Ghar gharni Vato..... in Gujarati Motivational Stories by Chaula Kuruwa books and stories PDF | ઘર ઘરની વાતો......

Featured Books
Categories
Share

ઘર ઘરની વાતો......

ઘર ઘર ની વાતો……

આજના સમાજની અને ઘર ઘરની થોડી વાતો કરીએ..


ઘર કોણ ચલાવશે ? સ્ત્રી ? કે પુરુષ ?


પુરુષ કમાતો આવ્યો છે એટલે કે ઘરના ખર્ચા અને વહીવટ કરવાની તેની જવાબદારી રહેલી છે.

જોકે આજે તો સ્ત્રીઓ પણ કમાય છે અને પુરુષને ઘરના ખર્ચા સરભર કરવામાં મદદ રૂપ થાય છે.


મોટાભાગે ઘરની જવાબદારી એટલે કે ઘરકામ ની બાળકોને ઉછેરવાની જવાબદારી સ્ત્રીઓના શિરે છે.

મહદઅંશે આમ જોવા મળે છે.


જોકે ઘણા ઘરોમાં આ જવાબદારી પણ પુરુષો સમ્પૂર્ણ પણે કે થોડી ઘણી અદા કરે છે.

ક્યાંક શોખ થી તો,ક્યાંક મજબૂરી થી તો વળી ક્યાંક પ્રેમથી ….


સમયે કરવટ લીધી છે, એટલેકે જમાનો બદલાયો છે.


હાલ વેસ્ટર્ન કલ્ચરનો વાવડ છે. ન્યુક્લીઅર ફેમિલીઓ વધતી જાય છે. .

સંયુક્ત કુટુંબ પ્રથા લગભગ તૂટી ગઈ છે.

કારણ નોકરી ધંધો હોય કે મોટા શહેરમાં કોઈ ને કોઈ કારણે કરવું પડેલું સ્થળાંતર હોય ..


પરિવારમાં બનતા બનાવો ઘરના બધા સભ્યોને અસર કરે છે.

પરિવારમાં જો કોઈ એકાદ વ્યક્તિ બીમાર પડી જlય તો ઘરના બધા સભ્યોને હેરાન

પરેશાન કરી નાખે છે.

આજે સ્ત્રી બહlર કામ કરી રહી છે. કમાવા જાય છે.

અભ્યાસ કરે છે. જુદા જુદા ક્ષેત્રોમાં

વિશિષ્ટ પ્રદાન કરી રહી છે.


ગમે તેટલું સ્ત્રી બહાર કામ કરે કે હરે ફરે આખરે ઘરમાં તો તેને કામ કરવું જ પડે છે.

ઘરમાં તેની જવાબદરી પતિ અને બાળકોની રહેતી જ હોય છે.

અને સ્ત્રીઓ કેટલાક અપવાદો બાદ કરતા ઘરમાં પણ કામ કરે છે અને

તેની જવાબ દારી નિભાવે છે.

આમ સ્ત્રી અને પુરુષ બને બધા કામ કરતા હોય ત્યારે ઘરના કlમમાં પણ બને એ એકબીજાને મદદરૂપ થવું જ જોઈએ.

તે જ રીતે દીકરો અને દીકરી બને અભ્યlસ કરતા હોય કે નોકરી કરતા હોય તો પણ દીકરા ને દીકરી બને એ ઘરકામ કરવું પડે .

હજુ પણ ઘરકામ છોકરી ની ઉપર છે અને દીકરો વધારે કરતો નથી અથવા આવડતું નથી .

કોઈએ ટેવ પlડી નથી કે તેને ફરજ પણ પાડી નથી.


જો પુરુષો ઘરકામ કરે અને શીખે તો ફાયદો તેમનેજ છે .

દીકરો અને દીકરી બને રસોઈકામ અને ઘરકામ શીખતા હોય ને આવડતું હોય તો માતlને તો મદદરૂપ થાય જ છે

પણ સાથે સાથે તેમને પોતાને પણ મદદરૂપ બને છે .

તેમજ ભવિષ્યમાં જયારે જરૂર પડે ત્યારે અlખા પરિવારને મદદરૂપ બનતા હોય છે.

પુરુષો માટે કે દીકરાઓ માટે રસોઈ કરવામ કઈ જ ખોટું નથી કે નાનામ પણ નથી

અને ન જ હોવી જોઈએ.


અમેરિકામાં અને વિદેશોમાં તો પુરુષો તમામ ઘરકામ અને રસોઈ સુદ્ધાં બનાવે છે અને બાળકોના ના

ઉછેરની જવાબદlરી પણ સમભાગે પત્ની સાથે નિભાવે છે.


હવે નો સમય છે કે સ્ત્રી અને પુરુષ બને એ ઘરકામ અને રસોઈકામ શીખી લેવું પડે અને

આ તેમના બને માટે ફરજીયાત કર્તવ્ય છે.

જો પુરુષ પણ સ્ત્રીને ઘરના કામમાં અને રસોઈના કામમાં મદદરૂપ થાય તો ખરેખર

ઘરમાં સ્વર્ગ ઉભું થઇ જાય.


વળી માતા કે સ્ત્રીની માંદગી હોય કે માતા - પત્ની- સ્ત્રી બહlર ગઈ હોય

તો આનાથી પુરુષને કે ઘરના કોઈ સભ્યને તકલીફ પડતી નથી .

કારણ તે ઘરકામ અને રસોઈ જાણે છે અને ટેવાયેલl છે.


ટુકમાં ઘરકામ કરવું અને શીખવું કે રસોઈ કરવી અને શીખવી તે પુરુષોના લાભમાં જ છે. પરીવારના હિતમાં પણ છે.


પુરુષોને જો આ બધું ઘરકામ અને રસોઈ આવડતી હોય તો તે સ્ત્રી વગર ચલાવી શકે છે અને

બહાર જમવાની જરૂર નથી પડતી.

ઘરકામ અને રસોઈ જાણતા દીકરાઓ અને પુરુષો ઘરમાં સ્ત્રીની માંદગીમાં પરિવારને

ઉપયોગી થાય છે.

જે પરિવારોમાં સ્ત્રી બીમાર હોય તે પરિવારના પુરુષો અને દીકરાઓ ઘરકામ કરવા

અને રસોઈ કરવા ટેવાયેલા હોય તેમ જોવા મળે છે. તેમજ બળકોને ઉછેરતા પણ જોવા


મળે છે.

અમેરિકા જતા અને વિદેશ જતા યુવાનો માટે ઘરકામની અને રસોઈની આવડત બહું મોટા આશીર્વાદ સમાન નીવડે છે.

તેમજ મદદરૂપ પણ થાય છે. અમેરીકામાં અને વિદેશોમાં પુરુષોએ આ બધાજ કામો કરવlની ટેવ પlડવી પડે છે.

તો આજથી જ ઘરકામ અને રસોઈકામ કરતl શીખવા માંડો.એ પરિવારના હિતમાં

અને તમારા પોતાના હિતમાં પણ છે.

મોટી ઉમરે નસીબજોગે એકલા પડી જતા પુરુષો માટે ઘરકામની અને રસોઈકામની આવડત બહુમોટી રાહત આપે છે.


ઘરમાં સ્વર્ગ ઉભું કરવું હોય અને જાતે પણ સુખી થવું હોય તો ઘરના બધા સભ્યોએ ઘરના કામની સાથે સાથે જ

બહારનું કામ કરવું જોઈએ.

એવી ટેવ પlડવી જ રહી.

એટલે કે ઘરકામ ,રસોઈકામ અને બહારનો વ્યવસાય- નોકરી બને સાથે જ કરવા રહ્યા.

તો જ પરિવાર અને પરિવારના બધા સભ્યો સુખી બનશે.


ડીવીઝન ઓફ લેબરનો સિદ્ધાંત નો અમલ ઘર થી જ શરુ કરવો જોઈએ.


પ્રયાસ કરી જુઓ અને આ પ્રયોગના ફાયદા અમને અવશ્ય લખી મોકલશો.


પરિવારમાં ડીવીઝન ઓફ લેબર ખુબ જ જરૂરી છે.

.....

ઘર ઘરની વાતો કરતા થાકી જઈએ એટલી વાતો છે.

આજ કાલની વાતો તો છે જ પણ ગઈ કાલ ની પણ ઘણી બધી વાતો છે.

પુરુષને માટે ઘરમાં સ્ત્રીનું શોષણ ન કરવાનો જમાનો ગયો હવે , એમ કહી શકાય.

પણ સાવ એવું નથી.


આજે પણ ખુબ જુનવાણી પરિવારો અને પુરુશો છે જ, જયા ઘરમાં સ્ત્રી પર અત્યાચાર થાય છે.

અને વરસો થી થતા આવ્યા છે.


તો સાવ ઊંધું હોય એવું આજે પણ થાય છે અને પહેલા પણ થતું હતું .


એટલે કે પુરુષને જેમ બહુ જલ્દી ફાવટ છે સ્ત્રીના શોષણ કરવાની અને તેના પર અત્યચાર કરવાની ..

તે જ રીતે બહુ જલ્દીથી તે કહ્યાગરો કંથ પણ થઇ જાય છે અને થતો હતો.

તેમાં કઈ નવું નથી.

હેન્ડ્પેક હસબન્ડ પહેલા પણ હતા અને આજે પણ છે.


ક્રૂર રીતે ઘર ચલાવતી સ્ત્રીઓ પહેલા પણ હતી અને આજે પણ છે.


તે રીતે પતિવ્રતા અને સમ્પૂર્ણ સમર્પિત ગૃહિણીઓ પહેલા પણ હતી અને આજે પણ છે.


ભલે આપણે એમ કહીએ કે જમાનો બદલાયો છે ...

અમારા સમયમાં એમ નહોતું .

હવેના નવા જમાનાના છોકરાઓ ને પરિવારની માતાપિતાની કે વડીલોની પડી નથી.


જો કે આવું તો દરેક સમયમાં અને દરેક પેઢીને ફિલ થાય છે ..

પરિવર્તન જેમ સનાતન છે. સમયની માંગ છે.

તેમ પુનરાવર્તન પણ થતું આવ્યા જ કરે છે.

ભાઈઓ હોવા છતાં કોરવો અને પાંડવોના ઝગડા પહેલા પણ હતાને હાલે પણ છે.

યુગો થી ચાલી આવતી આપણી જાતિપ્રથા આપણl સમlજે જ માત્ર નહિ પરિવારોએ પણ પકડી રાખી છે.

પરિવારોનો દાવો છે કે સમાજ કહે તેમ જ ચાલવું પડે...સમાજ કહે છે રાજ કહે તેમ્ જ ચાલવું પડે.

અlપણી જૂની પરંપરા એમ કઈ છોડી ન દેવાય...

અlપણી સlમાન્ય દલીલ એ રહેતી હોય છે કે વરસો થી ચાલી આવતી અlપણી પરંપરા અને રીવાજો કઈ સાવ નકામl નહોતા.

આપણl વડીલોએ કૈક વિચારીને જ એમ કર્યું હશેને...