Manasvi - 7 in Gujarati Fiction Stories by Well Wisher Women books and stories PDF | મનસ્વી - ૭

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મનસ્વી - ૭

મનસ્વી -

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

અંકુશ ધમકીઓ આપીને ચાલ્યો ગયો. પછી સાગરના મનમાં સતત વિચાર ચાલતો હતો કે અંકુશની વાત મનસ્વીને કરવી કે નહીં ? અંકુશે આજ બહુ ખરાબ રીતે સાગરને અપમાનિત કર્યો હતો. સાગરને થયું કે જો વાત હું મનસ્વીને કરીશ તો બહુ દુઃખી થશે અને હજુ સ્તુતિને પણ સારું નથી થયું અને વળી એક વધુ ચિંતા મનસ્વી કરે સાગરને મંજુર નહોતું. મનસ્વીને દુઃખી જોવા માગતો હતો.

અંકુશની એક વાત સાગરને મનમાં બહુ ખટકી કે સ્તુતિનો કાયદેસરનો પિતા છે અને મનસ્વી પણ એને સ્તુતિને મળતાં રોકી શકે. સાગર સાથેના ઝગડામાં સ્તુતિ પોતાની દીકરી છે એવું કેટલી વાર બોલી ગયો. અંકુશે સાગરને ધમકીભર્યા શબ્દોમાં કહ્યું, સમય આવશે ત્યારે હું તને જોઈ લઈશ, મનસ્વીને જેટલી મદદ કરવી હોય એટલી તું કરી લે...આવું બોલી જતો રહ્યો હતો.

સાગરના મનમાં અનેક વિચારો ચાલતા હતા.એણે નક્કી કરી લીધું. હમણાં કોઈ વાત મનસ્વીને કરવી નથી કેમ કે મનસ્વી કે સ્તુતિને ટેન્શન આપવુ નથી બસ,

નીચે પાર્કિંગમાંથી મનસ્વીનો ફોન આવ્યો. નીચે જવા નીકળ્યો. લીફ્ટમાંથી નીકળતાં મનસ્વી દેખાઈ. ચાલી આવતી હતી. દરવાજે બેઠેલો ચોકીદાર મનસ્વીને જોઈ રહ્યો હતો. સાગર સામેથી આવ્યો મનસ્વી સાગરને જોઈ રહી. બસ એમ હસતે ચહેરે એની સામે આવી ઊભો રહ્યો અને બોલ્યો, સ્તુતિ સૂતી છે. તું પણ ઉપર જા, આરામ કર. હું ઓફિસનું થોડું કામ પતાવી આવું, કહીને નીકળી ગયો.

મનસ્વી લિફ્ટ તરફ વળી કે ફરી એની નજર ચોકીદાર પર ગઈ. હજુ પણ તેની તરફ જોઈ રહ્યો હતો ચોકીદાર તરફ વળી નજીક જઈ ને ચોકીદારને પૂછ્યું, "કેમ ભાઈ, શું થયું ? મારી સામે કેમ આમ જોઈ રહ્યા છો?"

ચોકીદાર કહેતાં ખચકાતો હોય તેવું લાગ્યું. પણ મનસ્વીએ ફરીથી પૂછ્યું એટલે બોલ્યો... બહેન તમારા ઘેર કોઈ ભાઈ આવેલા અને સાહેબની સાથે ઝગડો કર્યો. છેક નીચે સુધી સાંભળતું હતું. બહુ બોલીને ચાલ્યા ગયા’..... સાંભળી મનસ્વી કશું બોલ્યા વગર ઘર તરફ દોડી. સમજી ગઈ કે અંકુશ હોવો જોઈએ. એને યાદ આવી ગયું. તે દિવસે અંકુશ એના સ્કુટર સાથે અથડાયો હતો. અહીં , એના ઘરથી થોડે દૂર. તો શું એને હજી એનો પીછો નથી છોડયો?

ઘરમાં આવી અને સોફા પર ફસડાઈ પડી મગજ શૂન્ય થઈ ગયું હોય એમ લાગ્યું. એને સ્તુતિ યાદ આવી અને સ્તુતિના રૂમ તરફ દોડી સ્તુતિને જોવા. સ્તુતિ હજુ ઊંઘતી હતી તરત પાછી વળી.

અંકુશ ઘરમાં આવીને સાગરને બોલ્યો બધું સ્તુતિએ સાંભળ્યું તો નહીં હોય ને ? મનસ્વીને વિચાર આવી ગયો. થથરી ઉઠી. આમ તો અંકુશથી જુદા થયા ત્યારે સ્તુતિ નાની હતી. પણ અંકુશને ઓળખે નહીં એવડી નાની તો નહોતી . વળી બાળપણના પીડાદાયક અનુભવો મન પર અમીટ છાપ મૂકી જતા હોય છે. સ્તુતિ અંકુશની સાથે વિતાવેલા વર્ષો સાવ તો ભૂલી નહીં હોય અને આજે એની બીમારીમાં અંકુશનું રીતે આવવું... ટેબલ પર પડેલી પાણીની આખી બોટલ મનસ્વી એકીશ્વાસે ગટગટાવી ગઈ

થોડીવાર પછી સ્વસ્થ થઈ વિચારવા લાગી કે, નીચે પાર્કિંગમાં સાગર મળ્યો ત્યારે એના ચહેરા પર અંકુશ સાથેની બનેલી વાતનો અણસાર એને દેખાયો નહોતો. અંકુશે એની સાથે ખરાબ વર્તન કર્યું હશે. કારણ કે, મનસ્વી અંકુશને સારી રીતે ઓળખતી હતી. મનગમતું થાય ત્યારે ધમપછાડા કરવાની એની ટેવ મનસ્વીએ બહુ વેઠી હતી. મનસ્વીને મન થયું સાગરને ફોન કરવાનું પણ પછી વિચાર્યું કે સાગર ઑફિસના કામમાં બિઝી હશે એટલે આવશે ત્યારે વાત... સ્તુતિના જાગવાની રાહ જોતી બેસી રહી.

સાગર ઑફિસે પહોંચ્યો. કામ હાથમાં લેતાં એને અંકુશ સાથેની મુલાકાત યાદ આવી. પણ સાગર સમજદાર હતો અને કોઈ એવી વાતમાં ઉતાવળ કરી મનસ્વીને દુઃખી કરવા નહોતો માગતો એટલે ઘેર જઈ મનસ્વી સાથે નિરાંતે વાત કરવી એમ નક્કી કરી પોતાના કામમાં લાગ્યો.

કલાકેક પછી સ્તુતિ જાગી. મનસ્વી એની પાસે બેઠેલી હતી. સ્તુતિ એને વળગી પડી. મનસ્વી તેના માથા પર હાથ ફેરવવા લાગી તેના મનમાં એક વાત હતી કે અંકુશે સાગર સાથે જે ઝગડો કર્યો સ્તુતિએ કશું સાંભળ્યું તો નહીં હોય ને? એણે હળવે રહીને સ્તુતિને પૂછ્યું, "બેટા, શાંતિથી ઊંઘ આવી ગઈ હતીને...?"

હા.. મમા. સાગર અંકલ મારી સાથે વાત કરતા હતા અને મને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર રહી."

બેટા, આપણા ઘરે કોઈ આવ્યું હતું?"

સ્તુતિ થોડી વાર મૂંગી રહી.પછી બોલી, "નહિ તો મમા. કોઈ નહોતું આવ્યું. કેમ?" ખોટું બોલી હતી.

ઉંઘવાનો ઢોંગ કરતી પડી રહી હતી

"બસ એમ પૂછ્યું." એમ કહી મનસ્વીએ નિરાંતનો શ્વાસ લીધો.

સ્તુતિ મનસ્વીનો ચહેરો જોઈને સમજી શકતી હતી કે એની મા કેટલી ચિંતામાં છે. પણ એક પળમાં ઊભી થઇને બોલી, "મમા, ભૂખ લાગી છે." મનસ્વીએ તરત એના માટે ભાખરીમાંથી પિઝા બનાવ્યો, સાથે દૂધ અને પોતાને માટે કોફી બનાવી. સ્તુતિને નાસ્તો ડાઇનિંગટેબલ પર આપી મનસ્વી કોફીની ચૂસકી લેતાં-લેતાં ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ.

મનસ્વીને જોઈ સ્તુતિ સમજી ગઈ કે તે અંકુશ અને સાગર વિશે વિચારે છે. એને વિચારોમાંથી બહાર કાઢવા સ્તુતિએ મનસ્વીને કહ્યું, "મમા, હું એક નવો ડાન્સ સ્ટેપ કરી બતાવું?" મનસ્વીએ તરત એને ટોકતાં કહ્યું, "જો સ્તુતિ, હજુ તને વિકનેસ હોય એટલે અત્યારે કશું નહીં શાંતિથી ટીવી જો."

બપોરનો અસહ્ય તડકો હવે સાંજ પડતાં થોડો ઓછો થયો હતો. થોડી ઠંડક હતી .સહેજ રાહત લાગતી હતી. સ્તુતિએ મનસ્વીને કહ્યુ કે, "મમા...! આજ ડિનર માટે બહાર જઈશું? સાગર અંકલની સાથે!!!

"બેટા, માટે તો અંકલને પૂછવું પડે અને ઑફિસથી ક્યારે ફ્રી થાય શી ખબર?". સ્તુતિએ તરત મનસ્વીનો ફોન લઇ સાગરને કૉલ કર્યો.

"હલો, અંકલ."

'અરે દીકરી ઉઠી ગઈ તું? કેમ છે?'

"આઈ એમ ફાઇન, અંકલ."

"ઓકે, બોલ બેટા.'

"અંકલ આજ આપણે ડિનર માટે બહાર જઈશું?"

"અરે, વાહ શું વાત છે!"

"બસ, એમ અંકલ. આજ બહાર જવાનું મન છે."

"ઓકે તું અને મમ્મી તૈયાર થઈ જજો. હું બસ કામ પૂરું કરી નીકળું છું."

અડધો કલાકમાં સાગર આવી ગયો. મનસ્વી અને સ્તુતિ તૈયાર હતા. મનસ્વીએ સિમ્પલ મરૂન અને ગ્રીન ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસ સિમ્પલ હોવા છતાંય આંખમાં વસી જાય એવી સુંદર લાગતી હતી. એની સાદગીમાં પણ અપાર સુંદરતા છલકાઈ રહી હતી. સાગર એને નીરખીને જોઈ રહ્યો હતો કે સ્તુતિએ કહ્યું, "અંકલ, ચાલો જલ્દી નીકળીએ." મનસ્વી અને સ્તુતિને લઈ સાગરે ગાડી એક સારા રેસ્ટોરેન્ટ તરફ લીધી. ત્યાં ડિનર કરતાં કરતાં સ્તુતિએ સાગર સાથે ખૂબ વાતો કરી. સાગર પણ એને પ્રેમથી સમજાવતાં બધા જવાબ આપતો હતો અને મનસ્વી બસ સાગરની સમજદારી જોઈ રહી. એને તો બોલવાનો મોકો પણ નહોતા આપતા સાગર અને સ્તુતિ.

મનસ્વી અંદરથી એકદમ ખુશ થઈ ગઈ હવે એના મનમાં સાગર માટેના કોઈ સવાલને જગ્યા નહોતી રહી. મનસ્વીના મનમાં એચઆઈવી ટેસ્ટ માટે જે સવાલ હતો. તો દિવસે હોસ્પિટલમાં એણે જોઈ લીધું હતું કે પેલા માણસને બ્લડ આપી તેની જિંદગી સાગરે બચાવી હતી. જો એવું કાંઈ હોત તો બ્લડ ટેસ્ટમાં આવી ગયું હોત અને સાગરને આમ જોઈ સાબિત થતું હતું કે કેટલો સજ્જન માણસ છે.

જિંદગીમાં કોઈ માણસને સમજવા આપણે આપણા ભૂતકાળના અનુભવો હોય એની સાથે સરખામણી કરી ધારણાઓ કરતા હોઈએ છીએ.પણ સાગરને મળીને મનસ્વીને વિશ્વાસ પડી ગયો હતો કે એને જોઈતી હતી તે સલામતી અને પ્રેમ અહીં વરસે છે બસ પોતે એની પ્રેમવર્ષા કેટલી ઝીલી શકે છે એણે જોવાનું છે.

ડિનર પતાવી ત્રણે સીધા ઘેર આવ્યા. સ્તુતિ પણ થોડી થાકેલી લાગતી હતી એટલે મનસ્વીએ એને રાતે જમ્યા પછીની ડોક્ટરે આપેલી દવા આપી અને કપડાં ચેન્જ કરાવી એને સુવડાવવા જતી રહી. સાગર પણ થોડીવાર સોફા પર આડો પડ્યો ને ધીમું મ્યુઝીક સાંભળતો હતો. કલાક પછી મનસ્વી પણ ચેન્જ કરી નેવી બ્લ્યુ નાઇટી પહેરી હોલમાં આવી સાગરની બાજુના સોફા પર બેઠી. સાગર તો બસ એને જોતો રહ્યો અને કહ્યું, "સ્તુતિ સૂઈ ગઈ...?"

"હા." મનસ્વીનો હાથ એના હાથમાં લઇ સાગર એને એકીટશે જોતો રહ્યો. મનસ્વીએ એને પૂછ્યું, "શું જુએ છે સાગર?"

"બસ..., એક અવિરત વહેતી નદીને નિહાળું છું."

"મારે પણ મળવું છે દરિયાને."

"તું ખળખળ વહેતી રહે નિર્મળ જળની ધારા લઈને"

"સાગર, મને સાથ તો આપીશને...?"

"હજુ પણ વિશ્વાસ નથી તને મારા પર...?"

"એવું નથી સાગર, પણ મનમાં એક ડર રહે છે."

"હું છું તારી સાથે પછી તું શું કામ ડરે છે?"

"મારી દીકરીને અને મને તારો પ્રેમભર્યો સાથ મળી રહે બસ... મારે બીજું કશું જોઈતું નથી."

"મનસ્વી, તમને બંનેને માટે હું હંમેશ મારાથી બનતું બધું કરીશ. તમે બંને ખુશ રહો એથી વધારે મને કશું નથી જોઈતું." સાંભળીને મનસ્વીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. સાગર પણ હળવેથી એને ભેટી પડ્યો. મનસ્વી પણ સાગર આશ્લેષમાં સમાઈ ગઈ. બંનેને લાગ્યું કે પળોમાં જાણે આખા ભવનો થાક ઉતરી ગયો. સમયે વાતાવરણમાં જાણે અજબ મૌન પ્રસરી ગયું હતું. સાગરના હૃદયના ધબકારા મનસ્વી સાંભળી રહી હતી. બંને મૌન હોવા છતાં એકબીજાને ઘણું બધું કહી રહ્યા હોય એવું લાગતું હતું. સીડી પ્લેયરમાં ગીત વાગી રહ્યું હતું, "તુમ ગયે હો... નૂર ગયા હૈ...".

સાગર પણ આજ મન ભરીને રડવા માગતો હતો પણ એને ખુદને અટકાવ્યો કારણ કે મનસ્વીને જરા પણ કમજોર પડવા દેવા નહોતો માગતો. બંને આમ એકબીજાને વળગી બેઠા રહ્યા. મનસ્વીને સાગરને અંકુશ સાથે થયેલી વાત વિશે જાણવું હતું પણ એને થયું કે ખુશીની પળોમાં તેને અંકુશ વિશે પૂછીને શાંતિના માહોલમાં ખલેલ શું કામ પહોંચાડવી? એને અંકુશને મનમાંથી કાઢી નાખવો ઠીક લાગ્યું.

મનસ્વીના મનમાં સાગરનું માન આજ વધી ગયું હતું. હવે એના મનમાં સાગરને લઈને કોઈપણ સવાલ હતો. કારણ કે, સાગરે એને ભેટીને બેઠો હોવા છતાંય એટલી નજદીકીમાં પણ એક મર્યાદા જાળવી રાખી હતી. આમ બંને એકબીજા સાથે મૌન રહી વાતો કરતાં કરતાં ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર પડી.

વહેલી સવારે પંખીઓના કલરવથી મનસ્વીની આંખ ખૂલી. બેઠી થઈ એને બાજુમાં સાગરને નિરાંતે સૂતો જોઈ એને નિહાળી રહી, નિખાલસ હળવા સ્મિતભર્યો સાગરનો ચહેરો જાણે એને સ્વસ્થ રહેવાની શક્તિ આપી રહ્યો હતો.થોડીવાર પછી અચાનક એને સ્તુતિ યાદ આવી. એના રૂમમાં ગઈ. સ્તુતિ હજુ સૂતી હતી. એણે નજીક જઈ સ્તુતિના કપાળે હળવેકથી હાથ ફેરવ્યો. આંખ ખૂલતાં માને જોઈને સ્તુતિ ખુશીથી એને ભેટી પડી. કેમકે આજ ઘણા સમય પછી એને મમાના ચહેરા પર ચિંતાની એક પણ રેખા જોઈ, આજ મમાને લાંબા સમય પછી એટલી ખુશ જોઈ હતી. એને લાગ્યું કે સાગર અંકલ મમાને ખુશ રાખી શકશે. એમ વિચારતાં વિચારતાં સ્તુતિની નજર સામે ગઈકાલે અંકુશે સાગર સાથે કરેલા ઝગડાનું દૃશ્ય આવી ગયું.

જાગૃતિ રામાનુજ

***