dorbel in Gujarati Short Stories by aswin patanvadiya books and stories PDF | ડૉરબેલ

Featured Books
Categories
Share

ડૉરબેલ

                                                        
                                                  
          ટીંગ...ટોંગ, ટીંગ...ટોંગ.. ડૉરબેલ રણક્યો, ત્યા હું બબડ્યો.” મારે આ ડૉરબેલ કે પછી આ ડૉર ને જ ઉખાડી નાખવો પડશે...આખા ગામના બધા મહેમાનોને મારૂ જ ઘર દેખાય છે?
         ત્યાં પપ્પા બોલ્યા “ બેટા અનિલ,જો આપણો સ્વાભાવ સારો હોય તો , મહેમાન તો આવવાનાં જ..
         " હા પપ્પા, એટલે તો શંભુના ત્યા દરવાજા નથી હોતા ને !" 
         " અલ્યા અનુ, તું  કયા શંભુની વાત કરે છે ? આ તારો નવો મિત્ર છે કે શું ?" 
         " ના  પપ્પા એ મારો જ નહિ, આખા જગતનો મિત્ર છે. ભગવાન ભોલે નાથ.. મારી આ વાત સાંભળી બધા હસી પડયા, " 
         હસતા હસતા મમ્મી બોલી “અરે !  આ અનિલ પણ ખરો છે, મઝાક કરવામાં ભગવાનને પણ નથી છોડતો” 
         ત્યા વળી પાછો ડૉરબેલ રણકયો.. ટીંગ...ટોંગ, ટીંગ...ટોંગ.. રેલગાડી જેવા લાંબા ઘરમાં,  મેં દોટ મુકીને દરવજો ખોલ્યો...
         સામે પોસ્ટમાસ્તર હતા,તે બોલ્યા “ શું અનુભાઇ દરવાજો ખોલવામાં આટલી બધી વાર ? આટલી વારમાં હું આખા ગામની ટપાલ આપીને આવી જાઉ.." 
         મેં કહ્યું “ લાવો બધી ટપાલ ?  મારી વાત સાંભળી પોસ્ટમાસ્તર ચમક્યા !. શું મારી ટપાલ તમે આપવા જશો ? 
         " ના અંકલ , વાત એમ છે કે , આખા ગામના  મહેમાન પહેલા મારા જા ઘરે આવીને  જાય છે. એટલે " 
         " એવુ કેમ અનુભાઇ? " 
         મે કહ્યું “ કારણ કે મારુ ઘર, ગામમાં પ્રવેશતા પહેલું જ આવે છે”.
         " તો સારૂ ને અનુભાઇ...તમારુ ઘર ગામમાં મોખા ઉપરનું ઘર છે..આવુ ઘર ક્યા મળે? " 
         " હા અંકલ એતો છે જ, સાથે મહેમાન ફ્રી…. બોલો તમારે જોઇએ છે? " 
         તે હી...હી.. કરી હસ્યા, પછી કાઇ પણ બોલ્યા વગર ચાલતા જ થયા....હું હવે દરવાજો બંધ કરી અંદર જતો હતો, ત્યા ડૉરબેલ ફરીથી રણક્યો...ને .. હું ભડક્યોં! 
         " અલા બાપુ " કહી મેં ડૉરબેલ તરફ ગુસ્સાભરી નજર નાખી, મનમાં બબડીયો..  “આ ડૉરબેલને બદલે ,મારે હવે શંભુનો ઘંટ જ ઉચકી લાવવો પડશે. કાતો મારે પોઠીયો બની દરવાજા સામે જ બેસી રહેવું પડશે.....આમય એ મંદિરનાં શંભુ અને મારા ઘરનાં શંભુમાં કાય ફરક નથી..  " 
          મે દરવાજો ખોલ્યો કે,  સામે છીતાકાકા હતા. મેં કહ્યું “ મારા પપ્પા તમને જ યાદ કરતા હતા” મે સહજ કટાક્ષમાં કહ્યું, " તમે સીધા વાડામાં જાઓ, તેઓ બાલુકાકા-ભીખાકાકા,અને મનુકાકા સાથે બેઠા છે. અને હવે તમે ચોથે ચોખઠુ પુરાવો.."તેઓ મારી વાતનુ ખોટુ લગાવ્યા સિવાય તે સિધા જ વાડામાં જતા રહ્યાં. 
         હવે મે દરવાજો બંધ કરતા પેહલાં વિચાર કર્યો કે દરવાલો બંધ કરુ કે નહિ ? ..મેં ઘરની બહાર નીકળી - ચારે દિશાઓમા ; આંખની કીકી નાની મોટી કરી,  બારીકાયથી નજર મારીને જોયુને .આનંદભેર બોલ્યો: " ચાલ અનિલ, હવે કોઇ નહિ આવે."...હું દરવાજો બંધ કરી સીધો પપ્પા પાસે ગયો.
      "અરે અનિલ કોનો કાગળ છે? "
      મેં કહ્યું “પપ્પા કાગળ તો મારા મોટા ભાઇનો લાગે છે” . 
      "વાંચતો શું લખે છે, તારો ભાઇ"
         "પપ્પા મોટાભાઇએ તમને અમદાવાદ તેડાવ્યાં છે..". આખા કાગળનો મુખ્ય સારાંશ કહીને  , હું મનમા હરખાયો....
         આજે પિતાજીને અમદાવાદ ગયાને પુરા બે મહિના થવા આવ્યા હતા...શરૂઆતમાં મને ઘરનું શાંત વાતવરણ મને ખુબ જ ગમ્યું....આજે આ ઘરના શાંત વાતાવરણમાં મારી નજર પેલા ડૉરબેલ ઉપર ગઇ..." મને છેલ્લા કેટલાય દિવસથી આ ડૉરબેલનો અવાજ નથી સંભળાયો." હું  ડૉરબેલની  સ્વીચ દબાવવા ઘરની બહાર ગયો . હું સ્વીચ દબાવૂ તે પહેલા તો પોસ્ટમાસ્તર આવ્યાં, 
         તે મારી નજીક આવીને બોલ્યા:  “ કેમ અનિલભાઇ આજે જાતે જ મહેમાન કેમ બનો છો ? હવે તમારા ઘરે  કોઇ મહેમાન નથી આવતુ કે શું ? પોસ્ટમાસ્તરના આ સવાલે મારી આંખમાં પાણી લાવી દીધું..હું તરત જ ફોન કરવા પી.સી.ઓ સેન્ટર પોહોંચ્યો. 
          મેં તરત જ ફોન હાથમા લઈ  મોટાભાઇને ફોન લગાવ્યો,,
           " હેલો.." 
          " હેલો..મોટાભાઇ " 
           " હેલો કોણ અનિલ " 
           " હા મોટાભાઈ " 
              "  બોલ અનિલ કેમ મઝામાને? " 
               મે કહ્યું ‘ હા મોટાભાઇ મઝામાં, મોટાભાઈ જરા પપ્પાને ફોન આપોને..?
               "  ઓકે અનુ,  લે પપ્પા સાથે વાત કર..." 
               " હા બોલ બેટા "
               "   પપ્પા .... પપ્પા ...." 
               "  બોલ અનુ તબિયતતો સારી છેને ? " 
         " હા પપ્પા, તબિયત તો સારી છે. પણ.....
        "   પણ શું , કેમ અનુ શું થયું લ્યાં ? 
              "  પપ્પા ઘરનો ડૉરબેલ નથી વાગતો....." 
              "  અરે એમા શું બેટા, કોઇ સારા ઇલેકટ્રીશનને બતાવ તે ચાલુ કરી આપશે..." 
               મેં કહ્યું :  " ના પપ્પા એ ઇલેકટ્રીશનથી ચાલુ નહિ થાય?"  
              "  કેમ નહિ થાય બેટા? " 
              "  કારણ કે , આ ડૉરબેલના ઇલેકટ્રીશન તમે જ છો પપ્પા..........