(આગળના પાર્ટ માં આપણે જોયું કે જુલી સિસ્ટર પેરેલિસિસનો એટેક આવ્યો હોય એમ લોંબીમાં ઢળી પડે છે ડૉક્ટરો એની સારવારમાં લાગી જાય છે હકીકત કંઇક જુદી જ છે એ ખબર પડે છે ત્યારે ડૉક્ટર અનંગ થથરી ઊઠે છે હવે આગળ)
16
જુલીના પલંગની ફરતે ડોક્ટર નાયઘરા સિસ્ટર હેરી અને માધવ ફાટી આંખે સુનીતાને તાકી રહ્યા હતાં.
ડોક્ટર અનંગ સુનીતાના શરીર પર પ્રેતાત્માનો કબજો છે એ વાતથી સ્ટાફને અવગત કરવા આવેલા તેઓ પણ હવે ભય અને હેરતભરી નજરે સુનીતાને જોઈ રહ્યા હતા.
પોતાના બંને હાથ ઉંચા કરી મરોડતી સુનિતા વેદનાભર્યા સિસકારા કરતી હતી. સુનીતાના હાથની ચામડી એસિડ લાગતાં બળતી હોય એમ પટ પટ થતી હતી.
હવામાં માંસ બળવાની દુર્ગંધ પ્રસરી ગયેલી.
બળી ગયેલી ચામડી પરથી વરાળ સાથે બિંદુઓ રૂપી પાણી છુટી રહ્યું હતું. સ્તબ્ધ થઈ મુક પૂતળા માફક આખો સ્ટાફ પોતાની જગ્યા પર ચોટી ગયો હતો.
'આહ... ! એક દર્દનાક આહ.. સાથે સુનીતા ફર્શ પર પટકાઈ ગઈ.
આવુ ભયંકર દ્રશ્ય જોઈ સિસ્ટર હેરી ડિસોઝાએ આંખો બંધ કરી દીધેલી. ડૉક્ટર અનંગે ફરી મોઢા પર આંગળી મૂકી ચૂપ રહેવા ઈશારો કર્યો.
તેઓ મંથર ગતિએ સુનીતા નજીક આવ્યા. હાથ પગની ચામડી ચમત્કારિક રીતે રુઝાઈ ગઈ હતી. સુનીતાનો ચહેરો ફિક્કો પીળાશ પડતો નિસ્તેજ બની ગયો હતો. હળવા હળવા શ્વાસોશ્વાસને લઇ તેની છાતી ઉપર-નીચે થતી હતી.
"વેરી સેડ ! પ્રેતાત્માએ સિસ્ટરને પછડાટ આપી હતી. ડૉક્ટરે મનની વાત મનમાં રાખી.
પ્રેતાત્માએ સુનીતાનું શરીર છોડી દીધું હશે કે કેમ ? એ નક્કી નહોતા કરી શકતા. ડૉક્ટર અનંગે બધાના ચહેરા પર એક નજર નાખી.
ડોક્ટર નાયઘરાતો સિસ્ટર હેરી માધવ અને ડૉ અનંગને વિસ્મય અને શંકાભરી નજરે તાકી રહ્યા.
ત્યારે જ એકાએક સિસ્ટર સુસ્મિતાએ હાથ પગ હલાવ્યા.
આહ ઉહ .. ઓ.. મા..!
ધીમે ધીમે સુનીતાના ગળામાંથી ભીનો સ્વર નીકળ્યો.
ડોક્ટર અને ખાતરી થઇ ગઈ હવે સુનીતા પ્રેત શક્તિની અસરમાંથી મુક્ત હતી. મુશ્કેલીમાં માતાનું નામ સભાનતાપૂર્વક હંમેશા માણસ જ લે છે.
સુનીતાએ જાણે ડોક્ટરના મનોવ્યાપારનું સમર્થન કર્યું.
આંખો ખોલી અને વિવશતાથી ડૉક્ટર સામે જોયું . સુનીતા પ્રીત પીડાથી મુક્ત હતી.
એ વાતની ખાત્રી થતાં ઊભા થઈ કહ્યું.
"સિસ્ટર ડિસોઝા માધવ હેલ્પ મી ...! સુનિતા ને બેડ પર લેવી છે.!"
પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયેલા સિસ્ટર ડિસોઝા અને માધવમાં જાણે ચેતન આવ્યુ.
ત્રણે મળીને સુનીતાને પલંગ પર લીધી. ડોક્ટર નાયગરા હજુ પણ બેશુધ્ધ જેવા ઉભા હતા.
ડોક્ટર અનંગનું વર્તન એમને વિચિત્ર લાગતું હતું .
"ડોક્ટર અનંગ આ બધું શું છે..?"
અકળાઇ ઉઠેલા ડોક્ટર નાયગરા બોલી ઉઠ્યા.
કંઈક ખુલાસો કરાં તો કામ કરતાં ફાવે.. મારું તો માથું ભમી રહ્યું છે..!
રિલેક્સ ડોક્ટર...! શાંતિથી તમને બધી વાત કરું છું ડોક્ટર અંગે સુનીતા ને તપાસતાં કહ્યું.
સુનીતા ના શરીરમાં બ્લડ ઓછું છે બે ત્રણ બોટલ ચડાવવી પડશે..
ઓકે ડોક્ટર... નાયઘરાએ ડૉ અનંંગની વાત સ્વીકારી લીધી.
હેરી.. સિસ્ટર બી પોઝિટિવ બ્લડ બ્લડ બેંકમાંથી ઝડપી મંગાવી લો પ્લીઝ..!
યસ સર..! કહેતી ઝડપી હેરી ડીસોજા વોર્ડની બહાર નીકળી ગઈ.
જોકે સુનીતાની ગરદન પર થયેલા દાંતના નિશાનની વાત ડોક્ટર અનંગે બધાથી છાની રાખી.
ડોક્ટર અનંગ જુલીની પડખે આવ્યા. ઈલેક્ટ્રીક શોક્ માટે ગોઠવાયેલા જુલીના શરીરને ઇલેક્ટ્રિક શોક મશીનથી અળગુ કર્યું.
એમણે સિસ્ટર જુલીના માથે પ્રેમાળ હાથ ફેરવ્યો જુલી સિસ્ટરની આંખમાં આંસુ આવી ગયાં એ જોઈ ડોક્ટર અનંગનુ હૈયું દ્રવી ઉઠ્યું.
જુલીને પેરાલિસીસનો એટેક નો હતો ઈલેક્ટ્રીક શોક આપવાની જરૂર પણ ન હતી.
ડોક્ટર અને પોતાની અણઘડ દોડ માટે પશ્ચાતાપ થયો.
તમે એકદમ નોર્મલ છો સિસ્ટર ..!
જુલીના ચહેરા પર આછું સ્મિત ફરકી ગયું.
જુલીએ ડોક નમાવી બાજુની પથારીમાં શાંતિથી ઊંઘતી સુનીતા પર મીટ માંડી.
"સિસ્ટર સુનીતાનું દુઃખ પકડાઈ ગયું છે જુલી..! સુનીતા અત્યારે સ્વસ્થ છે..!
ડોક્ટર અનંગની વાત સાંભળી જુલીએ રાહત અનુભવી. ડોક્ટર અનંગે નાયઘરા ને કહ્યું .
"ડોક્ટર સાહેબ તમે માની શકશો? સિસ્ટર જુલીને પેરાલિસીસનો એટેક નહોતો. સુનિતા સિસ્ટર ના શરીર પર કબજો જમાવી બેઠેલા પ્રેતાત્માની મલિન અસર હતી.
ડોક્ટર નાયઘરા બાઘાની પેઠે સુનીતા સિસ્ટર ને તાકી રહ્યા. તાજેતરના બનાવો જોતા એમને અનંગની વાતમાં તથ્ય લાગ્યું.
નાયઘરા સાહેબ ટેન્સી પાછળ ગયેલા ઇસ્પેક્ટર અનુરાગ, વિલિયમ અને રોઝીના જીવને ખતરો છે. પ્રેતાત્માના ભયંકર ષડ્યંત્રની જાણ જે લોકોને કરવી જરૂરી છે.
શૈલીને લઈ આવેલા ઇસ્પેક્ટર ,વિલિયમ અને રોઝી મંદિરમાં ટેન્સીને લેવા ગયાં છે. એટલી વાત ડોક્ટર નાયઘરા જાણતા હતા.
પરંતુ આ લોકો પર કેવા પ્રકારની આફત આવવાની છે, એ વાતથી તેઓ સદંતર અજાણ હતા. ડોક્ટર અંગની વાત એમને રહસ્યમય છતાં વિચિત્ર લાગી. હાલ પૂરતું એમને ડોક્ટર અનંગની 'હા' માં 'હા'કરવાનું ઠીક લાગ્યું.
તેઓ બોલ્યા." ઇસ્પેક્ટર સાહેબનો નંબર હોય તો મોબાઈલ જોડો!"
ડોક્ટર અનંગને નાયઘરાની સલાહ યોગ્ય લાગી.
એમણે તરત જ ઇસ્પેક્ટર ને ફોન લગાવ્યો.
એ વખતે જ માધવ બહારથી દોડતો આવ્યો.
હોંફતાં હોંફતાં એ બોલ્યો.
" ડોક્ટર સાહેબ શૈલી બેબીની લાશ અડધા પગે જ દોડતી હોસ્પિટલના પાછળના દરવાજેથી ભાગી છૂટી છે.!"
ડોક્ટર અનંગ સહિત ત્યાં ઉપસ્થિત બધાના ચહેરાનો રંગ ઊડી ગયો.