ડિયર જાનુ,
તું મારાથી નારાજ હોઈશ, એ મને ખબર છે. થોડા દિવસથી તારી સાથે વાત જ ન કરી એટલે. હું પણ વિચારતો જ હતો કે કઈ રીતે વાત કરું? હવે વાત કરવી જરૂરી છે?? . તું પણ વિચારતી હોઈશ કે મોબાઈલના આ જમાનામાં હું ક્યાં પત્ર લખવા બેઠો. પણ સાચું કહું તો, આ વાત કહેતી વખતે હું તને ફેસ નહિ કરી શકું.
યાદ છે જાનુ? મે તને કીધુ હતુ કે મારી લાઇફ મા તારા સિવાય બીજી કોઇ નહી આવે . ત્યારે મેં નહોતું વિચાર્યું કે આવો પણ દિવસ આવશે.અને મને ખબર પન ન હતી કે તુ આટલી હદે આવુ કરી ને મને હર્ટ કરીશ પણ આ દિવસ આવી જ ગયો.
હા જાનુ ! તે સાચું જ વાંચ્યું. મને એક છોકરી ગમી ગઈ છે. આજે હુ એક છોકરી ને મળવા ગયો હતો. તું તો જાણે છે ને કે આપણે બંને હંમેશા એક બીજાથી હર્ટ થયા કરતા અને રડ્યા જ રહ્યા છીએ તે જ તો કીધુ તુ ને કે કોયને બવ બદલવાની બવ કોશિશ ન કરાય સોરી મે બવ બધી કોશીશ કરી બોલ શુ કરુ હુ?? તે હંમેશા મને ક્યાક ને ક્યાક પાછો પાડ્યો છે ને નાની નાની વાત મા બવ હર્ટ કર્યો છે આ બધાથી કંટાળી ને નાછૂટકે મારે બીજી છોકરી ને મળવા જવું જ પડ્યું. મનથી તો એમ જ વિચાર્યું હતું કે એ છોકરી સાથે મળ્યા બાદ હું એની જોડે કોઇ દીવસ વાત નય કરુ અને બ્લોક કરી દઈશ. પણ એનાથી સાવ વિપરીત બન્યું.
એ છોકરીનું નામ પુજા છે. તે દેખાવે સામાન્ય જ છે. પણ મને તેના દેખાવ કરતા વિચારો વધુ ગમી ગયા. પહેલી જ મુલાકાતમાં હું જાણે તેનો ફેન થઈ ગયો. હું મારે જેવી ગર્લફ્રેન્ડ મા જેવા ગુણ ઈચ્છતો હતો, તેવા તમામ ગુણો એમાં મોજુદ છે. હું એવું માનું છું કે અમે બન્ને એકબીજા સાથે હંમેશા ખુશ રહીશું.
હું જાણું છું જાનુ, કે આ બધું વાંચીને તને દુઃખ થતુ હશે. પણ તું જ વિચાર આપણા રિલેશનને ચાર વર્ષ થયાં, પણ આ દરમિયાન નાની-મોટી વાતે આપણે કેટલા ઝઘડ્યા હોઈશું નથી કોઇ દીવસ મડી શક્તા કે જ્યારે મડવાની વાત આવે ત્યારે હંમેશા તે મને ignor જ કર્યો છે આપણે નથી એકબીજાને સરખી રીતે સમજી શક્તા. અત્યારે આપણને લાગે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વિના જીવી નહિ શકીએ. પણ આ તદ્દન ખોટું છે.
હવે તને કારણ કહું?જો અતારે જ આવી વાત મા આવુ થાય છે તો આપડે લગ્ન કરીએ તો શુ થાય આપડી આગડની લાઇફ નુ શુ થાય વિચાર તુ કહે છે કે લગ્ન બાદ હુ એવુ કંઇ ન કરુ પન હુ વિચારુ છુ કે આવી નાની વાતોમા જો આટલા બધા પ્રોબલેમ થાય છેે તો મેરેજ પછી શુ થાય?? લગ્ન બાદ જો વારંવાર ઝઘડાઓ થતા રહે ને તો ભલે પતિ-પત્ની વચ્ચે કેટલો પણ પ્રેમ કેમ ન હોય, પણ ધીમે ધીમે અંતર વધવા લાગે છે. લાઈફ એકદમ નીરસ લાગવા લાગે છે. બાળકો થયા બાદ પણ જો ઝઘડાઓ થાય ને તો એમના બાળમાનસ પર ખૂબ ખરાબ અસર પડે છે. તેઓ ડિપ્રેસનનો શિકાર પણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ થાય છે કે એ બાળક મોટું થઈને લગ્ન કરવાનું પણ માંડી વાળે છે. શું તું ઈચ્છીશ કે આપણા બાળકો સાથે પણ એવું થાય?
હજુ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ છતાંય અઠવાડિયામાં એક કે બે વાર તો લડી જ લઈએ છીએ. લગ્ન બાદ જીવનસાથી તરફથી પ્રેમની ખૂબ જરૂરિયાત હોય છે. જીવનમાં ઘણી નાની-મોટી મુસીબતો પણ આવે છે. જો આ બધામાં આપણો પાર્ટનર સાથ આપે ને, તો તમામ મુસીબતો ખૂબ નાની લાગે છે. તને પણ થતું હશે કે આજે આટલી બધી જ્ઞાનવાળી વાતો હું ક્યાંથી કરવા લાગ્યો વળી? આ બધી વાતો મેં પુજા સાથે મુલાકાત કરી એ સમયે જ શીખ્યો.
હું એમ નથી કહેતો કે તું ઝઘડાળું છે, પણ આપણા વિચારો ન મળવાને કારણે, મેચ્યોરીટી ન હોવાને કારણે, આપણે લડી પડીએ છીએ. અને દરેક વખતે તું જાણે છે ને, કે તારો જ વાક હોય છે . પછી ભૂલ તારી ગમે તેવી કેમ ન હોય? હુ હંમેશા માફ જ કરી દવ છુ ને?? જીવનમાં માત્ર બે શરીરનું સાથે રહેવું જરૂરી નથી, પણ બે મનનું સાથે રહેવું પણ જરૂરી છે.
આ ચાર વર્ષના પ્રેમસંબંધ દરમિયાન લગભગ સો વાર આપણું બ્રેકઅપ પણ થયું અને પેચઅપ પણ. કેમ કે આપણે બે દિવસથી વધુ એકબીજાથી દૂર નહોતા રહી શકતા. આજે પણ એવું જ છે ને. આ કારણે હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું. હું શું કરું, એ જ મને નથી સમજાઈ રહ્યું યાર. તું જ મારી મદદ કર ને?
હું જાણું છું કે આ બધું વાંચીને તને દુઃખ થયું હશે, પણ મારા દિલમાં જે કઈ પણ હતું તે આ પત્ર દ્રારા તને કહી દીધું. જો તું એમ કહીશ કે હું તારી સાથે જ રહું, તો પણ હું તૈયાર છું. કેમ કે હું તને ક્યારેય દુઃખી ન જોઈ શકું. હું તારા પત્રની રાહ જોઇશ.
તારો બેસ્ટી,