Kshitij - 13 in Gujarati Fiction Stories by Bindiya books and stories PDF | ક્ષિતિજ ભાગ-13

The Author
Featured Books
Categories
Share

ક્ષિતિજ ભાગ-13

                ક્ષિતિજ 
               ભાગ-13
પોતાની હરકતો થી નિયતિ ઇરીટેટ થાય છે એ ખુબ સારી રીતે જાણતો હોય  વારંવાર  એ ચીઢાય એવી હરકત કરતો . કાર સ્ટાર્ટ થતાં જ એણે પહેલા તો એકદમ રેસ કરી અને ઝટકા થી ગાડી ચલાવવાનું શરું કર્યું.  નિયતિ  પહેલી જ વાર માં ડરી ગઇ . એના મોઢાંમાંથી ચીસ નીકળી ગઈ. 
“ ઓહ...મા... આ..આ કઇ રીત નું ડ્રાઇવિંગ છે..?.. પ્લીઝ તમે જો આમ જ ચલાવવા ના હોય હું  રિક્શા વધુ પ્રિફર કરીશ...”
ક્ષિતિજ એની સામે જોઈ ને એકદમ નાનાં બાળક ની જેમ હસ્યો..અને નિયતિ ને હેરાન કરવા બોલ્યો...
“ એમ કાંઈ  હોય.?. પપ્પા  એ તમારી જવાબદારી મારાં હાથમાં  સોંપી છે . અંદર કહેલું  ને કે પહોચાડી દઇશ ..એટલે હવે તો પહોંચાડ્યે છુટકો.. “ 
એ ફરી થી કારને સ્પીડમાં ડ્રાઈવ કરવા લાગ્યો. ટ્રાફીક વાળા રોડ પર ક્ષિતિજ  ને આમ ડ્રાઇવ કરતાં જોઈ  નિયતિ ખુબજ ડરી ગઇ હતી. એ આંખો બંધ કરીને બેસીગઇ .એણે દરવાજા નું  હેન્ડલ અને સીટ કસીને પકડી હતી અને મનમાં મનમાં  કંઈ બોલી રહી હતી. આમતો કંઈ  કરતાં  એ ભગવાન નું  નામજ ભજતી હશે .ક્ષિતિજ  એને જોયાં  કરતો હતો. એની સાદાઇ એનું ભોળપણ .. એનું  પોતાના માં ખોવાઇ રહેવું.. બાકી દુનિયામાં  શું  થાયછે એની સહેજ પણ એને પડી ન હતી. એને આંખો બંધ કરી ને બેસેલી ક્ષિતિજ  વારંવાર  જોઈ લેતો. પણ આમ મુંગામોઢે  થોડું  ઘર સુધી જવાતું હશે?. એટલે ક્ષિતિજે  રસ્તા માં  એક આઇસક્રીમ પાર્લર પાસે કારને ફરી ઝાટકા થી બ્રેક લગાવી અને રોકી . તરતજ નિયતિ એ  ઘર આવી ગયુ હશે સમજી ને આંખો ખોલી પણ એ તો હજું  ઘરથી દુર હતાં.  ક્ષિતિજ  ઉતરવાની તૈયારી કરેએ  પહેલાજ નિયતિ  બોલી.
“ કેમ અહીયાં  કાર રોકી ??”
“ કેમ ન રોકી શકાય?”
ક્ષિતિજે સામો સવાલ કર્યો. 
“ ના... અત્યારે ન રોકી શકાય..”
“ કેમ ? ..તો કયારે રોકી શકાય..”
“ પહેલાં  મને ઘરે પહોચાડો પછી જયાં  અને જેટલીવાર તમારે કાર રોકવી હોય રોકજો. “
નિયતિ  મોઢું ભારમાં રાખીને બોલી. 
“ જો કાર મારી છે.  એટલે હું  ઇચ્છુ એટલીવાર જયાં  ઇચ્છુ  ત્યા  રોકી શકું.  અને આમ પણ મેં  બપોર થી કંઈ જમ્યુ  નથી હવે ભુખ લાગી છે તો આઇસક્રીમ તો ખાઇજ શકું. તમે પણ આવો “
ક્ષિતિજે નિયતિ ને પણ આમંત્રણ આપ્યુ.  પણ નિયતિ   ઉતરી નહી ..એટલે ક્ષિતિજ એકલોજ અંદર ગયો સ્વભાવે ખુબજ જિદ્દી એટલે નિયતિ ને ઉતાર્યે છુટકો એવું  નક્કી કરેલું..આરામથી ધીમે ધીમે એ આઇસક્રીમ ખાઇ રહયો હતો. નિયતિ  વારેવાર ગુસ્સાથી ક્ષિતિજ ની સામે જોતી.એ વખતે એ નિયતિ ને ચીડાવવા વધુ વાર લગાડતો. અંતેસાડાનવ થવા આવ્યા હતા.થાકીને નિયતિ ઉતરી ને ક્ષિતિજ ની સામે આવી ને ઉભી રહી.અને હાથનાં કાંડા માં બાંધેલી ઘડીયાળ જોઈ ને બોલી..
“ હજું  કેટલી વાર લાગશે તમને...? જુઓ પપ્પા મમ્મી  રાહ જોતા હશે.ચિંતા કરશે. તમારી ઇચ્છા ન હોય મને મૂકવા આવવાં ની તો કંઈ  વાંધો નહી પણ એ લોકો ને ચિંતા થાય અને લોકો વાતો કરે કે હું  મોડીરાતે કોઈ છોકરા સાથે એકલી આવી એ મને પણ પસંદ નથી માટે પ્લીઝ કાંતો મને જવાદો નહીતો જલદી કરો.ક્ષિતિજ  નિયતિ નો ડર સમજતો હતો  પણ માંડ મોકો મળ્યો છે વાત કરવાનો એ જતો ન કરાય.  માટે એણે તરતજ નિયતિ સામે શર્ત મુકી..
“ હું  હમણાજ ઉભો થઇ જાવ પણ એક શર્ત છે તમે માનો તો.”
નિયતિ એ આશ્ચર્ય થી પુછ્યુ..
“ શર્ત.? શેની શર્ત...?”
“ આજે હોસ્પીટલમાં તમે જે વર્તન કર્યું  એ બદલ માફી માંગવી પડશે   “ 
નિયતિ  પણ સમજી ગઇ કે એણે જે વર્તન કર્યું હતુ એ ખોટું હતું  અને માફી પણ માંગવી જ જોઇ એ એટલે વાત ને સરળતા થી પુરી કરવા એણે તરતજ માફી માંગી 
“ હા.. તમારી વાત સાચી છે. માફી મારે પણ માંગવી હતી પણ  તમે મને મોકો જ ન આપ્યો... પણ અત્યારે હું  ખરેખર તમારી માફી માગું છુ મારા એ વર્તન બદલ..તમે મને માફફફ કરશો? .”
નિયતિ ના ચહેરા પર પોતે કરેલા વર્તન નું દુખ સાફ દેખાઇ રહ્યુ હતું . એટલે ક્ષિતિજે ફરી માફ કરવા માટે પણ શર્ત મુકી..
“ માફ કરું  પણ એમા પણ એક શર્ત છે..”
નિયતિ  થોડું  હસી ને બોલી.
“ હવે..શું  શર્ત..?”
એનું આટલું  બોલતાં જ ક્ષિતિજે તક ઝડપી અને કહીં દીધું. 
“ શું  આપણે એકબીજા ના દોસ્ત બની શકી એ..?”
ક્ષિતિજ  ની વાત થી નિયતિ વિચાર મા પડીગઇ. એ બોલી..
“ એ..પછી વિચારીશું પણ અત્યારે  મને ઘરે પહોંચવાની ઉતાવડ છે. તમે પ્લીઝ જલદી કરો. “ 
ક્ષિતિજ  પણ તરતજ ઉભો થયો અને બંને જણા ફરી કારમાં બેઠા. નિયતિ ને ડર હતો કે ક્ષિતિજ આ વખતે પણ કાર ખરાબરીતે ચલાવશે .પણ ક્ષિતિજે નોર્મલી કાર ચલાવતાં  એણે હાશ અનુભવી. થોડીવાર બંને શાંત બેસી રહયાં. એફ એમ પર જુના ફિલ્મી ગીતો વાગી રહ્યા  હતા. નિયતિ  એ મનમાં ગણગણી રહી હતી. એ સિવાય બંને વચ્ચે કોઈ જ અવાજ ન હતો. થોડકવાર રાહ જોયાં પછી ક્ષિતિજે ફરી પુછ્યુ..
“ અમમમ... પછી શું  વિચાર્યું  તમે..?”
“ મેં..? શેના વિષે? 
“ અરે..હમણાંજ  વાત થઈ .. મારી શર્ત..”
નિયતિ જાણી જોઈને અજાણ બની..
“ શર્ત..કઇ શર્ત...મને તો કંઈ યાદ નથી..”
એ મંદ મંદ હસી. 
“ ઓહ એમ..તમને યાદ નથી ? તો ચાલો યાદ અપાવી દઉ..” 
એટલું બોલતાજ ફરી ક્ષિતિજે કાર ને ઝડપથી અને થોડી આડીઅવડી દોડાવવાનું  શરું કર્યું.  નિયતિ ફરી ભડકી.
“ શું  કરો છો તમે? .. તમારી વાઇડાઇ માં  કોઈ નો જીવ જશે.ભાન પડે છે કંઈ...થોડી તો માણસાઈ રાખો..” 
 ક્ષિતિજ એની સામે જોયા વગરજ બોલ્યો.. 
“ તમે શું  કહ્યુ  મને સંભળાયુ નહી..” 
એટલું  બોલી ને એણે કાર ની સ્પીડ ફરીને થોડી વધારી.. નિયતિ સમજી ગઇ ..એટલે તરતજ બોલી
“ હા..હા યાદ આવ્યુ.  મને હમણાંજ તમે મને ફ્રેન્ડશીપ ઓફર કરેલી...”
ક્ષિતિજ  હસ્યો..
“ અરેએએ વાહ ..!તમારી યાદ શક્તિ તો બહુ સારી નીકળી..તો હવે બોલો તમને મંજુર છે ? “
આટલું બોલીને ક્ષિતિજે કાર ને બ્રેક મારી . કેમકે નિયતિ નું ઘર આવી ગયું  હતું. નિયતિ કંઈ પણ જવાબ આપ્યા વગરજ  કારમાં થી ઉતરવા માંડી. એટલે તરતજ ક્ષિતિજે  થોડું આગળ નમીને નિયતિ ના હાથનું કાંડુ પકડયું.  નિયતિ  એકદમ ગુસ્સા મા એની સામે જોઈ ને બોલી..
“ મારું  ઘર આવી ગયું  છે. મારો હાથ છોડો નહીંતર...”
ક્ષિતિજ એની સામે સ્માઇલ કરતા બોલ્યો..
“ નહીતર..શું...? “
નિયતિ હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી. પણ ક્ષિતિજે નકકી કર્યું હતુ કે હા નહી પાડે ત્યા સુધી નહી જ છોડું .એ ણે કહ્યુ 
“ જો નિયતિ  કોઈ  જોઈ જશે..તમારા પપ્પા  આવી જશે તો કેટલું  ખરાબ લાગશે  એના કરતાં  હા પાડી દો ..અને બી માય ફ્રેન્ડ..”
“ ઓહ...યુ આર સોઓઓ મીન..કોઈ માણસ આટલી હદે હેરાનગતિ કરીશકે મને અંદાજ પણ ન હતો. હું કાલૂ આ બધી કરતુતો અંકલ ને કહીશ..પછી જુઓ શુ થશે...” “ ઓકે..પણ અત્યારે તો હા..સમજુ ને?? “
“ અરે..હા..હા હા..બસ..હવે મારો હાથ મુકો અને જાઓ અહીંયા થી..” 
નિયતિ થોડા દાંત ભીસીને બોલી..
“ યુ..હુઉઉ   .. યે બાતત   “
ખુશ થઈ ને ક્ષિતિજે નિયતિ નો હાથ છોડી દિધો.  અને એ પણ કાર માથી બહાર આવ્યો..અને ઘરમાં અંદર સુધી નિયતિ ને મુકવા ગયો. પંકજભાઇ એ દરવાજો ખોલતા જ એ બોલ્યો..
“ અંકલ હું.. “ 
હજુ એ વાકય પૂરું કરે એ પહેલાજ પંકજભાઇ બોલ્યા. 
“ હા..મને ખબર છે હર્ષવદનભાઇ નો ફોન હતો..”
“ ઓકે તો હું  નીકળું..અને બપોરે પણ હું  એમને લઇ જઇશ અને મુકી પણ જઇશ . એટલે તમે ચિંતા  ન કરતાં..” 
ક્ષિતિજ  ત્યાંથી નીકળી ગયો.  એ સીધો અવિનાશ ના ઘરે ગયો.. માંડી ને બધી વાત કરી. અહીં નિયતિ  પણ જમીને પલંગ પર સુતા સુતા ક્ષિતિજ સાથે બનેલી એક એક વાત યાદ કરીને મલકાઇ રહી હતી. .. વારંવાર  એ ક્ષિતિજ ના પહેલાં  સ્પર્શ ને  અનુભવી રહી હતી. અંદરથી પોતાને પણ ક્ષિતિજ માટે લાગણીઓ ફુટી રહી હતી.પણ સામાજીક રીતે બંને વચ્ચેની ભેદરેખા એ જાણતી હતી. અને ડર પણ હતો કે હા પાડ્યા પછી ક્ષિતિજ એનો સમાજ માં મજાક ન બનાવી દે. વિચારમાં ને વિચારમાં એ ઉંધી ગઇ.
સવારે હોસ્પિટલ માં  હેમંતભાઈ, મોહનભાઈ અને બાબુભાઈ પહોંચી ગયા.  આશરે સાડા નવ થયા હતા. એ વખતે ક્ષિતિજ  ત્યા  ચ્હા નાસ્તા સાથે હાજર હતો.  હેમંતભાઈ એ  તરતજ કહ્યુ  .
“ ક્ષિતિજ  હવે થોડીવાર હર્ષવદનભાઇ ને તારા ઘરે લઇજા  હવે છેક સાંજે એમને લાવજે .એ ખુબ થાકેલા છે.  એ પણ થોડા ફ્રેશ થઈ જાય અને આરામ પણ કરી લે ફરી રાત્રે  લઇ આવજે એટલે મોહનભાઈ ને હું  લઇ જઇશ. “
“ હા..સારું  તમે કહો તેમ.”
હર્ષવદનભાઇ  ના ચહેરા પર પણ ખુબ થાક દેખાય રહયો હતો.  પણ પોતાનાં ઘરે જવાની ખુશી પણ અંતરથી છલકી રહી હતી. જાણે  અજાણ્યા વચ્ચે ખોવાયા પછી નાનું બાળક પોતાની મા ને જોઈ ને ખુશ થાય ..ક્ષિતિજ અને હર્ષવદનભાઇ એમના કાલાવડ રોડ પર ના ઘરે આવ્યા.  હર્ષવદનભાઇ  ન્હાઈ ને રીલેક્સ થયાં  ત્યા  ક્ષિતિજે એમનાં માટે ચ્હા નાસ્તો ટેબલ પર તૈયાર કરાવી રાખ્યો અને પોતે ત્યાં  એમની રાહ જોઇને બેઠો હતો.  કાઠીયાવાડીભાખરી ચ્હા  અને કેરી ગુંદા નું  લાલચટટક અથાણું  જોઈ ને જ મોંમાં પાણી આવી જાય.  બંને એ પેટભરીને નાસ્તો કર્યો  એ દરમ્યાન  પ્રેમજી ભાઇ વિષે વાત કરી . પછી એકદમ થી હર્ષવદનભાઇએ વાત વાત માં જ પુછી નાખ્યું. 
“ તને નિયતિ  ગમી ?”
  ચાલું  વાતમાં  આમ અચાનચ આવેલાં સવાલ ને ક્ષિતિજ  જાણી ન શકયો.અને એણે તરતજ જવાબ આપ્યો. 
“ હા પપ્પા “ 
પછી તરતજ એને યાદ આવ્યુ  કે આ સવાલ તો કંન્ટીન્યુ વાત ની બહારનો  હતો..એટલે તરતજ એણે વાત ફેરવી..  
“ હા પપ્પા..શું  કહ્યુ  તમે  ?”
 હર્ષવદનભાઇ  એની જરા સરખું  મલકયા ..
“ જવાબ મળી ગયો.. અને હંમેશાં  યાદ રાખજે હું  તારો બાપ છું..” 
હર્ષવદનભાઇ ઉભા થઈ ને પોતાનાં  રૂમમાં  ગયાં અને થોડીવાર ઉંઘી ગયા.  ક્ષિતિજે ઓફીસમાં ફોન કરી ને સ્ટાફ ને દિવસ દરમ્યાન નું  કામ સોંપ્યું  અને હમણાં  બે ત્રણ  દિવસ  ઓફીસમાં  એકાદવાર જ આંટો મારશે  એવી જાણ કરી.પછી  ફોનકોલ દ્વારા સાઇટ પર ના હાલચાલ જાણ્યા. બપૉરે અગિયાર વાગતાજ હર્ષવદનભાઇ એ નિયતિ ને લેવાં  જવાનું છે એવું  યાદ અપાવ્યું  અને ક્ષિતિજ  નિયતિ ને લેવાં  એના ઘરે પહોંચ્યો.  આ વખતે પણ હર્ષવદનભાઇએ પંકજભાઇ ને ફોન કરી જાણ કરેલી જેથી ક્ષિતિજ વિષે  એમના મનમાં કોઈ ખોટા વિચારો ઘર ન કરી જાય. નિયતિ પણ જાણે તૈયાર જ હતી ..પણ ક્ષિતિજ ના આવતાજ એણે એક ખોટો અણગમો  પોતાનાં ચહેરા પર ઓઢીલીધો.  અંતે  પ્રેમજીભાઈ નું ટિફિન લઈ ને  ક્ષિતિજ સાથે ગાડી માં બેઠી.બંને આગલી રાતેથયેલી વાતો ને યાદ કરતા રહ્યા. આજે  ક્ષિતિજ  ચાર એકદમ શાતી થી ચલાવી  રહયો હતો. એટલે નિયતિ એને ચીઢવવા માટે બોલી. 
“ લાગે છે બરોબર નું  લેસન મળ્યુ છે. લોકો  ને કાર કેમ ચલાવાય એ આવડી ગયું છે..” 
ક્ષિતિજે એની સામે એક મસમોટી ફેક સ્માઇલ આપી એને કહ્યુ. 
“ ના..એવું  નથી.. કાલે આપણાં વચચે થયેલાં મિત્રતા ના કરાર ને લીધે .અને તમારી ઇચ્છા  ગઇકાલ ની જેમજ રોલરકોસ્ટર રાઇડ માં  સફર કરવાની હોય તો એમ..”
એટલું બોલતાજ ફરી ક્ષિતિજે કાર રેસ કરી..તરતજ નિયતિ એ હાથ જોડી ને માફી માંગી..
“ અરે...ના..ના ..પ્લીઝ  એવી કોઈ  ઇચ્છા નથી .આતો જરા મજાક કરતી હતી.. બાય ધ વે આપણાં વચ્ચે કોઈ ફોર્મલ ઇન્ટ્રોડકશન થયુજ નથી..સો..હાય..આય એમ નિયતિ  ..બી.એ.એમ એ. , મહિલા કોલેજ માં  આર્ટ્સ  વિભાગમાં  લીટ્રેચર ની પ્રોફેસર છું. “ 
આટલું  કહી એણે ક્ષિતિજ તરફ પોતનો હાથ લંબાવ્યો. ક્ષિતિજે પણ તરતજ પોતાનો હાથ લંબાવ્યો  અને નિયતિ નો હાથ પકડીને બોલ્યો..
“ હું  ક્ષિતિજ ગજજર.. આર્કિટેક્ટ છું.. અને મારી પોતાની ઓફીસ છે. જેમાં  દસ માણસ નો સ્ટાફ છે. અને મારી ઓફીસ દોઢસોફુટ રીંગ રોડ પર  આવેલાં બીગબઝાર ની સામે ના બિલ્ડીંગ માં છે.  આજે પહેલી વખત બંને વચ્ચે થોડી નોર્મલ વાતચીત ની શરુઆત થઇ.  ક્ષિતિજ  હવે થોડું ખુલી ને બોલ્યો. 
“ જો નિયતિ..ઓહ..તમને માંથી  તું  પર આવી શકુ ને?”
નિયતિ એ ફકત થોડી સ્માઇલ આપી ને માથું  નમાવ્યું. એટલે ક્ષિતિજ  બોલવામાં આગળ વધ્યો. 
“ જો નિયતિ  હું  ખુબ પ્રેક્ટીકલ અને સ્ટ્રેટફોરર્વડ માણસ છું.  હું કયારેય કોઇ વાત આડીઅવડી પસંદ નથી કરતો .પરિણામ જે હોય તે પણ ટુ ધી પોઇન્ટ અને બોટમ લાઇન મા વાત કરવાની આદત છે. આટલે કયારેય એવું  થાય તો એક દોસ્ત તરીકે તુ તારું મંતવ્ય કે નિર્ણય જણાવવા માટે આઝાદ છે . હા કદાચ તારા જવાબથી થોડીવાર અણગમો થશે પણ પરિસ્થિતિ કલીઅર થઇ જશે.  અને મને બોલવાની પણ આદત છે એટલે એ તો સહન કરવીજ પડશે.મારા નજીકનાં મિત્રો સાથે બોલવામાં મને કોઈ આવરણો નડતાં નથી. “
નિયતિ ધ્યાનથી ક્ષિતિજ ને સાંભળી રહી હતી. હવે એનો વારો હતો પોતાનાં વિષે જણાવવાનો 
“ જુઓ ક્ષિતિજ  “
“ અરે આપણે હવે તું  કહેવાનું  ..તે હજી તમે નું  ઠુંઠું પકડી રાખ્યુ છે..?
“ હા.. ક્ષિતિજ  મને હજું  તમે માંથી તું  પર આવતા ઘણી વાર લાગશે. સબંધો બાંધવા માં હું ઘણી સ્લો છું. માણસ ઓળખવામાં થાપ ખાઇ જવાયને તો આખી જીદગી એ વાત નો વસવસો રહી જાય.  મિત્રતા કરવી અને મિત્ર હોવું  એમા ઘણો ફર્ક છે . મિત્ર નો સબંધ કોઈ પડદા વગરનો હોય છે . જયાં ખરાબ કે ખોટું લાગવાને કોઈ અવકાશ હોતો નથી. અને મિત્રતા ઓપચારીક પણ હોય શકે.સબંધો ને મિત્ર હોવાની હદે મજબુત કરવામાં વાર લાગતી હોય છે.”
“ હા તારી વાત સાચી છે પણ મને માણસ ઓળખતા વાર નથી લાગતી એટલે મારા માટે તો તું આજથી જ મારી ફ્રેન્ડ છે..”
વાતો વાતો માં  હોસ્પિટલ આવી ગઇ. બંને જણ ઇમર્જન્સી વોર્ડમાં પ્રેમજી ભાઇ ને મળ્યા  .તબિયતમા હવે ઘણી રીકવરી હતી. ક્ષિતિજે  અવિનાશ ના ડોક્ટર મિત્ર સાથે પણ વાત કરી . અને જરુર પડ્યે  એકાદ દિવસ એમને વધુ અંડરઓબ્જર્વેશન મા રાખવાં. એવું  નકકી થયું  .પછી  હેમંતભાઈ ને મળી ને બંને ત્યા થી નિયતિ ના ઘરે જવા નિકળ્યાં.  થોડે દુર આવતા ક્ષિતિજે કહ્યુ  
“ નિયતિ  મારે એક જગ્યા એ થોડું કામ છે. અને અત્યારે જ જવું પડશે .તને વાંધો ન હોયતો મારી સાથે આવશે?....પછી ત્યા થી સીધી તને તારા ઘરે મૂકી જઈશ.”

ક્રમશ:.