉતાર્યા વગર, ક્યાં છે , શું થયું, !! 
ચાર્મી પાણી નો ગ્લાસ લઈને આવી, પણ પાણી ની સામું પણ જોયા વગર, સીધો ધ્રુવ ને સુવડાવ્યો હતો એ રૂમ માં ગયો, 
     ચાર્મી બોલી, ' હાલ ઉંઘ્યો છે, પોતા મુક્યા પછી સારું છે, લ્યો પાણી પી લો, 
ચેતન ,ધ્રુવ ની પાસે જઈને બેઠો અને પાણી નો ગ્લાસ હાથ માં લઈને પીવા જ જાય એટલા માં ધ્રુવ આંખો ખોલી ને ઘીમાં અવાજે પૂછે છે , ' ચોકલેટ લાવ્યા?, 
    ચેતન પાણી પીધા વગર ગ્લાસ ને બાજુ માં મૂકી ને ધ્રુવ ને પોતાના ખોળા માં લઈને કહે છે ,' બેટા ઉતાવળ માં આવ્યો, આજે ભૂલી જ ગયો, સોરી, !!
    ધ્રુવ ધીમું સ્મિત કરી ને બોલ્યો ,' મને ખબર છે તમે જૂઠું બોલો છો, મજાક કરો છો, 
   આ સાંભળી નિસાસો નાખતા ચેતન બોલ્યો ઉભો રે, મારી બેગ માંથી લઈને આવું, એમ કહી બહાર જઈને પાસે ની દુકાન થી ચોકલટ લઈને પાંચેક મિનિટ માં પરત થયો, ' આ રહી મારા ધ્રુવ ની ચોકલેટ, એમ કહી રૂમ માં પ્રવેશ કરે ત્યાં તો ચાર્મી બોલી, ' તાવ વધે જ છે, 
     કઈ પણ બોલ્યા વગર ચેતન ધ્રુવ ને તેડી ને દરવાજા બાજુ ઝડપ ભેર ચાલતા ચાલતા બોલ્યો, ચાલો દવાખાને, તું એને ઓઢાળવાનું, અને પાણી બોટલ જલ્દી તૈયાર કર, અને બા અમે જઈને ફોન કરીએ , તમેં ઘેર રહેજો !!
    ચાર્મી ને ચેતન ધ્રુવ ને લઈને દવાખાને  પહોંચી  ગયા, કેશ લખાવી ને ડૉક્ટર એ તાત્કાલિક સારવાર ચાલુ કરી, રિપોર્ટ માટે બ્લડ શેમ્પલ લેવાયું, જયારે રિપોર્ટ માટે લોહી લેવાતું હતું, તો ચેતન દૂર ઉભા ઉભા પોતાનો જીવ જતો હોય એવું મહેસુસ કરતા એ રૂમ  માંથી બહાર નીકળી ગયો, 
     સારવાર ચાલુ થઇ અને થોડા જ સમય માં રિપોર્ટ આવ્યા, રિપોર્ટ જોઈને ડૉક્ટર એ ચેતન ને કહ્યું ,' લીવર માં ઇન્ફેકશન છે, કેશ સિરીઅસ છે, કોઈ મોટી હોસ્પિટલ માં લઇ જઈને બને એટલા જલ્દી ઓપરેશન કરાવી લ્યો, !!
     ડૉક્ટર આટલું બોલે એ પેલા તો ચેતન રડવા લાગ્યો, બાજુ માં ઉભેલી ચાર્મી એ ભીની આંખે ચેતન નો ખભો પકડી છાના રેવા કહ્યું, 
   એમ્બ્યુલન્સ માં ધ્રુવ ને બીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, તાબડતોડ ઓપરેશન ચાલુ થયું, અહીં ચેતન અને ચાર્મી બંને ધ્રુવ ની યાદો ને નજર સામે જોઈ ને આંખો ની અશ્રુધારા ને રોકી ના સકે, 
    લગ્ન ના ઘણા સમય બાદ પોતાના સંતાન ની ઈચ્છા માટે કરાવેલી દવાઓ, કરેલી દુવાઓ, અને ત્યારથી લઈને આગળ ના દિવસે કરેલી મસ્તી, બધું જ એક જેવું નજર સામે ફરે જાય, અને બંને દંપતી રડે જાય, 
   એટલા માં ડૉક્ટર એ આવી ને કહ્યું ,'લીવર માં વધારે ઇન્ફેકશન હતું, અમે પ્રયન્ત કર્યા પણ સોરી, અમે ધ્રુવ ને બચાવી ના શક્યા, 
      શું ? !!!, બચાવી ના શક્યા ?? અરે સાહેબ જોવે એટલા રૂપિયા લ્યો, જોઈએ તો મારો જીવ લઇ લો, પણ માંરા ફુલ જેવા ધ્રુવ ને બચાવી લો, પોક માંડી ને રોતા રોતા ચેતન ડૉક્ટર ને પગે પડી ને આ શબ્દો ઉચ્ચાર તો રહ્યો, 
   ડૉક્ટર એ ચેતન ને ઉભા કરીને , શાંત થવા કહ્યું, અને આશ્વાશન આપ્યું, ચેતન અને ચાર્મી બન્ને બેભાન જેવી હાલત માં હતા ,ડૉક્ટર ની ટીમ એ એ બંને  ને હિમ્મત આપી, અને જેમ તેમ કરી સમજાવ્યા, અને લાશ લઈને પરત ફર્યા, ઘેર ઉતરી  એમ્બ્યુલન્સ માંથી પોતાના દીકરા ને હાથ માં ઉપાડી નીચે લાવાની હિંમત નહોતી, બંને ની આંખો માંથી અશ્રુ ધારા બંધ જ ન થઇ, 
      જોત જોતા માં પરિવાર અને સંબંધીઓ ભેગા થઇ ગયા, અંતિમ વિધિ ની તૈયારીઓ ચાલુ અને બીજી બાજુ બધા એકબીજા ને હિંમત આપે જાય, 
   એક પુરુષ હોવાના કારણે ચેતન એ કાળજા પર પથ્થર મુકી ને જાત ને સંભાળી, પણ એના દિલ માં અને આંખો માં ધ્રુવ જ હતો, 
       અંતિમ વિધિ પતિ ગઈ, બધા સગા વ્હાલા ધીમે ઘીમેં વિખુટા પડવા લાગ્યા, એક ખૂણા માં બેસી ને રડતી ચાર્મી, અને દાદા દાદી ને મનાવતા પાડોશી અને સગા વ્હાલા હજુ બેઠેલા, ચેતન ને એના ઓફીસ ના મિત્રો અને ખાસ સગા વ્હાલા હિમ્મત આપવા જોડે બેઠેલા, 
     જેમ તેમ કરી સાંજ પડી, બધા ના ખાલી શ્વાસ જ ચાલે, ચેતન ને બે ત્રણ વાર બોલાવે તો એક વાર ડોકું હલાવે, એવી હાલત, 
     ઘર નો ખૂણો, ધ્રુવ નો રૂમ, એના રમકડાં, અને છેલ્લે દોડી ને ચેતન જે ચોકલેટ લાવેલો એ હજુ ખિસ્સા માં, આ બધું એક એક ક્ષણ ધ્રુવ ની યાદ આપાવે જાય, 
   મન માં ને મન માં ચેતન આંખો માં આંસુ સાથે ઉપર વાળા ને ફરિયાદ કરે, ' શું ભૂલ હતી અમારી?, ઘણા વર્ષે તો ખુશી આવેલી ઘેર, તારી આપેલી ભેટ ને અમે સાચવેલી ને? તો શું કામ , શું કામ મારા જીવ થી વ્હાલા દીકરા ને તે પાછો બોલાવી લીધો?  , તારા થી બાપ દીકરા નો પ્રેમ પણ ના જોવાયો!!??,
      આંખો માં આંસુ,  સુનું ઘર, ફરી સુની પડેલી માં ની કોખ, પાંચ વર્ષ માં વેતાવેલી એક એક પળ ની યાદો, બસ આટલું જ વધેલું, 
  ધ્રુવ હતો તો ' હરખ ' હતો, બાકી હવે તો કાયમ માટે ' શોક ' હતો, 

       ભગવાન કોઈ ના ઘરે અંધારું ના કરે, કોઈ ના પ્રેમ માં ખોટ ન પડે, અને કોઈ માં ની કોખ ખાલી ના રહે એજ પ્રાર્થના સાથે મારી આ વાર્તા વાંચવા બદલ આભાર, 

મનોજ પ્રજાપતિ
મન 
9537682580