Maanas maanavne maare chhe in Gujarati Magazine by Manthan Patel books and stories PDF | માણસ માનવને મારે છે

Featured Books
Categories
Share

માણસ માનવને મારે છે



             મારુ શુ થશે? મારે પેલા જેટલા ટકા આવશે?   મારે પેલા જેવી નોકરી મળશે? બસ હું પેલા જેવા સુખ ભોગવી શકીશ?  બસ આવા અનેક વિચારોમાં આપણી જિંદગી પુરી થઈ જાય છે. મારા અને તારામા જ જીવન જાય છે. 

           આજે પૃથ્વીપરના ૮૪ લાખ જીવોમા એક મનુષ્ય અવતારજ છે કે જેમા આપણે બધુંજ અનુભવી-માણી શકીએ છીએ.બાકી ક્યાંય જોયા કૂતરા,બિલાડા,ગાધાડા ને ફેશન મારતા, ગાડીઓમાં ફરતા, રોજ ચટાકેદાર ખાતા બીજું તમામ જે માણસો કરે  છે એ. નહિ ને, તો કેટલો કિંમતી છે મનુષ્ય અવતાર.તે છતા આપણે મણવાના બદલે માનવ ને મારવા મથીએ છીએ.વ્યસનો, કુટેવો, મલિનતા, કપટ આવાતો કેટલાય દુષણ ઘર કરી ગયા છે. સવારે ઉઠવાથી લઇ કદાચ સ્વપ્નમા પણ આવાજ વિચારોમા આપણે રાચતા હોઇશું. આજ કારણે આપણે માનવ મટી માણસ બન્યા. કલિયુગ આવ્યો નથી આપણે જ લાવ્યા.
 માનવની વ્યાખ્યાજ  બદલી નાખી છે. ભૂંસીજ નાખ્યો છે માનવને. જે સત્વગુણ યુક્ત માનવ આજે તમો અને રજો ગુણે યુક્ત બનીગયો છે.જે ખરાબ ખેલ કરાવે છે. આ માણસ અન્યને હેરાન પરેશાન કરે અને ખુદને પણ મિટાવે છે. આ સ્વાર્થ , હું પણું ના જમાનામા આજના સમાચાર પત્ર, ટીવી, સોશિયલ મીડિયા જ્યાત્યા ચોરી, લૂંટ,બળાત્કાર,ભ્રષ્ટચાર, હત્યા વગેરે જેવા કોઈકના ને કોઈકના જીવને ખલેલ,હાની પહોચાડનારા કિસ્સા જ ભરેલા હોય છે. આમા કોઈકના વાંકે નિર્દોષ પણ હેરાન થાય છે. કદાચ આ વાત મારા લખવા કરતા ગણાએ ખુદ અનુભવી હશે. 

             બળાત્કાર ની વાત કરીએ તો એમા કોઈપણ નો વાંક હોય છોકરી કે છોકરો પણ છોકરીજ આમા દરેકની નજરે આવે. એને આપણે એક અલગજ નજરે જોઈશુ એની સાથેનું આપણું વર્તન ખૂબ ઉતારું હશે. જેના કારણે એની આખી જિંદગીનો ઉદેશ બદલાઈ જાય છે. આપણે એના રસ્તેથી જવા ને લઈ નોકરી ,સોસાયટી બધેજ એ અવગણાય છે,એની સાથે આપણે તુચ્છ દ્રષ્ટિએ જોઈએ અને વર્તીએ છીએ. આની સામે કદાચ આપણે એના કરતા કેટલાય ખરાબ કામ કરતા હોઈશું પણ એ કોઈ દિવસ માનીએજ નઈ. આવું વર્તન એની એક દીકરી, માં,  હું, પત્ની તરીકેની તમામ ઇચ્છઓ મિટાવી દે છે. એની તમામ ઊર્મિઓ ખતમ થઈ જાય છે. પણ જો અહીં માણસ મટી માનવ બનીએ તો???
                

            આવીજ રીતે વ્યસન પણ ખૂબ મોટું કારણ છે.વ્યસન અનેક રીતે માણસને મારે છે.વ્યાસન કરવા પૈસા જોઈએ અને એનાથી રોગ થવાનાજ તો એના ઇલાજમાટે પણ પૈસા જોઈએ. વધુમાં રોગથી હેરાન થઇએ એ નફામા. સમય બગડે બીજા બે જણ પણ સાથે હેરાન થાય.પાછું જ વ્યસની હોય એ એનાજેવા બીજા તૈયાર કરે કે ભવિહયમા આપણે ખાલી થઈ જઈએ તો આ કામ લાગે. આમ એ ખુદ પતે એનો પરિવાર હેરાન થાય એ અલગ.
    
            આવાતો ખૂબ દુષણો ભરેલા પડ્યા છે. ભ્રષ્ટાચાર ની તો વાત જ ન થાય. અને એ આપણે લોકો વધુ સારી રીતે જોઈએ છીએ, જાણીએ છીએ. આવા ગણા દુષણો છે જ પ્રત્યક્ષ રીતે આપણે કરીએ છીએ.બીજા જે છે એ દેખાય નઈ પણ અસર ખૂબ કરે. ઘમંડ,ઈર્ષા,નિંદા આવા બીજા ગણા દુષણો છે. આપણે સતત આમાજ ડૂબેલા હોઈએ છે. ઘર,સોસાયટીમાં, ઓફિસમાં બધેજ આ દુષણો હોયજ. કોઈને પ્રગતિ પાર ઈર્ષા થાય પછી એને અયોગ્ય બતાવવા એની ખોટે ખોટી નિંદા થાય. આમા આપણે આપણી શક્તિઓ ખૂબ વેડફિએ છીએ. માનસિક રીતે ખૂબ હાનિ ખુદને પહોંચાડીએ છીએ.
  
            તો આવા આ અનેક દુષણો આપણને માનવ મટાવી માણસ બનાવે કહેતા કે આપણે ખુદ આપણી જાતને મારીએ છીએ. આ તમામ મુદા પર ઘણુ લખી શકાય પણ સમજવાનું એ છે કે આપણે જેના માટે આવ્યા છીએ એ ભૂલીને અવળા માર્ગે ચાલીએ છીએ. માનવ દેહનો ઉદેશ-મૂલ્ય ભૂલી ક્યાંય વળી ગયા છીએ. આ બધાનો કોઈ લાભ નથી કોઈ મતલબ નથી છતા આપણે સતત આમજ રહીએ છીએ.આજે આપણે આપણો વિચાર ,દૃષ્ટિકોણ બદલાવની જરૂર છે. જીવનની દરેક ઘટનાને આપણે ખોટી રીતે સ્વીકારીએ છીએ. આપણે ખોટા કામો કરીએ છીએ. પણ આ છોડી એક હકારાત્મક,પ્રામાણિક કહેતાકે માનવીય વર્તન લાવવાની જરૂર છે. આખી જિંદગી પોકળ વાતો મા જ જાય છે. અંતે જેના માટે આવ્યાતા અને જે લઈને જવાનું હતું એનાથી તદ્દન વિરુદ્ધ આપણે હોઈએ છીએ. આપણા મૃત્યુ પહેલાજ આપણે ખુદને હણી નાખીએ છીએ.