The haunted painting
ભાગ:-2
શેખર પટેલ એક ઓક્શનમાંથી ખૂબ મોંઘી પેઈન્ટીંગ ખરીદે છે.. એ પેઈન્ટીંગ શેખર પોતાનાં મિત્ર કમલેશ ને બર્થડે ગિફ્ટ તરીકે આપે છે.. કમલેશ એ po ને પોતાનાં રૂમમાં સજાવે છે.. રાતે કોઈ રહસ્યમયી અવાજ કમલેશ, શેખર અને મોહન નાં કોઈ ગુના ની વાત કહે છે..જે સાંભળી કમલેશ ડરી જાય છે અને પાણી પીવા માટે હોલની તરફ આગળ વધે છે..
હોલમાં જઈને કમલેશ રોલિંગ ચેરમાં જઈને બેઠો..રોલિંગ ચેરની બાજુમાં રાખેલ પર હજુપણ વાઈન ની બોટલ અને ગ્લાસ પડ્યાં હતાં..પણ આઈસ ક્યુબ પતિ ગયાં હતાં એટલે એને જોરથી પોતાનાં નોકર ભોલુ ને બુમ પાડી.બે-ચાર બુમો પાડવા છતાં પણ કોઈ જવાબ ના આવ્યો એટલે કમલેશ ને યાદ આવ્યું કે ભોલુ તો આજે બપોરે જ એની રજા લઈને પોતાનાં ગામડે ગયો છે.
"મારે જાતે જ જવું પડશે.."આટલું કહી કમલેશ રોલિંગ ચેરમાંથી ઉભો થયો અને રસોડામાં ગયો.
રસોડામાં રાખેલું વિશાળ આકારનું ડબલડોર ફ્રીઝ નું ફ્રીઝર ખોલી કમલેશે આઈસ ક્યુબ ની ટ્રે લીધી..પછી જોડે બાઈટિંગ માટે કોઈ વસ્તુ જોઈશે એમ વિચારી એને ફ્રીઝનો મેઇનડોર ખોલ્યો..અંદર નજર કરતાં એને એક પીસ્તા નું પેકેટ નજરે પડ્યું..પેકેટ લેવા કમલેશે જેવો હાથ લંબાવ્યો એવુંજ કોઈએ એનો હાથ પકડીને ખેંચ્યો હોવાનો અહેસાસ એને થયો...આવું થતાં જ કમલેશ નાં કપાળે પડછાયો વળી ગયો અને એ ફ્રીઝ નો દરવાજો બંધ કરી પીસ્તા લીધાં વગર જ દોડીને પાછો હોલમાં આવી ગયો.
"આ મારી સાથે શું થઈ રહ્યું છે..લાગે છે આજે બહુ ચડી ગઈ લાગે છે.."મનોમન આટલું બોલી કમલેશે પાછું રોલિંગ ચેર માં સ્થાન ગ્રહણ કર્યું.
કમલેશે ફટાફટ વાઈન નો એક પેક બનાવ્યો અને એને નિટ જ પી ગયો..હજુપણ એ ડરી રહ્યો હતો.પણ વાઈનનો નશો એની ઉપર હાવી થતાં એ ત્યાંજ રોલિંગ ચેર પર સુઈ ગયો.
સવારે 8 વાગે જ્યારે કામવાળી બાઈએ ડોરબેલ વગાડી ત્યારે કમલેશ ની આંખ ખુલી..રાત ની ઘટના હજુપણ એનાં મગજમાં ચાલી રહી હતી.પોતાને શું થઈ ગયું હતું એજ વિચારતાં વિચારતાં કમલેશે બારણું ખોલ્યું..કામવાળી પોતાનાં કામમાં લાગી ગઈ અને એ પોતાનો નિત્યક્રમ પતાવવા બાથરૂમમાં ઘૂસ્યો.
બાથરૂમ માં પણ એ જ્યારે સ્નાન કરી રહ્યો હતો ત્યારે કોઈ એની પાછળ ઉભું હોવાનો અહેસાસ કમલેશ ને થઈ રહ્યો હતો..પણ એને એ વાત ને વધુ મન ઉપર લીધી નહીં.સાડા નવ વાગે નાસ્તો કરી કમલેશ પોતાની ઓફીસ જવા માટે તૈયાર થઈને રવાના પણ થઈ ગયો.
***
ઓફીસ જઈને કમલેશ પોતાનાં કામ માં લાગી ગયો..પણ જ્યારે એ બપોરે ફ્રી થયો ત્યારે ગઈકાલ રાત ની ઘટનાઓ એકપછી એક એનાં મગજમાં ઘુમવા લાગી.હકીકતમાં એ બધું બન્યું હતું કે એ માત્ર ને માત્ર એનો ભ્રમ હતો એ વાત થી બેખબર કમલેશ ડરી જરૂર ગયો હતો.
કમલેશે પોતાનો મોબાઈલ ફોન હાથમાં લઈ શેખર અને મોહન ને કોલ કરી પોતે એમને મળવા માંગે છે એવું કહ્યું.શેખર અને મોહન દ્વારા અચાનક મળવા માટે બોલાવવાનું કારણ પુછતાં કમલેશે પોતે રૂબરૂ મળીને એમને બધું જણાવશે એવો જવાબ આપ્યો..આખરે મોહન ની હોટલ નાં પેન્ટહાઉસ માં એ લોકો રાતે મળશે એવું નક્કી થયું.
ઓફીસ થી નીકળીને કમલેશ સીધો મોહન ની પાલડી સ્થિત હોટલ પહોંચ્યો..પાર્કિંગ માં પડેલી શેખર ની મર્શિડિઝ જોઈને એ સમજી ગયો કે શેખર ચોક્કસ ત્યાં આવી પહોંચ્યો હતો.
લિફ્ટ નો ઉપયોગ કરી કમલેશ સીધો હોટલ નાં સૌથી ઉપરનાં ફ્લોર પર આવેલ મોહનનાં પેન્ટહાઉસ પર પહોંચ્યો..જ્યાં શેખર અને મોહન એની રાહ જોઈને બેઠાં હતાં.
"આવો કમા મહારાજ..અચાનક અમને અહીં બોલાવવાનું કારણ જણાવી શકશો.."શેખરે કમલેશનાં રૂમમાં આવતાંની સાથે મજાકિયા લહેજામાં કહ્યું.
"હજુ શાંતિ થી બેસવા તો દો.. કોઈ ઉતાવળ છે તમારે..?"ગુસ્સા સાથે કમલેશ બોલ્યો.
"મારી કમલી નારાજ થઈ ગઈ..બેસ બેસ..આતો તારે કંઈક અરજન્ટ કામ હશે એવું લાગ્યું હશે શેખર ને માટે એને આવું કહ્યું.."મોહને પણ કમલેશ ની ખેંચતા કહ્યું.
"જો મોહન મંગુસ મારું નામ કમલેશ ગુજરાતી છે..આ કમલી કમલી કહીને મને નહીં બોલાવવાનો.."ખોટી રીસ સાથે કમલેશે કહ્યું.એ લોકો જ્યારે પણ મળતાં ત્યારે આવો મજાક ચાલતો જ રહેતો.
"ચાલો બંને હવે મજાક બહુ થઈ ગયો..કમલેશ હવે થોડી સિરિયસ વાત ઉપર આવીએ..મને લાગે છે કે કોઈ મોટી વાત હશે એટલે જ તે અમને આમ અહીં અચાનક બોલાવ્યાં..શું હવે એ વાત જણાવીશ.."શેખર હવે ગંભીર સ્વરે બોલ્યો.
"શેખર કાલે રાતે જ્યારે હું ઊંઘતો હતો ત્યારે મેં કોઈ અવાજ સાંભળ્યો જે મને કહી રહ્યો હતો કે તે, શેખરે અને મોહને જે ગુનો કર્યો છે એની સજા તમને ત્રણેય ને મળીને જ રહેશે.."કમલેશ એક એક શબ્દ સ્પષ્ટ સંભળાય એમ બોલ્યો.
"શું કહ્યું..કોનો હતો એ અવાજ..?"આટલું પૂછતાં શેખર નાં ચહેરા ની રેખાઓ તંગ થઈ ગઈ હતી.
"અવાજ તો ખબર નથી કોનો હતો..રૂમમાં મારાં સિવાય ત્યારે કોઈ નહોતું..રૂમમાં તો શું આખા ઘરમાં કોઈ નહોતું..હું ડરીને હોલમાં ગયો. હોલમાં જઈને હું વાઈન માં એડ કરવા આઈસ ક્યુબ લેવા રસોડામાં ગયો.તો ત્યાં ફ્રીઝમાં કોઈ હતું જેને મારો હાથ પકડીને ખેંચ્યો.."કમલેશે કહ્યું.
કમલેશ ની વાત સાંભળી શેખર અને મોહન ડરી ગયાં હોય એવાં ભાવ સાથે કમલેશ ની સામે જોઈ રહ્યાં.વાતાવરણમાં એકદમ સન્નાટો વ્યાપ્ત થઈ ગયો. કમલેશ ને હતું કે એનાં બંને મિત્રો એની વાત જાણ્યાં પછી ચોક્કસ કંઈક ઉપાય જરૂર કરશે પણ એ બંને તો જોરજોરથી હસવા લાગ્યાં.. એમનું અટ્ટહાસ્ય સાંભળી કમલેશ ઝાંખપ અનુભવવા લાગ્યો.
"એ કમલી..માપનો પીવાનું રાખ સાલા..કેટલો પીધો હતો કાલે..?"હસવાનું કંટ્રોલ કરીને મોહને કમલેશ ને સવાલ કર્યો.
"અડધી બોટલ વાઈન.."કમલેશ બોલ્યો.
"જોયું શેખરીયા..આ કમલી અડધી બોટલ ગટગટાવી જાય પછી કે મને કોઈનો અવાજ સંભળાયો.કમલી ધક્કો ના રહેતો હોય તો જખ મરાવા પીવે છે.."કટાક્ષ માં મોહન બોલ્યો.
મોહન મજાક નાં મૂડ માં હતો જ્યારે કમલેશ દુવિધામાં હતો કે એને ખરેખર અનુભવેલું સાચું હતું કે ખોટું..પણ એ બંને થી વિપરીત શેખર ચૂપચાપ બેઠો એ બંને ની તરફ જોઈ રહ્યો હતો..અચાનક શેખર જોરથી બોલ્યો.
"બંને હવે ચૂપ મરશો..તમારી લવારી પતી ગઈ હોય તો મારી વાત સાંભળશો.."આંખો મોટી કરી પોતાનાં હોઠ પર આંગળી મુકી શેખર તાડુકીને બોલ્યો.
શેખર એ બંને કરતાં થોડો વધુ ગંભીર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ નો માલિક હતો..એનાં આવું કહેતાં ની સાથે કમલેશ અને મોહન સ્કૂલ નાં સ્ટુડન્ટ ને માસ્તરજી ધમકાવે અને એ ચૂપ થઈ જાય એમ ચૂપ થઈ ગયાં.એ બંને ની નજર અને કાન શેખર ની તરફ સ્થિર હતાં કે શેખર શું કહેવા જઈ રહ્યો હતો.
"તમને બંને ને એક વાત જણાવી દઉં કે આપણા ભુતકાળ નો પડછાયો આપણાં આ સુંદર વર્તમાન કે આવનારાં સોનેરી ભવિષ્ય પર ના પડવો જોઈએ..એ સમયે જે કંઈપણ બન્યું હતું એ બન્યું જ ના હોય એમ આપણાં મગજમાંથી હંમેશા માટે ગાયબ થઈ જવું જોઈએ.આપણે ક્યારેય કોઈ ગુનો કર્યો જ નથી તો આપણને કોઈ સજા કઈ રીતે મળી શકે..?"
શેખર નો ધીમો પણ દીવા જેવો સાફ અવાજ અત્યારે એની વાત છેક મગજ સુધી ઉતારવા માટે કાફી હતો..શેખર નો હાવભાવ જોઈ કમલેશ બોલ્યો.
"હા યાર, સાલુ મને કાલે ચડી જ ગઈ હોવી જોઈએ..નહીંતો ફ્રીજ માં થોડું કોઈ મારી રાહ જોઈ બેસી રહ્યું હોય.."
આટલું કહી કમલેશ હસ્યો તો ખરો પણ એનું હાસ્ય એનાં ડર ને છુપાવવા કાફી નહોતું..કમલેશ નો આવો ચહેરો જોઈ મોહન ને થોડું વિચિત્ર લાગી રહ્યું હતું.મોહને થોડું વિચાર્યા બાદ કમલેશ ની તરફ જોઈને કહ્યું.
"કમલી ચિંતા ના કર..તારાં ડર નો ઈલાજ છે મારી જોડે..આજની રાત શરાબ નહીં પણ તું શવાબ નો નશો કરીશ.."
આટલું કહી મોહને પોતાનાં મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો.
"હેલ્લો સોનિયા..એક કામ કરવાનું છે.."મોહને પોતાની પ્રેમિકા સોનિયા ને કોલ લગાવ્યો હતો.
"હા બોલો ને સ્વીટહાર્ટ.."મોહન ની દોલત પાછળ પાગલ સોનિયા એને ખોટું બટર લગાવતાં પ્રેમપૂર્વક બોલી.
"તારી પેલી એક ફ્રેન્ડ છે ને જે લોકોની રાતો રંગીન બનાવવાનું કામ કરે છે..શું નામ છે એનું..?"મોહને સોનિયા ને પૂછ્યું.
"તમન્ના..એનું નામ તમન્ના છે..કોની રાત રંગીન કરવાની છે..?"સોનિયા એ પૂછ્યું.
"તું કમલેશ ને તો ઓળખે છે ને આજે એનાં ઘરે તમન્ના ને મોકલી દેજે..કમલેશ એની જે પણ ફી હશે એ આપી દેશે..હું એડ્રેસ મેસેજ કરું છું."મોહને કહ્યું.
"સારું હું એને કહી દઈશ..તું એડ્રેસ મોકલાવ હની.."મીઠું મીઠું બોલીને સોનિયા એ કોલ કટ કરી દીધો.
આ દરમિયાન કમલેશ મોહન ની સામે જ જોઈ રહ્યો હતો..મોહન નો કોલ પૂરો થતાં તો કમલેશ ચહેરા પર મોટી સ્માઈલ સાથે ઉભો થયો અને મોહન ની તરફ જોઈને બોલ્યો.
"વાહ મારાં મોહન..તું ભલે ગોકુળ નો મોહન ના રહ્યો પણ તારી આજુબાજુ આ ગોપીઓ હંમેશા મંડરાતી રહે છે.ભાઈ સારું કર્યું આજે રાતે કોઈ હશે તો મારી એકલતા અને સ્ટ્રેસ બંને દૂર થઈ જશે..thanks"
"હવે ગાળો ના આપ લ્યા..હેડ હવે એક એક પેક થઈ જાય.."મોહન ખુશી થી પોતાનો ગ્લાસ દારૂથી ભરીને બોલ્યો.
"ના આજે તો આ નશો નથી કરવો મારાં ભાઈ.."કમલેશે પોતાને માટે દારૂ ભરવાની ના કહેતાં કહ્યું.
"વાહ વાહ મારો શેર..આજે તો બીજો જ નશો કરવાના મૂડ માં છે.."શેખર પણ કમલેશ નાં ચહેરાની ચમક જોઈને બોલી ઉઠ્યો.
"ચાલ શેખરીયા એ ના પીવે તો કંઈ નહીં પણ આપણે તો જામ ની મજા લઈ જ શકીએ.."મોહન દારૂ ની બોટલ શેખર તરફ ધરીને બોલ્યો.
દારૂની બોટલમાંથી પોતાનો ગ્લાસ ભરી શેખર બોલ્યો.
"ખૂબ જમેગા રંગ, જબ મીલ બેઠેગે તીન યાર..શેખર, મોહન, ઓર કમલી.."
આટલું કહી શેખર અને મોહન દારૂ પીવામાં લાગી ગયાં અને કમલેશ આવનારી રંગીન રાત નાં સપનાં જોતો જોતો ત્યાંથી નીકળી ગયો.કમલેશ તો ચાલ્યો ગયો પણ એની વાત શેખર નાં મગજમાં મોડે સુધી ઘુમતી રહી.કોઈ જુના દર્દ ની માફક એ વાત એને ખૂંચી રહી હતી..!
***
મોહન ની હોટલમાંથી નીકળી કમલેશ સીધો પોતાનાં બંગલે પહોંચ્યો.ઘરે કોઈ હાજર નહોતું એટલે એને જાતે જ પોતાનાં બંગલા નું લોક ખોલ્યું અને ખુશખુશાલ મુદ્રામાં અંદર પ્રવેશ્યો.ઘર નો દરવાજો બંધ કરી કમલેશ સીધો પોતાનાં રૂમ માં આવેલા બાથરૂમમાં ઘૂસ્યો શાવર લેવાં માટે.
શાવર ની ઠંડી બુંદો એને ગજબની તાજગી નો અહેસાસ કરાવી રહી હતી..ઠંડા પાણી થી સ્નાન કરી તાજગીથી તરબતર કમલેશ નાઈટ ગાઉન પહેરી બાથરૂમમાંથી બહાર નીકળ્યો..આજે ઘણાં સમય બાદ એને કોઈક સ્ત્રીસુખ મળવાનું હતું જેની કામના માત્રથી એ રોમાંચિત થઈ ઉઠ્યો હતો..આવનારાં મહેમાન નાં આગમનમાં એને આખાં રૂમ માં રૂમ સ્પ્રે છાંટી દીધો.
રૂમ સ્પ્રે છાંટયા બાદ કમલેશે પોતાની જાત ને અરીસા માં જોઈ..આટલી ઉંમરે પણ એ પણ ચુસ્ત અને કસાયેલાં શરીર નો માલિક હતો એ જોઈ એ મનોમન પોતાની પ્રશંસા કરતાં બોલ્યો.
"વાહરે કમલી..તું તો માચોમેન લાગે.."
આટલું કહી કમલેશે મોંઘા બોડી સ્પ્રે નો પોતાનાં આખા શરીર પર છંટકાવ કરી દીધો..અને હવે પોતે એકદમ ફ્રેશ થઈ ગયો છે એમ વિચારી તમન્ના ક્યારે આવશે એવું વિચારવા લાગ્યો.
આમપણ કોઈ હસીન પળ ની ઈચ્છા હોય ત્યારે સમય કેમેય જાય નહીં અને એ આવશે એની ધીરજ પણ જોવાય નહીં એવી હાલત અત્યારે કમલેશ ની થઈ ચુકી હતી.અત્યાર નો સમય એનાં ડ્રીંક નો હતો પણ એને દારૂ નહોતો પીધો એટલે એને દારૂની પણ તલપ લાગી હતી..પણ આજની એની તરસ હવે દારૂથી બુઝવાની નહોતી એ વાત નક્કી હતી.
"પિયા તું અબ તો આજા..
સોલા સા મન બહકે આકે બુજા જા.."
ગીતની લાઈન વારંવાર ગાતાં ગાતાં કમલેશ પોતાની કાંડા ઘડિયાળ વારંવાર જોઈ રહ્યો હતો..એને એવું લાગી રહ્યું હતું કે ઘડિયાળ જાણે અટકી પડી હોય.મોહને કહ્યું હતું કે સાડા દસ વાગે તમન્ના આવી જશે પણ કેમેય કરી હજુ સાડા દસ નહોતાં વાગતાં.
10:25 વાગ્યાં હશે ત્યાં ડોરબેલ નો અવાજ કમલેશ નાં કાને પડ્યો..અવાજ સાંભળી કમલેશ ખુશી થી ઉછળી પડ્યો હોય એમ ખુરશીમાંથી ઉભો થયો અને ફટાફટ દરવાજા તરફ આગળ વધ્યો..!!
વધુ આવતાં ભાગમાં..
કમલેશ, શેખર, મોહને ભૂતકાળમાં શું ગુનો કર્યો હતો..? કમલેશ ને જે અનુભવો થયાં હતાં એ સાચાં હતાં કે પછી એનો ભ્રમ હતો..? કમલેશ સાથે શું થશે..?? આ સવાલોના જવાબ આવતાં ભાગમાં.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ