Vikruti - 15 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-15

Featured Books
Categories
Share

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-15

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-15
      વિહાન દિવેટિયા.સાધારણ કુંટુંબમાં સાધારણ રીતે જીવતો એક છોકરો અત્યારે સાધારણ નથી રહ્યો.રૂપિયાની લાલચમાં આવી એ એવા રસ્તા પર ચાલ્યો જ્યાંથી પરત ફરવું અસંભવ જેવું હતું. ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન ખેલ્યો હતો.એક તરફ ‘આકૃતિ’ નામની રૂપવાન,પરિમલ અને સલિલ ચંદ્રિકા મળી હતી તો બીજીબાજુ પ્રારબ્ધે જુદું વિચારી રાખ્યું હતું.
       વિહાનના મમ્મી અરુણાબેન તે દિવસે બપોરનું જમવાનું બનાવી વિહાનની રાહ જોતા આડા પડ્યા હતા.વિહાનના બદયેલા વર્તનથી એ વિચારમાં હતા.દીવાલ પર લટકતા તેના પતિના ફોટાને એ નીરખીને જોઈ રહ્યા હતા.આકૃતિનું વિહાન નજીક આવવું તેણે સામાન્ય ઘટના નોહતી લાગી.તેઓ પણ એ સમયમાંથી પસાર થયેલા.
‘વિહાનના પપ્પા,વિહાન હવે મોટો થઈ ગયો છે’અરુણાબેન ફોટો સાથે વાતો કરી રહ્યા હતાં.અચાનક તેને ડાબા હાથમાં દુઃખાવો શરૂ થયો.કળ વળે એ પહેલાં ઉપકું આવ્યું એટલે એ બેઠા થઈ બાથરૂમમાં ગયા.એકાએક તેના શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો અને દાઢીમાં દુઃખાવો શરૂ થયો.છાતી પર હાથ દબાવી એ બહાર નીકળ્યા,તેઓ પાસે મોબાઈલ નોહતો એટલે રૂમની બહાર નીકળી કોઈને જાણ કરવાનો તેનો વિચાર હતો.બારણું ખોલતાની સાથે જ તેની હિંમત તૂટી અને ફર્શ પર પટકાયા.
     ઘરમાં કોઈ નોહતું.અરુણાબેન ફર્શ પર પડ્યા હતા.તેઓ બોલવાની કોશિશ કરતા હતા પણ બોલી નોહતા શકતાં.ખરા બપોરે કોણ તેના ઘર પાસે આવે?
      એ સમયે ચૌદ વર્ષની સ્નેહા સ્કૂલેથી છૂટીને આવતી હતી.માં વિહોણી સ્નેહાને સવારે તેના પપ્પા રઘુવીરભાઈ સ્કૂલે છોડીને જતા રહેતા.બપોરે તે એકલી જ ઘરે આવી જતી.તેનું ઘર મહેતાભાઈના ફ્લેટમાં ત્રીજા મજલે હતું.પહેલો માળ ચડી એટલે તેણે બારણાં પાસે અરુણાબેનને ફર્શ પર પડેલા જોયા.અરુણાબેન કણસી રહ્યા હતા.સ્નેહાને સમજતા વાર ન લાગી.તેણે ‘હેલ્પ..હેલ્પ’નીચીસો પડવાનું શરૂ કર્યું.
     નીચેના રૂમમાં સુતેલા સત્યાવીશ વર્ષના રાજુના કાને આ ચીસ પડી,એ સફાળો જાગી ગયો અને જે બાજુ અવાજ આવતો હતો એ તરફ દોડ્યો.દાદર ચડ્યો ત્યાં સ્નેહા અરુણાબેનની બાજુમાં બેઠીને ચીસો પાડતી દેખાઈ.તેણે અરુણાબેનને ઉઠાવ્યા અને પોતાની કારમાં સીધા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.
                           ***
       વિહાન ખુશ હતો.પહેલીવાર તેણે કોઈ છોકરીના હોઠોનો સ્પર્શ કર્યો હતો.પોતાની બાહોમાં લઈ ચૂમી હતી.પોતાની ચાહતનો ઇઝહાર કર્યો હતો.એ સાતમાં આસમાને જુમી રહ્યો હતો.દરિયાના મોજાંને ચીરીને પેલે પાર પહોંચી ગયો હતો.તેને બધી જ વસ્તુ ખુશનુમા લાગતી હતી.ચોથા લેક્ચરમાં પ્રોફેસરનો અવાજ પણ કોઈ પ્રેમ પર ફિલોસોફી આપતા ફિલોસોફર જેવો લાગતો હતો.વિહાન થોડીવાર આકૃતિ સામે જોઈ મુસ્કુરાતો તો થોડીવાર ઈશા સામે જોઈ આંખો મીચકારતો. 
       આ દિવસ તેની જિંદગીનો સૌથી ખૂબસુરત દિવસ હોય એમ સમજી આ દિવસને એ માણી રહ્યો હતો.અરે કાલની પુરી રાત એ સૂતો નથી એ વાત પણ એ ભૂલી ગયો હતો અને કેમ ના ભૂલે?કાંકરિયા પર જોયેલી એક છોકરી જેને એ પહેલી નજરે દિલ આપી ચુક્યો હતો એ આજે તેની પ્રેમિકા બની હતી.તેણે એ દિવસ યાદ કર્યો.બરાબર યાદ કર્યો.
      જયારે એ કાંકરિયાની પાળી પર આવી બેઠો હતો ત્યારે બાજુમાંથી મસ્તી કરતી બે છોકરીઓ પસાર થઈ હતી.વિહાને કુતુહલવશ થઈ બંનેનું નિરીક્ષણ કર્યું હતું.જેમાં એક છોકરી વધુ બોલતી હતી જ્યારે બીજી ડોક ધુણાવી જવાબ આપતી હતી.વિહાનને રેડ ટોપ અને બ્લેક એન્કલ જીન્સ પહેરી છોકરીને જોવાની ઈચ્છા થઈ.તેણે કોઈ દિવસ કોઈ છોકરીનો પીછો નોહતો કર્યો,પહેલી વખત એ છોકરીનો ચહેરો જોવા પાળીએથી ઉભો થઇ તેની પાછળ ગયો.
“આકૃતિ ચાલ હવે લેટ થઈ ગયું છે”ડૉક ધુણાવતી છોકરીએ રેડ ટોપવાળી છોકરીને કહ્યું.એ પાછળ ઘૂમે અને વિહાન તેનો ચહેરો જુએ એ પહેલાં કુદરત જાણે વિહાનની બેચેનની પરીક્ષા લઈ રહી હોય તેમ મ્યુનિસિપાલટીની લાઈટો ઝબકીને બંધ થઈ ગઈ.વિહાન અંજાઈ ગયો.બંને છોકરીઓ ગેટ તરફ ચાલી.
      એ બંને પાર્ક કરેલી એક્ટિવા પાસે જઇ ઉભી રહી ગઈ.પહેલી છોકરીએ સેફ્ટી હેલ્મેટ પહેર્યું અને એક્ટિવા પર બેસી ગઈ.વિહાનનો ચહેરો પડી ગયો.તેને લાગ્યું એ રેડ ટોપવાળી છોકરીનો ચહેરો નહિ જોઈ શકે પણ ત્યાં જ કુદરતની મહેરબાની વરસી.આકાશ ગરજ્યું અને મહેરબાની સ્વરૂપ વરસાદની બુંદો વરસી.પેલી રેડ ટોપવાળી છોકરી બાજુમાં રમતા નાના ભૂલકાં પાસે ગઈ અને રમત કારવા લાગી.વિહાન થોડો સરકયો, એક ઝાડની ઓથાર લઈ એ છુપાઈ ગયો.
     તેને એ છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો.એ ચહેરો જોઈ વિહાનને લાગ્યું જાણે,ધરતી પર વરદાનની માફક ચાંદની ઉતરી છે.ગોરો વાન,ભરાવદાર શરીર,રૂપ તો એવું કે રંભા પણ ઝંખાય જાય.વરસાદની વરસતી બુંદો એ બદનને ભીંજવી તેને વધુ માદક બનાવતું હતું.વાળમાંથી નીતરતી વરસાદની બુંદો તેના જોબનને ભીંજવી સરકી જતી હતી.વિહાને તેને અપલક નજરે નિહાળતો રહ્યો.
      અચાનક વીજળીનો એક કડાકો થયો અને વિહાન ભાનમાં આવ્યો.લઘુતાગ્રંથિમાં જકડાયેલો વિહાન દિવેટિયા પોતાની સરખામણી એ છોકરી સાથે કરવા લાગ્યો,
‘એ ફૂલની શીતળતા મારી આંખોને જળછાલક કેવી રીતે સ્પર્શે?’એમ વિચારી વિહાન ત્યાંથી ચાલતો થયો.
      ગેટ બહાર જ એક રીક્ષા ઉભી હતી. એ રિક્ષામાં બેસવા ગયો એ પહેલાં ફરી તેને એ ચહેરો નિહાળવાની ઈચ્છા થઈ.એ ઘૂમ્યો.તે છોકરી પર નજર કરી.હજી એ ખાબોચિયા ખૂંદતી હતી.વિહાનને હસવું આવ્યો.એ નિર્દોષ ચહેરો વિહાન સ્મૃતિપટલમાં છપાઈ ગયો હતો.એકાએક એ છોકરી વિહાનને જોઈ ગઈ અને બંનેની આંખો મળી.વિહાન ડરી ગયો અને ચહેરો ઘુમાવી લીધો. એટલામાં જ લાઈટ ચાલી ગઈ.
     વિહાન ફરી મુસ્કુરારાયો.હવે એ છોકરી વિહાનને નોહતી જોઈ શકતી પણ વિહાન અંદાજો લગાવી શકતો હતો.અંધારામાં જ બંનેની આંખો યુદ્ધ કરી રહી હતી. વિહાને છેલ્લીવાર એ ચહેરાને નિહાળ્યો અને હૃદયમાં વસાવી રિક્ષામાં બેસી ગયો.
     સાંજે ઘરે પહોંચી એ દ્રશ્ય કાગળ પર છાપી દીધું અને પુરી રાત એ ચિત્રને જોતો રહ્યો.આટલી વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં એ રેડ ટોપને કેવી રીતે બીજીવાર મળશે એ જ વિચારમાં તેને પુરી રાત નીંદ ના આવી.
     અઠવાડિયા પછી અચાનક જ એ છોકરીનું કોલેજમાં અથડાવવું,સૉરી કહેવું,નવો શર્ટ આપવો,દોસ્તી માટે હાથ લંબાવવો,સાથે શોપિંગ કરવી અને ઘરે આવી જમવું વિહાન માટે એક સ્વપ્નથી ઓછું નોહતું અને આજે એ સ્વપ્ન સાકાર થયું હતું.
     આકૃતિ પણ વિહાનના વિચારોમાં ખોવાયેલી હતી.નાનકડા અમથા પ્રેન્કથી શરૂ થયેલી દોસ્તી આજે ક્યાં પહોંચી હતી.પ્રેમ આમ જ થતો હશે?
       કૉલેજ પુરી કરી બધા કેન્ટીનમાં ગયા.વિહાન નોહતો ઇચ્છતો કે કૃપાલી સાથે જે ઇશાની ઘટના બની એ બીજીવાર દોહરાય. એટલા માટે જ એ શરૂઆતથી સચેત હતો અને ઇશાને પહેલાંથી વધુ મહત્વ આપતો હતો.આ બધી વાતોમાં ખુશી બાજુમાં રહી ગઈ.વિહાન ભૂલી ગયો હતો કે ઈશા સાથે એ ભૂલ બીજીવાર ના દોહરાય પણ કદાચ ખુશી સાથે પહેલીવાર આવું બની શકે છે. પણ ખુશી તો પોતાના જ વિચારોમાં ખોવાયેલી બેઠી હતી.એકદમ ગુમસુમ અને ગુમનામ.
        કેન્ટીનમાં નાસ્તો કરી બધા છુટા પડ્યા. આકૃતિ અને ખુશી બંને ચાલ્યા ગયા.વિહાનનું ઘર ઇશાને રસ્તામાં પડતું એટલે વિહાન હવે ઈશા સાથે જ આવતો-જતો.વિહાન ફ્લેટના ગેટે પહોંચ્યો એટલે ત્યાં ભીડ જામેલી હતી.વિહાને ઇશાને ઘરે આવવા આગ્રહ કર્યો. ‘એ બહાને વિહાનના મમ્મીને પણ મળી લેવાશે’એમ વિચારી ઈશા વિહાનના ઘરે આવવા સહમત થઈ.
     બંને ગેટમાં પ્રવેશ્યા એટલે સ્નેહા તેની પાસે આવીને અરુણાબેનને સિવિલમાં લઈ ગયાના ખબર આપ્યા.વિહાન ગભરાઈ ગયો.ઇશાએ મારતા વેગે પ્લેઝર સિવિલ તરફ ચલાવી.કેસ બારીએ તેના મમ્મીના નામની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેઓને આઇસીયું વૉડમાં દાખલ કરવામાં આવ્યા છે.વિહાન આઇસીયું તરફ ભાગ્યો.ઈશા તેની પાછળ પાછળ દોડતી હતી.આઇસીયુંની બહાર રાજુ પાટલી પર બેઠો હતો. આમ તો બંને વચ્ચે કોઈ ઓળખાણ નોહતી પણ સવારે જ્યારે વિહાન કોલેજ જવા નીકળતો ત્યારે રઘુવીર સ્નેહાને સ્કૂલે છોડવા જતો.આમ બંનેની આખો ઘણીવાર મળેલી.
       વિહાન આવ્યો એટલે એ ઉભો થઇ ગયો.વિહાને કાચમાંથી અંદર નજર કરી.અંદર અરુણાબેન વેલેન્ટીયર પર શ્વાસ લઈ રહ્યા હતા.
‘મમ્મી’વિહાને રાડ પાડી અને રડવા લાગ્યો.
“વિહાન,વિહાન પ્લીઝ આમ હિંમત હારમાં.કંઈ નહીં થયું આંટીને”પાછળથી ઇશાએ વિહાનને દરવાજેથી દૂર કરતા કહ્યું.
“મમ્મી,મારી મમ્મી..”વિહાનનું રડવાનું ચાલુ જ હતું.
“ભાઈ”પાછળથી રાજુએ અવાજ આપ્યો, “તમે ચિંતા ના કરો,તમારા મમ્મી ઠીક છે”
“શું થયું હતું આંટીને?”ઇશાએ સ્વસ્થ હતી.
       રાજુએ ઇશાને બહાર જવા ઈશારો કર્યો,ઈશા સમજી ગઈ હતી કે વાત સામાન્ય નથી.
“હું આકૃતિને કૉલ કરી બોલાવી લઉં,તું બેસ અહીં”ઈશા મોબાઈલ હાથમાં લીધો અને લોબીમાં ચાલવા લાગી.
“કંઈ નથી થયું ભાઈ,વાતાવરણ બદલાયું એટલે ગભરાટ થઈ હશે.બીજુ કઈ નથી”વિહાનને આશ્વાસન આપતા રાજુ બોલ્યો, “તમે બેસો હું વૉશરૂમ જતો આવું”,
     રાજુ બીજી લોબીમાં ગયો જ્યાં ઈશા ઉભી હતી.
“શું થયું આંટીને?”રાજુના આવતા સાથે જ ઇશાએ પૂછ્યું.
“હાર્ટ એટેક આવ્યો છે અને ડોક્ટરે કહ્યું ગંભીર હાલત છે.”ડોક્ટરે કહેલી વાત રાજુએ દોહરાવી.
“ઓહ નો”ઈશા લગભગ રડવા જેવી થઈ ગઈ.
“શું કહ્યું તમે?”પાછળથી વિહાને પૂછ્યું. વિહાન રઘુવીરની પાછળ આવ્યો હતો અને બંનેની વાતો સાંભળી ગયો હતો.
      થોડીવાર ચૂપકીદી છવાઈ ગઈ.વિહાને શું કરવું એ સમજ નોહતી પડતી.ઈશાએ આકૃતિને કૉલ કરી બોલાવી લેવાનું યોગ્ય સમજ્યું,કારણ કે આકૃતિ જ વિહાનને સાંભળી શકે તેમ હતી.
      થોડીવારમાં આકૃતિ સિવિલે પહોંચી ગઈ. આકૃતિ આવી એટલે વિહાન તેને ભેટી રડવા લાગ્યો.આકૃતિએ તેને આશ્વાસન આપી ચૂપ કારાવ્યો.એટલી વારમાં ડૉક્ટર આઇસીયુંમાંથી બહાર આવ્યા.
“ચિંતા કરવાની જરૂર નથી,અરુણાબેન ઠીક છે પણ તેઓને બીજા અસ્પતાલમાં દાખલ કરવા”ડોકટરે કહ્યું ત્યારે વિહાનને ધરપત થઈ.ડોકટરના જણાવ્યા અનુસાર અરુણાબેનને હાર્ટએટેક આવ્યો હતો પણ શું ખરેખર એ હાર્ટ એટેક હતો?.માન્યું કે હાર્ટએટેક ઓચિંતા જ આવે છે પણ એ ફ્લેટમાં રહેતા બધા જ લોકોને હાર્ટએટેક આવે?
      સ્નેહાના મમ્મીનું મૃત્યુ પણ હાર્ટએટેક આવવાના કારણે થયું હતું.બાજુમાં ઉભેલા રાજુનો નાનોભાઈ પણ હાર્ટએટેકનો શિકાર થયેલો.બધા લોકો સાથે આ ઘટના ક્રમમાં ઘટી હતી એટલે કોઈને શંકા નોહતી ગઈ.
“સિવિલ હોસ્પિટલમાં બધી સારવાર મળી રહે છે તો બીજા અસ્પતાલમાં કેમ?”ઇશાએ ડોક્ટરને પૂછ્યું.
“અમારા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડૉ.વરુણ થોડા દિવસ રજા ઉપર છે અને અરુણાબેનની હાલતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે તો મારી સલાહ છે તમે બીજા અસ્પતાલમાં લઇ જાવ અને આમ પણ તમે જ જાણો જ છો કે સિવિલમાં બધું કામ કેવી રીતે ચાલે છે?અરુણાબેનનો કેસ હાથમાં લેતા અઠવાડિયું પણ વીતી જાય.”ડૉક્ટર સલાહ આપતા કહ્યું.
      રાજુના મોબાઇલની રિંગ વાગી એટલે વાત કરવા એ થોડો દૂર ચાલ્યો ગયો.ડોક્ટરે એક અસ્પતાલનું સરનામું આપ્યું અને અરુણાબેનને શિફ્ટ કરવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી.વિહાનને ડૉક્ટરની વાત સાચી લાગી.રાજુ વાત કરી પાછો આવ્યો અને વિહાનની રજા લઈ ઘરે જવા નીકળી ગયો.અરુણાબેનને પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા.એમ્બ્યુલન્સ નીકળી એટલે ડોક્ટરે એક કૉલ લગાવ્યો અને કામ થઈ ગયાની જાણકારી આપી સાથે પોતાનો હિસ્સો મોકલી આપવા પણ કહ્યું.
     મહેતાભાઈએ આપેલા પસીસ હજારમાંથી વિહાન પાસે હજુ પંદર હજાર વધ્યા હતા.બે દિવસ સુધી આ પંદર હાજરમાં કામ ચાલ્યું પણ પછી વિહાન માટે રૂપિયા જમા કરાવવાની મુશ્કેલી સામે આવી.
    આ બે દિવસમાં આકૃતિ એક પડછાયાની માફક સાથે રહી હતી.એ પણ વિહાનની પરિસ્થિતિથી વાકેફ હતી એટલે તે દિવસે રાત્રે આકૃતિ વિહાનને કહ્યું, “વિહાન,રૂપિયાની જરૂર છે?”
     વિહાન આકૃતિને તાંકતો રહ્યો,છોકરીઓ કેવી રીતે છોકરાના મનને વાંચી લેતી હશે?વિહાને સંકોચ સાથે ના પાડી.તેણે મહેતાભાઈ સાથે વાત કરવાનું નક્કી કર્યું.પછીના દિવસે સવારે વિહાને મહેતાભાઈને કૉલ કર્યો પણ કૉલ રિસવ ના થયો.રૂબરૂ મળીને જ વિહાને વાત કરવાનું વિચાર્યું.
       એ મળવા તો જતો હતો પણ તેને ખબર નોહતી કે ત્યાં પોતાની બરબાદીનું બીજ પહેલેથી જ રોપાઈ ગયું છે.
(ક્રમશઃ)
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)