Parevdu ( dikri vahal no Daryo ) - 2 in Gujarati Motivational Stories by Ashish Chihala books and stories PDF | પારેવડું ( દીકરી વહલનો દરિયો ) - 2

Featured Books
Categories
Share

પારેવડું ( દીકરી વહલનો દરિયો ) - 2

પેશન્ટ પ્રેશર નથી કરી રહ્યું માટે આપણે ઓપરેશન કરીને ડિલિવરી કરવી પડશે.... ડોકટર કહ્યું .
    
          નહીં નહીં .. ઓપરેશન નહીં.... જયેશભાઈએ તરત જ ના પાડી દીધી.

          જયેશભાઇ અને ડોકટર વચ્ચે આ વાતો ચાલી રહી હતી. ત્યાં જ ભાવનાબહેન અને શંકરલાલ પણ આવી પહોંચે છે.
    
           શું થયું દીકરા.....  ભાવનાબહેન આવતાની જ સાથે જ પૂછ્યું.
    
           મમ્મી ડોકટર ઓપરેશન દ્વારા ડિલિવરી કરવાનું કહે છે.... જયેશભાઈએ કહ્યું.
     
          નહી દીકરા બીજા કોઇ ડોકટરને બોલાવ પરંતુ ઓપરેશન નહી... ભાવનાબહેન એ કહ્યું.
        
          પરંતુ ભાવનાબહેન  આપણી પાસે બીજો કોઈ રસ્તો  જ નથી. અને બીજા ડોકટરને બોલાવશો તો એ પણ ઓપરેશન દ્વારા જ ડિલિવરી કરવાની સલાહ આપશે..... ડોકટરે કહ્યું.
           
           ભાવનાબહેન મનમાં કંઇક મુંઝવણમાં હતા. અને કંઇક વિચારી રહ્યાં હતાં તેમણે ડૉ. શિલ્પા પટેલને અંગતમાં વાતચીત કરવા માટે બોલાવ્યા. ડૉ.શિલ્પા અને ભાવનાબહેન એક બાજુએ જઈ કંઇક વાતચીત કરી રહ્યા હતા. થોડીવાર રહીને તે બંને પાછાં આવે છે. તેમના આવતાની સાથે જ જયેશભાઈએ પુછ્યું.
         
    શું થયું મમ્મી.........?
       
          દીકરા હું શું કહું છું ? કે આપણે આ બાળકને આ દુનિયામાં આવવાજ ન દઈએ તો ?....... આ શબ્દો બોલવા માટે ભાવનાબહેન ની જીભ માંડ માંડ ઉપડી રહી હતી.
      
           મમ્મી આ તમે શું કહો છો ?....તમે આમ વિચારી પણ કેમ શકો ?.... જયેશભાઈએ કહ્યું.
         
       દીકરા મારી વાત સાંભળ ! 

           વૈશાલીના પેટમાં દીકરી છે. માત્ર બોજ અને તેને આ દુનિયામાં લાવી ને પણ શું કરીશું અને બીજી વાત એ કે વૈશાલીને આ વાતની જરાય ખબર નથી.
        
           તો શું મમ્મી ? તમને ખબર છે. તમે શું બોલી રહ્યા છો ? તમે ભ્રૂણહત્યા ની વાત કરો છો? જયેશભાઈએ કહ્યું.
      
           પણ દીકરા એમ પણ ડોકટર સર્જરી કરવાનું કહે છે. અને વળી દીકરીને આ દુનિયામાં લાવીને શું કરીશું ? 
       
           મમ્મી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે શું બોલી રહ્યા છો ? ... જયેશભાઈએ પોતાની માં સામે ન કહેવા છતાં આવા શબ્દો ઉચ્ચારવા પડ્યાં.

જયેશ તું મને કહે છે કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.... તારી માં ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તો ઠીક છે તને જે યોગ્ય લાગે તે કર .... હું અહીંયાથી જાવ છું...... એટલું કહી ભાવનાબહેન પોતાના સ્વજનોને છોડી ઘરે ચાલ્યાં જાય છે. ત્યારે શંકરલાલ જયેશભાઇ ને સમજાવતાં કહ્યું.
      
           દીકરા તારી મમ્મીને પછી આપણે સમજાવીશું તું અત્યારે બીજા ડોકટરને ફોન કર.....

જયેશભાઇ થોડું વિચાર્યા પછી પોતાના મિત્ર ભૌતિક સવાણી જેઓ (m.b.b.s , d.g.o, f.a.m.s ,f.a.r.t)ની ડીગ્રી ઓ મેળવી ચૂક્યા હતા. તેમને ફોન કરે છે. અને તેમને બોલાવે છે. ડૉ. ભૌતિક પોતાની રીતે ચેકઅપ ચાલુ કરે છે. થોડીવાર પછી ઓપરેશન રૂમની લાલ લાઈટ ચાલુ થાય છે. જેમ જેમ સેકન્ડો અને મિનિટો પસાર થતી હતી. તેમ-તેમ જયેશભાઇ ની ચિંતાનું વમળ વધતું જતું હતું. પરંતુ ડૉ.ભૌતિકે આપેલા આશ્વાસન થી જયેશભાઇ ને હાશકારો થયો. તેમની અડધી ચિંતા ત્યાં જ દૂર થઈ હતી.
         
          લગભગ દોઢ કલાક પછી ઓપરેશન રૂમ નો દરવાજો ખુલ્લે છે. અને ડૉ.ભૌતિક બહાર આવે છે.
     
           અભિનંદન જયેશભાઇ તમે દીકરીના પપ્પા બની ગયા છો. તમારા ઘરે ગુલાબ ખીલ્યું છે.... ડૉ.ભૌતિક કહ્યું .
        
            પરંતુ ડૉ.ભૌતિક સીજેરિયન..... આટલું બોલીને જ જયેશભાઇ અટકી જાય છે.
      
ત્યાં હાજર રહેલા ડૉ. શિલ્પા પટેલનો ચહેરો નીચે નમી ચૂક્યો હતો.
        
             તમે જાણો છો ને કે સીજેરિયન દ્વારા ડિલિવરી કેટલી હાનિકારક છે... એક સ્ત્રીની બીજા વાર માં બનવાની સંભાવનાઓ ઘટી જાય છે. ગર્ભમાં પોષણ પામી રહેલા બીજા બાળકને પણ હાની પહોંચી શકે છે. છતાં તમે આ નિર્ણય કેમ લીધો. અને એક માં ના ગર્ભમાં દીકરો છે. કે દીકરી તેની જાણ કોઈને પણ કરવી ..... એ અપરાધ છે...... ડૉ.ભૌતિક કે કહ્યું.
     
            સોરી સર.... રૂપીયા મેળવવાની લાલચમાં મે સિજેરિયન કરવાની સલાહ આપી......  ડૉ.શિલ્પાએ માફી માગતા કહ્યું.
     
           તમે કરેલું કાર્ય માફ કરવાને યોગ્ય નથી. પરંતુ આગળથી ધ્યાન રાખજો કે કોઈ માં ની જીંદગી તમારી લીધે બરબાદ  ના થાય.... ડૉ.ભૌતિક કહ્યું.
          
          જયેશભાઇ મારા ભાભીની સ્થિતિ હવે બિલકુલ નોર્મલ છે . તમે તેમને ત્રણ દિવસના આરામ પછી ઘરે લઈ જઈ શકો છો.... ડૉ.ભૌતિક કહ્યું.
      
           તમારો ખુબ ખુબ આભાર ડૉ. ભૌતિક.
      
         ડૉ.ભૌતિકે બીજા હોસ્પિટલમાં એપોઇન્મેન્ટ આપેલી હતી. એટલે ત્યાંથી નીકળી જાય છે. જયેશભાઇ દીકરીના પપ્પા બની ગયા છે. છતાં તેના ચહેરા પર ઉદાસીના વાદળો છવાયેલાં હતાં. તે કંઇક વિચારી રહ્યા હતા. ત્યાં જ શંકરલાલ જયેશભાઇ ને પૂછે છે.
          
            જયેશ તારા ચહેરા પર અત્યારે ખુશીઓ છલકાવી જોઈએ અને તું ઉદાસ છે. કોઇ પ્રોબ્લેમ છે....?
       
         ના પપ્પા કોઇ પ્રોબ્લેમ તો નથી.... પરંતુ આજે મમ્મીની સાથે હું કંઇક વધારે જ બોલી ગયો અને તે નારાજ પણ થઇ ગયા છે..... જયેશભાઈએ કહ્યું.
         
         દીકરા તું તારી મમ્મીની ચિંતા છોડી દે તેને હું સમજાવીશ. અત્યારે આપણા ઘરે લક્ષ્મી આવી છે. તેની ખુશીઓ મનાવ.... શંકરલાલેકહ્યું.
         
         જયેશભાઇ વૈશાલી બહેન પાસે રેસ્ટ રૂમમાં જાય છે. અને તેમને અભિનંદન આપે છે જયેશભાઇ અને વૌશાલીબહેન બંને પોતાની દીકરીને એકી ટશે જોઈ રહે છે. જયેશભાઇ ના જન્મ પછી ઘણાં વર્ષે પટેલ પરિવારમાં આનંદ અને ઉમંગ ની લાગણી ઓ છલકાઈ રહી હતી. અને સૌથી વધુ આનંદ તો એ વાત નો હતો કે તેમના ઘરે દીકરીનો જન્મ થયો.

જોકે ભાવનાબહેન ને દીકરીના જન્મથી એટલો પણ વાંધો ન હતો પરંતુ પોતાના દીકરાએ તેમની માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તેનું તેને ખોટું લાગી આવ્યું હતું. શંકરલાલ પોતાના ઘરે જાય છે. અને ખૂબ મથામણ બાદ ભાવનાબહેન ને સમજાવીને હોસ્પિટલ લઈ આવે છે. કારણ કે  અત્યારે વૈશાલીબેન ને ભાવનાબહેન ની ખૂબ જરૂર હતી.
    ભાવનાબહેન એ કોમળ શરીરને પોતાની ગોદમાં લે છે. અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ થોડી જ વારમાં એ કોમળ શરીરે ભાવના બહેનની સાડી પલાળી મૂકે જેનાથી ભાવનાબહેન ને વધારે આનંદ થયો. જયેશભાઈએ ત્રણ દિવસ સુધી વૈશાલી બહેનની હોસ્પિટલમાં ખૂબ સભાળ લીધી. ત્રણ દિવસના આરામ પછી હોસ્પિટલમાંથી રજા મળતા પટેલ પરિવાર  પાછો પોતાના ઘર આંગણે આવે છે.