Anokhi Birthday gift in Gujarati Short Stories by Anika books and stories PDF | અનોખી બર્થડે ગિફ્ટ

The Author
Featured Books
Categories
Share

અનોખી બર્થડે ગિફ્ટ

               એક ખુશહાલ પરિવાર હતો. પરિવાર નો મતલબ એવો નથી કે તેમાં છ થી આઠ જણા હોય. તેવી જ રીતે આ પરિવાર માં પણ ખાલી ત્રણ જણા જ હતા. પરી , તેની મમ્મી નંદિની અને તેના પપ્પા રણવીર. નંદિની અનાથ હતી. જયારે રણવીર ના પરિવાર માં તેના બા અને દાદાજી જ   હતા.


           એક વાર વેકેશન માં પાંચ વર્ષ ની પરી ને તેના પપ્પા ગામડે તેના બા અને દાદાજી ને ત્યાં મૂકી જાય છે. જેથી બા અને દાદાજી ને પણ થોડા દિવસ નવીન લાગે અને પરી ને પણ શુદ્ધ વાતાવરણ અને બા અને દાદાજી નો સાથ મળી રહે.


       રણવીર ને તો રવિવાર ની એક જ રજા હોવાથી પરી ને મૂકી ને સાંજે જ પાછો નીકળી જાય છે. નંદિની ને રજા ના હોવાથી તે પણ આવી ના શકી. 

    આમ ને આમ દિવસો પસાર થઇ રહ્યા હતા. એક દિવસ અચાનક....

"હેલો , મિસ્ટર રણવીર?

"હા , જી કહીયે."


"જી હું નંદિની મેડમ ની ઓફિસ થી વાત કરું છું. તે અચાનક બેહોશ થઇ ને પડી ગયા છે તેમજ તેમને માથા માં પણ વાગ્યું છે અમે તેમને સીટી હોસ્પિટલ લઇ જઈએ છીએ. તમે પણ ત્યાં પહોંચો.

         આટલું સાંભળતા જ રણવીર હાંફળો ફાંફળો થઇ હોસ્પિટલ જવા નીકળી પડે છે. રસ્તા માં ભગવાન ને પ્રાર્થના કરતો જાય છે કે "હે ભગવાન , પ્લીઝ મારી નંદિની ને કઈ જ ના થયું હોય. તે જલ્દી થી સાજી થઇ જાય".


"ડોક્ટર શું થયું છે નંદિની ને? ઇઝ ધેર એનીથિંગ સિરિયસ? 


સી , મિસ્ટર રણવીર તેમના માથા માં બહુ ઊંડો ઘાવ પડ્યો છે. તે અમે ટાંકા લઇ ઠીક કરી દીધો છે પરંતુ અચાનક તે બેહોશ કેમ થઇ ગયા તેનો રિપોર્ટ અમે કરાવ્યો છે. જે સાંજ સુધી માં આવી જશે.


ઓકે ડોક્ટર પણ પ્લીઝ મારી નંદિની ને સાજી કરી દો. શું હું મળી શકું તેને? 

હા  , અમે કોશિશ કરી રહ્યા છીએ. 

ઓકે , થેંક્યુ ડોક્ટર. 

     રણવીર નંદિની ના રૂમ માં જઈ તેનો હાથ પકડી ને બેસી રહે છે. નંદિની હજી ઘેન ની અસર હેઠળ જ છે. ત્રણ ચાર કલાક સુધી રણવીર એની પાસે એમ જ ભીની આંખે બેસી રહે છે. 

નર્સ: મિસ્ટર રણવીર , ડોક્ટર તમને બોલાવી રહ્યા છે. રણવીર: જી  હા. 
         નર્સ નંદિની પાસે રોકાય છે અને રણવીર ડોક્ટર ને મળવા જાય છે. 

"આવો મિસ્ટર રણવીર. તમારી વાઈફ ના રિપોર્ટ્સ આવી ગયા છે. અને મને એ કહેતા અત્યંત દુઃખ થાય છે કે તેમને લાસ્ટ સ્ટેજ માં બ્રેઈન ટ્યૂમર છે."

  "વ્હોટ?  આ તમે શું કહી રહ્યા છો? આવું બની જ ના શકે. રિપોર્ટ્સ ખોટા છે. મારી નંદિની ક્યારેય બીમાર પડી નથી." 

 રણવીર આટલું કહેતા જ ફસડાઈ પડે છે. ડોક્ટર તેને સંભાળે છે અને ઉભો કરે છે. અને હિંમત રાખવાનું કહે છે. 


"આનો કઈક તો ઉપાય હશે ને ડોક્ટર? નંદિની સાજી તો થઇ જશે ને? "

"આઈ એમ સોરી મિસ્ટર રણવીર. લાસ્ટ સ્ટેજ બ્રેઇન ટ્યૂમર નો કોઈ જ ઈલાજ નથી. તેમની પાસે હવે મૅક્સિમમ એક મહિનો છે. "

             ત્રણ  દિવસ હોસ્પિટલ માં રાખ્યા બાદ નંદિની ને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. રણવીર તેને તેની બીમારી વિશે કઈ જ જણાવતો નથી. અને તેના મોઢા ના હાવભાવ પણ બને એટલા ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. 

               નંદિની ના માથે સારું થતા પંદર દિવસ લાગે છે અને ત્યાં સુધી માં રણવીર તેના બા અને દાદાજી ને બધું જણાવે છે અને પરી ને લઈને ત્યાં એના શહેર માં આવવા જણાવે છે. 

                રણવીર ના ઘરે આવ્યા પછી બા નંદિની નું એક માં ની જેમ ધ્યાન રાખે છે. તેની દવાઓ તેમજ તેનું ખાવા પીવા નું પણ ધ્યાન રાખે છે. અને ઘર ને પણ વ્યવસ્થિત સાચવી લે છે. પરી ને તો પહેલે થી જ બા જોડે ફાવી ગયું હતું. દાદાજી પરી નું ધ્યાન રાખે અને બા ઘર સંભાળે. 


                આ બાજુ નંદિની ને માથે મટી ગયું હોવા છતાં બધા તેની કેર કરતા જોઈ તેને નવાઈ લાગે છે. રણવીર પણ એકદમ ગુમસુમ અને નંદિની ને વધુ પડતો પ્રેમ જતાવે છે. અને પરી ને પણ જણાવે છે મમ્મી ને હેરાન ન કરવા. બા પણ રોજે રોજ નંદિની ને ભાવતી ડીશ જ બનાવે છે. અને નંદિની ને કઈ જ કામ કરવા દેતા નથી. જેથી નંદિની ને નથી ગમતું. તે વિચારે છે મારા હોવા છતાં આટલી મોટી ઉમર ના બા કેમ કામ કરે છે. 

                  નંદિની વિચારે છે કે હવે હું સાજી થઇ ગઈ છું તો ઓફિસ ફરી થી જોઈન કરી લઉં. તે રણવીર ઓફિસે થી આવે છે ત્યારે તેને પૂછે છે પરંતુ રણવીર તેને ના પડી આરામ કરવા જણાવે છે. નંદિની કહે છે હવે હું બિલકુલ ઠીક છું. હવે શું વાંધો છે? પરંતુ તેમ છતાં રણવીર ના પાડે છે. તેથી નંદિની મૉટે થી બોલે છે કે આ શું છે? બા મને કઈ કામ નથી કરવા દેતા , તું મને ઓફિસ જવાની ના પડે છે , મને કઈ થયું છે? નંદિની ને મૉટે થી બોલતા સાંભળી બા અને દાદાજી પણ ત્યાં આવી પહોંચે છે. રણવીર નંદિની ની વાત નો કોઈ જવાબ આપતો નથી. તેથી તે ફરીથી રણવીર ને હચમચાવી ને પૂછે છે. અને તેના ઉત્તર માં રણવીર તેને વળગી ને રડવા લાગે છે. અને એ જોઈ બા અને દાદાજી પણ રડવા લાગે છે. નંદિની બધા ને રડતા જોઈ સમજી જાય છે કે કોઈ ગંભીર  વાત છે. અને બા તેને તેની બીમારી વિશે જણાવે છે. આ સાંભળી નંદિની અંદર થી ભાંગી પડે છે પણ મોઢા પર આવા દેતી નથી. 


               દિવસો આમ જ પસાર થઇ રહ્યા હતા અને એક દિવસ નંદિની બધા ને રડતા મૂકી અનંત યાત્રા પર જતી રે છે. પણ કહેવાય છે ને કે દુઃખ નું ઓસડ દાડા. તેમ રણવીર પણ ના છૂટકે તેનું રૂટિન ચાલુ કરે છે. તે અંદર થી ભાંગી પડ્યો હતો પણ દેખાડતો નથી. બા અને દાદાજી કહે છે કે ગામડે ઘર ને ખેતર અમે વેચી આવીએ. પછી હંમેશા માટે અમે તારી જોડે જ રહીશુ. રણવીર પણ તેમની વાત ને સહમતી આપે છે. 
                  

                 પરંતુ કુદરત ને કઈ બીજું જ મંજુર હતું. બા અને દાદાજી જે બસ માં જતા હતા એ બસ બ્રિજ ઉપર થી નીચે નદી માં પડે છે અને બા અને દાદાજી પણ નાની પરી અને રણવીર ને મૂકી ને નંદિની જોડે ચાલ્યા જાય છે. 


                 આ વાત ને બે વર્ષ વીતી જાય છે. રણવીર હવે ખાલી પરી માટે જ જીવી રહ્યો હતો. પરી ને ખુશ જોવી એ જ હવે રણવીર નો છેલ્લો ધ્યેય હતો. પરી નો બે મહિના પછી બર્થડે આવતો હતો અને રણવીર વિચારે છે કે પરી એ પણ છેલ્લા બે વર્ષ માં કઈ ખુશી જોઈ જ નથી તો આ વખતે તેને હું એવું કૈક આપું જેથી એ જિંદગી ભર ખુશ રહી શકે. અને તેનો આ બર્થડે પણ યાદગાર રહી જાય. આમ જ વિચારતા વિચારતા તે તેની ગાડી માં જઈ રહ્યો હતો અને અચાનક તેનું ધ્યાન એક જગ્યા એ પડે છે અને તે નક્કી કરી લે છે કે પરી ને શું આપવું. 


                આખરે પરી નો બર્થડે આવી જાય છે પરંતુ તે ખુશ નહોતી. તે તેની મમ્મી અને બા અને દાદાજી ને ખુબ જ મિસ કરી રહી હતી. રણવીર તેને બહાર લઇ જાય છે. બધે ફેરવે છે અને સાંજે ઘરે આવી પોતે બહાર ઉભા રહી પરી ને અંદર મોકલે છે. ઘર માં અંધારું હતું તેથી પરી લાઈટ ચાલુ કરે છે. અને એ સાથે જ તેની ઉપર જરી ને બધું પડે છે. તેમજ આખો રૂમ રણબેરંગી ફુગ્ગા થી શણગારેલો હતો.


 " હૅપ્પી બર્થડે ટુ યુ. , હૅપ્પી બર્થડે ટુ યુ. હૅપ્પી બર્થડે ટુ યુ ડિયર પરી , હૅપ્પી બર્થડે ટુ યુ. "


           રણવીર પરી માટે અને તેના માટે વૃદ્ધાશ્રમ માંથી એક બા અને દાદાજી લઇ આવ્યો હતો જેમને એમના દીકરા , વહુ અને પૌત્રી ને એક એક્સિડન્ટ માં ખોયા હતા. પરી કેક કાપે છે છે અને સૌથી પહેલા બા અને દાદાજી ને ખવડાવે છે અને પછી તેના પપ્પા ને. અને પછી બધા જોડે ફોટો ક્લીક કરાવે છે. હેપી ફેમિલી ની જેમ. આ રીતે રણવીર પરી ને એક અનોખી અને યાદગાર બર્થડે ગિફ્ટ આપે છે.