Dhabkaar in Gujarati Short Stories by Manisha Gondaliya books and stories PDF | ધબકાર

Featured Books
Categories
Share

ધબકાર

"ખબર નહીં કેમ યાર સમજ નથી પડતી કે એ મારો પાક્કો દોસ્ત છે કે એ દોસ્તથી કૈક વધુ છે .... ક્યારેક એવું લાગે કે આ એ જ છે જેની સાથે મારે ઝીંદગી વિતાવવી છે... ક્યારેક એવું લાગે કે ના ના એનો સ્વભાવ તો મારા થી તદ્દન જુદો છે..... લાગે કે ભલે ને મને પરેપુરી સમજે છે પણ હું એને લેશ માત્ર પણ જાણતી નથી જાણે કે એ તો કોઈ અડાબીડ વન છે જેમાં હું ખોવાય ગઈ છું.. " ભૂમિ શૂન્યાવકાશ માં જાણે કશુંક નીરખી ને બોલ્યે જતી હતી
"અરે યાર તું કહી કેમ નથી દેતી આકાશ ને બધું કે તું શું અનુભવે છે રોજ મને આમ એકની એક વાત કહી શા માટે પજવે છે મને "
ભૂમિ એની બહેનપણી સાથે વાતો કરતી કરતી જાય છે
"ચાલ હવે ક્લાસ નો સમય થઇ ગયો છે"નિયતિ બોલી..
ભૂમિ ખૂબ જ હોશિયાર છોકરી હતી જે બીજા કરતા થોડી અલગ તરી આવતી એની બોલચાલ ની રીત એની સતત હસતા રહેવાની ટેવ આ બે વાતો એને ભીડ માં અલગ દેખાય તારવતી...ભૂમિ ખાસ લોકો માં ભળતી નહીં એના માત્ર બે જ પાક્કા મિત્રો નિયતિ અને આકાશ .... 
નિયતિ એક પ્રેક્ટિકલ છોકરી હતી એનું મુખ્ય કામ ભૂમિ ને એના ઉટોપીઆ ( કાલ્પનિક વિશ્વ) માંથી બહાર કાઢવી ...ને આકાશ તદ્દન વિરુદ્ધ એ ભુમિ ની કાલ્પનિક દુનિયા ની વાતો સાંભળી ને હસતો "પાગલ છો તું" બસ આટલું જ ... ને ભૂમિ પણ હસી પડતી એની વાતો પર....
આકાશ ભૂમિ અને નિયતિ સાથે જ ભણ્યા નાનપણ થઈ લઇ છેક અહીં સુધી .. ત્રણેય ના કુટુંબીજનો પણ આવા જ મિત્ર... 
આકાશ જાણે એની આંખો માં આકાશ લઇ ફરતો... ભૂમિને ખૂબ પસંદ કરતો પણ કહી ના શકાતો એને લાગતું કે જો હું આવું કહીશ તો કદાચ મારી મિત્રતા પણ ગુમાવવીશ ... ને એ વિચારતો કે સાચો સમય આવશે ત્યારે એ કહી દેશે...
જેમ હાથમાંથી રેતી પસાર થાય એમ સમય પણ પસાર થયો એમ લાગે હજુ મુઠ્ઠી સમય થી ભરી પડી છે પેલી રેતીની જેમ પણ જ્યારે મુઠ્ઠી ખોલો ત્યારે રેતી ને સમય પસાર થઈ ચૂક્યો હોય....
હવે ફેમિલી ગેટટુગેધર માં મળવાનુ બનતું એ સિવાય વર્ચ્યુઅલી વાતો થઈ જતી ધીમે ધીમે એ પણ ઓછી થઈ ગઈ....
સૌથી પહેલા નિયતિના લગ્ન લેવાયા... ભુમિ અને આકાશ એના બેસ્ટ ફ્રેન્ડ હોવાના નાતે પેહલા જ આવી ગયેલા .... ભૂમિ બદલાય ગઈ હતી.... હમેશા તોફાન કરતી વાતો કરતી છોકરી પોતાની દુનિયા માં જીવતી છોકરી બદલાય ગઈ હતી.... લગ્ન પત્યા વિદાય સમયે સૌથી વધુ ભૂમિ રડી હતી ... કદાચ એનું કૈક એનાથી ખૂબ દૂર જતું હતું.. .

" ભૂમિ હું 25 તારીખે છોકરી જોવા જવાનું છું" દીવાલ સામે તાકતા આકાશ બોલ્યો ...
" હા જઇ આવ"
"તારે કાઈ કેહવું છે?"આકાશ જાણે કેટલીય આશ માંડી ભૂમિ સામે તાકી રહી છે
"લે મારે શું કેવાનું હોય?? તારૂ નક્કી થાય તો મને બોલાવજે તારા લગ્ન માં" ભૂમિ જાણે ખોટેખોટું હસતી હોય એ વર્તાય આવ્યું
"ના હું નહીં બોલવું તને અને જો તારા ઘરે કંકોત્રી આવે તો પણ તું ના જ આવતી સમજી તું??" ગુસ્સામાં લાલ થઈ આકાશ જાણે વરસી પડ્યો ...
" કેમ આમ ઓવરરીએકટ કરે છે તારી બેસ્ટ ફ્રેન્ડ છું લવર નહીં" ભૂમિ એ યોગ્ય પ્રતિક્રિયા આપી..
"બરાબર તું મારી કાંઈ જ નથી આજ થી... ગુડ બાય"


આજ ભૂમિ એક સક્સેસફૂલ બિઝનેસ વુમન છે ગ્રેટ અચિવરનો એવોર્ડ મેળવતી વખતે એક અનાયાસે એક પ્રશ્ન પૂછાયો " મિસ. ભૂમિ તમે આજ સુધી લગ્ન કેમ નથી કર્યા???"
"જેવા સાથે લગ્ન કરવા હતા એ હજુ સુધી મળ્યો નથી" ભૂમિ આત્મવિશ્વાસ સાથે પ્રશ્ન નો સામનો કર્યો 
" હવે મળશે તો લગ્ન કરશો ???"
" ખબર નહીં એ તો ?" ભૂમિએ પેહલી વાર નીસ્તેજ જવાબ આપ્યો ...


એ રાત... જ્યારે આકાશે કીધેલું કે 15 જાન્યુઆરી એ "મારા લગ્ન છે પ્લીઝ ભૂમિ આવજે હું તારી વાટ જોઇશ"
ભૂમિના આંશુ એના તકિયા એ જ લુછયા હતા... એ માર્ક એઝ અનરીડ કરેલો આકાશનો મેસેજ ... નિર્જીવ સ્ક્રીન પડેલ અશ્રુબિન્દુ.... આજ પણ અકબંધ છે 

એક વર્ષ પછી હજુ આરકાઈવ કરેલ મેસેજ ભૂમિ ખોલે છે એનું મન ચીસો નાખે છે હવે તો એને અનબ્લોક કર.... આખું વર્ષ વીતી ગયું શુ એકેય વખત તારી સાંજ એવી પડી છે જે સાંજે તે એનો ફોટો ના જોયો હોય ? એના ફોન નંબર ખોલી ડાયલ સુધી પોંહચી કલાકો ના કલાકો તાક્યા બાદ હૃદય ને ફોસલાવી ફોન બાજુ માં મુકી દીધાના કિસ્સા ઓછા નથી . .. આ બધું સપનું છે હમણાં મમ્મી ઉઠાડશે એવા વહેમો પણ રોજે થતા ... પણ આ સત્ય હતું...

ભુમિ એક મિટિંગમાં અંબરને મળે છે ... અંબર ભૂમિનો આત્મવિશ્વાસ અને ગજબ તેજ જોય આશ્ચર્ય માં પડી જાય છે.. અંબર એકદમ હોશિયાર અને દેખાવડો યુવાન હતો .. એને જોય યુવતીઓ એની આગળપાછળ ફરતી પણ એનું દિલ ભુમિ પર આવ્યુ જે એની સામે જોવાની તસ્દી પણ ના લેતી .. એથી અંબર એ એના માતા પિતાના દિલ જીતવાના પ્રયત્નો કર્યા
ભૂમિ ના પપ્પા સાથે ચેસ રમવાથી માંડી ભૂમિ ના મમ્મી સાથે શોપિંગ માં પણ જતો ભૂમિ અને અંબરના પપ્પા એકબીજા ના જુના દોસ્ત ખરા આથી એના ઘર માં જવાનું એને અઘરું ના પડ્યું 
અને એકદિવસ ભૂમિનો હાથ માંગવા પોતાના માતાપિતા સાથે આવી ગયો
"ભૂમિ હા પાડે તો અમને કાઈ વાંધો નથી" ભૂમિ ના પપ્પા બોલ્યા
"અરે અંબર ભૂમિ નું ખૂબ ધ્યાન રાખશે જો જો ... એ તમારી વાત નહીં ટાળે" ભૂમિના મમ્મી ભુમિ ના પપ્પા સામે જોય બોલ્યા ...
" હા પણ એનો મરજી હોય તો હું તો બદલા નો ખુશ થઇશ... મને દીકરા જેવો જમાઈ ક્યાં મળશે???"


"મારી દીકરી અંબર ખૂબ સારો છોકરો છે..." એક પિતા પોતાની દીકરી સામે આંખ મિલાવ્યા વગર જ બોલે છે..
" અને તમે ઇચ્છો છો કે મારે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ એમ?" ભુમિની આંખો નો દરિયો આંખ સુધી આવી અટકી જાય છે પણ એ છલકતો નથી
" મારી દીકરી ક્યાં સુધી આમ જ જાત સાથે લડતી રહીશ . આકાશ ખુશ છે એની ઝીંદગી માં તું પણ આગળ વધી જા હવે જે થયું એ ભૂલી જા..."
" શુ ભૂલું પપ્પા? એ જ કે તમે મને કહી દીધેલું કોણ જોઈએ છે તને આકાશ કે તારો બાપ?? ને મેં .... ?? તમારા ખાતર પપ્પા...." ભુમિ નો આવાજ તરડાય ગયો શુ બોલે છે એ એને પણ ખબર નથી ...
" તું અંબર સાથે લગ્ન કરીશ તો મને આનંદ થશે.....બાકી મને માફ કરજે મારી દીકરી મારા દંભમાં આંધળો થઈ ગયો હતો થોડીક વાર ...પણ ઝીંદગી તારા બારણાં ખખડાવે છે એને ખોલી દે મારી દીકરી ખોલી દે .... "


ભુમિ અને અંબર ની સગાઈ થાય છે .. મંદિર માં ભગવાન સામે હાથ જોડી આશીર્વાદ લેતા અંબર કહે છે 
" થેન્ક યુ ભગવાન..." ભુમિ એની સામે તાકી રહે છે...
બહાર બગીચામાં બેઠા બેઠા અંબર બોલ્યે જ જાય છે ને ભુમિ જાણે સાંભળીને પણ સાંભળતી નથી....
" તું ખુશ તો છો ને??આઈ મીન હું તને બોર તો નથી કરતો ને??"
" ના જરાય નહીં ... ને હ...હું ખુશ છું"
અંબર એના કપાળ ને ચુમી લે છે ને ભુમિ પહેલીવાર પ્રેમ ના વરસાદના ભીંજાય ને પણ કોરી રહી જાય છે...


જેમ ધીરે ધીરે બધા ઘા વિસરાય જાય સમય સાથે ... તેમ અંબરનો પ્રેમ બધા ઝખ્મો ભરી દે છે... ને અપૂર્વ એ આ દુનિયામાં આવી ભુમિની બઘી તિરાડો ભરી દીધી ...
ભુમિને ખુશ જોય એને માતા પિતા નિયતિ બધા જ ખૂબ ખુશ હતા...

અપૂર્વનો બેસ્ટ ફ્રેન્ડ જીગર હલતા ચાલતા ઘરે આવતો એ એમના દાદા દાદી સાથે રહેતો એની માં નું અવસાન થોડા સમય પહેલા જ થયેલું ... તેથી ભુમિ એને પોતાના દીકરા ની જેમ જ રાખતી . ... જીગર એના પપ્પા ની ખૂબ વાતો કરતો... એ કેહતો કે એ હમણાં જ બેંગ્લોર થી આવી જશે પછી આપણે બધા ખૂબ મોજ મસ્તી કરીશુ ...

અપૂર્વ અને જીગર ને ભુમિ ભણવતી હોય છે ત્યારે જ એક આવાજ આવે છે ..."જી.....ગ.....ર.... જો .... કોણ આવ્યું છે .. હું તને સરપ્રાઈઝ આપવા અહીં છેક આવી ગયો...."
" પપ્પા........." જીગર દોડીને એના પપ્પા ને વળગી પડે છે....
ને ભુમિના ધબકારા વધી જાય છે એના માં હિંમત જ નથી કે એ પાછળ વળી ને જોવે પણ....
"થેન્ક યુ સો મચ ... તમે મારા દીકરાને સાચવ્યો ... હું તમારો ખૂબ આભારી છું...."
ભુમિ ખૂબ હીંમત ભેગી કરી પાછળ ફરે છે ..
" ભુમિ તું?????"
" અરે આવ ને ... બેસ ... ચા લઇ આવું ..."ભુમિ માંડ કરી ને પોતાને એની સામે થી દુર ધકલે છે.....
"અરે.... ભુમિ કોણ આવ્યુ છે???" અંબર પગથિયાં ઉતરતા ઉતરતા પૂછે છે ..
" અંકલ મારા પપ્પા આવ્યા છે " જીગર હરખાતા કહે છે ....
"ભુમિ તું અક્ષતભાઈ ને ઓળખે ને તારા પપ્પા ના જ ફ્રેન્ડ વહે તું ગઈ નથી ને જીગર ના ઘરે કોઈ દિવસ ... ઓળખાણ નીકળી હતી જો ને હું તને કેહતા જ ભૂલી ગયો .... અને આ છે ......"
"આકાશ....." ભુમિ વચ્ચે જ બોલી ઉઠે છે ....
" અમે સાથે ભણતાં... " આકાશ ઉમેરે છે....
"હ... હા અમે હું નિયતિ અને આકાશ સાથે ભણ્યાં...." ભુમિ આકાશ ની વાત ને ટેકો આપતા કહે છે...
" તે મને નિયતિ વિશે ખૂબ કહેલું પણ આકાશનું તો કઈ કીધું નહોતું..."
" અંબર ...વાત એમ છે કે તારું પત્ની ના નાક પાર ગુસ્સો રહે છે હું જાતે મારા લગ્ન ની કંકોત્રી દેવા નહોતો ગયો એટલે અબોલા લાઇ લીધા હશે ..."અંબર ને આકાશ હસી પડે છે... પણ ભૂમિ હસી પણ નથી શકતી ....


ભૂમિનો ફોન વાગે છે.... 
"આકાશ બોલું છું... તને મળવું છે છેલ્લી વાર હું જીગર ને લઇ અમેરિકા જતો રહેવાનો છું ... તો છેલ્લી વાર તને મળવું છે "
"આકાશ હું જવે અંબર ની પત્ની છું અપૂર્વ ની માં છું આમ તને ના મળી શકું..."
" છેલ્લી વાર હું તારી વાટ જોઇશ જ્યાં હું તું અને નિયતિ બેસતા અને હા નિયતિ એ મને બધું જ કહી દીધું છે .."
" શુ કીધું છે નિયતિ એ તને??"
"તું આવે પછી વાત..." ફોન બંધ થઈ જાય છે

---------------*-----------------
અનેક ગડમથલ બાદ ભુમિ આકાશ ને મળવા જાય છે ..જ્યારે ભુમિ સફેદ ડ્રેસ પહેરે ત્યારે આકાશ એકાદ વખત તો કહી જ દેતો "ભુમલી મસ્ત લાગે છે"
આજ એમ જ સફેદ રંગના ડ્રેસ પાર લાલ રંગ નો ઓઢણી નાની એવી બિંદી ને ને જે બદલાયું હતું એ હતું એની સેથીમાં પુરેલું સિંદૂર અને ગળા નું મંગળસૂત્ર... બાકી ભુમિ આજેય એટલી સુંદર લાગતી જેટલી એ કોલેજકાળ માં હતી
"ખૂબ સુંદર લાગો છો મિસિસ ભૂમિ પટેલ..." આકાશ ખૂબ કાળજી થી બોલ્યો
"કેમ બોલાવી છે મને અહીં ??"
"છેલ્લી વાર જોવી હતી તે...."
"જોય લીધી ને હવે હું જઇ શકું ???"
" હા"
" અંબર ખૂબ સારો છે તારું ખૂબ ધ્યાન રાખે છે ...અંજલિ પણ એવી જ હતી પણ જો ને મને અધવચ્ચે મૂકી ચાલી ગઈ...." આકાશ ની આંખો એની બેસ્ટ ફ્રેન્ડ સામે છલકાય જય છે..
"આકાશ... સાચું કહું છું બીજા લગ્ન કરી લે જીગર ને મમ્મી ની જરૂર છે... "
" હ.... પણ હવે મારા થી નહીં થાય..."
"આકાશ સમજ .... બધા ઝખમ ભરાય જાય સમય સાથે..."
"એમ....??"
"હ આકાશ... "
"તો તું મને ભૂલી ગઈ એમ?? કે પ્રેમ જ નહોતી કરતી મને કહી દે નિયતિ ખોટું બોલે છે ...."
" તને ભુલાય ...? તું ક્યાં મારો ઝખમ છે ?તું યાદ મારી વસંત છે મારા હૃદયનું...."
"તું આજેય મને પ્રેમ કરે છે એમ???"
"હા" 
"તો અંબર ??"
" એને પણ ખૂબ પ્રેમ કરું છું"
"આવું તે કેમ???"
" જો દરેક વ્યક્તિ ને પહેલો પ્રેમ આકર્ષણ હોય જેને એ કદાચ ભૂલી ના શકે આખી ઝીંદગી એને સંધરી રાખે હૃદયના ખૂણા માં ધબકરા સાથે રહે.... વળી ક્યાં પુરાણ માં લખ્યું છે લગ્ન એ જ પ્રેમ ની આખરી મંઝલ છે??"
"અંબર ને ખબર છે?"
"હ ... એને જ મને તને મળવા મોકલી છે...."
"ખરેખર તું ખૂબ ભાગ્યશાળી છે .... "
"અનહદ ભાગ્યશાળી... અંબર જેવો પતિ તો સો જન્મો ના પુણ્ય પછી પણ ના મળે...."
"સાચી વાત...ચાલ આવજે ...."
"હા .... આવજે..."


----------*------------

"અંબર તમને કઈ ના થયું? તમારી પત્ની ને આમ કોઈ ને મળવા જવા દેવામાં ... એ ય તમને ખબર છે કે હું એને ચાહતી હતી..."
"મારા પ્રેમ પર ભરોસો છે મને ...તું ધારેત તો મને કહ્યા વગર પણ જય શકે એમ હતી પણ તે મને બધું કહ્યું અને ત્યારે જ મને ખબર પડી ગઈ કે મારી ભુમિ ખાલી મારી જ છે ... "
અને ભુમિ અંબર ની છાતીમાં છુપાય જાય છે......