Kayo Love - 48 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ? ભાગ : ૪૮

Featured Books
Categories
Share

કયો લવ ? ભાગ : ૪૮

કયો લવ ?

ભાગ (૪૮ )

તે ધ્યાનથી વિચારવા લાગી. મનોમન એણે સતત એક જ્ઞાત થતું રહેતું કે તેનો પિરીયડ પણ લાસ્ટ મન્થ થયો ન હતો. તેમ જ આ મન્થની પણ ડેઈટ ચાલી ગઈ હતી. એણે અનુમાન લગાડી દીધું અને દ્રઢથી બડબડી, “ ઓહ્હ નો !! હું પ્રેગનન્ટ....”

“ઓહ્હ .....!! આ બધું જ મને પહેલા વિચારવા જોઈતું હતું. પરંતુ હું વિચારી કેમ ના શકી ત્યારે...? કેમ વિચારી ના શકી ત્યારે...!!” પ્રિયા પોતાને જ સવાલો પૂછીને પોતાના દિમાગ પર ભાર આપતી હતી કે તે રાત્રે શું થયું હતું?

સવારથી ઉઠી ત્યારથી જ એનું મન બેચેન બની અનેકો વિચારોથી ઘેરાઈ રહ્યું. પરંતુ પ્રિયા જરા પણ વિલંબ કરવાં વગર પહેલા માર્કેટમાંથી પ્રેગનેન્સી ટેસ્ટ કીટ લઈને આવી. એ નર્વસ હતી. એના દિલની ધડકન અને દિમાગના વિચારો પણ તેજ ચાલી રહ્યાં હતા. આખરે બાથરૂમમાં જઈને ટેસ્ટ કરી જ લીધું. ફર્સ્ટ ટેસ્ટ જોતાં જ પ્રિયાના હાથમાં રહેલી કીટ અને હાથ ધ્રુજવા લાગ્યો. “ ઓહ્હ નો, શું કરી દીધું મેં.......!!” એણે ટેસ્ટ કરેલી કીટને આંખ ફાડીને જોઈ..રિઝલ્ટ પોસિટીવ.

પ્રિયા ત્વરાથી પોતાના બેડરૂમમાં આવી. રુદ્રને ફોન લગાડ્યો, “ રુદ્ર !! મને ખુબ જ અગત્યની વાત કરવી છે. પ્લીઝ આજે મળશો.”

“ઓહ્હ માય હાર્ટ, મેં તો તને કીધું તું ને કે બે દિવસ પછી જ હવે મળીશું. હું કામથી બહાર છું.” રૂદ્રે ખુબ જ પ્યારથી કહ્યું.

“ઓહ્હ રુદ્ર તું જરા સમજ. મને વાત કરવી છે હમણાં. જસ્ટ નાઉ.” પ્રિયા અકળાઈને ચિલ્લાવીને કહ્યું.

પ્રિયાનું જોરથી બરાડવાનું રુદ્ર સમજી ના શક્યો પરંતુ એ શાંત સ્વભાવનો હતો. એણે શાંતિથી કહ્યું, “ બેબી, તમે ગુસ્સે ના થાવ. હું હમણાં કેવી રીતે આવી શકું ? હવે આપણે બંને એક થવાના જ છે. તમે મને અત્યારે ફોન પર જ જણાવી દો ને પ્લીઝ.”

“ના એ ફોન પર શક્ય નથી. તમે આવશો એટલે...” પ્રિયાએ ફરી અકળાઈને કહ્યું.

“કુલ..!! પ્રિયા,આઈ લવ યુ..!!” રૂદ્રે કહ્યું અને પ્રિયાએ સામે જવાબ આપવાં વગર જ ફોન કટ કર્યો.

પ્રિયાને જરા પણ સમજણ પડતી ન હતી. શું કરવું અને શું ના કરવું..!! “મોમ ને ફોન કરીને જણાવું કે પછી રોઝ ભાભી ને ફોન પર..ના એમને ડિસ્ટર્બ નથી કરવું. એમ પણ તેઓ બે દિવસ પછી તો આવી જ રહ્યાં છે.”

પ્રિયાનું મન વિચિત્ર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેનું મન ફરી તેણે જ કોસવા લાગ્યું, “ પ્રિયા આ બધી જ બાબત તો પહેલા તને રુદ્રને જણાવવી જોઈએ. પછી બીજાને...”

વારે વારે તે હજુ સુધી હાથમાં પકડી રાખેલી પોસિટીવ ભરી કીટને જ જોઈ રહી હતી. વિચારો કરી કરીને એનું માથું ભમવા લાગ્યું. ઘણો બધો વિચાર કરીને એણે સોનીને ફોન કરીને પોતાનાં ઘરે બોલાવી લીધી.

પાંચ મિનીટ બાદ સોની આવી પહોંચી. “શું થયું? એન્ગેજમેન્ટ માટેની તો બધી શોપિંગ થઈ ગઈ ને..!!”

પ્રિયાએ એક પણ શબ્દ બોલ્યો નહીં. પરંતુ હાથમાં પકડી રાખેલી કીટને સોની સામે ધરી. સોનીની નજર કીટ પર ગઈ. એક સેકેંડ માટે તો તેણે પ્રિયા ભણી પ્રશ્નાર્થ નજરે જોયું. બીજી જ સેકેંડે પલકવારમાં સમજતા વાર ના લાગ્યું. એણે એ જોતાં જ પ્રિયાને આંખના ઈશારાથી પૂછ્યું, “ તું....!!” પ્રિયાએ આંખના પલકારાથી જ જવાબ આપ્યો. “ હમ્મ..!!” એટલું ખબર પડતા જ સોનીથી ખડખડાટ હસી પડાયું. પ્રિયાએ એણે હસવા દીધી. પ્રિયાનું સિરીયસ મોઢું જોતાં તેણે પૂછ્યું, “ ક્યારે ? આ બધું?”

“જયારે તું પણ આદિત્ય સાજે મજા મારવા ગયેલી ત્યારે..!!” પ્રિયાએ અકળાઈને કહ્યું.

“હા, એ વાત તો સાચ્ચી જ છે. મારું ફર્સ્ટ ટાઈમ હતું. અને પ્રોટેક્શન સાથે.” સોનીએ થોડું શરમાઈને કહ્યું.

“મારું પણ ફર્સ્ટ ટાઈમ થઈ ગયું. અગર તું તે રાત્રે મારી સાથે હોત તો એવું નાં બનત સોની..!!” પ્રિયાએ તે રાતનો ગુસ્સો આજે ઠાલવ્યો સોની પર.

“પ્રિયા, તે વગર પ્રોટેક્શને..!!” સોનીએ પૂછી પાડ્યું.

“એનું ભાન મને હોત તો આજે આ દિવસ..!!” પ્રિયાએ નારાજ થતાં કહ્યું.

“પ્રિયા એમાં નારાજ શું થાય છે. રૂદ્રે શું કીધું..?”

“એ કામનાં સિલસિલામાં બહાર છે. બે દિવસ પછી મળવાનો છે. રૂબરૂ મળશે એટલે કહીશ..!!” પ્રિયાએ જણાવ્યું.

“પ્રિયા પહેલા તું સારા ગાયનોકોલોજિસ્ટ પાસે જઈ ચેક અપ કરી કન્ફર્મ કર.” સોનીએ સલાહ આપી.

“મને પૂરો વિશ્વાસ છે કે હું પ્રેગનન્ટ છું.” પ્રિયાએ વિશ્વાસથી કહ્યું પરંતુ તેનું અજ્ઞાત મન જાણે કોઈ મોટી દુર્ઘટના થવાની હોય તેમ સંકેત આપતું હતું.

“સોની આપણે સાંજે જ જઈને આવીએ તો ગાયનોકોલોજિસ્ટ પાસે. ડૉ. સેજલ જોશી. આપણાને બંનેને સારી રીતે ઓળખે પણ છે.” પ્રિયાએ આતુરતાથી કહ્યું.

“પ્રિયા, પણ તું રુદ્ર સાથે જ જજે ને ..!!” સોનીએ પ્રિયાને શાંત સ્વરે કહ્યું.

“રુદ્ર બે દિવસ પછી મળવાનો જ છે. પણ હું ત્યાં સુધી ના રોકાઈ શકું..” એટલું કહેતા જ પ્રિયાને ઊબકા આવવાના હોય તેવું થવા લાગ્યું. તે બાથરૂમ તરફ દોડી. સોની પણ સાથે જ ગઈ અને ત્યાં જ કહ્યું, “ ઠીક છે હું સાંજનું અપોઈન્ટમેન્ટ લઈ લઉં છું.”

પ્રિયા ફ્રેશ થઈને ફરી બેડરૂમમાં આવી. સોનીએ કહ્યું, “ પ્રિયા એટલીસ્ટ તારા મોમ ને તો કહે.”

“કહીશ જ ને. પણ પહેલા કન્ફર્મ થવા દે. તેઓ બધા જ ગોવા ગયેલા છે રોઝ ભાભીને ત્યાં. આવતીકાલે આવશે.” પ્રિયાએ કહ્યું. પરંતુ હવે એ અનેકો દુવિધાથી પીડાવા લાગી.

****

સાંજે ગાયનોકોલોજીસ્ટ પાસે જતા જ બધું જ કન્ફર્મ થઈ ગયું હતું. ચેકઅપ કરતાં જ ખબર પડી ગઈ કે પ્રિયા પ્રેગ્નન્ટ છે. પ્રિયાને બીજા બધા ટેસ્ટ કરાવા માટે કહ્યું અને જરૂરી દવા પણ અપાઈ.

સાંજે જયારે તે મેટરનિટી હોસ્પિટલમાંથી ચેક અપ કરીને સોની સાથે આવી ત્યારે ઘરમાં પ્રવેશતા જ તેણે અજીબ પ્રકારની વાસ આવવાં લાગી. તેના માટે તે વાસ લેવો અશક્ય બની ગયો. એણે ફરી ઊબકા આવવાનું હોય તેવું લાગ્યું. સોનીને પરફ્યુમનાં ભારે મધમધતા સુંગંધ પરથી ખબર પડી ગઈ કે ઘરમાં અત્યારે કોણ આવ્યું છે. “હાય વિનીત !! ક્યારે આવ્યો?” સોનીએ પૂછ્યું.

તે જ સમયે પ્રિયાનાં ઘરની કામવાળી બાઈએ વિનીતને કોલ્ડ્રીંક આપ્યું અને તે કિચન તરફ વળી.

“જસ્ટ હમણાં જ આવ્યો.” વિનીતે કહ્યું

“લગ્નનો કાર્ડ આપવાં આવ્યો કે શું?” સોનીએ હળવી મજાક કરી.

“ના રે બસ આમ જ. અહીંયાથી જતો હતો તો મને એમ કે તને અને પ્રિયાને મળતો જાઉં.” સોફા પર બેઠેલો વિનીત સ્વસ્થતાથી કહી રહ્યો હતો.

પ્રિયાને આવતી જોતાં જ તે ઊભો થયો અને પ્રિયાની નજદીક ગયો, “ પ્રિયા મારે તને ખુબ જ અગત્યની વાત કહેવી છે. પ્લીઝ તું ઘણી વાર મને ઇગ્નોર કરી લીધો છે.”

નજદીક આવેલો વિનીતને જોઈને ખાસ કરીને એના પરફ્યુમના વાસને એ સહન કરી ના શકી. અને તે જ પળે વિનીતના છાતીને બંને હાથેથી ધક્કો મારતા ગુસ્સાથી કહ્યું, “ દૂર હઠ મારાથી.” તે સાથે જ વિનીત સોફામાં જઈને પડયો. સોનીએ બધું સંભાળી લેતાં કહ્યું, “ વિનીત પ્લીઝ, આપણે પછી મળીશું. પ્રિયાની તબિયત આજે સારી નથી.” વિનીતે જોયું અને અહેસાસ પણ કરી લીધો કે પ્રિયાનું મૂડ જબરજસ્તનું બગડેલું હતું. તે ત્યાંથી મૂંગા મોઢે જતો રહ્યો.

વિનીત જતાની સાથે જ એનાથી ડૂસકું ભરાઈ ગયું. સોનીએ એણે સાંત્વના આપી બેડરૂમમાં લઈ ગઈ અને કહ્યું, “પ્રિયા તું પ્રેગનન્ટ છે. હોર્મોન્સના ચેન્જીસના કારણે આવું થતું રહેશે.”

“મારાથી પરફ્યુમનો સુંગંધ પણ સહન નથી થઈ રહ્યો યાર.” એટલું કહી પ્રિયાથી ફરી રડી પડાયું.

“એવું થાય યાર..!!” સોનીને પોતાને અત્યારે સમજ પડી રહ્યું ન હતું કે પ્રિયાને કેવી રીતે સંભાળવી. પરંતુ તે પોતાની બેસ્ટ યારાને સાંત્વના આપતી જતી હતી.

“સોની તું આજે મારી પાસે જ રહેજે. મને એકલું એકલું લાગે છે યાર. મોમ પણ આવતીકાલે આવાનાં છે અને રુદ્ર...!!” એટલું કહીને પ્રિયા ફરી રડી પડી.

“અરે યાર હા. એમાં કહેવાની શું વાત છે. અને આ ગૂડન્યુઝથી તો તને ખૂશ રહેવું જોઈએ. એના બદલે તું રડી કેમ રહી છે ?” સોનીએ પૂછ્યું.

“સોની તું મારા મન ને આ સમયે જરા પણ સમજી શકતી નથી. હું લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઈ ગઈ છું. કરિયર વિષે તો વિચારેલું જ નથી. પણ આમ બેબી માટેનો પણ કોઈ પ્લાન નથી બનાવેલો.” પ્રિયાએ સમજાવીને કહ્યું અને સોનીથી હસી પડાયું, “ પ્રિયા તે કરિયર વિષે હજું કંઈ વિચાર્યું નથી બરાબર. અને બેબી વિષે પણ કોઈ પ્લાન નથી કર્યો રાઈટ ? તો સમજ બેબી, પ્લાન વગર મળી ગયું. અને કરિયર પણ પ્લાન વગર જ મળી રહેશે.”

“સોની કરિયર બનાવવું અને અણધારી રીતે પ્રેગનન્ટ થવું બન્ને અલગ વાત છે.” પ્રિયાએ કહ્યું. અને તે થોડી વાર માટે બીજું પણ કહેતા અટકી પરંતુ તે ફરી વિચારોમાં ડૂબી ગઈ.

“પ્રિયા વિચારવાનું છોડી દે.” સોનીએ વિચારોમાં ડૂબેલી પ્રિયાને કહ્યું.

“સોની સાચું કહું તને, ખરેખરમાં મને તે રાત્રે શું બની ગયેલું એ યાદ જ નથી આવતું.” પ્રિયાએ તાણમાં કહ્યું.

“એટલે...??” સોનીએ વિસ્મયતાથી પૂછ્યું.

“એટલેલેલેલે....” પ્રિયા પણ સોનીના પ્રશ્નથી વધુ ગૂંચવાઈ.

“એટલે એમ કે રુદ્ર સાથે કોઈ નશો તો નથી કરેલો ને..તને યાદ જ નથી એટલે તું કોઈ નશામાં....” કન્ફ્યુઝ્ડ પ્રિયાની હેલ્પ કરતી સોની એણે જાણે થોડુંક યાદ આવે એવાં પ્રયત્નથી કહ્યું.

“નશો...!!” પ્રિયાએ પોતાનાં દિમાગ પર ભાર આપતા કહ્યું. એ વધુ ગાઢ વિચારોમાં ધખેલાઈ ગઈ.

“યાદ તો કર..!!” સોનીએ ભાર આપીને કહ્યું.

“સોની, એક મિનીટ. તું થોડી મારી હેલ્પ કર. રુદ્ર મને જલાવા માટે બીજી છોકરી સાથે ફરી રહ્યો હતો પબમાં ત્યારે હું નારાજ થઈને ઉપર કમરામાં ગઈ. એના પછી નીલ સર મને મળવા આવેલા. અને એના પછી રુદ્ર મને મળવા આવેલો અને જતો રહ્યો. પછી પાછો એ કમરામાં તરત જ આવેલો...”

“પ્રિયા, નહીં. એ મનાવા તને આવ્યો હતો પરંતુ તરત જ પાછો નીચે આવ્યો હતો. અમને કહ્યું કે આદિત્યની ફ્રેન્ડને છોડીને આવું. પછી અમે ચારેય હોટેલની બહાર નીકળી ગયા હતાં. ત્યાંથી અમે તને કેટલા બધા ફોન કર્યા કે તું પણ અમારી સાથે બહાર ફરવા માટે આવ. પરંતુ અમને એમ લાગ્યું કે તું સખત નારાજ છે એટલે કોઈના ફોન નથી ઉપાડતી. આદિત્યની ફ્રેન્ડને મુકીને આવ્યા બાદ ફરી તને મળવા આવેલો હશે રુદ્ર નહીં ?” સોનીએ ચોખવટ કરતા પ્રશ્ન પૂછ્યો.

“રુદ્ર તો દસ પંદર મિનીટમાં મારી પાસે ફરી આવ્યો હતો.” પ્રિયાએ વિશ્વાસથી કહ્યું.

“ઓહ્હ પ્રિયા તારી કોઈ ગેરસમજ થઈ રહી છે. આદિત્યની ફ્રેન્ડને છોડીને જતાં આવતાં જ એણે એક કલાક તો લાગ્યો જ હશે. તું રુદ્રને જ પૂછી લેને એ કેટલા વાગ્યે આવ્યો હતો.” સોનીએ કહ્યું.

સોનીના જવાબે પ્રિયાને વિચારતી કરી મૂકી.

“સોની મારા ગયા પછી નીચે પબમાં શું થયું હતું એ મને કહે એટલે મને સમજણ પડે.” પ્રિયાએ ઝીણી આંખોને ચિંતામાં જ વધુ ઝીણી કરતાં પૂછ્યું.

“પ્રિયા, તારા ગયા પછી થોડી જ મિનિટોમાં રુદ્ર તને મનાવા માટે ઉપર ગયો.” સોનીએ કહ્યું.

“હા, એ બધું ખબર. એના પછી..?” પ્રિયાએ પૂછ્યું.

“એના પછી શું. નીલ સર બેગ લઈને નીચે આવેલા. અમને મળીને જતા જ હતાં પરંતુ એમણે કશુંક યાદ આવતાં તેઓ ફરી ઉપર ગયેલા.” સોનીએ કહ્યું.

“એટલે એમ કે રુદ્ર નીચે આવ્યો. એના પછી નીલ સર નીચે આવ્યાં.”પ્રિયાએ પૂછ્યું.

“પ્રિયા તને આખી વાત માંડીને કરું છું.” પ્રિયાનો ચિંતાગ્રસ્ત ચહેરો નિહાળતાં એણે હેલ્પ મળે એ ઈરાદાથી આખી વિગત સોની કહેવાં લાગી.

“પ્રિયા, તને મનાવા માટે રુદ્ર ઉપર ગયો હતો. એના પછી નીલ સરને બેગ લઈને અમે નીચે આવતાં જોયો હતો. ત્યાં જ નીચે કુલદીપ વધારે જ દારૂ ઢીંચીને ગાળી ને બબડાટ ચાલુ કરી દીધો હતો. તેણે મુકવા માટે આદિત્ય અને રોનક ગયેલા પરંતુ આદિત્ય એણે લિફ્ટ સુધી છોડીને પાછો આવી ગયો હતો. ત્યાં જ રુદ્ર પણ લિફ્ટમાંથી નીકળ્યો.”

“આખું ગ્રૂપ નીચે જ હતું ત્યારે..?” પ્રિયાએ પ્રશ્ન પૂછ્યો.

“હા, કાયા, અક્ષય, કોમલ, વિનીત બધા જ હતાં.” સોનીએ કહ્યું.

“હમ્મ.” પ્રિયાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું.

“પ્રિયા તું થોડો આરામ કર યાર. ટેન્સમાં જીવીને શું કરવાની ?” સોનીએ પ્રિયાનો ઉદાસ ચહેરો જોતા કહ્યું.

“ઓહ્હ સોની તું મારી હાલત જરા સમજ. રુદ્ર મારી પાસે આવેલો એના પછી મને જરા પણ યાદ નથી કે શું બન્યું એ..!! મારામાં એટલી તો અક્કલ છે કે હું વગર પ્રોટેક્શને તો સેક્સ માણું જ નહીં. જ્યાં કોઈ બેબી માટેનો પ્લાન જ ન બન્યો હોય ત્યારે..!!” પ્રિયા અકળાઈને બોલી.

“પ્રિયા જવાનીનો જોશ અને હોશમાં એવું બનતું હોય છે. હવે જે થઈ ગયું એના માટે શું કામ એટલી ચિંતિત થઈને વર્તમાનનાં સુખ પરથી નજર હટાવી રહી છે?” સોનીએ શાંતિથી સમજાવ્યું.

“તને આ મારું અચાનક પ્રેગનન્ટ થવું એ સુખ લાગે છે?” પ્રિયા દલીલ કરતી જતી હતી. સોની પ્રિયાને બરાબર રીતે સમજતી હતી. પરંતુ અત્યારે રુદ્ર, ના આવે ત્યાં સુધી શાંતિથી સમજાવવું જ ઠીક લાગતું હતું.

પ્રિયા અચાનક જ સોનીને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સોનીથી પ્રિયાની બેચેની અને દુઃખીપણું જોવાતું ન હતું. સોનીએ એણે રડવા દીધી. સોનીને પોતાને સમજ પડતું ન હતું કે પ્રિયાને કેવી રીતે અને શું હેલ્પ કરું જેથી કરીને તે શાંત થાય. થોડી મિનિટો બાદ પ્રિયાના મનને સધિયારો મળે એ માટે ફરી એજ વાત એણે ધોહરાવી કે રુદ્ર એણે મળવા ગયેલો ને ફરી પાછો ફર્યો..કુલદીપને ઉપર છોડવા રોનક ગયેલો....આદિત્ય...નીલ સર..વિનીતને સડન્લી કંઈક યાદ આવતા તે પણ ઉપર ગયેલો.” સોનીએ યાદ કરતાં કહ્યું.

પ્રિયા ધ્યાનથી બધું જ સાંભળી રહી હતી. તે સોનીના કથનનું દિમાગમાં ઘટના ક્રમાંકે ગોઠવી યાદ કરવાની કોશિશ કરી રહી હતી.

“પ્રિયા તું થોડી વાર આરામ કરી લે. જમી લે. હું ઘરે જઈને આવું છું પાછી ઊંઘવા માટે. પછી આખી રાત ગપ્પા મારીશું.” સોનીએ કહ્યું. બંને જણા હોલમાં આવ્યા. અત્યાર સુધી પણ આવી રહેલા વિનીતના પરફ્યુમની સ્ટ્રોંગ મધમધતી સુવાસ આખા હોલ માં એવી જ પસરેલી હતી. સોનીએ નાકથી ઊંડો શ્વાસ લેતા મજાક કરતી ગઈ, “ પ્રિયા, આ છોકરો કેટલી બધી છોકરીઓને પટાવી રાખી હશે આવા સ્ટ્રોંગ પરફ્યુમથી...!!” એટલું કહી સોની લોકવાળા દરવાજાને બંધ કરતી ગઈ. બંધ થયેલા દરવાજાનો જોરથી અવાજ આવ્યો, “ ધડામ..!!”

તે સાથે જ પ્રિયાના દિમાગમાં કોઈ ચમકારો થયો હોય તેમ તે થોડી સ્તબ્ધ થઈ ગઈ. આખા હોલમાં કાવરી બાવરી થઈને તે પરફ્યુમનો સુંગંધ જે અત્યારે એના માટે ન લેવાય એવી વાસ સાબિત થતી હતી. તે વાસને નાકમાં લેતા તે ચારેતરફ ફરી વળી. તે સાથે જ સોનીના એક એક કથનને ઝડપથી દિમાગમાં ગોઠવીને યાદ કરતી રહી. યાદ કરતાં જ એનું મન મક્કમ થઈ ગયું. એના દિલો દિમાગ સાથે એ જાણે સહમત થઈ હોય તેમ મિશ્રિત લાગણી સાથે હડબડીમાં જ સામે ટેબલ પર રાખેલી સ્કૂટીની ચાવી લઈને ધડામ દઈને દરવાજો બંધ કરતી ઉતાવળે દાદરા ઉતરવા લાગી.. અત્યારે પ્રિયા એ પણ ભૂલી ગઈ હતી કે પોતે પ્રેગનન્ટ છે...!!

દરવાજાનો ફરી ધડામ અવાજ આવતા જ કિચનમાં કામ કરી રહેલી બાઈ ઉતાવળે બહાર આવ્યા. એણે જોયું કે પ્રિયા ઘરમાં નથી. એ વિચારવા લાગી, “ ક્યાં ગઈ હશે પ્રિયા આટલી રાત્રે...!”

****

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં.... “ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

(ક્રમશઃ..)