Purak - Ek Anubhav - 3 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | પુરક - એક અનુભવ - 3

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પુરક - એક અનુભવ - 3

એલ્વિનાને દિશાંશ ગમતો તો હતો પણ ક્યારેય તેણે આવુ કશું વિચાર્યુ ન હતુ. એટલે તે હંમેશા દોસ્તની રીતે જ રહેતી.  આ બધી વાત તે વૈદેહીને કરી.  દરેક એ દરેક વાત સમજાવી. વૈદેહી જાણી ગઈ કે એલ્વિના કયા રસ્તા પર જઈ રહી છે.  તેણે એલ્વિનાને કહ્યુ પણ ખરું કે તેને દિશાંશ માટે અલગ લાગણી છે પણ તે સમજી નહિ. દિશાંશ ને જોઈ ને પણ આવી લાગણી દેખાતી.
         વધારે દબાણ દેવાથી એલ્વિનાએ પોતાની લાગણીઓ દિશાંશને કહેવાનું વિચાર્યુ. પણ તે પહેલા જ દિશાંશે કોઈ બીજી છોકરીને પ્રપોઝ કરી દીધુ. અને આ વાતની જાણ એલ્વિના સિવાય બાકી બધાને હતી. કોઇ બીજા દ્વારા જ્યારે તેને ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું કરે શું બોલે તેને કશુ ભાન નહિ.  એટલી હાલત બગડી ગઈ કે રડતા પણ ના આવડ્યુ. રાતના 11 વાગ્યા હતા અને અચાનક ફોનની ઘંટડી વાગી.  વૈદેહી જરા ગભરાતા અને થોડી ઉતાવળે કે કોઈ જાગી ના જાય તેમ ફોન ઉપાડ્યો. આટલી રાત્રે ક્યારેય એલ્વિના એ ફોન નહતો કર્યો. હેલો કહેતા પહેલા તો એલ્વિનાનો રડતો અવાજ આવ્યો. વૈદેહી ગભરાય ગઈ. કેટલુ શાંત કરાવ્યા પછી અને પુછ્યા પછી તેણે બધી વાત માંડીને કરી. વૈદેહીના ગુસ્સાનો પારો ના રહ્યો. એવો વિચાર આવ્યો કે જઈને એક લાફો દિશાંશને મારે . પણ એ દૂર હતી અને મજબૂર પણ. જેમતેમ કરી એલ્વિનાને શાંત કરાવી થોડુ સમજાવી તેને પોતાના કામમાં પાછી લગાડી.
        પણ ખબર નહિ કેમ જ્યારે પણ એલ્વિના પોતાનું મન દિશાંશ માંથી હટાવી કામમાં લગાવતી ત્યારે ત્યારે દિશાંશ કંઇક એવી હરકત કરી દેતો કે એલ્વિના દુઃખી થઈ જતી, બધી વાતો તાજી થઈ જતી. એક વખત તો એલ્વિનાએ દ્રઢ સંકલ્પ કર્યો કે હવે દિશાંશની કોઇ વાતનો અસર પોતાની પર થવા નહિ દે. પણ બધી વારની જેમ આ વખતે પણ દિશાંશની હરકત બદલાય નહિ. એલ્વિનાનો જન્મદિવસ આવ્યો. હોસ્ટેલની બધી છોકરીઓ મળીને ખુબ ધામધૂમથી ઉજવણી કરી.  રાતના 12 વાગ્યે કેક કાપવાનો રીવાજ બનવા લાગ્યો છે આજના સમયમાં એટલે એલ્વિનાને પણ આ અવસર મળ્યો. આખી રાત બહુ મજા કરી. સવારે કૉલેજ કરી અને આખો દિવસ પસાર થયો એલ્વિના ખુશ હતી. દિશાંશ માંથી તેનુ ધ્યાન હટી ગયુ હતુ પણ ત્યાં જ તો દિશાંશને ફોન આવ્યો, "મળવા આવ, કામ છે તારુ"...અને ફોન મુકી દીધો.  એલ્વિના અચકાતા ખચકાતા તેને મળવા ગઈ.  દિશાંશે તેના હાથમાં એક કાંડા ઘડીયાર પકડાવી દીધુ. દેખાવે તો તેની કિંમત 2000 રુપિયા હતી. અને ખાલી એટલુ બોલ્યો " તુ મારી સાથે હવે સરખી વાત નથી કરતી તો મને નથી ગમતું યાર...હું તને બહુ યાદ કરુ છું. મને મારી ગર્લફ્રેંડ સાથે હોવા છતાં તુ જ યાદ આવે છે. સમજાતુ નથી શું કરુ. પ્લીઝ મારાથી દૂર ના જઈશ. ".... એલ્વિના કાંઈ સમજી શકી જ નહિ શું કરે. ફરીથી તે દુઃખ ભરી જિંદગી જીવે કે તેને છોડી આગળ વધી જાય!!...
              આ બધા વિચારો વચ્ચે તે બિમાર પડી ગઈ. ત્યારે તેને ખબર પડી કે તેનુ હ્રદય બરાબર કામ નથી કરતુ. સર્જરી કરાવી પડશે અથવા થોડા સમય પછી જીવન જોખમમાં મુકાશે. આ વાતની જાણ તેણે વૈદેહીને પણ ના કરી. અને સર્જરી કરાવી.  એક મહિના સુધી જીવન મૃત્યુથી લડતી-હાફતી દવાખાને પડી રહી. આ એક મહિનામાં વૈદેહીનો જન્મદિવસ આવ્યો અને એલ્વિનાનો કોઈ ફોન નહિ...આખો દિવસ વૈદેહી રાહ જોઈ રહી એલ્વિનાની. પણ તેને નિરાશા જ હાથ લાગી. આ વાતથી દુઃખી વૈદેહીએ વિચાર્યુ જ્યાં સુધી એલ્વિના ફોન નહિ કરે ત્યાં સુધી સામેથી કોઈ ફોન નહિ કરે. 
         ઘણા દિવસો પછી ફોન આવ્યો.  એલ્વિના એ બધી માંડીને વાત કરી. આ બધુ સાંભળી વૈદેહી રડી પડી. એલ્વિનાએ સમજાવ્યુ કે "તેમાં વૈદેહી તારો શું વાંક હતો. તને તો ખબર પણ નતી કે મારી સાથે શું બન્યુ હતુ. એટલે તુ મારા ખરાબ સમયમાં મારી સાથે નહતી તેનુ કારણ પોતાને ના માનીશ". પણ વૈદેહી રડવુ રોકી જ નથી શકતી કે કઈ રીતે તે એલ્વિનાને ખોટી સમજી શકે અને એ પણ જન્મદિવસ ભુલી જવા બાબત પર!...પણ પોતાને રડતા સાંભળી એલ્વિના પણ રડે છે જે તેના માટે સારુ નથી એટલે રડતા બંધ થઈ. 
          પણ કહેવાય ને કે જે થાય તે સારા માટે થાય. આ એક મહિનો જે દવાખાને રહી તેનાથી એલ્વિના એક મોટા અસમંજસથી બહાર આવી ગઈ. હવે તેને ખબર હતી દિશાંશને શું જવાબ આપવો.  તબિયત સારી થતા જ્યારે એલ્વિના પાછી હોસ્ટેલ પહોચી તેણે દિશાંશને ફોન કર્યો કહ્યુ " મારી જિંદગીમાં એક મિત્રની બધી ફરજો પુરી કરવા માટે Thank you  , પણ હવે મારામાં એ શક્તિ નથી તારી સાથે કે તારા માટે રહેવાની.  એટલે આજથી જ હું તને મારાથી આઝાદ કરુ છું.    તુ તારુ જીવન જેમ જીવે તેમ. હવે ના હું તને મળવા માંગુ છુ કે ના વાત કરવા. તુ તારી ગર્લફ્રેંડ સાથે રહેજે. હું પોતાની જાતને તમારા વચ્ચેથી દૂર કરુ છુ. All the best for your further life..."...અને તે જ સમયથી એલ્વિનાએ દિશાંશ સામે પાછુ વળીને જોયુ નહિ. અને ત્યાં જ એલ્વનાની જિંદગીમાંથી દિશાંશનો અધ્યાય પુરો થયો. આ નિર્ણય બન્ને માટે સાચો પણ સાબિત થયો.
         એલ્વિનાને એક સબક પણ મળી ગયો અને ફરી કોઈ દિવસ એલ્વિનાએ પોતાની જાતને કોઈ પણ માટે એટલી ખુલ્લી ના રાખી કે કોઈ તેને દુઃખી કરી શકે. ફરીથી પોતાની સાદુ જીવન જીવવા લાગી.