bhopi in Gujarati Love Stories by Baalak lakhani books and stories PDF | ભોપી - dear પ્રેમ

Featured Books
Categories
Share

ભોપી - dear પ્રેમ


❤️ Dear પ્રેમ,❤️

  

   થોડો સમય, હજારો અધૂરા વચનો, લખો પાગલ જેવા સપના અને એક સાચો પ્રેમ, હા આ તારો પ્રેમ જ તો છે જેણે મને દરેક પરિસ્થિતિમાં મને કોઈ નવી ઉમ્મીદ આપી છે, દરેક સમયે મને એક નવી ઉમ્મીદ આપી છે કે હું ગમે તે કરી શકું તેમ છું, અને જો તો આજે તુજ નથી, એક વચન હતું કે હમેશાં સાથ આપવા માટે નું હું આજે પણ કાયમ છું તે વચન પર, ફરક ખાલી એટલૉજ છે તે દોર નથી રહીયો,

   મારી જિંદગીના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહીયો છું, ખૂબ ઉઝરડા પડ્યા છે... ઘણું શીખીયો છું જિંદગી પાસે થી...વિશ્વાસ કરવો સ્વભાવ છે મારો. હજીયે કરીશ કદાચ ... તે જે કર્યું એના થી ટુકડાઓમાં વહેંચાઈ ગયો છું, વિખેરાઈ ગયો છું

   હું પુનર્જન્મમાં નથી માનતો એક જિંદગી હોય ને મારી જિંદગી તારા ગયા પછી પુરી થઈ ગઈ છે,એક લાશ બની ને જીવીશ હું, શ્વાસ નહિ અટકે ત્યાં સુધી.બીજાઓની સામે ખુશ ને સુખી દેખાઉં એટલો બહાદુર પણ છું.મારી જિંદગીની એક એક પળ એવી રીતે જીવીશ જાણે જાત પર વેર લેતો હોઉં! તને પ્રેમ કાર્યનું વેર

  તને પ્રેમ કર્યાની ભૂલ નું વેર, તારી એકે એક વાતો પર વિશ્વાસ કર્યા ની મૂર્ખામીનું વેર... બીજું કોઈ જાણે કે ના જાણે, પણ તું જાણે છે કે હું સતત તારા વિના જીવવાનો પ્રયાસ કરતો જિંદગી હારી ચુકેલો એક અધૂરી વ્યક્તિ હોઈશ

  માણસ સપનાં જોવે છે, એમ માનીને કે એ પુરા થશે. જે સપનાં અધૂરાં રહી જાય કે છેતરપીંડી થી તૂટી જાયને એની કરચ આંખમાં ને છાતીમાં સતત ખૂંચે છે.
જોકે મેં પ્રેમ છાતી ફાટી જાય એવો,જાતને વીંધીને આરપાર નીકળી જાય એવો, આત્મા થી પણ આગળ જઈ ને, કલ્પનાની બહાર હોય એવો...એવો પ્રેમ કર્યો છે તને

   મારુ સમર્પણ , મારી સચ્ચાઈ, મારી આંખો માં દેખાતી આ પારદર્શક તારા માટેની લાગણીઓ...સ્વજન અને લોકો ને નફરત કરવા માટે પૂરતું જ છે.
જે જીવું છું એ સમાધાન છે, જે જીવિયો એ સમાધાન હતું, સંજોગો અને જાત સાથે નું સમાધાન.
મારે જે જીવવું હતું એ જિવીયો નહીં, જે જીવું છું એ જીવવાની ઈચ્છા નથી.

   અડધી રાતે પડખું બદલું ત્યારે તું બાજુમાં જ સુતી હોઈશ એવી ઝંખના જાગે છે મારી અંદર...અને સાથે જ તારા સ્પર્શનો, તારા અવાજનો, તારી વાતો નો શોષ પડે છે મને...એવી જ રીતે એક છાતીએ ચોટીને ઘસઘસાટ ઊંઘતા બાળક નો આભાસ થાય છે મને ગાશીમાંથી ફોરા પડવાનો એકધારો અવાજ , એક લયમાં,એક સુરમાં જાણે મારી તરસનું વિરહનું ગીત ગાય છે.

  હું તને શોધું છું, મારા ઓરડાની એક એક ઈંટ માં, ફર્શના એક એક ચોરાસમાં, છત પર લટકતાં કરોળિયાના જાળાંમાં.અને તું તારી ઓસરીમાં ઉભી રહી હાથ લંબાવે, જાણે આભેથી વરસતું મારુ વહાલ ઝિલતી હોય એમ

  મેં ઝંખનાઓનું મૃગજળ રેડી રેડીને  ઉછેરી છે મારી પીડાઓ...ગમે તેટલો તડકો પડે, પણ હદય નો એક ભીનો રહી ગયેલો ટુકડો સુકાય જ નહીં તો કોઈ શું કરે

  ગુલઝાર સાહેબે પણ શું ખૂબ લખીયું છે", हर इश्क़ का एक वक़्त होता है" તે સમય આપડો નોહતો, પણ તેનો મતલબ એવો નથી કે પ્રેમ નોહતો , અને તું મારો પ્રથમ પ્રેમ હતી અને લોકો બધું લઈ શકે પણ પ્રેમ નહીં. 

     તારું તે ફેવરિટ સોંગ "मोरा गोरा रंग लई ले, मोहे श्याम रंग दई दे" ક્યારે મારું ફેવરેટ બની ગયું, તારો માસુમ હસતો ચહેરો હમેશાં મારી આંખો ની સામે જ રહે છે, આભાર તારો મને વધુ સમજાવા માટે, આભાર તારો મારી લાઇફ માં આવવા માટે, દરેક વખતે મારી અંખો જોઈ ને સમજી જતી હતી કે હું ઉદાસ છું, અને મારા ચહેરા પર મુસ્કાન લવવા મથી પડતી હતી. 

     તારી dp ની બધી pic મેં સેવ કરી રાખેલી છે મારા દિલ ના મેમરી કાર્ડ મા, જ્યારે પણ કામ માંથી નવરો પાડું એટલે તારા પસંદ ના સોંગ સાંભળી લવ છું

      તે એક બીજા ને જોતા રહેવાની ટેવ, સાથે ચા પીતા મારી સિગારેટ પીવાની ટેવ પર તારે કહેવું કે બસ નવરા પડો એટલે આ એકજ દેખાય છે, કલાકો સુધી ફોન પર વાતો કરવી એક બીજા ની pic શેર કરવી, તું કાયમ કહેતી કે તમારી pic બોવ સારી હોય છે મને જોવી ગમે છે અને જવાબ મા હું કહેતો બોવ વધુ દિલ થી ના જોતી નહીં તો વધુ પ્રેમ થઈ જશે,

પ્રેમ માં કોઈકે તજમહેલ બનાવીયો. કોઈક ચાંદ તારા તોડી લાવીયા. પણ મેંતો તારી રાહ જોવા મા હજારો સિગારેટ ફૂંકી મારી છે.

      એક બીજાની પરેશાની મા સવાલો નાં જવાબો ચૂપ થઈ સાંભળતા, ક્યારેક તારી અક્કલ વધુ ચાલતી તો ક્યારેક મારું પાગલપન, તું હમેશાં કોઈ રસ્તો કાઢી લેતી મને એગનોર કરવાનો, આ શરૂઆત થી જ તારી આદત હતી અને મજાક માં ઉડાવી  દેતી. 


      મેં સહન કરતાં તારી પાસે થી શીખીયો, લાગણી ને દબાવી ને કેમ રહેવું તે મને શીખડાંવીંયું, તું કાયમ સાથે જ રહીશ મારી, મળતા તો તે હોય જ અલગ થઈ ગયા હોય તું તો મારા મા સમાયેલી છો 

❤️ ? બાળક