ચાલશે, ભાવશે…., ફાવશે….!!
“ ચાલશે “ જેવો ઘાતક શબ્દ આપણી લાઇફ માં ન હોવો જોઈએ, આ શબ્દ છે, ગુજરાતી સાહિત્ય ના એક જાણીતા સાહિત્યકાર ' ફાધર વાલેસના '. તેમણે આ શબ્દ ને જુદા સંદર્ભ માં રજુ કરેલ છે, જીવન માં પ્રગતિના પંથે આગળ ધપવા માટે પરંતુ પ્રેક્ટિકલી તેને રોજિંદા જીવન માં અપનાવવાથી કેટલો ફાયદો થાય છે તે ફકત પરણેલા વર્ગ ને પૂછો !!.
ફાટફાટ થતી જવાની માં પગ મૂકતા યુવા વર્ગ ને માટે આ શબ્દો પ્રેરણા સ્ત્રોત હોય છે. Ryarejavani નું જોશ સમાજ ને બદલવાની અને નવી ક્ષિતિજો સર કરવાની હોંશ અને તેની સામે બાથ ભીડવાની તાકાત હોય છે. જેમ જવાળામુખી ફાયે ત્યારે તેમાંથી ધગધગતો લાવા ચોતરફ ફેલાય છે અને સમય જતાં તે ઠંડોગાર થઇ ને પથ્થર રૂપ બની ને ઠરીઠામ થાય છે, તેવી રીતે યુવાની માં થી પ્રૌઢાવસ્થા તરફ જતા જતા જોશ અને હોશ ઠેકાણે આવી જાય છે.
માબાપ ની છાત્રા છાયા માં ઉછરતા બાળકો યુવા થાય ત્યાં સુધી લાડ પ્યાર થી રહેતા હોય છે. પાણી માગે ત્યાં દૂધ હજાર કરનારા માં બાપ ની રહેમ ની ત્યારે કદર હોતી નથી પણ જેમ જેમ મોટા થતાં જાય, સમાજ ની કડવી વાસ્તવિકતા થી અભિભૂત થાય ત્યારે ધગધગતા લાવા નું જોશ ટાય ટાય ફિશ થઇ જાય છે પહેલા જેઓ પોતાની પસંદગી નપસંદગી માટે હુકમ કરતા હતા તે બીજાના હુકમ ઉઠાવતા થઇ જાય. મોટા થયા બાદ લગ્નગ્રંથિથી બંધાય છે ત્યારે શરૂ શરૂ માં તેની મન કહેવા મુજબ “ હીરો મારો ઝગમગ થાય” ! પણ હીરા ની ચમક પછી ઝાંખી પડવા લાગે છે. શરૂઆત માં ઘણા ઉત્સાહપૂર્વક, પ્રેમ ના તાંતણે બંધાયેલ યુગલ ની દુનિયા પણ અજબ ગજબ ની હોય છે. પતિદેવ પત્ની ની ખુશી માટે શું શું યે કરવા તત્પર હોય. એકબીજાની આગતાસ્વાગતા, તેમને દુનિયાભર ની ખુશી આપવાના અથાગ પ્રયત્નો કરવાની નેમ થી લઈને અશક્ય એવા ચાંદ, તારા તોડવાની પ્રતિજ્ઞા નો દોર ચાલે છે. પત્ની દ્વારા પોતાના પ્રિયતમ ને રીઝવવા માટે કેટકેલાય પ્રયત્નો થાય છે એનાથી આપ સર્વે વાકેફ હશો. આ વાંચનારાઓ માં થી મોટાભાગ ના આ સમય ગાળામાં થી પસાર થઈ ગયા હશે, તેમને પોત પોતાના વચનો, પ્રયત્નો ની યાદ તાજી થઇ ગઇ હશે જ !! ( યાદ કરો વો કુરબાની ). અને આ ગાળા માંથી જે પસાર થતાં હશે તેમણે થોડા સમય બાદ ખ્યાલ આવશે. ( ધીરી રે બાપુરિયા.. મુજ વીતી તુજ વીતશે…) પ્રમાણે સમય સમય નું કામ કરશે…
આ સમયગાળા બાદ ડાહ્યા વ્યક્તિ એ જ કહેવાય કે જે પોતાની જીવન શૈલીમાં સમય પ્રમાણે ફેરફાર કરી શકે. આમ પણ પરિવર્તન એ પ્રકૃતિ ની નિયમ જ છે. તો પછી એને સ્વીકારીને ચાલવામાં જ ડહાપણ છે.
જેમ આપણા મહાન વ્યક્તિઓ, tatvchitko, અને ઋષિમુનિઓ એ જીવનસૂત્ર, સુવિચાર આપેલ છે, તેમ આ લેખ લખનાર અદનો લેખક પણ એમાં એક મહાન સૂત્ર (!!) નો ઉમેરો કરવાની હિંમત દાખવી છે! તમારો સોનાનો સમય ગાળો પસાર થઈ ગયા પછીના કઠોર સમયમાં સુખમય,શાંતિપૂર્વક જીવન જીવવા માટે ની ગુરુ ચાવી છે કે તમે અમારું આપેલ સોનાનુ સુત્ર અપનાવો. જીવન માં હવે જે મળે છે, જે મળવાનું છે, તેનાથી, “ ચાલશે..ભાવશે.. અને ફાવશે..” આ સોનેરી સૂત્ર ને જીવન માં ઉતારશો તો તમારો ઉદ્ધાર થઇ જશે, નહિ તો ઉધાર વધી જશે.!
આ સૂત્રને આપનાબી ને જીવન નૈયા હાલકડોલક થવાને બદલે સ્થિર રીતે ભવસાગર માં પાર ઉતારશો. આ માટે લેખક નો તમે આભાર પણ માની શકો છો. તમારા આ “ ચાલશે
. ભાવશે… અને ફાવશે” ના સત્ય પ્રયોગો નો પ્રતિભાવ પણ મોકલાવી શકો છો..
અસ્તુ…..
ભરત મહેતા “ પરિમલ” ( અમદાવાદ)
9428352435.