ક્રમશ:(ભાગ-૫)
આજ વાર બુધવાર હતો સુયઁ બસ થોડીવાર પહેલા ઊગ્યો હતો મારી આંખ ઊઘડી..
તરત જ તૈયાર થઈને હું કોલેજ જવા રવાના થયો ..
બસ હવે તો મને મોનીકા જ યાદ આવતી હતી હું દિવસ રાત તેના જ સપના જોતો હતો..
આજ કેવા રંગનો મોનીકા એ ડ્ેસ પેહરો હશે!
કેવા રંગની બુટી પેહરી હશે..
કેવા રંગની તેના હાથમાં ઘડીયાર હશે.
મેઘધનુષ્યની જેમ બધા જ રંગોને કયારેક ડ્ેસમાં તો કયારેક તેની બુટીમા તો કયારેક તેની ઘડીયાળમાં હુ રંગ પુરી રહ્યો હતો.
#અમારી_પરીક્ષા..
હવે પરીક્ષાને ફક્ત દસ દિવસની જ વાર હતી.
મને યાદ છે હું અને રવિ બન્ને બીજા સેમેસ્ટરની પરીક્ષામાં મેથ્સના પેપરમાં પરીક્ષાના આગલા દિવસે કોપી કરાવી હતી એ પણ બપોરે..
અને હા એ કોપી માથી અડધી કોપી તે તેના ઘરે લઈ ગયો અને અડધી કોપી હું મારા ઘરે લઈ ગયો હતો..
એ રીતે અમે મેથ્સના પેપરની પરીક્ષા આપી હતી..
પણ એ પરીક્ષાના રીઝલ્ટમા મેથ્સના પેપરમાં
મારે AB ને રવિને લગભગ AA ગે્ડ હતો
આજ અમારે ત્રીજા સેમીસ્ટરની પરીક્ષા હતી
મોનીકા મારા કલાસમા જ હતી તે મારાથી થોડે દુર જ હતી..
તેણે મને અંગૂઠો ઊંચો કરી અને ત્રણ ટિલડી સાથે મને બેસ્ટ ઓફ લક કહ્યું ..
મે પણ તેને નાનકડી સ્માઈલ આપી બેસ્ટ ઓફ લક કહ્યું ..
થોડી જ વારમાં ત્રણ કલાક પુરી થઈ..
થોડા દિવસોમાં જ અમારી પરીક્ષા પુરી થઈ..
આજ રવિવાર હતો મે અને મોનીકા આજે મંદિર જવાનું વિચારું ..
સવારમાં જ અમે સાંળગપુર મંદિર જવા નીકળ્યા ..
જઈને તરત જ અમે મંદિરે દશઁન કર્યા ..
મંદિરમાં હું ને મોનીકા બે હાથ જોડી દશઁન કરી રહ્યા હતા..
ત્યાં જ મારી નજર મોનીકા તરફ ગઈ
તે કઈ ઇશ્વરની સામે બોલી રહી હતી..
અમે મંદિરમા ઇશ્વરના દશઁન કરી બહાર નીકળ્યા ..
તરત જ મે મોનીકાને પુછયું શું માંગ્યું તે ઇશ્વર પાસે.??
કેમ" કઈ નહી!!
હોઠ તો તારા ફડફડતા હતા..
ઓહ ..એમ વાત છે.
હા' હું કવ પણ એ પહેલા તમારે મને કહેવું પડશે કે તમે શું માંગ્યું ..
હું કોઈ મંદિરમાં ભગવાન પાસે કઈ માંગતો નથી.
મંદિર જઈને લોકો હાથ જોડી દુ:ખ દુર કરવાની પ્રાથઁના કરે છે.કેટલી નવાયની વાત છે માણસને પોતાના સુખમા વિશ્વાસ નથી..
જે છે તે નહી પણ જીવવાની મન િસ્થતી આપણને વધુ દુ:ખી કરે છે મોનીકા.
સરસ વાત કરી .. કવિ
પણ માણસ અત્યારે પૈસા પાછળ પડ્યો છે કોઈને લગરીક પ્રેમ કરવામાં નથી પડ્યો કવિ..
હા, મોનીકા
પણ હવે તો તુ કહે , કે તે શું માંગ્યું ?
હળવેક રહીને મોનીકા તેની સ્વરપેટી માથી બોલી.
હું કવિ તમારા શિવાય ઇશ્વરની પાસે શું માંગી શકુ ..
માટે ઇશ્વરની પાસે મે તમને માંગ્યા કવિ..
બીજું તો હું શું માંગું ..!!!!
ઓહ ..એમ વાત છે એમને..
ચાલને મોનીકા આપણે કોઈ સારી જગ્યા ગોતીને બેસીએ..
હા, ચાલો ..
હું અને મોનીકા એક સુંદર મજાના બગીચામાં આવ્યા ..
આજુબાજુ નાના નાના ભોલકાઓ કલરવ કરી રહ્યા હતા તો કોઈ ઝાડને પાણી પાઈ રહ્યું હતું ..
તો કોઈ મોનીકાની જેમ ભગવાન પાસે હોઠ ફડફડ કરી રહ્યું હતું ..
કદાસ તે પણ મોનીકાની જેમ કંઈક માંગી રહ્યા હશે..
ઘણા સમયથી મોનીકા માટે એક કવિતા લખવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો.
તે આજ તેને આપવાનો સમય આવી ગયો હતો.
પાકીટમાંથી ચીઠ્ઠી કાઢી મે મોનીકાના હાથમાં આપી..
"સહારો તારા સંગાથનો છે તો જ શ્વાસ ચાલે છે.
તારા વિનાની દુનિયાની કલ્પના પણ શક્ય નથી.
વિશ્વાસ તારો મુજ પર વધુ મજબૂત કરે છે મને.
તારા ભરોસે તોડું તે વાત મારા માટે શક્ય નથી.
તું કહે કે ને કહે હોઠોથી જાણી લઈ છુ મન તારુ
મારા થકી તને ઠેસ પોંહસે કદીય તે શક્ય નથી.
તે તારી જાતને મારા નામે કરી તે બસ છે તેટલું .
આખું બમા્ંડ તારા નામે કરુ પણ તે શક્ય નથી.
તારી પ્રાથઁનામાં હું મારી
પ્રાથઁના બસ તુ જ
ઇશ્વર અલગ કરી દે આપણને કદી તે શક્ય નથી."
મોનીકાની આંખ માંથી ધર-ધર આંસુ પડવા લાગ્યા .
એક વાત કવ કવિ તમને ...!!
હા' જો તમે મને તેનું કારણ ન પુછો તો એ વાત કહુ તમને ..
હા' બોલ મોનીકા..
"તમારા વિનાં કવિ હવે જીવવું મારે બહુ મુશ્કેલ છે"
કવિ શું બોલી શકે....!!!!
થોડીવાર રહી હું અને મોનીકા સાંળગપુરથી ઘર તરફ જવા રવાના થયા...
..........................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com