Jivan jivvani ek navi disha in Gujarati Classic Stories by Nimesh Prajapati books and stories PDF | જીવન જીવવાની એક નવી દિશા - જીવન એક સંઘર્ષ ભાંગ-૧

Featured Books
Categories
Share

જીવન જીવવાની એક નવી દિશા - જીવન એક સંઘર્ષ ભાંગ-૧

                                                    જીવન એક સંઘર્ષ
                                                           ભાંગ-૧
     
            જીવન જીવવાની રીત બધાની અલગ અલગ હોય છે પણ આ એક એવાં વ્યક્તિના જીવનની વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે પોતાના જીવનમાં કરેલા સંઘર્ષ અને પછી તેમણે કઈ રીતે સફળતા મેળવી નામ......... ઉંમર ૧૮ વષૅ ની ઉંમર માં તેમણે એક મોટો બિઝનેસ મેન બનવાની ઈચ્છા હતી "અને તેમણે મોટો બિઝનેસ મેન બનવાની ઈચ્છા શું કામ હતી"! કારણ કે તેમને તેમની પાછળ ના જીવન માં કરેલાં ઘણા બધાં સંઘર્ષ ની વાતો જાણવી જોઈએ એટલે આપણે થોડા વર્ષો પાછળ  જઈ ને સ્ટોરી ની શરૂઆત કરીએ......
    
            ૧૮ વષૅ પહેલાં તેમનો એક નાનકડા કુટુંબમાં જન્મ થયો હતો. તેમણા જન્મ થયા ને ૪-૫ મહિના પછી તેમણે તેમના પિતા નાં કાકા નાં ત્યાં ગોદે આપી દીધાં હતાં અને પછી તેમણે થોરા દિવસ વિત્યા બાદ તેમના દાદા તેમણે ઘરે પાછા લઈ આવ્યા પછી ધીમે ધીમે દિવસો વિતવા લાગ્યા પછી તેમણી ઉંમર ૫ વર્ષ ની થઇ ઘરની આર્થિક સ્થિતિ નંબરી હોવાનાં કારણે એમને ગુજરાતી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરવા મુક્યાં પણ એમણે ભણવામાં જરાયે રસ જ ન હતો પણ તેમણે નાનપણથીજ ઉચ્ચ સંસ્કાર મળવા લાગ્યા હતાં. તેના કારણે તેમનો વિકાસ જલ્દી અને સારો થયો હતો. તેમણા પિતા ની રેલ્વે સ્ટેશન ની જગ્યા ઉપર નાની કાચી દુકાન હતી. નાની ઉંમરે તેમણે પોતાના પિતાના નાનકડા ધંધા ઉપર તેમના પિતા જોડે લઈ જતા તેમણે ૭ વર્ષ ની ઉંમરે ધંધા ની લાઈન માં જોડાઈ ગયા હતા. પછી ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને તે ધોરણ ૧૦મા આવ્યા તેમણે ભણવામાં રસ નાં હોવાથી તે ધોરણ ૧૦મા નાપાસ થયા જેના લીધે તેમને ઘણું દુઃખ થયું કારણ કે તેમના પિતા ને તેમના ઉપર ઘણી બધી આશાઓ હતી કે તે ભણીગણીને શારી એવી નોકરી કરે અને તેનું ભવિષ્ય સારૂં બણે પણ નાપાસ થયા પછી તે ૨-૩ મહિના સુધી ઘરમાં અને દુકાને બેસી ને પસાર કયૉ પછી તેમણે એક દિવસ દુકાનમાં બેઠા બેઠા એક નાનકડો વિચાર આવ્યો કે હું પોતે એક સાઇટ બિઝનેસ શરૂ કરૂં પછી ધીમે ધીમે તેમને એક નવી દિશા વધવા શરૂઆત કરી રોજ તે ૨૦૦-૩૦૦ રૂપિયા કમાવાની શરૂઆત કરી દીધી હતી પણ દિવસો વિતવા લાગ્યા હતા પછી તેમણે SSCની પરીક્ષા આપી હતી તેમાં એ પાસ થયા હતા. તેમણે ધંધામાં અને હિસાબોમાં રસ હોવાથી તેમને ૧૧-૧૨ કોમર્સ કરવાનું નક્કી કર્યું. તેમણે કોમર્સ કરતા પહેલા ઘણા બધા લોકો તેમને ITI તે વગેરે જેવા વિવિધ વિષયોમાં માગૅદશૅન પણ આપ્યું પણ તેમણે કોમર્સ જ ક્યું. તેમણે તેમનો સાઇટ બિઝનેસ બંધ કરી ને ફરી ભણવાનું શરૂ કર્યું હતું તે ૨-૩ મહિના સુધી સારી રીતે ભણ્યા ખરાં પણ પછી તેમણે એવાં દોસ્તો મળ્યા હતા જે ભણવાના બદલે સ્કૂલમાં પીરીયડ બન્ક મારવાનાં અને વાંચવા નાં બહાને લાઈબ્રેરી માં ગપ્પાં મારવાનાં એમ કરતાં કરતાં ૧૨મા પાસ થયા પછી તેમણે કોલેજ શરૂ કરી. તેમણે ૧૮ વર્ષ ની ઉંમર થતાં પહેલાથી જ ઘણું બધું શીખી લીધું હતું તેમણે ધંધા વિશે ઘણું બધું જ્ઞાન લઈ લીધું હતું. તેમની આટલી ઉંમર થતાં પહેલાથી જ ગણી બધી દુનિયા ની થોકરો ખઈ ઘણું બધું શીખી લીધું હતું. તે બીજા લોકોની મદદ કરવા તેમણે વધારે ગમતું હતું અને તેમણે આટલી ઉંમર માં ઘણી નિઃસ્વાર્થ ભાવે સેવા વધારે કરેલી અને તેમણે રમત માં ચેસ રમવા નું વધારે ગમતું હતું.
           
           આગળ નાં જીવનમાં કેવી રીતે સફળતા મેળવી તે આપણે ભાગં-૨ જોઈશું

                                                                                    જીવન એક સંઘર્ષ.
                                                                                              એન.વિ.પ્રજાપતિ