"મારા વ્હાલા ને મારી કલમે કરેલો નાદ(ભાગ-૧)"
જીવન મા મેં અનેક સંઘર્ષ કર્યા ,
તોય સફળતા ન મળી મારા વ્હાલા.
આગળ દોડ્યો છતાં પાછળ દોડ્યો,
તો પણ રતી શ્રણ ભર પ્રકાશ ની ચપટી હાથ ન આવી.
સમય ની પહેલા ગયો. સમય ની સાથે ચાલ્યો,
છતાં સફળતા ની ગતિ મારી સાથે ન આવી.
ડાકે ઘુળિયો. મંનત રાખી .અંધશ્રદ્ધા એ માથું ઝુકાવીયું,
તો પણ સફળતા હાથ ન આવી મારા વહાલા.
ભાગ્ય ને માન્યું.નસીબ નું ખોળિયું. લકીર ને માથે રાખી,
આ બધા ખોટા શબ્દો નકામા થઈ ને વહી ગયા.
સેવા આપી.ચાકરી ઘડી.ભક્તિ એ બંધાયો.ભાવ થી લડ્યો,
તોય જીવનના આગળ ના દરવાજા ખુલિયા નહિ.
પુરાણ માં ડૂબ્યો.છંદ માં તરિયો. દુહા: માં નીકળ્યો,
ગ્રથો ને બાંધિયા.વ્યાકરણ માં ઘડાયો. એક સુર હાથ આવિયો.
આવેલા સુર ને "લય"સાથે જોડીયો,
તેમાંથી "નાદ" નો અવાજ આવિયો મારા વ્હાલા. આવેલો "નાદ" જીવડાં(આત્મા)સાથે જોડાઈ ગયો.
આવેલી સફળતા "મારા નામની કલમે"બંધાણી. મારી કલમે "એકાંત વિહોણા"રચના કરી,
તેજ"એકાંત વિહોણા"નવા માર્ગ નું સર્જન કરીયું.
"મને જીવન નો સફળ થવાનો માર્ગ મળી ગયો મારા વ્હાલા"
"એકાંત એજ આત્મા નો નાદ.નાદ એજ મારો વ્હાલો"
મારા વ્હાલા એ ડમરું ઉઠાવીયું,
તેમાંથી નિકળિયો "સુર નો નાદ".
નાદ વાગતાજ ભૂતડા ભેગા થયા,
પશુ અને સર્પ નાચવા લાગ્યા.
તેત્રીસ કરોડ દેવી-દેવતા દોડતા આવ્યા,
મહાપરમેશ્વર ની ઝાંખી ની વંદના કરી.
મહાઆદ્ય શક્તિ નૃત્ય કરવા લાગ્યા,
તેના નૃત્ય થી સહસ્ત્ર બ્રહ્માંડ ઝૂલવા લાગ્યા.
મહાપરમેશ્વર ના ડમરુ માંથી નીકળતો સુર,
રામ રામ રામ બોલી ને ગુંજી ઉઠીયો.
"જીવન નો સફળતાનો નાદ સુર નો મંત્ર રામ છે.
સંગીત વિદ્યા નો છેલ્લો સુર "રામ"છે.
હૈ મહેશ્વર તારા ડમરું માંથી નીકળતો નાદ,
તે સુર ઝાંખી મારા જીવન માં ઉતરવા લાગી.વ્હાલા
"મારા વ્હાલા શિવ તમે બતાયેલા માર્ગ મૃત્યુ સુધી ઋણી છું"
રચેયતા-પાર્થ દુધાત...