ભાગ-2
યે રિશ્તા તેરા મેરા 2.8
હોસ્પિટલમાં જ મહેકને બધી વાત કરી.એ પણ નર્વસ થઈ ગઈ ને મીરાંને કહ્યું હું તારી સાથે છું.
આપણે શક્ય ત્યાં સુધી ઈશુના બેબીને કશું નહીં થવા દઈએ પણ....પછી તો બેબીના જ લક....નસીબ...
આજનો દિવસ ખુશીથી શરૂ થ્યોને રાત્રે દુઃખની વાતોથી પૂરો થયો. મીરાં ભાગીને આવી તો તેના પર આ બાબતની વધારે અસર થઈ.
★
મિતને મુકવાનો હોય એટલે દોડાદોડી વધી કાય.મોદી રાત સુધી ઈશુની ચિંતા કરીને પછી નિંદર જ ન આવી એટલે મહેકને તબિયત નાસાજ લાગે છે.પણ એ ચૂપ જ રહી. કશું ન બોલી.અંશ પછી કેટલાનું ટેંશન લે.
★
મોબાઇલ વાગી રહ્યો,ઇશુ પોતાના રૂમમા ગુમસુમ બેઠી છે.વિચારી રહી...
’’પેલી મીરા મેડમ દગો દેશે તો?
એ કોલ નહી કરે તો?
હુ ક્યા સુધી રાહ જોવ તેની?
તેણે કોલ સવારમા કરવા કહેલુ;3 વાગી ગયાને હજુ સુધી કોલ ન આવ્યો.’’
ના,ના...એમણે પ્રોમીઝ કરી છે,એ મને અવશ્ય બચાવશે જ.
પણ,પણ આવુ જ મારી સાથે ચિરાગે કર્યુતુ.
આમ જ એ વાયદા આપ તો ને છટકી ગયો....
આમ જ એ મને લલચાવતો બસ,મને એ કેહતો તુ મારી જાન છે,મારો શ્વાસ છે,મારી ધડકન છે;ને આપણે લગ્ન કરવાના જ છે તો.પ્રોબ્લેમ શુ છે?
ને હુ પગલી માની પણ ગઇ?
મને પણ ભાન ન રહ્યુ મારી પવિત્રતાનુ,મારા સ્વમાનનુ, ને મે પણ....
છી..છી...મને ધ્રીણા થાય છે મારા પર મે કેવુ નીચ કામ કર્યુ...
છી.....પ્રેમમા આટલુ પાગલપન આટલો વિશ્વાસને અંતે.....
એક ઉંડો નિ;સાસો નાખતા બોલી......દગો...એક માત્ર દગો...
એક ટીપું સરકીને ઈશુની હથેળીમાં આવ્યું ...
ત્યા જ કોલ આવ્યો
ઇશુ ડિસ્પ્લે જોયા વગર જ સીધું બોલી...હલ્લો...
હુ કશુ આડાઅવળુ થાય એવુ નથી ઇચ્છતો ઇશુ,
હુ એ બાળકનો પિતા બનવા નથી માંગતો!
મને કોઇ રસ નથી એમા..
બસ,આ તો જરા મસ્તી-મસ્તીમા થોડુ કશુ થઇ ગયુ કે શુ તુ તો...?
મને તારો જાગીર માની બેઠી,
છી....તુ કેટલી હદે હલકટ હોઇશ કે....તે મારી સાથે...કેવુ કેવુ કર્યુ.?
તને પણ એમા મજા આવતી જ હતીને હુ તને મજા કરવાતો હતો,
બસ,પુરુ....
હુ તને હજુ પણ મજા કરાવી શકુ છુ,બસ..
તુ જીદ છોડી, હુ આપુ એ ગોળી...
ફરી પાછા આપણે સાથે...
ઇશુ ઉભી થઇ બોલી જોરથી બસ....ચિરાગ બસ,
’’હવે હદ થઇ ગઇ, તારી ઇજ્જ્તની,તારા સંસ્કારની...તારા નાલાયકપણાની....
તુ શુ માને છે?
હુ તારા વિરહમા રોઇશ,માથા પછાડીશ,તારા પ્રેમમા પાગલ ફરીશ,નહી હરગીઝ નહી...
’’હુ પોલીસ-સ્ટેશન જઇશ તારા વિરુધ્ધ રેપનો કેસ નોંધાવીશને તારી આખી જિંદગી હુ નર્ક બનાવી દઇશ.’’
તને ખબર જ છે મારી એક ફ્રેંડ પોલીસ પણ છે,
હા,હા
ઇશુ પ્લીઝ...એવુ નહી કરતી;ચિરાગ થોડો ડર્યો.
તારી ને મારી ઇજ્જતનુ શુ થશે?
આપણા માતા-પિતા કેમ જીવશે?
બોલ,ઇશ્?
ગભરુ ગાય જેમ ચિરાગ કાલાવાલા કરવા લાગ્યો.
ચિરાગને 2-4 અનુભવ એવા થઇ ગયેલા કે ઇશુ એમતો હિંમતવાળી,ધાર્યુ કરવાવાળીને એક જિદ્દી છોકરી છે.
આ પેલા પણ ઇશુ એ પોતાની જાત સોપતા ધમકી આપેલી અગર તે મારી સાથે ફતવા કર્યા તો હુ તને નહી છોડુ એટલે નહી જ.
ચિરાગ ખરેખર મુંઝાયો પણ....
ઇશુ એ કોલ કટ કરી દીધો..
★
ત્યા જ બીજો કોલ આવ્યો
ઇશુ સોરી...તને ખબર જ છે એક ડોકટરની લાઇફ કેટલી બીજી હોઇ છે.!!!
એક કામ કર...
બોલો શુ?
તુ મને કાલે મળી શકે છે?
હા,કેમ નહી.
કેટલાય બંક મારીને જો ચિરાગને મળી શક્તી હોય તો તમને કેમ નહી?
આ ચિરાગ એટલે..
મારો નાલાયક પ્રેમી...
ઓકે ઓકે..કાલે 11 વાગે ‘’લેક ગાર્ડેનમા’’
જી....
તો તુ ચિંતા નહી કરતી,હુ કોઇ પણ પરિસ્થિતિમા તારી સાથે જ છુ.
હુ નહી મારો પરિવાર પણ.
જી.....મેડમ
તો રાખુને ઇશુ?
હા
જો પાછી કોઇ પ્રોબ્લેમ થાય તો કોલ કરજે હો!!
જી મેડમ...
બાય...
એક આ મેડમ જેને મારી સાથે કોઇ લેવા દેવા નથી તોય,મારી ફિકર કરે છે ને એક ચિરાગ....ઉંડો શ્વાસ લેતા ઇશુ વિચારી રહી....
આ સમય દરમિયાન 10-12 કોલ ચિરાગના આવી ગયા...
ઇશુ એ કોલ કર્યો..
ઇશુ...પ્લીઝ....તુ કશુ નહી કરતી પણ....જો હું જે બોલ્યો એ વ્યાજબી નથી પણ ..પણ ...પણ..
ઇશુ બોલી...
ચિરાગ,ચિંતા ન કર,મે તને પ્રેમ કર્યો છે.હુ તને જેલહવાલે ન જોઇ શકુ.
બીજુ હુ આરામ પર છુ,હુ જાતે જ કાલે બપોરે ઘરમા કોઇ ન તુ ત્યારે મેડિકલ ગઇતી ને દવા લઇ આવી છુ.
ચિરાગનો જીવ સંપુર્ણ પણે તાળવે ચોટી ગયેલો પણ ઇશુની આ વાત સાંભળતા જ એ ખુશ થઇ ગયો.
વાહ...ઇશુ...માય ડીઅર...માય જાન...
બસ,તારી હમદર્દીની મારે કોઇ જરુર નથી
વાત અટકાવતા;ઉંચા સ્વરમા ઇશુ બોલી....
હવે,પછી તુ મારી લાઇફમા ક્યારેય ઇંટરફીઅર નહી કરે,મને કોલ નહી કરે.વાત નહિ કરે મારો રસ્તો નહિ અટકાવે.
હુ તને સંપુર્ણ પણે મારામાંથી આઝાદ કરુ છુ ને હુ તારામાંથી થાવ પણ છુ.
બીજી એક વાત તારા પેલા કોલનુ અને બીજો કોલ જે હાલ ચાલી રહ્યો છે તેનુ બે નુ રેકોર્ડીગ તને મોકલુ છુ,
અગર તે મને આગળ જતા પરેશાન કરી તો તારા કરતુત મારી સાથે છે,જેમા તે કરેલી હરક્ત તુ ખુદ બોલે છે.
મોજ-મસ્તી....જે તારા માટે સામાન્ય છે....
આ રેકોર્ડીગ હુ મારા મોબાઇલમા,મારા લેપટૉપમા,મારી પેન ડ્રાઇવમા,મારા મેમરી કાર્ડમાને એક લેટર પણ લખુ છુ જેમા હુ મારી ને તારી ભુલનુ સંપુર્ણ વર્ણન કરીશ.
હા,તને થશે હુ જુઠ બોલુ છુ પણ ...નહી....
હુ દરેક પુરાવા તને મોકલુ છુ...
પણ ઇશુ આ બધુ કરવાની શુ જરુર છે?ગભરુ અવાજમાં ચિરાગ બોલ્યો ...
જરુર છે....ચિરાગ....તે મને પેલા જે કહ્યુ તેનુ ખોટુ ન તુ લાગ્યુ; આજ થી એક વિક પેલા..
ત્યારે મને થયુ કે શાયદ તુ હેબતાઇ ગયો હોઇશ...
મારી જેમ...જ...
પણ તુ એ પછી એક વિકથી મને જે કહે છે તેનાથી મને તારી હલકટતા ખબર પડી એટલે હુ તારા જેવા આંતકીને છુટો દોર ન આપી શકુ...
પણ ઇશુ હવે હુ તને કોલ,મેસેજ કે કશુ નહી કરુ પછી શુ છે?
મે તો તને મોજ કરાવીને લીધી છે,હવે તારી સાથે કોઈ લેવા દેવા નથી મારે ...
મને ન તી ખબર કે’તુ માત્ર આવી બાબતને...ઉંડાણપુર્વક લઇ લઇશ.
ઇશુથી રડાઇ ગયુ...તે ધરબાતા અવાજે બોલી...
તુ હજુ પણ મને એક મોજની જ વસ્તુ સમજે છે?
જો ઇશુ આવુ બધુ તો ભણતા હોઇ એ ત્યારે થાય જ....
કોલેજ લાઇફ જ આના માટે છે.ચિરાગ હજુ પણ આ બાબત કે ઈશુના બેબી ને ગંભીરતાથી લેતો નથી.
ઇશુનો અવાજ હવે બિલકુલ ન ચાલે એવો થઇ ગયો..
કેવો નાલાયક છોકરોને મે...કેવુ કર્યુ....પછી બોલી
ચિરાગ પછી વાત કરુ...
ના...બોલ, જે કેહવુ હોય તે કે પણ મને તારામાંથી છુટો કર...
હા,હુ તને હવે મારામાંથી છુટો કરુ છુ...
પુરાવા મોકલુ છુ,આજ પછી તુ મારી લાઇફમા દખલ નહી કરતો....
મને રસ પણ નથી
મોકલ પુરાવા,
હવે,હુ તારી લાઇફમા વચ્ચે મરીશ ત્યા સુધી નહી આવુ.
ચિરાગ બોલ્યો.
મને તારા પર વિશ્વાસ છે તુ તારા માતા-પિતાની ઇજ્જતને ઠેસ પહોચે એવુ કશુ નહી કરે!!! ચિરાગ બોલ્યો....
ડન...આજથી તુ ને હુ છુટા..પણ હુ તને પુરાવા તો મોકલીશ જ મોકલીશ..
તારા પર નામનોય ભરોસો નથી....ઈશું બોલી
મોકલ ચલ હટ...એમ પણ હુ તારા જેવી ના મુહ નથી લાગવા માંગતો.
★
આજ સવારથી જ મહેકની તબિયત ઠીક નહોતી પણ તેણે અંશ ટેંશન લે એટલે છુપાવેલું. કોઈને કશું કહ્યું જ નહીં. એક બાજુ ઈશુની ચિંતા આગળના દિવસના લન્સ ટાઇમથી સવારમાં પણ....
અંશે એમ તો કહ્યું તું ઈશું વિશે ન વિચારતી અમે બધા છીએ.પણ આ મહેક.એ કશુંક તો વિચારે જ...
સવારમાં અંશને નીકળતા સમયે હગ આપ્યુને કહ્યું હું ઠીક છું.તુ ચિંતા ન કરતો...
કોને કશું ન કહ્યુંને સવારનું કામ બધા જોડે જ પૂરું કરી ઓફીસ જતી રહીને ....
5 વાગે ઓફીસ પૂરી તો એ માંડ-માંડ કરી શકી.તેને આજનો દિવસ એક વર્ષ કરતા લાંબો,કામ તો એક વર્ષની બધી ફાઈલોનું એક સાથે કર્યું હોય એવું લાગ્યું.પોતે જાણે કોઈ ગજબની જ ફીલિંગ અનુભવ કરી રહી.
મહેકને બોવ મજા પણ નથી આવતી.
બસ,ઘેર જવાની જ ઉતાવળ છે.