Maari girlfriend na lagn in Gujarati Short Stories by Manisha Gondaliya books and stories PDF | મારી ગર્લફ્રેંડના લગ્ન

Featured Books
Categories
Share

મારી ગર્લફ્રેંડના લગ્ન

મનની હલચલ ખૂબ વધી ગઈ છે.. જાણે શાંતિ થતી નથી... કેમકે મારી ગર્લફ્રેંડના લગ્ન છે.... એ છોકરી જેને મેં ખૂબ પ્રેમ કર્યો છે... અનહદ પ્રેમ કર્યો છે...

કંઈક એકાદ વર્ષની વાત છે.. મને એ મારા કઝીનના લગ્નમાં મળી હતી... અનામિકા.......

માં
ડવીયા પક્ષે જાણે એ એકલી જ હોય એવુ જ લાગતું હતું... એની સ્માઇલમાં જાણે સમગ્ર વિશ્વ સમાય ગયું હોય તેમ મારી નજર ત્યાં જ હતું.. જાણે બધું જ બ્લર થઈ ગયું હતું.. ને મારુ ફોકસ એના પર જ....

પ્રથમ નજરનો પ્રેમ બકવાસ વાત લાગતી પણ...હું ખુદ જ આ પ્રથમ નજર ના પ્રેમ માં પડી ગયો... ને પછી સિલસિલો શરૂ થયો...મુલાકાતોનો... અમે મળતા... ખૂબ મળતા વાતો કરતા...ને મને ખબર જ ન પડી કે એ કઈ અદા હતી જેનો હું દીવાનો બની ગયો હતો...

આજ પણ યાદ છે એની પાગલપનાની વાતો... ને સૌથી ગમતું એ મારા પ્રેમ માટે પાગલપન એ કઈ પણ કરી દેતી મારા માટે રાત્રે મને મળવા બારી બહારથી ચાલ્યુ આવવું... વગેરે વગેરે...

ને મારી અનામિકા......... લગ્ન માટે અમે ખૂબ સપના જોયા ... અમે કેવી રીતે બધા પ્રસંગમાં મેચ કરશું... કેવી રીતે ફોટા પડાવશું... હજુય યાદ છે જ્યારે હું હનીમૂન ડેસ્ટિનેશનની વાત કરતો ને એ શરમાય જતી....

મારા લગ્ન પણ નક્કી થઈ ગયા વગર મને પૂછએ...એય અનામિકાની નાની બહેન સાથે... મેં પપ્પા સાથે ખૂબ ઝઘડો કર્યો... કે મને અનામીકા ગમે છે.. ક્રિશા નહીં... પણ માને એ પપ્પા થોડા કહેવાય...

ને બીજી તરફ અનામિકા... એના લગ્ન ની બધી તૈયારી થઈ ગઈ હતી પાનેતરમાં એ કેટલી સોહામણી લાગતી હશે... એની બધી બહેનપણીઓ એને છેડતી હશે ને?? ને એ એમ જ શરમાતી હશે??

એ મળી તી મને છેલ્લી વાર... એજ જગ્યાએ જ્યાં અમે હમેશા મળતા..ખૂબ રડી હતી... પાછળ વળીને જોય પણ નહોતું..... ને એ દર્દ મને હજુય એમ જ યાદ છે...એના જતી વખતે કદાચ એની આંખોમાં અનરાધાર આંસુ વહ્યા હશે....જો એ મારી સામે હોત તો હું એના આંખમાંથી એક આંસુ પણ ના પડવા દેત... પણ એને પાછળ વળીને ના જોયું શુ એ બેવફા હતી .... મારો પ્રેમ સમજાયો નોહતો કે તને મારા કરતાં વધુ ચડિયાતો કોઈક મળી ગયો હતો...પાછળ વળીને એને કેમ ન જોયું... એક વસવસો રહી ગયો મારા મન માં....

પણ ......એ સમય પણ જતો રહ્યો....સમય સમયની વાત છે.. .. મેં એને મેળવવા કેટલાય પ્રયત્નો કરી જોયા દરેક વખતે હું મારી જાતને પૂછતો શુ એ મારા નસીબમાં છે જ નહીં ને જો નથી તો ભગવાને મારી જિંદગીમાં એને મોકલી જ કેમ? પ્રેમમાં કેમ પડ્યો ... એને કેમ એવી બનાવી કે હું એના પ્રેમ માં પડ્યા વગર રહી જ ન શકું....

આજ મારી ગર્લફ્રેન્ડના લગ્ન છે... એ છોકરીના લગ્ન છે જેને મેં અનહદ પ્રેમ કર્યો છે.. એ પાગલ છોકરીના લગ્ન છે જે મારી સાદી શરદી જાણી મને દવા લેવા ઉચકાવી લેતી... મારા મમ્મીની વા ની દવા લેવા ખુલ્લા પગે છેક દરગાહ સુધી એકલી ચાલી જતી એ છોકરી જે મારો જીવ છે... જેના પ્રત્યેક પલકારે મારુ જીવન ધબકે છે.... જેના પ્રત્યેક બોલ માં સ્નેહ ઝરે છે.......... જેની આંખમાં મારા માટે અપાર કાળજી છે... જેના શબ્દો મારા માટે જ નીકળે છે... જેનું દરેક પાગલપન મારા હર્દયને સ્પર્શે છે......આજ એ મારી ગર્લ ફ્રેન્ડ ના લગ્ન છે.................. મારી સાથે...........હા મારી સાથે એ મારી ગર્લફ્રેન્ડ માંથી મારી પત્ની બનવાની છે.....