Porn in Gujarati Short Stories by Author Mahebub Sonaliya books and stories PDF | પોર્ન

Featured Books
Categories
Share

પોર્ન

વાર્તા પોર્ન લેખક મહેબૂબ સોનાલીયા

“મારો દીકરો પોર્ન જુએ છે.’’ ભરચક ભરેલી સભા વચ્ચે જય હીંમત એકઠી કરીને બોલ્યો. તેના બોલવા પછી શું થવાનું છે તે વાત ની જાણ તો તેણે પહેલેથી હતી. પરંતુ કોઈએ તો પહેલ કરવાની જ રહીને પોડિયમ પર ઉભા ઉભા તેણે આ બોલવા પાછળનું કારણ યાદ કરતાં ભૂતકાળને વાગોળવા લાગ્યાં

“અરે મીશ્કા દીકરા તું, આવ આવ... અરે હું તો તારી કોલેજે આવવાનો હતો. આવતા અઠવાડિયે કોલેજની પ્રથમ વાલી મીટીંગ છે ને? એટલે” અચાનક આંગણે પધારેલી ને જોઈ જોઇ આશ્ચર્યચકિત થઇ ગયો.

મૂંઝાયેલી મીશ્કાએ કશો જવાબ આપ્યો નહીં. તે થોડી ડરેલી ડરેલી હતી. તેની આંખોમાં ઘેરાઈ રહેલા અવઢવના વાદળને જય પણ જોઈ શકતો હતો. તે અચાનક આટલા દૂરથી ઘેર આવી જરૂર હો ના હો કોઈ પ્રશ્ન તેને મુંઝવી રહ્યો હશે. કોઈ કારણ તેને જય સુધી ખેંચી લાવ્યો હશે.

“શું વેકેશન પડી ગયું? કેમ અત્યારે?” પોતાની જિજ્ઞાસાને સંતોષવા જય બોલી ઉઠ્યો.

“ તમે પણ કેવી વાત કરો છો? શું આપણી દીકરી આપણા ઘેર પણ ન આવી શકે? જયને ટોકતા તેની પત્ની પરીતા બોલી. તેણે આતીથ્ય-સત્કાર કરી, મીશ્કા અને તેના પિતા નીરવને અંદર પ્રવેશ વિવેક કર્યો. જયનું ઘર એટલે એક સામાન્ય મધ્યમ વર્ગના માણસનું લોહીને પાણી એક કરેલું સપનું સાવ સમાંન્ય ઘર , ઘરમાં વીશેષ ધ્યાનાકર્ષક કશું નહીં. માત્ર એક જ વાત ધ્યાન ખેંચે તેવી હતી અને તે હતી સ્વચ્છતા! આખો દહાડો રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવવું હોય તો તે પણ સહેલું થઈ જાય. પરંતુ જ્યારે એકના એક દીકરાના ભવિષ્યને ઘડવાની વાત આવે તો સ્વયંના કેટલાય સપનાઓ મારવા પડે છે. ખુદની જરૂરતોને સીમિત કરવી પડે છે. અને ઉચ્ચ અભ્યાસની વાત આવે ત્યારે કેટલાય જય પોતાના લોહી પરસેવાના પ્રતીક સમાન ઘરને હસતા મુખે ગીરવે મુકતા સહેજ પણ અચકાય નહીં. બિચારી પરીતા આ વાતથી સાવ અજાણ છે કે જે ઘરમાં આગંતુક ને તે આટલો આગ્રહ કરે છે તે ઘરનો દસ્તાવેજ હવે કોઈ બેંકના લોકરમાં કૈદ થઈને બહાર નીકળવા માટે માથા પછાડે છે

“ ના અંકલ વેકેશન નથી પડ્યું. મારે કશું કહેવું છે એટલે વિશેષ આવી છું.” મીશ્કા અચકાતી બોલી

“અરે બેટા તું બેજીજક બોલ “જય અને પરિતા એકસાથે બોલ્યા.

“તમે લોકો ખોટા સંસ્કારી હોવાનો ડોળ કરવાનું રહેવા દો.” નીરવ અચાનક ગુસ્સે થઈને બોલ્યો

“નિરવ ભાઈ શું થયું?” પ્રીત ગભરાતા બોલી

“ શું થયું? એ તારા લાડ કુંવરને પૂછી લેજે. તમે ખૂબ સંસ્કારી હોવાનો ડોળ કરો છો અને છોકરામા રતીભાર સંસ્કાર નથી. શું એમાં સંસ્કાર નાખતા ભૂલી ગયા છો?” ઠરી ગયેલા કોલસા જે રીતે અચાનક આગ પ્રગટે તેમ નિરવભાઈ મા ગુસ્સાની જ્વાળા ભભૂકી

“નિરવ તારી હદમાં રહીને જે કહેવું હોય તે સાફ સાફ કહી દે. આમ મારા ઘેર આવી મારી પત્ની સાથે ગેરવર્તન નહીં કર . માન્યું કે અમે તારાથી ઓછા પૈસા વાળા છીએ પરંતુ આબરૂ તો મારી પણ તારા જેટલી જ છે” જય તેને ટોકતા બોલ્યો . અલબત તેણે નિરવની માફક પોતાની આપો ખોયો નહોતો.

“અરે યાર તારો દીકરો મારી દીકરી સાથે જગડે અને ગેરવર્તન કરે. તેવું કોઈ સંસ્કાર છોકરો કરે?”

“પપ્પા એક મિનિટ, મારે વાત કરવી હતી એટલે આપણે આવ્યા છીએ. તમે ઝઘડો કરી શકો તે માટે નહીં.” મીશ્કા વાત બગડી ન જાય તેની તકેદારી રાખતા બોલી.

“હા તો હવે તું જ વાત કરીલે. આવા લોકો સાથે મારે વાત પણ નથી કરવી “ નિરવ રાડારાડ કરતો બહાર ચાલ્યો ગયો.

“બોલ બેટા તારે શું ફરિયાદ કરવી છે.” જય બોલ્યો

“અંકલ, આંટી, હું તમારાથી ઘણી નાની છું. મને ખબર છે મારે આ વાત તમને ન કરવી જોઈએ. પરંતુ હું લક્ષિતની સાચી મિત્ર છું. બસ એ જવાબદારી સ્વીકારી અહીં સુધી આવી છું.” મીશ્કા તેના અંદર સંગ્રહાયેલો ડૂમો વ્યક્ત કરવા મથી રહી હતી. છતાં પોતાની કરતા ઉંમરમાં ઘણા મોટા લોકો સામે આવી વાત કરતા તેને લજ્જા નડી રહી હતી.

“દીકરા તું મારી માટે લક્ષિત સમાન છો. એટલે તારે જે બોલવું હોય તે બોલ. કોઇ એવી વાત હોય જે તું મારી સામે ન કહી શકે એમ હો તો હું દૂર ચાલ્યો જાઉં, તું તારી કાકી ને તો કહી શકીશ ને?” જય તેને હિંમત આપતા બોલ્યો

“ના મારે તમને બંનેને આ વાત કરવી છે. પપ્પાએ મને હોસ્ટેલમાં રહેવાની સંમતિ આપી હોય તો તેનું એક માત્ર કારણ હતું વિશ્વાસ. મારી સાથે આ શેરી ના ચાર છોકરા - છોકરીઓ ત્યાં ભણવા જવાના હતા. નહીં તો મને નથી લાગતું પપ્પા ક્યારેય મને એકલી મોકલેત. તે હજી જૂની વિચારધારાના માણસ છે. મારો અને લક્ષિતનો સંબંધ બધા કરતા અલગ હતો. પરંતુ ગઈકાલની ઘટનાથી એ સંબંધ સાવ બદલાઈ ગયો છે . સાચું કહું તો હું હવે તેની સાથે વાત પણ કરવા રાજી નથી. હું જે લક્ષિતને જાણું છું તે સાવ માસૂમ બાળક જેવો હતો. તેની બધી જ આદતો મને ગમતી.ભણવામાં તેની જેટલો સમર્પીત છોકરો મેં ક્યારેય પણ નથી જોયો. આ વાત છે માત્ર એચ.એસ.સી સુધીના લક્ષિતની છે. તમને ખબર નહીં હોય કે બારમા ધોરણનો જિલ્લા ટોપર આ સત્ર મા નાપાસ થયો છે. મેં તેને ઠપકો આપ્યો હતો પણ તેણે મારી સાથે બદતમીઝી કરી હતી. તેણે મને કહ્યું કે રીઝલ્ટ આવી ગયું છે તે વાતની તમને ખબર જ નહીં પડવા દે. સોરી મારા લીધે આજે તમને ખબર પડી ગઈ.” તેને આવેશમાં કશુક વધારે બોલી ગઈ હોય તેનું ભાન થતાં પોતાનું માથું નીચે ઢાળી દીધું.

“શું લક્ષીત...” પરિતા ના અવાજમાં ગુસ્સો હતો.

“બેટા હું તેને ઠપકો ચોક્કસ આપીશ પરંતુ તું પણ એને સમજાવે છે.” જય ચિંતાવશ ધીમા સ્વરે બોલ્યો

“મારે એ વાત નથી કરવી કે તમારો દીકરો નાપાસ થયો છે. મારે તો કંઈક બીજું જ કહે છે.”

“બોલ ને બેટા શું કહેવું છે” દંપતી ભારે સ્વરે બોલ્યા

“ ગઇકાલે લક્ષિત અને તેના બે દોસ્ત અમારી વિંગમાં ચોરપગલે ક્યારે આવ્યા હશે એની મને નહોતી ખબર. અમારા ક્લાસ શરુ હતા પરંતુ મારી તબિયત સારી નહોતી તેથી મેં એક દિવસનો બ્રેક લીધો હતો. હું થોડી થકાન મહેસુસ કરી રહી હતી તેથી હું નહાવા ગઈ. નહાઈને મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો, જેવો દરવાજો ખોલ્યો તેની સાથે મારી આંખો પણ ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ. મારા પગ તળેથી જમીન સરકી ગઈ. મારો બેસ્ટ ફ્રેન્ડ બાથરૂમની બહાર ઉભો હતો.મે તેને જોયો એટલે તે ભયભીત થઈ ગયો. તે થર થર ધ્રૂજવા લાગ્યો.મેં મારા કપડાંની બેગ પલંગ પર રાખી હતી . લક્ષીતના બે મનચલા મિત્રો માંથી એક મને હવસ ભરી નજરે જોઈ રહ્યો હતો . અને બીજો મારા બેગમાંથી મારા વસ્ત્રો ઉપવસ્ત્રોને હવસ ભરેલા હાથથી સહેલાવી રહ્યો હતો. હું એ લોકોને જાણતી પણ નહોતી તેઓનું મને દુઃખ શું લાગે? પરંતુ સૌથી દુઃખદ વાત એ હતી કે લક્ષીત બાથરૂમની તિરાડમાંથી તાકજાક કરીને મને જોઈ રહ્યો હતો. અમારી નજર એક થતા તે રડવા લાગ્યો. તે ભયંકર આત્મગ્લાનીથી પીડાવા લાગ્યો. તે તરત બોલ્યો પણ ખરો ‘મીશ્કા મને નહોતી ખબર કે તું છો. સોરી મીશ્કા’ મતલબ શું મારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો તે સંપૂર્ણ મજા લઇ શકયો હોત. બાથરૂમથી હું નીકળી એટલે તેની મજા મરી ગઈ?અંકલ આ એ લક્ષીત નથી કે જેને હું જાણું છું.” મીશ્કાની આંખોમાંથી આંસુ ઉભરાયા

“બેટા તું એક જ દિવસ ખમી જા. જો હું એને ઘસડીને ના લાવું અને તારી જુતી ચટાવીને માફી ન મંગાવું તો કહેજે. ભલે મારે તેના માટે મારી મારીને તેની ચામડી કેમ નાં ઉતેડવી પડે.

“ના હું એ માટે આટલા દૂર નથી આવી.જો મારવો જ હોત તો હું ત્યાં જ તેને બે ચડાવી દેત. હું શોરબકોર કરે તો તે ત્રણે ને આખું કેમ્પસ મળીને એવી રીતે ધોવે કે તેના બધા પાપ ધોવાય જાત.મેં તેવું કરવાને બદલે તેમને ધમકાવીને રૂમમાંથી હાંકી કાઢવાનું નક્કી કર્યું.” મીશ્કા થોડા સમય માટે અટકી ગયી. તેને એ સમયે બનેલી દુઃખદ ઘટના યાદ પણ નહોતી કરવી અને કોઈને કેહવી પણ નહોતી.

બાથરૂમમાંથી બહાર નીકળેલી મીશ્કાને જોઇને તે લોકો મહી છુપાયેલા વરુ બાહર આવી ગયા. મીશ્કાના સુડોળ દેહ પર આવૃત ટોવેલ , નીતરતી કાયા , વક્ષ: સ્થલ જામેલા જલબિંદુઓમાંથી પ્રતિબિંબીત થતું મિશ્કાનું રૂપ બસ આટલું કાફી હતું તે હેવાનોને પોતાની જાત પર ઉતરી જવા માટે. સૌપ્રથમ પેલો હરામી સુટકેસમા ખોટા સુખના ખાખા ખોળા કરવાનું છોડી મીશ્કા તરફ ચાલ્યો .

તેણે બીજા સામે જોઇને કહ્યું “જોતો ખરા શું માલ ઉભો છે. આવું દ્રશ્ય તો મેં ક્યારેય નથી જોયું “

“ એમ બોલ જોયું છે. પણ ક્યારેય રૂબરૂ નથી જોયું.” બીજો બોલ્યોને બંને હસ્યા

“ તો શું માત્ર જોયા જ કરશું કે કંઈ બીજું પણ કરીશું?” બંને ફરીવાર એક સાથે હસ્યા. અને મીશ્કા સામે ચાલ્યા . તેઓ કોઈ ફિલ્મ ના ખલનાયક માફક મિશ્કાને પરેશાન કરવા માટે ધીમે ધીમે તેના તરફ જઈ રહ્યા હતા.

મીશ્કા ન્હાઈને નીકળી હોવા છતાં પરસેવે રેબજેબ થઇ રહી હતી. મીશ્કા ને ભય હતો કે ટતે આ ત્રણ લોકો સામનો એકલી નહી કરી શકે . કદાચ તેની મદદની પુકાર કોઈ નહી સંભાળે તો શું થશે ? તેણે મદદ માંગવા રાડારાડ પણ કરી જોઈ પરંતુ ક્લાસ હાલું હતા એટલે કોઈ પણ તેણે સાંભળી શક્યું નહી હોય . મીશ્કા તે હવસ ખોરો ને પાસે નહી આવવાની ધમકી આપી રહી હતી અને ટે લોકો વધુને વધુ નજીક આવી રહ્યા હતા .એક તો એટલો નજીક આવી ગયો કે તેણે મીશ્કાના ટોવેલને સ્પર્શ કરવા હાથ લંબાવ્યો. બીજો આ કૃત્યને પ્રોત્સાહિત કરવા જોર જોર થી હસી રહ્યો .

મીશ્કા સાવ ડરી ગયી હતી .તેણે શું કરવું તે પણ સુજી નહોતું રહ્યું . તેના દેહ અને પેલા હેવાનનાં હાથ વચ્ચે થોડુક જ અંતર રહ્યું હતું . તે હવે જરાક પણ હાથ આગળ કરી શક્યો હોત તો મિશ્કાના સ્પર્શનો આનંદ માણી શક્યો હોત . પરંતુ લક્ષીતે તેને પાછળથી પુરા બળથી પકડી રાખ્યો હતો. લક્ષીત તેના મીશ્કાને માટે માર ખાઈ રહ્યો હતો . લક્ષીત સાથે આવેલો ત્રીજો વ્યક્તિ તેના સાથીને છોડાવવા લક્ષીતને પુરા બળથી પીટી રહ્યો હતો. લક્ષીતે તેનું તમામ જોર લગાવી પેલાને ફંગોળ્યો . તે છોકરો સીધો રૂમની બાહર જઈને પડ્યો. લક્ષીતે બીજાને પણ કક્ષની બાહર કર્યો .તે એકલો બંને સાથે લડી રહ્યો

હતો . તેણે મોકો જોઇને કક્ષનો દરવાજો પકડી લીધો. “મીશ્કા જલ્દી અંદર દરવાજો બંધ કરીદે.” તેણે એટલું કહ્યું અને દરવાજો બંધ કર્યો. ધડામ.જૂની સ્મૃતી મા થયેલી આ ઘટના ઓથી ઝબકી ઉઠેલી મીશ્કા વર્તમાન માં આવી પહોંચી. થોડી વાર બાદ તેણે સ્વસ્થ થતા ફરી બોલવાનું શરુ કર્યું.

“જો મારા મનમાં તેના પ્રત્યે બદલાની ભાવના હોત તો હું મારા પપ્પાને આખી ઘટના કહી દેત અને મારા પપ્પા કંઈ જ કરવા માં બાકી ન રાખે. પરંતુ મેં તો તેમને એટલું જ કહ્યું કે લક્ષીતે મારી સાથે ઝઘડો કર્યો છે. અંકલ મારે એવું કશું નથી જોઈતું. મારે ફક્ત મારો જૂનો મિત્ર જોઈએ છે. મારે એ લક્ષીત જોઈએ છે. જે મને દ્રિત્ય સ્થાને છોડી અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે. જેનું મન ભોળા બાળક જેવું હોય. હું એમ નથી કહેતી કે તે કોઈ છોકરી સામે જુએ પણ નહીં. પરંતુ તે કોઈ છોકરી સામે જુએ તો એની આંખોમાં પ્રેમ હોય નહીં કે વિકૃતિ. અંકલ તમારે તેને મારવાનો નથી તેની વિકૃતિના કારણ શોધી નિવારવાનો છે. નહિ તો કદાચ આ લક્ષીત ને હું ક્યારેય પણ નહી બોલાવી શકું. તમે જે કંઈ કરો વિચારી ને કરજો. હું રજા લઉં છું” મીશ્કા ચાલી ગઈ.

જય અને પરિતા એકબીજા સામે જોતા રહ્યા. કેટલાય સમય સુધી શું બોલવું તે ન સમજાતા બંને મૌન રહ્યા. જય મનોમન આ બદલાવનું કારણ શોધી રહ્યો હતો. જ્યારે પરિતા મનોમન ખુદને કોસી રહી હતી. મોટા શહેરમાં છોકરાને મોકલવો છે તે બાબત પર ઘણા સમયથી માથાકૂટ કરી છેવટે દીકરાને શહેરમાં મોકલ્યો હતો. એનું જ આ પરિણામ છે. અને એના માટે પરિતા સ્વયમને દોશી માની રહી હતી.

આ ગડમથલમાં અઠવાડિયું વીતી ગયું. જયે કરેલા સંશોધન બાદ લક્ષીતનાં બદલાવનું તેને રહસ્ય પણ મળી ગયું હતું. જયે મીશ્કાની મદદથી પેલા બંને લફંગાને શોધી લીધા હતા. તેમનું મોં ખોલાવવામાં બહુ વાર ન લાગી. મીશ્કાએ ફરિયાદ કરવાની ધમકી આપી અને જયે તેનો સાથ દેવાની ખાતરી આપી. તે બાદ પેલા બંને રાહ ભટકેલા છોકરાઓ પાળેલા પોપટ ની માફક બોલવા લાગ્યા.

જયે સત્ય જાણ્યા બાદ બહુ હિંમત કરીને ગજબનો નિર્ણય લીધો. સામાન્ય માતા પિતા બંધબારણે છોકરાને દમદાટી મારીને વાતe રફે દફે કરી દે. પરંતુ જયના મનમાં તો કશુ ઔર જ ચાલી રહ્યું હતું.

કોલેજના શરૂ થયા બાદ આ પહેલી વાલી મિટિંગ હતી. બધા વિદ્યાર્થીઓના વાલીઓ ઉમેળાકાભેર ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના મેદાનમાં કતાર બંધ ખુરશીઓ ગોઠવી હતી , કતારના અમુક અંતરાલ પર લાઉડ સ્પીકર ગોઠવાયેલા હતા. જેથી વક્તાઓની વાત બધા સારી રીતે સાંભળી શકે. કોલેજના અધ્યક્ષ દ્વારા કાર્યક્રમ શરૂ થયો. કોલેજની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના ગાન કર્યું. કોલેજની અલગ-અલગ ફેકલ્ટીઓએ પોતાના મંતવ્યો અને માર્ગદર્શન આપ્યું. વાલી સાથે ચર્ચા કરાઈ, તેમના સંતાનોના પેપર બતાવાયા. અંતે સુંદર રીતે સજાવેલા પોડિયમથી બે વિદ્યાર્થીઓ એ આભાર વિધિ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું.

બધા લોકો ખાસા સમયથી બેસીને થાકી ગયા હતા. જેથી એક સાથે ઉભા થઇ ગયા. થોડાક લોકો તો ચાલતા પણ થયા. કોલેજના વિદ્યાર્થીઓ સ્ટેજ પર બધી સામગ્રીઓ સમેટી રહ્યા હતા. અચાનક સ્ટેજ પર જઈને જયે એક વિદ્યાર્થીના હાથમાંથી માઇક આંચકી લીધું

“હેલો... હેલો ...” જય માઇક દ્વારા બોલ્યો. તેથી બધા લોકોનું ધ્યાન તેના તરફ ગયું.

“અરે યાર, હવે શું છે” ઘણા બધા લોકોએ એક સાથે ફરિયાદ ના સ્વરમાં કહ્યું.

“મિત્રો મને ખબર છે. તમે લોકો કંટાળી ગયા છો. પરંતુ વાલી મીટીંગ હોય તો મારે વાલી તરીકે કંઈક વિશેષ કહેવું છે. અહીં ઉપસ્થિત અધ્યાપકો પણ જો વાલી હોય તો તેમને પણ બેસીને મારી વાત સાંભળવાની વિનંતી છે.”

“અરે યાર જે બોલવું હોય તે જલ્દી પતાવ’’ કોઈ તોછડાઈ કરતું બોલ્યું

“મારે બહુ ગંભીર મુદ્દા પર વાત કરવી છે. થોડા ઘણા અંશે આ વાત બધાને અસર કરે છે.”

“તો બોલને ટાઇમ શુ કામ બગાડે છો”

“વાત એ છે કે મારો દીકરો આ કોલેજમાં ભણે છે.તે પહેલા પાઠ , પ્રકરણ, અને દાખલા જોતો હતો. પરંતુ થોડાક સમયથી મારો દીકરો પોર્ન જુએ છે.”

“તો અમારે શું ?” જાણે કપિલ શર્મા સ્ટેન્ડ અપ કરી રહ્યો હોય તેમ બધા હસી હસીને લોટ પોટ થઈ ગયા. વિદ્યાર્થીઓ લક્ષીતની સામે આંગળી ચિંધીને હસી રહ્યા હતા. તેના માતા-પિતા વગર ચીંધ્યે ખખડી રહ્યા હતા.

“આ વાત કાં તો શરમજનક છે, કાં તો પછી ચિંતા જનક. હાસ્યાસ્પદ તો જરાય નથી. આ દેશમાં માત્ર પોર્ન બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવે તો કેટલાય બુદ્ધિજીવીઓ કાગારોળ મચાવી દેશે. તેઓ એ રીતે વર્તન કરે છે. જાણે કોઈએ તેમનો પગાર કાપી લીધો. તેમની કોઇ મિલકત દાબીને બેસી ગયું હોય. હું એક સામાન્ય રિક્ષાવાળો એ બધા લોકોને મુલવી તો ના શકું. પરંતુ મને ચોક્કસ એક વાતની ખબર છે કે કામ સૂત્રના દેશમાં સેક્સની વાત કરવી હસીનો વિષય તો હોઈ જ ન શકે . મારો દીકરો જિલ્લા ટોપર હતો. તેથી સ્વાભાવિક છે કે તમારા બધાંના સંતાન કરતાં વિશેષ હશે. હું પેટ કાપીને તેને ભણાવું છું. મારા કેટલાય પ્લાન મોકૂફ રાખીને મેં તેની સગવડતા ખાતર તેને મોબાઈલ ફોન અપાવ્યો હતો. કદાચ તેણે પોર્ન પણ જોયું તો મારી નજરમાં એ કોઈ પાપ નથી. મને તે બાબત પર શરમ પણ નથી આવતી. હું મારા આ અનુભવથી એવું માનવા લાગ્યો છું કે સેક્સને અભ્યાસના ભાગરૂપે વિદ્યાર્થીઓ ને સમજ આપવામાં આવે તો તે સમાજ માટે ફાયદાકારક છે. મને મારા સંતાન પર શરમ એ વાતની આવે છે કે તેણે સતત પોર્ન જોયું તેણે પોર્નના રવાડે ચડી પોતાનું સેમેસ્ટર ગુમાવ્યું! કોણ માનશે કે ક્યારેક જિલ્લામાં પ્રથમ આવનાર છોકરો બીજા જ વર્ષે પાસીંગ માર્ક પણ ન લાવી શકે! આ વાત શરમ જનક છે. જો કોઈ વસ્તુ આનંદની સાથે વિકૃતિ અને ગેર લાભ આપે તો તે વસ્તુ ન તો માણસ માટે સારી છે, ન તો સમાજ માટે. મારા દીકરાની એક શુભચિંતક મિત્ર દ્વારા મને મારા દીકરામાં આવેલા આ બદલાવની ખબર પડી અને તેના કહેવા પ્રમાણે મે મારા દીકરાને સુધારવા કમર કસી. મારા દીકરાના જોડીદારો અને ધમકાવતા ખબર પડી કે મારો દીકરો પોર્ન જુએ છે મને એ વાતની ખબર પડી તો હું શૂન્યમનસ્ક થઈ ગયો. મારે શું કરવું છે તેની મને ખબર ન રહી. અને આ વાત મેં તમને કહ્યું તો તમને જોરદાર હસી આવે છે. પરંતુ મેં તે છોકરાઓ પાસે વિશેષ પૂછપરછ કરી હતી. તેમના કહેવા અનુસાર અહીં કોલેજમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ કે જેમની પાસે મોબાઈલ-ફોન છે. તે પોર્ન જુએ છે. મને મારા દીકરાની ચિંતા છે. તેથી મેં તેને જાહેરમાં આ રીતે શિક્ષા આપી છે.મેં તેને મોબાઇલ માત્ર તેની સગવડતા ખાતર આપ્યો હતો. તેને કોઈ પ્રશ્નો મૂંઝવતો હોય તો તેના ઉકેલ માટે તેને ઈન્ટરનેટ પેક કરાવી આપ્યું હતું.ન કે તેના આનંદ માટે. અને આનંદ, આનંદ રહે ત્યાં સુધી કોઈ ખરાબી નથી. પરંતુ વિકૃતિ બની જાય તો તે દયનીય છે.કોઈ પણ વસ્તુનો અતિરેક હમેશા ઝેર બની જાય છે. આ પોર્નનો અતિરેક પણ ઝેર છે. મને માત્ર મારા છોકરાની ચિંતા નથી. આ દેશમાં ભણતા તમામ વિદ્યાર્થીની ચિંતા છે. આ યુવાનો દેશનું ભવિષ્ય છે. છતાં પણ જો તમને તમારા ભવિષ્યની ચિંતા ન હોય તો દિલ ખોલીને હસો. તમને મારા અને મારા સંતાન પર હસવાનો સંપૂર્ણ હક છે.”

જય સ્ટેજ પરથી ઊતરીને ચાલતો થયો તેણે એક હાથમા લક્ષિતનો પકડ્યો હતો અને બીજા હાથમાં મીશ્કા નો હાથ હતો. ત્રણેય હળવા હૈયે ચાલી રહ્યા અને તાળીઓનો ગડગડાટ તેમને શાંતિ આપી રહ્યો હતો. લોકો જય માટે તાળીઓ વગાડી રહ્યા હતા અને જયની વાત હૈયે ઉતારી રહ્યા હતા.