KING - POWER OF EMPIRE - 10 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 10

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 10

(આગળ ના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ કે જેણે આજ સુધી કોઈ કેસ અધૂરો નથી છોડયો તે શૌર્ય દ્વારા કરાયેલા હુમલા ની તપાસ કરે છે તેને કોઈ એવું સબૂત તો નથી મળતું પણ તે મન થી નિશ્ચય કરે છે કે તે આ કેસ ને કોઈ પણ ભોગે ઉકેલી ને રહેશે મુંબઈ મા આવ્યા બાદ આ તેનો પહેલો કેસ હતો એટલે તે વધારે મકકમ થઈ ગયો હતો )

શૌર્ય પોતાના રૂમમાં પલંગ પર બેઠો હતો, શૌર્ય નો રૂમ પણ કોઈ રાજા ના કક્ષ થી નાનો ન હતો, વિશાળ રૂમમાં એક તરફ વિશાળ પલંગ હતો તેની સામે સફેદ કલરનું ટેબલ અને ચાર સફેદ ખુરશી હતી અને તેની સામે જ બાલ્કની મા જવાનો રસ્તો હતો, પલંગ ની એક તરફ દરવાજા ની લાઈન હતી તેમાં શૌર્ય ના કપડાં અને તેની બધી વસ્તુ નો સંગ્રહ થતો, બીજી બાજુ એક ગોળ કબાટ જેવી રચના હતી જેમાં અવનવી પુસ્તકો નો સંગ્રહ હતો, બાલ્કની ના દરવાજા થી થોડે દૂર એક બીજો દરવાજો હતો જે બાથરૂમમાં ખૂલતો હતો અને રૂમમાં આવવા એક વિશાળ પ્રવેશદ્વાર હતો.

શૌર્ય પલંગ પર બેઠો બેઠો લેપટોપ મા ફેસબુક ની અંદર પ્રીતિ નું એકાઉન્ટ ખોલી ને તેના વિશે માહિતી મેળવી રહ્યો હતો, તેની પસંદ નાપસંદ ને તે જોઈ રહ્યો હતો ત્યાં જ S.P. અને અર્જુન બને અંદર આવ્યા, શૌર્ય એ તરત જ લેપટોપ ની સ્ક્રીન નીચે નમાવી ને બાજુમાં મૂકી દીધું.

“તમે બનેં આ સમયે અહીં...? ” શૌર્ય એ પૂછયું 

“હા સર Actually બક્ષી સર નો કૉલ હતો એ બહુ જલ્દી ઈન્ડિયા આવવાનાં છે ” અર્જૂન એ જવાબ આપતા કહ્યું 

“બક્ષી અંકલ નો ફોન હતો, મને કહેવાય હું પણ તેમની સાથે વાત કરી લેત અત્યારે ” શૌર્ય એ ઉત્સુકતા બતાવતાં કહ્યું 

“સર તેમણે ના પાડી કે અત્યારે તમને પરેશાન ન કરી એ ” S.P. એ કહ્યું 

“અચ્છા એ ભી છે ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર ગુડ નાઈટ ” S.P. એ કહ્યું 

“એક મિનિટ એક સવાલ હતો મારે ” શૌર્ય એ કહ્યું 

S.P. અને અર્જુન આ સાંભળીને એકબીજા ની સામે જોવા લાગ્યા 

“હા સર શું થયું? ” અર્જુન એ કહ્યું 

“ધારો કે કોઈ છોકરી બહુ નખરાળી હોય અને થોડી ઘમંડી પણ હોય અને જો તેનું દિલ જીતવું હોય તો...... ” શૌર્ય એ આમતેમ નજર ફેરવતાં કહ્યું

“દિલ જીતવું….એ પણ છોકરી નું.... એ પણ તમારે.... ” અર્જુન એ હસતાં કહ્યું 

“આમાં હસવાનું શું છે? ” શૌર્ય એ મોં ફુલાવતાં કહ્યું

“સાચી વાત છે અર્જુન આમાં હસવાનું કયાં છે આતો ગંભીર વાત છે, મને લાગે સર ની તબિયત ખરાબ છે ” S.P. એ કહ્યું 

“અરે તમે બનેં.... ” શૌર્ય એ અકળાતાં કહ્યું

“સર તમને છોકરીઓ થી એલર્જી છે એટલે તમે આવું પૂછો તો.... ” S.P. એ કહ્યું 

“મેં ખાલી જાણ માટે જ પૂછયું તમારે ન કહેવું હોય તો કંઈ નહીં ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર કહીએ છીએ ” અર્જૂન એ ખુરશી લઈ ને પલંગ પાસે મૂકતાં કહ્યું 

“જો છોકરી ઘંમડી છે તો એને ઇગ્નોર કરો એટલે એ અકળાય જશે ” અર્જુન એ કહ્યું 

“આવું કરશો એટલે તે તમારી સાથે વાત કરવા તલપાપડ થશે, અને ત્યારે તમે તેની સાથે વાત કરશો એટલે એ થોડી શાંત પણ થશે અને તમારા માટે એનાં દિલમાં.... ” S.P. બોલતો હતો 

શૌર્ય પોતાના વિચારો મા ખોવાઈ ગયો, S.P. અને અર્જુન એકબીજા સામે જોઈ ને હસયા, S.P. એ હાથ વડે તેમને હલાવતાં કહ્યું

“સર….” S.P. એ કહ્યું 

“કોણ છે એ કિસ્મત વાળી જેની પર તમારું દિલ આવી ગયું ” અર્જુન એ કહ્યું 

“કોઈ નથી આ તો હું ખાલી આમજ પૂછતો હતો આ તો કયારેક આવાં જ્ઞાન ની જરૂર પડે ” શૌર્ય એ હસતાં કહ્યું 

“અચ્છા પણ તમે કારણ વગર કોઈ કામ નથી કરતાં અને કંઈ પૂછતાં નથી તો.... ” S.P. એ ત્રાંસી નજરે જોતાં કહ્યું 

“મારું છોડો તમારી બહુ ફરીયાદ છે હમણાં ” શૌર્ય એ કહ્યું 

“મતલબ???? ” S.P. અને અર્જુન એક સાથે બોલ્યા 

“મતલબ એ કે તમે બનેં ના તો તમારી Girlfriend ને મેસેજ કરો છો ના તો કૉલ રિસીવ કરો છો ” શૌર્ય એ આંખો નાની કરી ને કહ્યું 

“સ.. ર...  તમને કોણે કહ્યું ” S.P. એ લથડાતાં અવાજે કહ્યું 

“એ બન્ને તમારી Girlfriend તો છે સાથે મારી ફ્રેન્ડ પણ છે, મને તેનો કૉલ આવ્યો હતો તમારી ફરીયાદ કરી છે એ બન્ને એ ” શૌર્ય એ કહ્યું 

“સર એ તો.... ” અર્જુન બોલવા ગયો 

“મારે તમારા કોઈ કારણ નહીં સાંભળવા એક અઠવાડિયા માટે તમે બનેં આરામ કરો તેની સાથે બહાર જાવ યાર ” શૌર્ય એ હસતાં કહ્યું 

“ સર એમાં આટલાં દિવસ ની શું જરૂર ” S.P. એ સીરીયસ થતાં કહ્યું 

“આ નિર્ણય તે બનેં નો નહીં મારો છે અને હું તમારી મંજૂરી નથી માંગતો મારો નિર્ણય કહું છું અને આ લો.... ” શૌર્ય એ ટેબલ પર પડેલ સફદ કવર આપતાં કહ્યું 

“આ શું છે? ” S.P. એ કવર હાથ મા લેતાં કહ્યું 

“કાલ સવાર ની તમારી ચારેય ની ગોવાની ટિકિટ છે હવે કંઈ પણ દલીલ કયૉ વગર.... ” શૌર્ય એ કહ્યું 

“પણ સર.... ” S.P. એ કહ્યું 

“યાર હદ છે હવે તમે બનેં પણ થોડું સમજો ” શૌર્ય એ અકળાતાં કહ્યું 

“ઓકે સર અમે કાલ નીકળશું પણ એક શરત છે જો અહીં કંઈ પણ પ્રોબ્લેમ થઈ તો અમે તરત જ પાછાં આવશું ” S.P. એ કહ્યું 

“ઓકે એવું થશે તો હું કહીશ ” શૌર્ય એ કહ્યું 

“ઓકે ગુડ નાઈટ સર હવે અમે લોકો ઘરે જઈએ ” S.P. એ કહ્યું 

તે બનેં રૂમ ની બહાર ગયાં, શૌર્ય એ લેપટોપ લીધું અને સ્ક્રીન જોઈ તો પ્રીતિ નો ફોટો દેખાયો થોડો સમય તે જોઈ રહ્યો અને પછી લેપટોપ બંધ કરી અને રૂમ ની લાઈટ બંધ કરી ને સૂઈ ગયો. 
બીજે દિવસે સવારે આઠ વાગ્યે S.P. રૂમમાં પ્રવેશ્યો તેણે જોયું તો શૌર્ય સૂઈ રહ્યો હતો, S.P. એ ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી ને ટેબલ પર મૂકી ને અને થોડી વાર શૌર્ય સામે જ જોઈ ને તેને સરખી રીતે ચાદર ઓઢાડી ને જતો રહ્યો.

S.P. નું મન ગોવા જવા તૈયાર ન હતું પણ શૌર્ય એ કહ્યું, આ રીતે શૌર્ય ને આવાં સમય પર એકલો છોડી ને જવામાં તે તૈયાર ન હતાં, બીજી તરફ શૌર્ય પ્રીતિ વિશે માહિતી મેળવી રહ્યો હતો શું ખરેખર તે તેનાં તરફ આકર્ષયો હતો કે આ પણ તેની કોઈ યોજના હતી , એકબાજુ દિગ્વિજયસિંહ પણ મુસીબત બનવાનો હતો, આખરે KING INDUSTRY હકીકત મા શું હતું એ પણ એક પ્રશ્ન હતો, શું ખરેખર શૌર્ય પ્રીતિ ને પ્રેમ કરશે? , શું દિગ્વિજય સિંહ હકીકત મા શૌર્ય સુધી પહોંચી જશે?  જોઈએ આગળ ના ભાગમાં, વાંચતાં રહ્યો KING - POWER OF EMPIRE
 
વાંચક મિત્રો ને એક નમ્ર અપીલ છે કે તમે આ સ્ટોરી પર નો રિવ્યુ મને મારા WHATSAPP NO. :- 9586442793 આપી શકો છો અને મારા દ્વારા કોઈ ભૂલ થતી હોય તો માગૅદશૅન પણ આપો એવી નમ્ર વિનંતી.