apni saskrutima prkruti parm in Gujarati Magazine by rajesh baraiya books and stories PDF | આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિપ્રેમ

Featured Books
Categories
Share

આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિપ્રેમ


- વૃક્ષ  સાથે  પ્રેમ  રાખું છું,
  શ્વાસનો સંબંધ રાખવો છું.



      v પ્રાચીન ભારતીય પરંપરાઓમાં પર્વત, નદીઓ, જંગલ અને પશુઓને મૂલ્યવાન ગણવામાં આવ્યાં એથી પ્રકૃતિના એક મોટા ભાગનું સન્માન અને સંરક્ષણ કરવામાં આવતું આદિવાસી સંસ્કૃતિમાં પણ જંગલોને વન દેવતાઓ અને વન દેવીઓની સાથે સાંકળવામાં આવેલ છે. વૃક્ષોની વિવિધ પ્રજાતિઓને વૃક્ષ દેવી દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જેમકે પીપળાની પૂજા કરવામાં આવે છે. તેને કાપવામાં નથી આવતો કેવી રીતે ઘરના આંગણે તુલસી વાવી તેમની પૂજા કરવામાં આવે છે. તો વડસાવિત્રી માં વડલાની પૂજા કરવામાં આવે છે. જંગલમાં વરસાદી જંગલો ના કેટલાક ભાગને પવિત્ર "ઉપવન" કહેવામાં આવે છે.
ભારતી ગ્રંથોમાં હાથી નો સંબંધ ગણેશ સાથે, ગજાનંદ નો ઉંદર સાથે, વિષ્ણુનો સંબંધ ગરુડ સાથે, આપણે જાણીએ છીએ રામાયણમાં રામને સહાયક વાનરસેના હતી. સૂર્યની સવારી ઘોડાવાળો રથ, દુર્ગાનો સિંહ સાથે, કૃષ્ણ સાથે ગાય, શિવ સાથે નંદી અને સાપ, સરસ્વતી સાથે હસ એવી રીતે એકબીજા દેવતા સાથે આ પ્રકૃતિના દરેક તત્વ સાંકળી લેવામાં આવેલા છે.

આપણી પરંપરા એમ બતાવે છે કે આ પ્રજાતિઓ પ્રકૃતિનું એક મહત્વનું અંગ હતું. અને માનવીને પ્રકૃતિ સાથે ગાઢ પ્રેમ હતો. પણ આધુનિક વિજ્ઞાનનો જ્યારે આપણી સંસ્કૃતિમાં વિકાસ થયો ત્યારથી પ્રકૃતિના શોષવા તરીકે અને આપણી સંસ્કૃતિની સરક્ષણ ના અનેક પાસાપર પ્રભાવ ઓછો થયો.

પ્રકૃતિ પર આપણે એટલો બધો આધાર રાખીએ કે પુથ્વીના પર્યાવરણીય સંસાધનોનું રક્ષણ કર્યા વગર આપણે જીવી શકીએ નહીં. એટલે આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને "પ્રકૃતિ માતા" તરીકે ઓળખીએ છીએ. અને પ્રકૃતિ રક્ષણ અને આદર કરવો એ આપણી આજીવિકાની રક્ષા માટે ખૂબ જરૂરી છે.

આપણે ઇતિહાસના પાના જોઈએ તો ખ્યાલ આવે સીબીરાજા હૉલા પક્ષી ના રક્ષણ માટે પોતાનું શરીર આપવા તૈયાર થાય, સમ્રાટ અશોક પોતાના રાજમાં ફરમાન કર્યું છે .સૃષ્ટિ નું જતન કરવું આપણા કલ્યાણ માટે જરૂરી છે. પર્યાવરણ અને આપણે પણ પહેલા એટલે જેમાં આપણે સૌ રહીએ છીએ તે ચાર મુખ્ય તત્વો ભૂમિ, પાણી ,હવા અને સજીવ સૃષ્ટિ. જૈવ જગત અને આપણે બધા પર્યાવરણના સંતાન છીએ.

આપણી ધરતી માતા બ્રહ્માંડની સૌથી મૂલ્યવાન ભેટ છે પકૃતિ નુ રક્ષણ એજ માનવજાતના વિકાસની ચાવી છે. અહીં થોડી મહત્વની વાત પણ કરવી છે.
જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપ્યા હોવાના દાખલા પહેલા પણ મળતા હતા.ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષનો અનોખો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ઇતિહાસ તરફ ડોકિયું કરીએ તો ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે. દેશમાં પર્યાવરણ બચાવવા માટે વિવિધ આંદોલન થયા છે. ચિપકો આંદોલન વિશે તો ભારત ભર લોકોને જાણકારી છે.  પરંતુ ઇસ ૧૭૩૦માં પર્યાવરણ કાજે  થયેલા લોક આંદોલનમાં ૩૬૩ લોકો શહીદ થયા હતા. રાજસ્થાનમાં આવેલ મેઘપુરના રાજાએ ૧૭૩૦માં નવા મહેલનું નિર્માણ કરવા માટે લાકડાની ખૂબ જરૃરિયાત હતી. તેવા સમયમાં સૈનિકો જોધપુર શહેરથી ૨૬ કિલોમીટર દુર આવેલ ખેજડી ગામ ખાતે વૃક્ષો કાપવા ગયા હતા. આ વિસ્તારમાં બિસ્નોઇ પ્રજા રહેતી હતી. રાજાના સૈનિકોને વૃક્ષો કાપતા અટકાવવા માટે બિસ્નોઇઓ એ બંડ પોકાર્યું હતું અને ૩૬૩ લોકો શહીદ થયા હતા.બિસ્નોઇ પ્રજા પંદરમી સદીથી  પ્રાણીઓ અને વનસ્પતિઓનાં જીવનનું રક્ષણ કરતી હતી.
મેઘપુરના વિસ્તારમાં આવેલ ખેજડી ગામના લોકોએ વૃક્ષ કાપતા અટકાવવા માટે પ્રયત્ન કર્યા હતો. રાજાના સૈનિકો સામે બિસ્નોઇ મહિલા અમૃતાદેવીએ બહાદુરી દર્શાવીને અડગ ઉભી રહી હતી. સૈનિકોને વૃક્ષો પ્રત્યેની આસ્થા અને માણસની જવાબદારી અંગેનું મહત્વ સમજાવ્યું હતું. આ વિસ્તારમાં રહેતા લોકો અને રાજાના સૈનિકો વચ્ચે  વાદ -વિવાદ પણ થયો હતો. વૃક્ષ પ્રેમીઓના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.સિપાઇઓએ વૃક્ષો કાપવાની તૈયારી શરૃ કરી હતી.એવા સમયમાં અમૃતા દેવી અને સાથી લોકો વૃક્ષને વીંટાળાઇ ગયા હતા.સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો કે  પહેલાં  અમને કાપો  અને ત્યાર બાદ  વૃક્ષોને  કાપો. બળજબરી પુર્વક સ્થાનિકો લોકોને દુર થવા અંગે  ચેતવણી આપવામાં આવી હતી. સ્થાનિકો લોકો  વૃક્ષને વીંટળાઇ ગયા અને રાજાના માણસોને પડકારવામાં આવ્યા. આમ વસવાટ કરતી બિસ્નોઇ પ્રજા વારાફરતી આગળ આવીને મોત પસંદ કરીને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. છેવટે રાજા હાંફળા - ફાંફળા  થઇને ત્યાં આવ્યા આ દ્શ્ય જોયું તો તરત જ તેમણે  પોતાના માણસોને આ કૃત્ય કરતા અટકાવી દીધા  પરંતુ  પર્યાવરણની રક્ષા કાજે ૩૬૩ માણસો શહીદ થઇ ગયા  હતા.
આ ઘટના  વન સંરક્ષણના ઇતિહાસમાં  અમર ગણવામાં આવે છે.


અંતે એજ મારી પંક્તિ સાથે
સૌને પ્રકૃતિપ્રેમ મુબારક.....

પ્રકૃતિપ્રેમ હદયનો કુદરત સુધી જ  છે,
વન નો વિસ્તાર પણ રણ સુધી જ છે.
ધનવાન સાધન ના સહારે જીવી જશે,
"વનવાસી" નો શ્વાસ તો વન સુધી છે.

=>રાજેશ બારૈયા "વનવાસી"