pahele pyar ka nasha aur jindgi ki kadhi hakiqut - 2 in Gujarati Love Stories by Shaimee oza Lafj books and stories PDF | પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત - ભાગ 2

Featured Books
Categories
Share

પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત - ભાગ 2


    પ્રેમ તો ભગવાન સુધી પહોંચવા નો રસ્તો છે,જીવન ની યાદગાર ગરમી માં પણ દિલ ને ઠંડક ની અનૂભતી   કરાવે છે,  દિલ માં રોમ રોમ માં પણ હલચલ રંગીન સપનાં ઓ સજાવી એ છીએ , પ્રેમ  એટલે શુ? કોઈ સમજાવતું જ નથી આ મોટો દોષ છે , પણ,પ્રેમ શબ્દ ને લોકો એ સ્વાર્થી લોકો એ એમાં લોકોનો પણ કાઇ વાંક નથી, કોઈ બાળક ને નાનપણ થી આના વિશે સમજાવવા માં આવે તો, કોઈ બાળક બહાર  જવાબ શોધવા નહીં જાય,ગેરસમજ ને કારણે છોકરા છોકરી ઓનાં ગંભીર પશ્ન બને છે, જેવાં કે, પ્રેમ માં દગો, બેવફાઈ, આત્મ હત્યા જેવાં મુદા ઓ બને નહીં,મનોરંજન એ શું લોકો ની પથારી ફેરવી છે,તમે જુઓ છો,કે જેને કારણે લોકો બહુ સહનશક્તિ હીન,વિશ્વાસપાત્રતા બહુ ઓછી,છૂટાછેડા નું પ્રમાણ વધી રહ્યું છે, ભગવાને કહ્યુ છે, ગીતા, કુરાન માં હે મનુષ્ય જન્મ સમયે,તારો જીવનસાથી નક્કી જ છે તને યોગ્ય સમયે મળી જશે,છોકરાછોકરીઓ સમજી જાય તો  આવા પ્રશ્નો  તો સમાજ માં કયારેય આવા પ્રશ્નો નહી બને. કોઇ બાળક ને બધાં ઘર માંથી જવાબ મળી જશે તો કયાંય નહીં શોધે ,કોઇ માણસ આવું સમજે , કે જેવું છે,જે છે એ મારો છે કે મારી છે, "તુ જેવી છે  જેવો છે જે છે એ મારો છે કે મારી, હુ તને પ્રેમ કરુ છું ને કરતો રહીશ, આને કેહેવાય લગ્ન અથવા પ્રેમ ". જયારે  બધું સારુ હોય ત્યાં સુધી રહે છે,   પછી ન સારુ રહે ત્યારે  રહેતો નથી  પ્રેમ ,પણ અત્યારે તો એવુ થતું નથી ,  અત્યારે જોવો લગ્ન પછી કોઈ જોડે તમે નાદાનભાવે બોલ્યા તો તમારી પર કેટલાય આક્ષેપ ને ઘડીક માં  છુટાછેડા , પ્રેમ નો મતલબ આઝાદી નિયંત્રણ નહીં તમે કોઈને પ્રેમ કરો તો એ ને ખુલ્લી હવા માં ઉડવા દો, એને તમે મળ્યા ની મજબુરી કેમ જતાવો છો આને પ્રેમ  ન કહેવાય આને પ્રેમ ના નામે  શોષણ કહેવાય. આ બીજ લોકો ના મગજ માં  રોપવાનું કામ હિન્દી ને ગુજરાતી ફિલ્મો એ કર્યુંછે , અહીં મનોરંજન યુવાનો ને ખરાબ રવાડે ચડાવી રહ્યું છે,  આને પ્રેમ નામ આપી ને પ્રેમ જેવા પવિત્ર શબ્દ ની હાંસી ન ઉડાવો , તમે કોઈ ને પ્રેમ કરો એની ના નથી પણ તમે તેને પ્રેમ નામ આપી તેની પર કબજો કરો, તેને  જડમૂળ બદલવા પ્રયત્ન કરો લગ્ન કે પ્રેમ એ કોઈ વ્યકિત સુધાર મેળો કે સંસ્થા નથી, તમે કોઈ ને બદલી ને અપનાવો એના કરતાં જેવું છે તેવું અપનાવો તો તમે સાચા પ્રેમી કે પ્રેમીકા ,કે પતિ કે પત્ની કહેવાવો,જે જ્યાં છે જેવું કે જેવો છે, એની જગ્યા એ સારો છે. કે કુદરત નું સર્જન છે, એને એવું શા માટે અહેસાસ કરાવો છો કે તેને તમને પસંદ કરી ને મોટી ભૂલ કરી છે. તેવું એને ન જતાવો,  તેને એવું જતાવો કે આ વ્યક્તિ જેવું મને ક્યારેય નહીં મળે, પ્રેમ પુજનીય છે, પ્રેમ નો મતલબ લગ્ન જ એવું નથી, પ્રેમ એટલે મારો મારા વાચકો પ્રત્યે નો. પણ આપણે ત્યાં તો એવું થાય છે લગ્ન પછી એક્ષ્પારીડેટ 'પ્રેમ અમર છે, પ્રેમ કોઈ દિવસ મરતો જ નથી,શરીર મરે છે, બે આત્મા ઓ વચ્ચે  થાય તે પ્રેમ યા લગ્ન, શરીર સાથે થાય તે આકર્ષણ છે,તે લાબા સમય સુધી ચાલતું નથી.જે બે આત્મા સુધી જે થાય છે,તે પ્રેમ લાંબા સમય સુધી ચાલે છે, મેં કોઈ ભગવાન ના પરિવાર ના લોકો એ ગોઠવેલા લગ્ન તેવું મેં સાંભળ્યું જ નથી ,શંકર- પાર્વતી, ક્રિષ્ના-રુકમણી જોઇ લો, પણ જયારે લોકો મીરા અને મોહન નાં પ્રેમ ને સમજશે ,ત્યારે લોકો સાચા પ્રેમ નો મતલબ સમજશે, પ્રેમ થતો નથી કરવો પડે છે,  જે થાયછે તે  સોદો હોય છે,પ્રેમ નું બીજુ  નામ ત્યાગ છે, જેમનાં પ્રેમ ને લોકો આજ પણ પુજનીય દરજ્જો આપે છે, લગ્ન થઇ જાયને પછી તમારે જો એકબીજા ની પ્રાઇવેટ લાઇફ ને જો ચોડી ને ચીંકણી કરવી પડે, યાતો એક બીજા નો ભૂતકાળ રાગોડવો પડે ત્યાર થી સંબંધ પુરો કરી દેવો. એમાં જ ભલાઈ છે, એ સંબંધ એક વર્ષ થી વધુ આગળ નહીં જાય ને જો જાય તો તે સંબંધ પ્રેમ સંબંધ નહીં ભાર બની જાય છે. જ્યારે ભાર બની જાય છે ત્યારે આંસુ દર્દ અને પીડા રુપે ફુટી આવે છે, આની અસર બાળકો પર ખરાબ પડે છે.

   પ્રેમ એ ઇશ્વર ના જે  તેની વાતો બધા કરે છે પણ જાણે છે,થોડાક  પ્રેમ જેને મળે છે તેને જન્મ ના ચક્કર માંથી મુક્તિ મળે છે, પ્રેમ કરવા નો મોકો મળે તો કરી લેવો, પ્રેમ કરનાર જેવો પવિત્ર માણસ બીજો કોઈ નથી.પ્રેમ  ઇશ્વર થી પણ ઉપર છે,જેને મેળવવા ભગવાને પણ નીચે આવું પડ્યું હતું, પ્રેમ માં જો સ્વાર્થ ભળી જાય તો તે પ્રેમ પ્રેમ રહેતો નથી, તે પ્રેમ સોદો બની જાય છે,અને સોદા માં એક ફાયદો કરે ને એક નુકશાન,ને હિન્દી, ફિલ્મો એ જે પ્રેમ નું પ્રદર્શન કર્યું છે, તે જોઇ ને કોઈ છોકરા છોકરી પ્રેમ કરતાં પણ સાત પેઢી યાદ કરશે,
પ્રેમ કંઈ પાંજરું નથી , પ્રેમ એક આઝાદ પંખી છે, ને જયારે તમે પ્રેમ માં શરતો મુકતાં ને એક બીજા પર શક કરતાં થઈ જીવો ત્યારે, તમાર ત્યારે જ એક બીજા ને ગુડ બાય કહી દેવું, કેમ કે તે સંબંધ એક વર્ષ થી વધાર નહીં ટકી રહે, ખાલી ઝાડ પર લટકેલા સુકા પાન ની જેમ લટકશે,સ્પર્શ કરતા જ ખરી જાય,અને ખાલી નામ માત્ર નાં સંબંધ રહી જાય છે, દુનિયા ને દેખાડવા માટે નાં.

    આવી જ હું વાત કરવા જઈ રહીં છું બે પાત્રો ની તેજસ અને મીરાં ની. 

       તે જયારે પહેલી વાર કોલેજ માં મળ્યાં ત્યારે નકકી ન હતું કે તેઓ એક બીજા ના ગળાડુબ પ્રેમ માં ઉભા રહેશે , પણ કહેવાય છે કુદરત આગળ બધા લાચાર છે, એવુ આ બંનેની સ્ટોરી માં પણ થયું,

     જયારે ક્લાસ માં પરિણામ આવ્યું ત્યારે તેજસ પહેલો આવ્યો, તે સ્માર્ટ , હેન્ડસમ હતો, તે હોશિયાર પણ, ને મીરાં તેની સામે સ્માર્ટ તો હતી, સુંદર પણ ભણવા માં બહું  સામાન્ય હતી . પણ તે ઈતર પ્રવૃતિ ઓ માં હોશિયારતી . તેજસ ને કયારે પણ તેની હોશિયારી પર અભિમાન હતું નહીં, પણ કહેવાય છે જે કુદરત જયાં લેણદેણ પુરી કરવા મોકલે છે,ત્યાં જયે જ છુટકો.પણ મીરાં ને બે એકવાર મળ્યાં પણ કોઈ પ્રોગ્રામ નાં બહાને ત્યારે બે ત્યારે મીરાં ને તે બંને હીર અને રાઝાં પર ડ્રામા કરવાનો હતો , તે બંને પ્રેકટિસ કરતાં હતાં,
એ બંને ને જોઈને જોઇ ને લોકો કહેતા કે આ જ પરફેટ જોડી છે, તેમના ડ્રામા થી બધા ભાવુક થઈ ગયાં,    જયારે  પહેલી વાર મળ્યા ત્યારે આંખો જ મળી હતી જયારે બીજી વાર મળ્યા  ત્યારે દિલ. ત્યારે પહેલી વાર  એકબીજા સાથે જ વાત કરી હતી,બંને ડ્રામા ના બહાને મિત્ર બન્યાં , પછી ધીરે ધીરે નજીક  આવ્યાં બંને એક બીજા ના મન ની વાત ખોલી ને કહી બંને પ્રેમ નો એકરાર કરી દીધો, બંને પછી પ્રોજેક્ટ ના કામે મળતાં પછી,  કોઈ   મિત્ર ની પાર્ટી ના બહેનો કોઈ તો કોઈ પ્રવાસ ના બહાને, પણ કહેવાય છે, હોની ને કોઈ ટાળી શકતું નથી.એક દિવસ કોઈ એ મીરાં ના ઘર માં વાત કરી ત્યાર થી બે પ્રેમીઓ ની પથારી ફરી પછી,મીરાં ના ઘર માં ખબર પડી તો તેની ધુલાઈ કરી પછી કોલેજ માં જાય તો કોઈક સાથે હોય, ને એનાં મા બાપ ને સમાચાર આપે ,તો પણ તેમને મળવા નું બંધ ન કર્યું,તો  તેની  કેવલ નામનાં છોકરા સાથે સગાઈ જબરજસ્તી કરી ,ગમે કે ન ગમે, તેજસે કહ્યું કે કાંઈ વાધો નહીં "આપણે સારા મિત્ર બની ને રહેશું" પણ મીરાં નું મન નહતું માનતું , પણ ઘરનાં એ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી બહાર નીકળવા નું બંધ કરાવ્યું , મીરા તેજસ ને ન મળે તેનો પુરેપુરો બંદોબસ્ત કર્યો,  બધી જ રસમો પતી ગઇ,મીરાં નાં લગ્ન જબરજસ્તી કરાઇ નાખ્યા, તેનાં ફેમીલીવાળા હવે નિરાંત ની શ્વાસ લેતાં હતાં, પણ મીરાંબહુ દુખી હતી,પણ મીરાં નું મન એના થનાર પતિ ને અપનાવવા તૈયાર ન હતું, જ્યારે તે તેના થનાર કેવલ ને  પતિ માનવા જ તૈયાર હતી નહીં, 

આગળ નાં અંકે જોઈશું કે મીરાં તેજસ ને ભુલી ને કેવલ ને અપનાવ્યો કે નહીં ભાગ 3 માં જોઈ શું....

પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત ભાગ 3 માં જોઈશું.....


"આ સ્ટોરી મારી સ્પેશિયલ  છોકરા છોકરી ઓ માટે છે, પ્રેમ કરવો જ તમારા હાથ માં છે, પણ પ્રેમી પાત્ર  આપવું ન આપવું ભગવાન નાં હાથ માં છે,તમે જે પરિસ્થિતિ છે તેને ખુશી થી સ્વીકારી લો, જે થાય તે સારા માટે,તે સમજી જશો, તો તમને દુનિયા જીવવા જેવી લાગશે,"

Writen by -  shaimee Prajapati