Aakrand ek abhishaap - 10 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | આક્રંદ એક અભિશાપ 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આક્રંદ એક અભિશાપ 10

"આક્રંદ:-એક અભિશાપ"

ભાગ:-10

ફાતિમા અને રેશમા દ્વારા સોનગઢ માં એમનું ઉમળકાભેર સ્વાગત થાય છે.પોતાનાં ખિસ્સામાં રહેલ કોરલ સ્ટોન ની અંદર ધ્રુજારી નું કારણ હસન શોધી કાઢે છે..રેશમા ની અંદર રહેલાં જિન ને કાઢવા માટે એની ઉપર ઝાડફૂંક વિધિ કરે છે જેમાં એ નિષ્ફળ જાય છે..જિન દ્વારા હસન નાં હાથ પર લખવામાં આવેલ આઈના શબ્દ ને ઉકેલી જિન ની મનસા જાણવા હસન એક બીજી વિધિ કરે છે જેનાં અંતે રૂમ નાં ફર્શ પર એક નિશાન ઉભરી આવે છે જે જોઈ હસન બોલે છે ટોઈલેટ સ્પેલ..હવે વાંચો આગળ ની કહાની.

"ટોઈલેટ સ્પેલ" શું છે..? હસન નાં મુખેથી ટોઈલેટ સ્પેલ શબ્દ સાંભળી નૂરે પૂછ્યું.

"આ અહીં જે નિશાની છે એ ટોઈલેટ સ્પેલ ની છે..ટોઈલેટ સ્પેલ દુનિયા નો સૌથી ખતરનાક સ્પેલ છે.પણ અહીં આ સ્પેલ ની નિશાની નું કારણ સમજાતું નથી.."હસન નો ચહેરો અત્યારે એની અંદર ચાલી રહેલાં વિચારો ની ચાડી ખાતો હતો.

આ બધી વાતચીત કરતાં કરતાં નૂર, હસન અને નતાશા એ વિધિ ચાલતી હતી એ રૂમમાંથી બહાર નીકળ્યા..ફાતિમા એમને જોતાં જ એમની નજીક આવી પહોંચી.

"હસન ભાઈ કંઈ ખબર પડી તમને એ જિન વિશે..?"ફાતિમા એ હસન ને ઉદ્દેશીને પૂછ્યું.

"મામી જિન ત્યાં આવ્યો હતો..એ અમારી પાસે જ ઉભો હતો..એનો અવાજ પણ અમે સાંભળ્યો.જ્યારે હસને એ જિન ને એની ઓળખાણ આપવાનું અને એનો મનસૂબો જણાવવાનું કહ્યું ત્યારે એ કાફીર જિન ત્યાંથી ગાયબ થઈ ગયો અને સાથે સાથે રૂમનાં તળિયે એક વિચિત્ર નિશાની બનાવતો ગયો.."હસન ની જગ્યાએ નૂરે ફાતિમા ની વાત નો સવાલ આપ્યો.આ દરમિયાન નૂર હસન ને અડીને ઉભી હતી.

"વિચિત્ર નિશાની..શેની છે એ નિશાની..?" નૂર ની વાત સાંભળી ફાતિમા એ સવાલ કર્યો.

"ટોઈલેટ સ્પેલ..એક એવો સ્પેલ જેને કોઈ સિદ્ધ વ્યક્તિ જ કરી શકે..મને આ સ્પેલ વિશે ઝાઝી જાણકારી નથી પણ શાયદ નામ મુજબ એ ટોઈલેટ સાથે જોડાયેલ હોવો જોઈએ.."હસને ફાતિમા ની વાત સાંભળી કહ્યું.

"હસન ભાઈ પણ ઘરમાં એવું કોઈ ટોઈલેટ જ નથી જ્યાં આવી કોઈ સ્પેલ કે વિધિ થવાની શકયતા હોય..મોટાં ભાગનાં ટોઈલેટ તો અવારનવાર યુઝ થતાં રહે છે..સ્પેલ જોડે જોડાયેલ કોઈ વસ્તુ ક્યારેય ટોઈલેટમાંથી મળી આવી નથી."ફાતિમા એ કહ્યું.

"તો પછી આપણે હવે શું કરીશું..?"નૂર એ ચિંતાતુર સ્વરે કહ્યું.

"હા, યાદ આવ્યું..ઘર નાં બેઝમેન્ટમાં એક ટોઈલેટ છે જેનો વર્ષોથી ઉપયોગ નથી થયો.."કંઈક અચાનક ઝબકારો થયો હોય ફાતિમા એ કહ્યું.

"તો ચાલો જલ્દી બેઝમેન્ટમાં જઈને ચેક કરીએ..નક્કી ત્યાંથી જ કોઈ એવી વસ્તુ મળશે જેનો સંદર્ભ રેશમાની અંદર મોજુદ જિન ને ભગાડવામાં મદદ કરી શકશે.."હસન બોલ્યો..હસન નાં અવાજમાં એક ઉમ્મીદ ની લાગણી સ્પષ્ટ જણાતી હતી.

***

થોડીવારમાં જ એ લોકો ફટાફટ એક લોખંડનો દાદરો ઉતરી ને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ઘરનાં બેઝમેન્ટમાં આવ્યાં.. નીચે આવતાં ની સાથે ફાતિમા એ બેઝમેન્ટનાં એક ખૂણા ની તરફ આંગળી ચીંધી ને કહ્યું.

"ત્યાં ખૂણામાં છે કમબાઈન્ડ ટોઈલેટ અને વોશરૂમ.."

ફાતિમા ની દર્શાવેલી જગ્યા તરફ હસન ઉતાવળાં પગલે આગળ વધ્યો..હસન ની પાછળ પાછળ નૂર અને નતાશા પણ એ તરફ આગળ વધી રહ્યાં હતાં..ઉંમર થઈ ગઈ હોવાથી ફાતિમા એ લોકો જેટલી ગતિમાં તો આગળ નહોતી વધી રહી છતાંપણ એ ધીરે તો ધીરે એ ટોઈલેટ તરફ આગળ વધી તો રહી જ હતી.

હસને ત્યાં જઈને ફટાફટ એ ટોઈલેટ નો ખખડધજ દરવાજો ખોલ્યો..દરવાજો ખોલતાં જ અંદરથી આવી રહેલી બદબુ નાં લીધે હસન બે ડગલાં પાછો પડ્યો..પાછો પડવાનાં લીધે હસન પોતાનાં શરીર પરનું બેલેન્સ ગુમાવી બેઠો અને સીધો નૂર ની સાથે અથડાયો જેથી એ બંને નીચે પડ્યાં.. નૂર ની ઉપર હસન અત્યારે હતો અને બંને નાં વચ્ચે કોઈ અંતર નહોતું..નૂર અને હસન એકબીજા તરફ જોઈ મંદ હસ્યાં અને પછી હસન ધીરેથી ઉભો થયો.

"હસન સર શું થયું..?"નતાશા હસન ની નજીક આવીને બોલી.

"હું all right છું..ચિંતા કરવાની જરૂર નથી..પણ અંદર થી જે બદબુ આવી રહી છે એનાં લીધે હું પાછો પડ્યો.."સપાટ અવાજમાં નતાશા ની વાત નો જવાબ આપતાં હસન બોલ્યો.

"યા અલ્લાહ..આ તો ભયંકર વાસ છે..માથું ફાટી જાય એવી.."ટોઈલેટ ની નજીક આવતાં જ ફાતિમા બેગમે કહ્યું.

"મને લાગે છે અંદર કંઈક તો છે...મારે અંદર જઈને ચેક કરવું પડશે.."હસને કહ્યું.

"સારું પણ સાચવીને જજે.."આત્મીયતા ભર્યા અવાજે નૂર બોલી.

આંખોથી જ મને કંઈ નહીં થાય એવો ઈશારો કરી હસન ટોઈલેટ નો દરવાજો ખોલી નાક પર હાથ રાખી ટોઈલેટ ની અંદર પ્રવેશ્યો.. થોડીવારમાં હસન ચિત્ર વિચિત્ર વસ્તુઓ લઈને બહાર આવ્યો અને એને એ બધી વસ્તુઓ લાવીને બહાર રાખી દીધી.

એ વસ્તુઓમાં એક ઘોડાનું માથું, ધુવડની પાંખ, બકરીની આંખ, બે કાચા સફરજન, એક ડુંગળી અને એક કાગળ હતું જેની પર કંઈક લખેલું હતું..આ બધી વસ્તુઓને જોતાં જ ત્યાં હાજર ત્રણેય મહિલાઓએ પોતાનો ચહેરો બીજી તરફ ઘુમાવી લીધો.

"મતલબ આ બધો ટોઈલેટ સ્પેલ માટેનો સામાન છે..?"નૂરે હસન ઓમર ની તરફ જોઈને પૂછ્યું.

"ના આ ટોઈલેટ સ્પેલ નો સરંજામ નથી..આ તો ફિટર સ્પેલ નો સામાન છે.."એ બધી વિચિત્ર વસ્તુઓ પર આંગળી ચીંધીને હસન બોલ્યો.

"ફિટર સ્પેલ..આ વળી કેવો નવાં પ્રકારનો સ્પેલ છે..?"ફાતિમા બોલી.

હસને અંદરથી મળેલ કાગળ પોતાનાં હાથમાં લીધું અને ફાતિમા બેગમ ને ઉદ્દેશીને કહ્યું.

"હા આ ફિટર સ્પેલ છે..જે ગર્ભવતી મહિલા પર કરવામાં આવે છે..અને આ કાગળ પર લખેલી વાત ને સત્ય માનો તો આ ફિટર સ્પેલ જેની ઉપર કરવામાં આવ્યો હતો એ બીજું કોઈ નહીં પણ તમે છો..જોવો અહીં તમારું નામ લખ્યું છે..'ફાતિમા બિલાલ અહેમદ'.."

"આ સ્પેલ મારી ઉપર કરવાનું કોઈ ઠોસ કારણ..?"આંખો મોટી કરીને આશ્ચર્ય સાથે ફાતિમા એ હસન ને સવાલ કર્યો.

"આ સ્પેલ તમારી ઉપર કરવામાં આવ્યો હશે પણ એની અસર તમારી દીકરી રેશમા ને થઈ હશે..આ સ્પેલ જેની ઉપર કરવામાં આવે એની સંતાન નાં જન્મનાં બીજાં દિવસે જ એનાં પિતાનું મૃત્યુ થાય છે.."હસન બોલ્યો.

"હા રેશમા નાં અબ્બુ નું મૃત્યુ પણ રેશમા નાં જન્મ નાં બીજાં દિવસે જ થઈ ગયું હતું..મૃત્યુનાં થોડાં સમય પહેલાં જ એમની હાલત બિલકુલ ઠીક હતી..પણ ખબર નહીં અચાનક એમને શું થઈ ગયું અને એ અલ્લાહ ને પ્યારા થઈ ગયાં.."હસન ની વાત સાંભળતા જ ફાતિમા એ રેશમા નાં જન્મ સમયે બનેલી ઘટના વિશે જણાવ્યું.

"એક બીજો સવાલ..રેશમા નાં 23 વર્ષ ક્યારે થયાં..?"હસને ફાતિમા ને પૂછ્યું.

હસન નો સવાલ સાંભળી ફાતિમા થોડું વિચારતી હોય એવાં અંદાજમાં પોતાની આંખો બંધ કરી ને મગજ ને જોર આપી રહી..થોડીવારમાં ફાતિમા એ કહ્યું.

"રેશમા અત્યારે ચોવીસ વર્ષ ની થઈ ગઈ છે..એનાં લગ્ન ન ચાર દિવસ પહેલાં જ એ ત્રેવીસ વર્ષ ની થઈ હતી..આફતાબ પણ એની જન્મદિવસ ની ઉજવણી માટે અમારાં ઘરે આવ્યો હતો..પણ રેશમા ની ઉંમર ને આ ફિટર સ્પેલ સાથે શું સંબંધ.?"

"આ સ્પેલ મુજબ રેશમા જ્યારે 23 વર્ષ ની થશે ત્યારે જિન એનાં બદન પર પોતાનો કબજો જમાવી દેશે..જિન દ્વારા રેશમા ને એનાં લગ્ન ન થોડાંક દિવસ પહેલાં જ pussest કરી દેવામાં આવી હતી..અને એટલે જ રેશમા એ પોતાનાં સોહર આફતાબ નું એ જિન નાં ઉકસાવવાથી ખુન કરી દીધું.."હસને કહ્યું.

"આ બધી વાત જાણ્યાં પછી તમે રેશમા ને કઈ રીતે છોડાવી શકશો એ જિન નાં કબજામાંથી.."ફાતિમા ખરેખર આ બધું જાણ્યાં પછી ડરનાં લીધે ધ્રુજી રહી હતી એ એનાં વર્તન પરથી સમજાઈ રહ્યું હતું.

"એતો ખબર નથી કે હું એ જિન થી કઈ રીતે રેશમા ને આઝાદ કરીશ..પણ મને મારી ઈબાદત અને મારાં ખુદા ની તાકાત પર પૂરો વિશ્વાસ છે..એ જિન ને તો હું કોઈપણ રીતે રેશમાનું શરીર મૂકીને જવા મજબુર કરીને જ રહીશ.."આત્મવિશ્વાસ સાથે હસન ઓમર બોલ્યો.

હસન ની વાત પૂર્ણ થતાં ની સાથે એક અટ્ટહાસ્ય બેઝમેન્ટમાં ગુંજી ઉઠ્યું.એ અટ્ટહાસ્ય એ ત્યાં બેઝમેન્ટમાં હાજર દરેક નું ધ્યાન એ તરફ દોર્યું. એ અટ્ટહાસ્ય બીજું કોઈ નહીં પણ રેશમા જ કરી રહી હતી..અત્યારે રેશમા બેઝમેન્ટ ની ઉપર આવેલી લોખંડ ની ડ્રેનેજ પાઈપ પર બેઠી હતી..એનાં હાવભાવ અત્યારે ખતરનાક અને બિહામણા લાગી રહ્યાં હતાં..!

અચાનક એ અટ્ટહાસ્ય અટકી ગયું અને એક અવાજ સંભળાયો..આ અવાજ મિરર વિધિ વખતે જિન દ્વારા બોલાયેલાં અવાજ જેવોજ હતો.આ અવાજ રેશમા નાં બોલવાથી આવી રહ્યો હતો જેનો મતલબ સાફ હતો કે રેશમા ની અંદર મોજુદ જિન હવે જાહેરમાં પોતાની જાતને લાવ્યો હતો.

"એ આદમજાત તું હજુ મારી વાત સમજવા તૈયાર નથી એમજ ને..હું તારી કોઈપણ વાત માનવાનો નથી..હું કોઈ ખુદા ને નથી માનતો.તારું ભલું એમાં જ છે કે આ છોકરીને એનાં હાલ પર મૂકીને અહીંથી ચાલ્યો જા.."જિનની સીધી ધમકી હસન ઓમર ની તરફ હતી.

જિન ની વાત સાંભળીને હસન પોતાનાં મગજ નાં વિચારોની ગતિ ને ખૂબ વેગવંતી બનાવે છે..આ જિન ને હવે જો કાબુમાં નહીં લેવામાં આવે તો એ રેશમા નો જીવ લીધાં વગર નહીં જાય એ સ્પષ્ટ હતું..હસન આ બધું વિચારી રહ્યો હતો ત્યારે રેશમા પાઇપ નો ઉપયોગ કરી નીચે ઉતરી રહી હતી.

"તું એમ નહીં માને એમજ ને..આ આદમજાત તને તારી આજે ઔકાત બતાવશે.."હસને રેશમા ની તરફ જોઈને જોરથી કહ્યું.

ડર નાં લીધે ફાતિમા, નૂર અને નતાશા ડરીને એક ખૂણામાં આવી ગયાં હતાં..એ લોકો હવે હસન શું કરશે એ તરફ પોતાનું ધ્યાન રાખીને ઉભાં હતાં.

"તું મને મારી ઔકાત બતાવીશ એમને..મને તારી આ બાલીશ વાત પર હસવું કે ગુસ્સો કરવો એજ ખબર નથી પડી રહી..?"હસતાં હસતાં બેફિકરાઈથી રેશમા ની અંદર મોજુદ જિન બોલી રહ્યો હતો.

રેશમા અત્યારે હસન ઓમર ની બિલકુલ સામે ઉભી હતી..બંને વચ્ચેનું અંતર માંડ પાંચેક ડગલાં વધ્યું હતું..પણ હસન નાં ચહેરા પર સહેજપણ ડર દેખાઈ નહોતો રહ્યો.. હસન જાણતો હતો કે શૈતાન થી ડરવાનો મતલબ હતો એની શક્તિ માં વધારો કરવો.

"તારી હિંમત હોય તો મને હાથ લગાવીને બતાવ..હું પણ જોવું છું કે તું એટલી હિંમત ધરાવે છે કે પછી ખાલી નામ પૂરતો જિન છે.."હસન પોતાની યોજના મુજબ રેશમા ની અંદર મોજુદ જિન ને ઉશ્કેરી રહ્યો હતો.

હસન ની યોજના સાચી પડી અને રેશમા ની અંદર મોજુદ જિને હસન પર હુમલો કરી દીધો..મતલબ કે રેશમા નાં શરીર નો ઉપયોગ કરી એને હસન ને નુકસાન પહોંચાડવા એને ધક્કો મારવા માટેનો પ્રયત્ન કર્યો..પણ હસન કુનેહપૂર્વક ચાલાકીથી પોતાનાં ખિસ્સામાં રહેલ કોરલ સ્ટોન ને રેશમા નાં કપાળ ની મધ્યમાં રાખી દે છે.

કોરલ સ્ટોન મુકતાં ની સાથે જ રેશમા ની અંદર રહેલ જિન તરફડીયા મારવા લાગે છે..હસન આ સાથે જ ઉંચા અવાજે એ જિન ને આદેશ આપતો હોય એમ કહે છે.

"હું તને ખુદા વતી..આદેશ આપું છું કે તું આ યુવતી નું શરીર મૂકીને ચાલ્યો જા..હું તને જિનો પર રાજ કરતાં કિંગ સોલેમોન નાં નામ પર આદેશ આપું છું કે તું રેશમા ને મૂકી દે..આજે તારી જીંદગી નો છેલ્લો દિવસ છે.."

આટલું કહી હસને ખુદાની ઈબાદત માં બોલાતી આયાતો નું રટણ શરૂ કર્યું..હસન નાં અસમ કરતાં ની સાથે જ રેશમા જમીન થી બે ત્રણ ફૂટ ઊંચે જવા લાગી..પણ હસને પોતાનાં હાથમાં રહેલ પથ્થર ને એનાં કપાળ પરથી દૂર નહોતો કર્યો..રેશમા ની અંદર મોજુદ જિન દયા ની અરજી કરી રહ્યો હતો..પણ હસન અત્યારે એની કોઈ વાત માનવા તૈયાર નહોતો.

આખરે હસને આયાતો પઢવાનું બંધ કર્યું..એમ કરતાં ની સાથે જ રેશમા નો દેહ જમીન પર ઘૂંટણભેર ફસડાઈ પડ્યો..રેશમા એ અચાનક જોરથી ઉલ્ટી કરી જેમાં રક્ત જેવો કાળો પદાર્થ અને માંસ નાં ટુકડા નીકળ્યાં.. આ જોઈ હસન નાં ચહેરા પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું.

હસન નો ચહેરો બધું કહી જતો હતો કે રેશમા ની અંદર હાજર જિન નો ખાત્મો થઈ ચૂક્યો હતો અને હવે એ સંપૂર્ણપણે જિન નાં ઓછાયા થી મુક્ત હતી.

"તમે તમારી દીકરીને હવે રાજીખુશીથી ઉપર લઈ જઈ શકો છો..એ જિન ખતમ થઈ ચૂક્યો છે જે રેશમા નાં બદન ને પોતાની જાગીર સમજી એની અંદર મોજુદ હતો.."હસને ફાતિમા બેગમ તરફ જોઈને કહ્યું.

હસન ની વાત સાંભળી ફાતિમા દોડીને રેશમા ની સમીપ ગયાં અને એને પૂછ્યું.."બેટા રેશમા તને હવે સારું તો છે ને .?"

રેશમા એ પોતાનું ડોકુ હકારમાં હલાવી પોતાની અમ્મી નાં સવાલનો જવાબ આપ્યો..રેશમા ની હાલત માં થયેલો સુધારો જોઈ ફાતિમા ની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યાં..એમને આભારવશ હસન ની તરફ જોઈને કહ્યું.

"શુક્રિયા..તમારી લાખ લાખ મહેરબાની કે તમે મારી દીકરીને બચાવી લીધી..અલ્લાહ તમને લાંબી ઉમર આપે.."

હસને આંખો ઝુકાવી એમનો આભાર સ્વીકાર કર્યો..ત્યારબાદ બેઝમેન્ટનાં ટોઈલેટમાંથી મળેલ દરેક વસ્તુઓનો નાશ કર્યાં બાદ નૂર અને ફાતિમા ટેકો આપી રેશમા ને એનાં રૂમમાં લાવીને સુવડાવી દે છે..નૂર રેશમા ને એક ચાદર ઓઢાડી એને આરામ કરવાનું કહી બહાર નીકળી જાય છે.

નૂર નાં બહાર જતાં ની સાથે રેશમા પોતાની પથારીમાં જ બેઠી થાય છે..અને એનાં ચહેરા પર એક રહસ્યમયી મુસ્કાન ફરી વળે છે..!!

***

વધુ આવતાં અંકે.

નતાશા એ કાગળ પર શું લખ્યું હતું.?? રહમત ગામ નું અચાનક વિરાન થઈ જવાનું કારણ સાચેમાં જિન હતાં..?? નૂરે જોયેલાં એ બકરવાલ ની હકીકત શું હતી...?? 7175 નંબર નું રહસ્ય શું હતું..?? રેશમા ની અંદર હજુપણ જિન મોજુદ હતો તો ત્યાં બેઝમેન્ટમાં હસન નાં કહેવા મુજબ કયો જિન મૃત્યુ પામ્યો..??આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ નોવેલ નો વિષય ખૂબ અલગ છે..પણ સાથે સાથે એટલાં બધાં રહસ્યો અને અજાણી વાતો થી ભરેલો છે કે દરેક ભાગ તમને આવનારાં ભાગની પ્રતીક્ષા કરવા મજબૂર કરી મુકશે.. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

બેકફૂટ પંચ

ડેવિલ: એક શૈતાન

ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:- the mystry

અધૂરી મુલાકાત

~જતીન. આર. પટેલ (શિવાય)