નો-રીટર્ન-૨
ભાગ-૩૭
આખી રાત મને ઉંઘ ન આવી. ભયાનક વિચારોનું ધમાસાણ સતત મને પજવતું રહયું. હું જે રસ્તે જઇ રહયો છું એ યોગ્ય છે કે નહીં એ જ મને તો સમજાતું નહોતું. કાર્લોસ જેવા ખૂખાંર અને શાતિર ડોન સાથે મેં “ ડીલ” કરી હતી એ બાબત ખુદ મારા માટે પણ હૈરતઅંગેજ ઘટના હતી. અનેરીનાં સાંનિધ્યે, તેને પામવાની ઝંખનાએ મારામાં ગજબનું પરિવર્તન આણ્યું હતું. એકાએક જ હું જાણે કોઇ શુરવીર યોધ્ધાની જેમ સમરાંગણ ખેલવા નિકળી પડયો હોઉં એવું અનુભવતો હતો. પથારીમાં પડખાં ફેરવતાં-ફેરવતાં હું બસ, આવા જ વિચારોનાં ચગડોળે ચડી ગયો હતો. મારે હજું અમારા દિવાન અને રાજનની ભાળ મેળવવાની હતી. એ લોકો કયાં હશે અને કેવી હાલતમાં હશે એ વિશે હું કશું જ જાણતો નહોતો. એમનો પત્તો કેવી રીતે મેળવીશ એ પણ મને સમજાતું નહોતું. પરંતુ એટલો અંદાજ ચોક્કસ હતો કે એ અમેરીકન પ્રોફેસરો પણ ખજાનાની પાછળ છે, તેમને પણ એ ખજાનો પ્રાપ્ત કરવો છે એટલે તેઓ જ્યાં હશે ત્યાંથી મારો સંપર્ક કરવાની ફિરાકમાં હશે જ. મને તો એટલે સુધી ખાતરી હતી કે કદાચ અત્યાર સુધીમાં તેઓએ મારું ઠેકાણું મેળવી પણ લીધું હશે. ઇન્દ્રગઢમાંથી મળેલા ફોટોગ્રાફ્સ તેમનાં માટે અતી મહત્વનાં હતાં. એ ફોટોગ્રાફ્સમાં જ ખજાના સુધી પહોંચવાનો રસ્તો છુપાયેલો છે એવું તેઓ સજ્જડપણે માનતાં હશે. તેમને જો એ ફોટાઓ જોઇતાં હોય તો તેમણે અનેરીનો સંપર્ક કરવો જ પડે. એટલે તેમણે અનેરી અત્યારે કયાં હશે અને તેની સાથે કોણ-કોણ હશે એ માહિતી તેમણે ચોક્કસ મેળવી લીધી જ હશે એની મને ખાતરી હતી. અને એટલે જ રાજન અને તેનાં પિતાજી બાબતે હું થોડો આશ્વત પણ હતો કે જ્યાં સુધી પ્રોફેસરોને ફોટાઓ ન મળે ત્યાં સુધી તેઓ સલામત જ રહેશે.
મેં પથારીમાં પડખું ફેરવ્યું. અનેરીનાં ફલેટનાં બેડરૂમનું વાતાવરણ ભયંકર રીતે ઠંડુ થતું જતું હતું. માથે ઓઢેલા જાડાં-ગરમ બ્લેન્કેટમાંથી પણ ઠંડીનો ચમકારો મને અનુભવાતો હતો. કેટલાં વાગ્યાં હશે એ જાણવા માથેથી બ્લેન્કેટ હટાવી સામેની દિવાલે લટકતી ઘડીયાળમાં મેં નજર નાંખી. નાઇટલેમ્પનાં આછા અજવાશમાં ઘડીયાળનો નાનો કાંટો ચાર ઉપર સ્થિર થયેલો દેખાયો. ત્યાંથી નજર ખસેડી મારી બાજુનાં પલંગ ઉપર સુતેલા વિનીત ઉપર મારું ધ્યાન ગયું. તે આખો બ્લેન્કેટ નીચે ઢબુરાયેલો હતો. ખરેખર તે અજીબ વ્યક્તિ હતો. કોઇ જ દેખીતા કારણ વગર તે અમારી સાથે બ્રાઝિલ સુધી આવ્યો હતો. કોણ જાણે કેમ પણ અનેરીએ પણ તેને સાથે રાખ્યો હતો. શું કામ..? એ મને હજુ સુધી સમજાયું નહોતું. હું આ બાબતે અનેરીને કશું પુછી શકવાની સ્થિતીમાં નહોતો કારણકે તે અનેરીનો મિત્ર હતો. પણ મને એ ગમતી વાત નહોતી. કોઇ વ્યક્તિ તમારી સાથે કારણ વગર ચીપકેલો રહે એ કોને ગમે હેં...!
@@@@@@@@@@
આ તરફ અનેરી પણ જાગતી પડી હતી. તેનાં દાદા હેમખેમ, સહી-સલામત પાછાં આવ્યાં હતાં એ ખુશીએ તેને ઉંઘવા દીધી નહોતી. દાદા-દિકરી મોડી રાત સુધી સુખ-દુઃખની વાતો કરતાં જાગતાં રહયાં હતાં. તેણે તેનાં દાદાને પેલા ખજાના વિશે પુંછવું હતું પરંતુ ફિલહાલ તેણે ખામોશ રહવાનું મુનાસીબ માન્યું હતું. વધુ સવાલો કરીને તે એમને પરેશાન કરવા માંગતી નહોતી એટલે એ બાબતનો હરફ પણ તેને ઉચ્ચાર્યો નહોતો. છતાં તે એટલું તો ચોક્કસ સમજી ગઇ હતા કે ખજાનાવાળી વાતમાં તેનાં દાદા જરૂર કોઇક રીતે સંડોવાયેલા છે. એ શું હોઇ શકે...? એ બાબતે તેણે ઘણું મગજ કસ્યું છતાં કંઇ સમજાયું નહિ ત્યારે આવતીકાલ સવારે દાદા સાથે ખુલીને આ વિશે ચર્ચા કરી લઇશ એવું વિચારીને તેણે ઉંઘી જવાનું મન બનાવ્યું.
@@@@@@@@@@@
“ બોસ...! આ થોડું વધારે પડતું ન થઇ ગયું...? તમે એ છોકરાની વાત કેમ માન્ય રાખી એજ મને તો સમજાતું નથી...? એના માર્ટિનીએ એ એકલાં પડતાં તુરંત કાર્લોસને પુંછયું હતું.
“ આ બાબતે આપણી વચ્ચે ચર્ચા થઇ ચુકી છે એના...! ” કાર્લોસનાં અવાજમાં ધાર હતી. કોઇ તેને સવાલો કરે એ કયારેય ગમતું નહી. “ છતા. તું પુંછે છે તો ફરીવાર કહું છું કે એ લોકોને મસળતાં આપણને સેકન્ડભરનો પણ સમય નહીં લાગે. એક વખતે એ છોકરો શું જાણે છે એ આપણને ખબર પડે, અને આપણાં હાથમાં ખજાનો આવે પછી તેનું મોત નક્કી છે...! તને ખ્યાલ છે ને કે આ ખજાના પાછળ આપણે કેટલાં મહિનાઓ વેડફયા છે..? જો હવે તેનું પગેરું મળતું હોય તો આપણે ગમે તેને સાથે લઇ જવા તૈયાર છીએ...! તું એ બધું મારા ઉપર છોડી દે અને તૈયારીમાં લાગી જા. પરમ દિવસે સવારે આપણે નીકળવાનું છે. અને હાં, જોશ આવ્યો કે નહી...? ” તેણે પુંછયું. જોસ મુનિઝ કોઇ કામ અર્થે બે દિવસથી બહાર હતો એટલે તેણે પૃચ્છા કરી.
“ સાંજ સુધીમાં આવી જશે...”
“ ઓ.કે. આવે એટલે તેને પણ તૈયાર થઇ જવા કહેજે...” વાત ખતમ કરવાના ઇરાદા સાથે કાર્લોસ ઉઠયો અને કમરાની બહાર ચાલ્યો ગયો.
એનાને એ ગમ્યું નહીં છતાં તે કશું બોલી નહી. તે ખતરનાક ઔરત હતી. તે જાણતી હતી કે તોનો બોસ કાર્લાસ જે કહે છે એ કરતાં તેને સહેજે સમય નહીં લાગે છતાં આ મામલામાં તેનું હદય અમંગળ આશંકાઓ કરતું હતું. કોણ જાણે કેમ, પણ તે ક્યારની અજીબ પ્રકારની બેચેની અનુભવતી હતી. કશુંક એવું હતું જે તેને સતત ખટકી રહ્યું હતું. એટલે જ હંમેશા શાંત રહેતાં તેનાં દિમાગમાં અત્યારે હજારો સવાલો ઉદ્દભવતાં હતાં. તે વિચારોમાં ખોવાઇ....
એ દિવસ તેને બરાબર યાદ હતો... જે દિવસે આ ખજાના વાળી કહાનીની શરૂઆત થઇ હતી.
સાવ અનાયાસે જ તેઓનાં ધ્યાનમાં આ બાબત આવી હતી. તે અને કાર્લોસ કોઇ અંગત કામ અર્થે બ્રાઝિલ નેશનલ મ્યુઝિયમની મુલાકાતે ગયાં હતાં. ખરેખર તો એ કામ અંગત ન ગણી શકાય કારણકે તેમાં તેમનો કોઇ સ્વાર્થ નહોતો. વાત એમ હતી કે બ્રાઝિલ સરકાર નેશનલ મ્યુઝિયમનું રિનોવેશન અને વિસ્તરણ કરવા માંગતી હતી. મ્યુઝિયમની બાજુમાં... એટલે કે મ્યુઝિયમને અડીને આવેલી જમીનનો એક નાનો ટૂકડો કાર્લોસની માલીકીનો હતો. જો કાર્લોસ એ જમીન નેશનલ મ્યુઝિયમને સોંપી દે તો મ્યુઝિયમનું વિસ્તરણ વધુ સગવડતાથી થઇ શકે એવી કંઇક ગણતરી સાથે તેને મ્યુઝિયમની ઓફિસમાં પધારવાનું આમંત્રણ અપાયું હતું. સામાન્ય રીતે કોઇપણ કામ અંગેની મિટીંગ પોતાની ઓફિસમાં કરવાનો આગ્રહ રાખનાર કાર્લોસ તે દિવસે પહેલી વખત બહાર નીકળ્યો હતો. એમ કહી શકાય કે તેનાં ભાગ્યે તેને નેશનલ મ્યુઝિયમની મુલાકાત લેવા મજબુર કર્યો હતો. એ સમયે તે ખરેખર નહોતો જાણતો કે આ મુલાકાત ભવિષ્યમાં તેનાં જીવનમાં ભયાનક આંધી બનીને છવાઇ જશે. ખેર... એ જે હોય તે, પણ એના અને કાર્લોસ મ્યુઝિયમની ઓફિસમાં આવીને બેઠાં હતા. બરાબર એ સમયે જ કાચનું એક બોક્ષ સાફ-સફાઇ કરવાના ઇરાદાથી ત્યાંનાં કર્મચારીઓ ઓફિસમાં લઇ આવ્યા હતાં. એ બોક્સમાં એક અતી કિમતી દસ્તાવેજ હતો એટલે બહું સાચવીને તેને એક ખૂણામાં પડેલા ટેબલ ઉપર કર્મચારીઓએ મુકયું હતું, અને પછી તેઓ ઓફિસની ચાલ્યાં ગયાં હતાં. એ સમયે સાવ અનાયાસે જ કાર્લોસને એ બોક્સમાં શું છે એ જાણવાની જીજ્ઞાસા સળવળી હતી. અને ઉભા થઇને તેણે બોક્સમાં રખાયેલો દસ્તાવેજ વાંચ્યો હતો. દસ્તાવેજમાં લખેલી વિગતોએ તેને અચંભીત બનાવી મુકયો હતો. તેણે તાત્કાલીક એ દસ્તાવેજમાં “સોર્સ” વીશેની જાણકારી માંગી હતી. મ્યુઝિયમનાં ડેપ્યુટી ડિરેકટર લુઇઝ ફર્નાન્ડોએ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો કારણકે એ બાબત મ્યુઝિયમની ગોપનીયતાનાં અધીનિયમનો ભંગ કરતી હતી. લાંબી રકઝક અને માથાકૂટનાં અંતે લૂઇઝ ફર્નાન્ડોએ એક શરત કાર્લોસ સમક્ષ રાખી હતી કે... જો તે પોતાની જમીન મ્યુઝિયમને દાનમાં આપવા તૈયાર થતો હોય તોજ તે એ દસ્તાવેજ વિશે ખુલીને કંઇક કહેશે.
કાર્લોસે એ ઓફર તુરંત મંજૂર રાખી હતી કારણકે એક તરફ અબજો રૂપિયાનાં ખજાનાની માહિતી હતી અને બીજી તરફ જમીનનો એક નાનકડો ટૂકડો. આમ જોવા જાઓ તો આ બંને તરફ વિન- વિન પરિસ્થિતી જેવો ઘાટ હતો એટલે એ સોદો તુરંત મંજૂર થયો હતો. સોદો ફાઇનલ થયા બાદ લૂઇઝ ફર્નાનડોએ કાર્લોસ સાથે હાથ મેળવતાં કહયું હતું....
“ કાર્લોસ એ જગ્યા બહું ખતરનાક છે. એ ખજાનાને લોકો શાપિત માને છે. ઘણાં લોકોએ એ ખજાના સુધી પહોંચવાની કોશિષો કરી જોઇ છે અને હાલનાં સમયમાં પણ એવી કોશિષો જારી જ છે. તારા ધ્યાનમાં ભલે અત્યારે આવ્યું હોય પરંતુ ઘણા બધા લોકો એ ખજાના વિશે ઓલરેડી જાણે જ છે. મારું માન, તો ત્યાં જવાનો વિચાર પણ કરવા જેવો નથી...”
“ બીજામાં અને કાર્લોસ મોસ્સીમાં ઘણો ફરક છે લૂઇઝ...! તું ફક્ત મને રસ્તો બતાવ, બાકીનું હું મારી રીતે ફોડી લઇશ..” કાર્લોસ ગુમાનભર્યા સ્વરે બોલ્યો હતો. લૂઇઝ ફર્નાન્ડોએ કાર્લોસ સામું જોયું અને એક નિશ્વાસ નાંખ્યો હતો. પછી તેણે બે નામ તેને ઉચ્ચાર્યા હતાં.
“ આ બે વ્યક્તિને તું મળીશ એટલે એ ખજાના વિશે તું બધું જ જાણી શકીશ. બહું મોટા ઇતિહાસવિદો છે, અને તેઓ ખજાના વિશે એવી માહિતી ધરાવે છે જે બીજાઓ નથી જાણતાં...”
“ કોણ છે એ લોકો...? ”
“ એક છે સાજનસીંહ પાલીવાલ અને બીજાનું નામ છે વીરસીંહ જોગી...! બંને ભારતીય છે. જો કે તું આમાથી એકને જ મળી શકીશ, કારણકે વીરસીંહ જોગી હવે આ દુનિયામાં નથી. તે કયારનો મરી પરવાર્યો છે...! હાં, તું તેનાં રાજ્ય “ ઇન્દ્રગઢ” માં જરૂર તપાસ કરાવી શકે છે. શક્ય છે કે ત્યાંથી કશુંક તને મળી આવે ...” ફર્નાન્ડો બોલ્યો.
“ હું એ જોઇ લઇશ...” કાર્લોસે કહયું હતું અને બસ.... એ સમયથી જ તે એ ખજાનાની પાછળ લાગી પડયો હતો. સૌથી પહેલા તેણે સાજનસીંહ પાલીવાલનો પત્તો મેળવ્યો હતો. તેનાં સદ્દભાગ્યે અને સાજનસીંહનાં દુર્ભાગ્યે એ સમયે તે બ્રાઝિલમાં જ મૌજુદ હતો. કાર્લોસે તેનું અપહરણ કરાવ્યું અને તેને ખજાના વીશે પુંછયું હતું. પણ... કમબખ્ત કાર્લોસનું નસીબ તેનાથી બે ડગલાં આગળ ચાલતું હતું. સાજનસીંહ ભલે પ્રોફેસર કક્ષાનો વ્યક્તિ હોય, પરંતુ તેની ઢળતી ઉંમરે તેની આગળની યાદશક્તિને કુંઠિત કરી નાંખી હતી. ઘણાં વર્ષો પહેલાં તે પોતે ખજાનાની ભાળ મેળવવા જંગલોમાં ગયો હતો. ત્યાં તેની સાથે કોણ-કોણ હતું અને તેમણે ત્યાં જઇને શું-શું કર્યું, શું જોયું હતું એ બધું જ તે લગભગ ભુલી ચૂકયો હતો. યાદ હતું તો માત્ર એટલું જ કે એક કેમેરામાં તેણે ત્યાંનાં ફોટા પાડયા હતાં અને અત્યારે એ કેમેરો તેનાં મિત્ર વીરસીંહ પાસે હતો. આનાથી વધારે માહિતી તેની પાસે નહોતી, અથવા તો તેણે કાર્લોસને આપી નહોતી. કાર્લોસે ઘણી કોશિષ કરી જોઇ પરંતુ સાજનસીંહે કોઇ અડીયલ ટટ્ટુની જેમ મને વધુ કંઇ જ યાદ નથી એવું રટણ ચાલું રાખ્યું હતું. આખરે હારી થાકીને કાર્લોસે બીજો રસ્તો અપનાવ્યો હતો. તેણે સાજનસીંહની પૌત્રી અનેરીને તેનાં દાદાની રિહાઇનાં બદલામાં ભારત જઇને પેલો કેમેરો શોધી લાવવાનું કામ સોંપ્યું હતું. એ કામ અનેરીએ બખુબી રીતે પાર પાડયું હતું.
બસ... ત્યારબાદ આજનો દિવસ હતો. હવે કાર્લોસની સુચના પ્રમાણે તેમણે એ ખજાનાની ખોજમાં ઉત્તરી બોલીવીયાનાં ગાઢ જંગલોની ખાક છાનવા માટે જવાનું હતું. એટલે સફરમાં સાથે લઇ જવાના સાધન-સરંજામ, વાહનો અને માણસોની વ્યવસ્થા કરવાની જવાબદારી તેની માથે આવી હતી. તેણે ફટાફટ ફોન ઘુમાવાનું શરૂ કર્યું. લગભગ અડધી કલાકમાં જ બધી વ્યવસ્થા જડબેસલાક રીતે તેણે ગોઠવી દીધી હતી.
એનાએ ફોન મુકયો ત્યારે સાંજ ઢળી ચુકી હતી. તે આજે સખત રીતે થાકેલી જણાતી હતી. ખજાના માટેની કાર્લોસની ઉતાવળ અને પેલાં ભારતીય છોકરાને સાથે લઇ જવાનો ફેંસલો...આ બે ચીજ તેને બિલકુલ ગમી નહોતી. પરંતુ એ બાબતમાં તે કશું જ કરી શકે તેમ નહોતી. ખાસ તો કાર્લોસથી ઉપરવટ જવાનું તેનું ગજું નહોતું. આજ સુધીમાં કયારેય તેણે કાર્લોસનો વિરોધ કર્યો નહોતો. તેની ફિતરત જ એવી હતી કે તેને સોંપવામાં આવતું દરેક કામ તેણે બડી સફાઇથી ચૂપચાપ પાર પાડયું હતું. તેને એમાં મજા પણ આવતી હતી. આજે પહેલીવાર એવું બન્યું હતું કે તે થોડી ખચકાઇ હતી. કશુંક એવું હતું જે તેને ડારી રહયું હતું. મનનાં કોઇક ખૂણામાં આ સફરને લઇને ખતરાની ઘંટડીઓ રણકવા લાગી હતી. તેનાં જેવી કઠણ કાળજાની ઔરત પણ આજે કોઇક અકળ કારણોસર મુંઝાઇ ઉઠી હતી.
@@@@@@@@@@@
“ ટ્રીન...ટ્રીન...ટ્રીન....ટ્રીન...” એકધારા વાગતાં એલાર્મે મારી ઉંઘ ઉડાડી મુકી. મેં જાગીને જોયું તો સવારનાં આઠ વાગ્યા હતાં. મારી સામેની પથારી ખાલી હતી. મતલબ કે વિનીત ઉઠીને તૈયાર થવા ચાલ્યો ગયો હશે અથવા તો તૈયાર થઇ ગયો હોવો જોઇએ. મેં ઝટપટ સવારનું પ્રાતઃકર્મ પતાવ્યું અને સીધો જ બેઠકરૂમમાં આવ્યો. બેઠકરૂમનાં સોફામાં એક ખૂણે પ્રોફેસર બેઠાં હતાં. તેમનાં હાથમાં એક કપ હતો જેમાંથી ગરમાગરમ વરાળ નિકળતી હતી. તેની બાજુમાં અનેરી બેઠી હતી અને સામે વિનીત ન્યૂઝ પેપરનાં પાનાં ઉથલાવી રહ્યો હતો.
“ હેલ્લો એવરીવન, ગુડમોર્નિંગ...” મેં કહયું. બધા આટલી વહેલી સવારમાં તૈયાર થઇ ગયા હતા તેનું આશ્વર્ય મને થયું. જોકે અત્યારે પરિસ્થિતી જ એવી હતી કે ભાગ્યે જ કોઇને રાત્રે ઉંઘ આવી હોય.
“ ગુડ મોર્નિંગ...” લગભગ બધાએ એકસાથે કહયું. મેં પ્રોફેસરની બાજુમાં બેઠક લીધી અને ધ્યાનથી તેમને નિરખવા લાગ્યો. લગભગ સિત્તેરથી પંચોતેર વર્ષની તેમની ઉંમર હશે. ચહેરો લાંબો અને પાતળો. માથે આછા થઇ યુકેલા વાળ, આંખો ઉપર જાડા ગ્લાસનાં ચશ્મા, ચશ્મા હેઠળ ઉંડી ઉતરી ચૂકેલી આંખો, લાંબુ નાક અને શુષ્ક હોઠ. હજુ હમણાં તાજી જ કરેલી દાઢીનાં કારણે તેમની શિથીલ પડી ચૂકેલી ચહેરાની ચામડી ઉપર બ્લેડ ઘસાવાથી લાલાશ ઉભરી આવી હતી. તેમણે પેન્ટ-શર્ટ પહેર્યા હતાં અને ઉપર જેકેટ ચડાવ્યું હતું. તેઓ અદ્દલ એક પ્રોફેસર જેવા જ દેખાતા હતાં.
મને અનાયાસે મારા દાદા યાદ આવી ગયાં. કોઇજ દેખીતા કારણ વગર મારાથી એમની તુલના અનેરીનાં દાદા સાથે થઇ ગઇ. મારા દાદા રૂઆબદાર વ્યક્તિત્વનાં માલિક હતા. કોઇપણ વ્યક્તિ તેમની સામે ઉભો રહે તો આપોઆપ એકદમ શિસ્તબધ્ધ રીતે વર્તવા લાગે એવી તેમની આભા હતી. જ્યારે અનેરીનાં દાદાનું વ્યક્તિત્વ મને શાંત અને સૌમ્ય લાગ્યું. આ ઉંમરે પણ વહાલ ઉમટે એવું...!
મારે તેમની સાથે ઘણી વાત કરવી હતી. ઘણાંબધા પ્રશ્નો પુછવાં હતાં. પરંતુ મને સમજાતું નહોતું કે શરૂઆત કયાંથી કરું. જોકે અત્યારે મને એ પણ ખબર નહોતી કે મારા દાદા અને અનેરીનાં દાદા વચ્ચે ઘણો ગાઢ કહી શકાય એવો સંબંધ હતો. એ બંનેએ ઘણા વર્ષો સાથે વિતાવ્યા હતાં. એ હવે મને ખબર પડવાની હતી અને હું ભયાનક આશ્વર્યનાં મહાસાગરમાં ગોથા ખાવાનો હતો.
( ક્રમશઃ )
મિત્રો... રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવારજનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા