Bhedi Tapu - 15 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 15

Featured Books
Categories
Share

ભેદી ટાપુ - 15

ભેદી ટાપુ

[૧૫]

લોખંડ કેમ બને છે?

અનુવાદ

ડો. અમૃત રાણિગા

બીજે દિવસે, ૧૭મી એપ્રિલે, ખલાસીએ ગિડીયન સ્પિલેટને પહેલો પ્રશ્ન પૂછ્યો:આજે આપણે શું કરવાનું છે?”

કપ્તાન કહે તે,” ખબરપત્રીએ જવાબ આપ્યો.

અત્યાર સુધી ઇજનેરના સાથીઓએ કુંભારનું કામ કર્યું હતું. હવે તેમને ધાતુ ગાળનારા બનવાનું હતું.

પરમ દિવસે તેઓ ગુફાથી સાત માઈલ દૂર આવેલી ભૂશિર સુધી ગયા હતા. ત્યાં જ્વાળામુખી પર્વતમાંથી નીકળેલ લાવારાસના ગાથા જામી ગયા હતા. તેમાં બીજાં ખનીજ તત્વો સાથે ધાતુઓ પણ દેખાતી હતી.

૧૬મી એપ્રિલે રાત્રે સૂતાં પહેલાં તેમણે ચર્ચાવિચારણા કરી હતી. અહીં તેમને લાંબો સમય રહેવું પડે એમ હતું. નજીકમાં નજીકનો ટાપુ ૧૨૦૦ માઈલને અંતરે હતો. સામાન્ય હોડી દ્વારા સલામતીપૂર્વક એટલું અંતર કાપી શકાય નહિ. સામાન્ય હોડી બનાવવા માટે પણ તેમ્નીપાસે હથિયારો ન હતાં. તેમને હથોડો, કુહાડી, કરવત, વાંસલો, સારડી, રંધો, વગેરેની હ્રુર હતી. એ બધાં હથિયારો બનાવતાં થોડીવાર લાગે એમ હતી.

આથી તેમણે નક્કી કર્યું કે શિયાળો અહીં જ ગાળવો; અને શિયાળાની ઠંડીથી બચવા ગુફા કરતાં સારું અને સગવડભર્યું રહેઠાણ બનાવવું.

સૌથી પહેલાં તો લોઢાની કાચી ધાતુ મેળવીને તેને ગાળવાની જરૂર હતી. લોઢાની કાચી ધાતુ તો મળી આવી હતી. પણ તે શુદ્ધ સ્વરૂપે નથી હોતી. તેમાં લોધા સાથે પ્રાણવાયુ અને ગંધક ભળેલાં હોય છે. તે ઉપરાંત માટી અને પથ્થર પણ એમાં ભળી ગયા હોય છે. ખાસ પ્રક્રિયા દ્વારા એને ગાળવાથી અશુધ્ધિઓ દૂર થાય અને ચોખ્ખું લોઢું મળી રહે.

લોઢું ગાળવા માટે કપ્તાને તૈયારીઓ શરૂ કરી. તેણે પોતાના સાથીઓને બોલાવ્યા, અને કહ્યું:

સૌથી પહેલાં આપણે સીલ માછલીનો શિકાર કરવો પડશે.

સીલનો શિકાર?” ખલાસીએ પૂછ્યું, “લોઢું ગાળવામાં સીલની જરૂર પડે છે?”

એ તો કપ્તાન જાણે!સ્પિલેટે ઉત્તર આપ્યો.

બધા સામેના નાનકડા ટાપુ પર સીલનો શિકાર કરવા માટે રવાના થયા. હાર્ડિંગ, હર્બર્ટ, સ્પિલેટ, નેબ અને પેનક્રોફટ-બધા કિનારા પાસે હાજર થયા. તે વખતે ઓટ હોવાથી ખાડી પાર કરવામાં તેઓ માત્ર ગોઠણ સુધી જ ભીંજાયા.

હાર્ડિંગે આ ટાપુ પર પહેલીવાર પહ્ગ મૂક્યો અને તેના સાથીઓએ બીજી વાર.

તેમણે ટાપુ પર પગ મૂક્યો ત્યારે સેંકડો પેંગ્વિન પક્ષીઓ નીડરતાથી તેમની સામે જોઈ રહ્યાં. તેમણે ધાર્યું હોત તો લાકડીથી થોડાંક પક્ષીઓનો શિકાર કરી શકત. પણ અર્થહીન હિંસામાં તેઓ માનતા ન હતા. વળી સીલ ડરી જાય તો તેમનો શિકાર કરવો મુશ્કેલ પડે.

તેઓ ટાપુની ઉત્તર બાજુ ગયા. ત્યાં કેટલીક સીલ પાણીમાં તરતી હતી. પાણીમાં તેમનો શિકાર કરવો મુશ્કેલ હતો. એટલે સીલ દરિયાકિનારે રેતીમાં આવે તેની રાહ જોવી પડે એમ હતી. રેતીમાં તે સૂઈ જાય પછી તેના અર હુમલો કરવાનો હતો.

શિકારીઓ ખડકની પાછળ સંતાઈ ગયા. એક કલાક પછી લગભગ છ સીલ કિનારાની રેતી પર આવી. ખલાસીએ વ્યૂહરચના બતાવી તે પ્રમાણે બધા ગોઠવાઈ ગયા; ને એકસાથે હુમલો કર્યો. બે સીલને તેમણે ખતમ કરી. બાકીની સલામત રીતે સમુદ્રમાં સરકી ગઈ.

કપ્તાન! લ્યો આ સીલ!ખલાસીએ કહ્યું,

આપણે સીલના ચામડામાંથી હવે ધમણ બનાવીશું.કપ્તાને જવાબ આપ્યો.

ધમણ?” પેનક્રોફટે બૂમ પાડી.અરે! આ તો નસીબદાર સીલ છે!

આ સીલ છ ફૂટ લંબાઈની હતી. આવો નકામો ભાર ઉપાડીને ગુફા સુધી જવાને બદલે અહીં જ તેમનું ચામડું ઉતરડી લેવાનું નક્કી થયું. ત્રણ કલાકમાં નેબ અને ખલાસીએ આ કામ કુશળતાથી પાર પડ્યું. બંને ચામડાને ગુફા સુધી પહોંચાડવામાં આવ્યાં.

પછી આ ચામડાને સૂકવ્યા. તે પછી એક લાકડા સાથે છોડના રેષાથી સીવી લીધાં.આ રીતે ધમણ તૈયાર થઈ ગઈ. ૨૦મી એપ્રિલે સવારે લોઢાનું કારખાનું ચાલુ કર્યું. ઈજનેરે કોલસો તથા કાચું લોઢું નીકળતું હતું, ત્યાં જ આ ધમણ અને ભઠ્ઠી ગોઠવી. આ સ્થળ ફ્રેન્કલીન પર્વત પાસે તળેટીમાં ગુફાથી છ માઈલ દૂર આવેલું હતું. આથી રોજ આવવા જવાનું મુશ્કેલ પડે તેમ હતું. તેથી ત્યાં ઝાડની ડાળીઓ દ્વારા એક ઝૂંપડું બનાવવાનું નક્કી થયું. આથી રાત દિવસ ભઠ્ઠીનું કામ ચાલુ રહી શકે.

ગુફામાંથી બધી વસ્તુઓ સાથે લીધી. રસ્તામાં તેમને કેટલાંક શાકભાજી અને શિકાર કરી શકાય એવાં પ્રાણીઓ મળ્યાં. આ પ્રવાસ આખો દિવસ ચાલ્યો. તે ઉપરાંત એક શેરાને મળતુ પ્રાણી પણ તેમને મળ્યું.આ પ્રવાસમાં તેમને કેટલાંક જંગલી ભૂંડ મળ્યાં. આ ભૂંડના ટોળાએ આ શિકારીઓ ઉપર હુમલો ન કર્યો. સ્પિલેટે એક રીંછ જોયું હોય એવો આભાસ થયો. સદ્ભાગ્યે એ રીંછ ન હતું. પણ કોઆલા નામનું મોટા કૂતરા જેવડું પ્રાણી હતું.

સાંજે પાંચ વાગ્યે હાર્ડિંગે થોભવા માટે આદેશ આપ્યો.તેઓ ફ્રેન્કલીન પર્વતની નજીક હતા અને પર્વતની નજીકમાં જ રાતી નદી વહેતી હતી. અહીં પડાવ નાખવામાં આવ્યો. એક કલાકમાં ઝૂંપડું તૈયાર થઈ ગયું. તે પછી સાંજનું વાળુ પણ તૈયાર થઈ ગયું. આઠ વાગ્યે બધા સૂઈ ગયા. ઝૂંપડી બહાર તાપણું સળગાવવામાં આવ્યું.

બીજે દિવસે, ૨૧ એપ્રિલે, કપ્તાન અને હર્બર્ટ કાચા લોઢાના ગઠ્ઠા જોવા ગયા.અહીં કાચું લોઢું પુષ્કળ પ્રમાણમાં મળે તેમ હતું. પછી તેમણે ભઠ્ઠી તૈયાર કરી. પછી ધમણને એક છેડે એક પાટિયું મૂક્યું અને તેને એક વેલાના દોરડાથી બાંધ્યું. દોરી દ્વારા આ લાકડું ઊંચું નીચું કરવાથી ધમણમાં હવા ભરાતી હતી અને બહાર ઠલવાતી હતી. કપ્તાને લોઢાની કાચી ધાતુ ખૂબ હોય એવા માટીનાં ઢેફાં પસંદ કર્યા હતા; જેથી લોઢું ગાળતી વખતે બહુ મહેનત ન પડે.

માટીના ઢેફાંને ધોકાથી ધોકાવી તેનો ભૂકો કરી નાખવામાં આવતો હતો. પછી ધોકાથી લોઢાના ટુકડા અને મતિનેઅલગ પાડવામાં આવતા હતા.પછી લોઢાને ગાળવા માટે ભઠ્ઠીમાં ચડાવવામાં આવતું હતું.

ભઠ્ઠી ચાલુ થઈ અને લોઢું ગળાવા લાગ્યું. ધમણ સારું કામ આપતી હતી.

માટીની મોટી કુલડીમાં લોઢાનો રસ ઓગળવા લાગ્યો. આ કામ ગણું મુશ્કેલ હતું અને ઘણી ધીરજ માગી લે તેવું હતું. અંતે તેમને સફળતા મળી અને લોઢાનો મોટો ગઠ્ઠો તૈયાર થયો.

૨૫મી એપ્રિલે ઘણી બધી જહેમત અને ઘણા બધા પ્રયોગો પછી તેઓ લોઢાની ઢાળ પાડવામાં સફળ થયા. પછી તેમાંથી કોદાળી, ત્રિકમ, હથોડો વગેરે સાધનો તૈયાર કરવામાં આવ્યાં પણ આ લોઢું હજી ગજવેલ તરીકે કામમાં આવે તેમ ન હતું. લોઢાને ગજ્વેલમાં ફેરવવા માટે કેટલીક પ્રક્રિયાઓ કરવી પડી.

કૂલડીમાં લોઢાને ઓગાળીને તેમાં કોલસાનો ભૂકો નાખવાથી સુંદર ગજવેલ તૈયાર થયું, પછી એ ગજવેલને હથોડાથી તીપ્વામાં આવ્યું. તેમાંથી કુહાડી બનાવવામાં આવી અને તેને ગરમાગરમ ઠંડા પાણીમાં ઝ્બોળવામાં આવી. આથી કુહાડીને પાણી ચડી ગયું.

આ ઉપરાંત બીજાં કેટલાક સાધનો પણ બનાવવામાં આવ્યાં. રંધાની ધાર, મોટા કુહાડા, કરવત, ફરશી, વાંસલો, કોદાળી, હથોડા, ખીલા, દાતરડાં, એવાં અનેક સાધનો બનાવવામાં આવ્યાં.

અંતે ૫મી મેને દિવસે લોઢાના કારખાનાંનું કામ પૂરું કરવામાં આવ્યું. લુહારો ગુફા તરફ પાછા ફર્યા; અને હવે કંઈ નવું કામ અને નવું નામ તેમને તરત મળવાનું હતું.

***