અનામિકા
કહાની એક ડાકણ ની
( 13 )
Believe or not believe બુક વાંચ્યા પછી લેબમાં જે યુવતીનો મૃતદેહ પડ્યો છે એ રાજેશ્વરી હોવાની ખબર પડી જાય છે જે ડાકણ બની ચુકી છે. ડાકણ થી બચવા વસંતભાઈ ત્રિભુજ દર્પણ વિધિ કરે છે પણ જે પૂર્ણ થઈ શકતી નથી.ડાકણ દ્વારા રાજવીર ને બારી બહાર ફેંકી દેવામાં આવે છે. રાજેશ્વરી એનાં અને એની લીધે મરનારાં લોકો તથા લવ અને વસંતભાઈ જોડે એને શું સંબંધ હતો એ જણાવે છે..ત્યારબાદ ડાકણ દ્વારા આપવામાં આવતી પીડાથી મુક્તિ માટે લવ વસંતભાઈ ને મારી નાંખે છે અને એની વાતો થી વશીભૂત થઈ આત્મહત્યા કરવા બારી તરફ વધે છે..હવે વાંચો આગળ..
લવ કોઈ અજાણી શક્તિનાં વશમાં પોતે શું કરી રહ્યો હતો એની ખબર વગર અત્યારે આત્મહત્યા કરવાનાં ઈરાદાથી લેબમાં જે બારી થી રાજવીર ને નીચે ફેંકાયો હતો એ બારી તરફ આગળ વધી રહ્યો હતો.
"બંસી તું મર્યા પછી મુક્તિ પામીશ..તું હંમેશા માટે મારો બની જઈશ.."રાજેશ્વરીનાં વશીભૂત કરતાં શબ્દો ચાલુ જ હતાં.
રાજેશ્વરીનાં શબ્દો ની અસર હેઠળ લવ બારી ની નજીક પહોંચ્યો અને બારી ઉપર ચડવા એક ખુરશી લેતો આવ્યો..અને એજ માનસિક અવસ્થામાં એની ઉપર ચડી ગયો..રાજેશ્વરી અત્યારે લવ ને આત્મહત્યા માટે પુરજોશ માં ઉકસાવી રહી હતી અને લવ પણ હવે આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો હતો.!!
"લવ ,તું શું કરી રહ્યો છે..?"અચાનક એક અવાજ લવ ને કાને પડ્યો જેનાં લીધે એનું ધ્યાન તૂટ્યું...લવે જોયું તો લેબનાં દરવાજે એની પ્રેમિકા સીમરન અને લોહીલુહાણ હાલતમાં રાજવીર ઉભાં હતાં.
લવે સીમરન ને જોઈ તો ખરી પણ હજુયે એની પર ડાકણ ની વાત ની અસર વર્તાઈ રહી હતી..રાજેશ્વરી એ રાજવીર અને સીમરન ની તરફ જોયું એટલે એ વધુ ઊંચા અવાજે વારંવાર લવ ને પોતાનો જીવ લઈ લેવા ઉકસાવી રહી હતી.
રાજવીરે અચાનક પોતાનાં હાથમાં રહેલી એક ચુંદડી જઈને રાજેશ્વરીનાં ચહેરા પર રાખી દીધી..આ ચુંદડી ની દિવ્ય શક્તિનાં લીધે અત્યારે રાજેશ્વરી તપડી રહી હતી..એનાં આખા શરીરમાં તીવ્ર પીડા થઈ રહી હતી અને એ જોરજોરથી ચિલ્લાઈ રહી હતી.
આ ક્ષણ નો ફાયદો ઉઠાવી સીમરન દોડીને લવ જ્યાં બારી ઉપર ચડ્યો હતો ત્યાં ગઈ અને એ નીચે કુદકો મારે એ પહેલાં જ એનો હાથ પકડી એને અંદર ખેંચી લીધો.
"એ પાગલ તું આ શું કરવા જઈ રહ્યો હતો એનું તને ભાન છે..?"સીમરને આંસુ ભરેલી આંખો સાથે લવ ને વળગીને કહ્યું.
સીમરન નાં સાચા પ્રેમ ની અસર નીચે લવ હવે સંપૂર્ણપણે ભાનમાં આવી ગયો હતો..એને સમજાઈ ગયું હતું કે રાજેશ્વરી એને આત્મહત્યા માટે ઉકસાવી રહી હતી.પોતાનાં પિતાની હત્યાનાં અપરાધભાવ સાથે એ આત્મહત્યા નાં પાપ માટે તૈયાર થઈ ગયો હતો
"સીમરન..sorry.. i love u so much..પણ તું અહીં ક્યાંથી..?"લવે કહ્યું.
***
સીમરન અને લવ ની વાતચીત ચાલુ હતી એ સમયે રાજવીરે રાજેશ્વરીને શારીરિક પીડા આપીને થોડો સમય માટે શાંત કરી દીધી હતી..અત્યારે રાજેશ્વરીનો દેહ પાછો નીચે ફર્શ પર દોરવામાં આવેલ વર્તુળ ની અંદર પડ્યો હતો જેમાં ત્રિભુજ દર્પણ વિધિ થઈ હતી.
પોતે કેમ અહીં આવી હતી એ જવાબ આપવાના બદલે સીમરન લવ નો હાથ પકડી એને રાજવીર ની નજીક લઈને આવી.રાજવીર ની જોડે પહોંચ્યા પછી સીમરને પોતે ત્યાં કઈ રીતે પહોંચી એ વિશે કહેવાનું શરૂ કર્યું.
"લવ,હું અહીંથી નીકળી કાર લઈને સીધી ઘરે પહોંચી..ઘરે જઈ ચેન્જ કરી હું મારાં બેડરૂમમાં જઈને સુઈ ગઈ.બહાર વીજળી કડકી રહી હતી પણ મને તરત જ ઊંઘ આવી ગઈ..હું ઘોર નિંદ્રામાં હતી ત્યાં મને એક સપનું આવ્યું જેમાં તું કોઈ આગ ની અંદર સળગતો હતો અને મદદ માટે મને અવાજ દેતો હતો..તારો ચહેરો ખરેખર દયનીય હતો જેને જોઈ લાગતું કે સાચે જ તારે મારી મદદની જરૂર છે."
"આ વસ્તુ સપનામાં આવતાં ની સાથે મારી ઉંઘ ઉડી ગઈ..મેં જે જોયું હતું એ તારી ઉપર આવનારી કોઈ મહા મુસીબત ની એંધાણી હોય એવું મને લાગ્યું.હું ફટાફટ પથારીમાંથી ઉભી થઈ અને મોબાઈલ હાથમાં લઈ તને કોલ લગાવ્યો પણ તારો ફોન કવરેજ ક્ષેત્ર ની પહોંચ બહાર આવતો હતો..તને કોલ ના લાગતાં મેં પપ્પાને કોલ કરી જોયો પણ મારાં આશ્ચર્ય વચ્ચે એમનો નંબર પણ કવરેજ ક્ષેત્ર ની બહાર હતો."
"હવે મને સપનામાં જોયેલી વાતમાં કંઈક રહસ્ય જણાઈ રહ્યું હતું..જાણે કે એ દ્રશ્ય મને કંઈક થયું હોવાનાં અણસાર આપી રહ્યું હોય.મેં વધુ વિચારવાના બદલે પાછું તારાં ઘરે આવવાનું નક્કી કર્યું અને ઘરે કોઈને કીધાં વગર કાર લઈને અહીં પાછી આવી..મેં હજુ તો કાર પાર્ક જ કરી હતી ત્યાં મને પાછળ ઝાડીઓમાંથી કોઈનાં કણસવાનો અવાજ આવતો હતો..મેં નજીક જઈને જોયું તો ત્યાં એજ ઈન્સ્પેકટર હતાં જે પેલી મૃત યુવતીને લઈને આવ્યાં હતાં."
"મેં એમને ટેકો આપી ઉભાં કર્યા અને મહાપરાણે કાર જોડે લાવી..કારમાંથી મેં પાણી ની બોટલ કાઢી એમને પાણી પીવડાવ્યું અને થોડી ફર્સ્ટ એડ પણ કરી..આ ચાલતું હતું ત્યાં મને ઉપરથી પપ્પા ની કારમી ચીસ સંભળાઈ.. જે સાંભળતા જ ઈન્સ્પેકટર બોલ્યાં એ ડાકણે વસંતભાઈ ને મારી નાંખ્યા."
"એમની વાત નો અર્થ ના સમજાતાં મેં એમને પૂછ્યું કે એ શું બબડી રહ્યાં છે તો એમને ટૂંકમાં બધું કહી સંભળાવ્યું..એમની વાત પર પહેલાં તો મને વિશ્વાસ જ ના થયો પણ ઉપરથી સંભળાઈ રહેલી પપ્પા ની ચીસો એ મને ઈન્સ્પેકટર ની વાત પર વિશ્વાસ કરવા મજબુર કરી દીધી.."
"ત્યારબાદ હું ઈન્સ્પેકટર રાજવીર સાથે મકાનમાં પ્રવેશી..ઈન્સ્પેકટરે નીચે પૂજાના રૂમમાંથી એક ચુંદડી લઈ લીધી..લિફ્ટ ચાલુ હતી એટલે અમે લિફ્ટમાં જ ઉપર આવી પહોંચ્યા..અને અમે બિલકુલ યોગ્ય સમયે આવ્યાં હતાં..જો એમ ના થયું હોત તો ક્યાંક હું તને કાયમને માટે ખોઈ બેસત.."પોતાની વાત પૂર્ણ કરતાં સીમરન બોલી.
"Thanks રાજવીર.."લવે ઈન્સ્પેકટર રાજવીરનો પણ આભાર માનતાં કહ્યું.
"લવ હવે આ ડાકણ ફરીથી પોતાની શક્તિ પાછી મેળવી હુમલો કરે એ પહેલાં એનો અંત કરવો જરૂરી છે...ઈન્સ્પેકટર કહેતાં હતાં કે તમે કોઈ વિધિ કરતાં હતાં આ ડાકણ નો અંત કરવા.."સીમરને કહ્યું.
"હા,ત્રિભુજ દર્પણ વિધિ..."લવે આટલું કહી રાજેશ્વરીનાં મૃતદેહ ની ફરતે બનાવેલાં ત્રિકોણ અને વર્તુળ તરફ જોયું.
"શું આપણે એ વિધિ પુનઃ ના કરી શકીએ..?"સીમરને કહ્યું.
"પણ એ વિધિ માટે ત્રણ વ્યક્તિ જોઈએ...વસંતભાઈ ની મૃત્યુ પછી ત્રિભુજ ની એક રેખા પણ ગાયબ થઈ ચૂકી છે.."ત્રિભુજ તરફ ઈશારો કરતાં રાજવીર બોલ્યો.
"હા તો આપણે પણ ત્રણ જ છીએ.."સીમરન બોલી.
"તો શું તું આ વિધિ માં બેસીસ..?"લવે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"હા.. તારાં માટે કંઈપણ કરવા તૈયાર છું.."લવ ની આંખોમાં આંખ નાંખી સીમરન બોલી.
"ખૂબ સરસ..તો લવ હવે જલ્દીથી આ વિધિ પુનઃ ચાલુ કરીએ..પણ આ વખતે કોઈએ પોતાનું સ્થાન કોઈપણ ભોગે છોડવાનું નથી..ભલે ને કંઈપણ ઘટના બને.."રાજવીરે કહ્યું.
રાજવીર દ્વારા આમ કહેતાં ની સાથે જ સીમરનનાં હાથનાં અંગૂઠા પર કટ કરી એનાં રક્ત વડે વસંતભાઈ ની ભૂંસાયેલી રક્ત રેખા ને ફરીવાર દોરી ત્રિભુજ ને પૂર્ણ કરવામાં આવ્યો.
લવ,રાજવીર અને સીમરન ત્યારબાદ મિરર ની પાછળની બાજુ પલોઠી વાળીને બેસી ગયાં..એમનાં સ્થાન ગ્રહણ કરતાં ની સાથે જ રાજવીરે મંત્રોચ્ચાર શરૂ કરી દીધો...વસંતભાઈ ની માફક રાજવીર પણ દરેક ઈષ્ટદેવ નું સ્મરણ કરી છેલ્લે હનુમાન ચાલીસા નું પઠન કરવા લાગ્યો.
હનુમાન ચાલીસા શરૂ થતાં ની સાથે જ લેબમાં બધી વસ્તુઓ જાણે સજીવન થઈ ગઈ હોય એમ આમથી તેમ પછળાવા લાગી..અમુક વસ્તુઓ તો ઉડીને લવ,સીમરન અને રાજવીર તરફ આવતી..એ લોકો ગમે તે કરી એ વસ્તુઓને પોતાની તરફ આવતી ખાળી દેતાં છતાંપણ ઘણી વસ્તુઓ એમને વાગતી.
અડધાથી વધુ હનુમાન ચાલીસા પૂરાં થઈ ગયાં હતાં..એ ડાકણ અત્યારે ચિલ્લાઈ રહી હતી..એની તીણી ચીસો સમગ્ર વાતાવરણ ને ભયાવહ બનાવી રહી હતી..એક સ્ત્રી હોવા છતાં સીમરન અત્યારે ગજબની હિંમત બતાવી રહી હતી..પોતાનાં પ્રેમ માટે થઈ પોતાનો પ્રેમ જોખમમાં મુકતી સીમરન જેવી ભારતીય સ્ત્રી ને જોઈ લવ નાં દિલમાં એની માટે માન અનેકગણું વધી ગયું..સાથે સાથે એને રાજેશ્વરી માટે પણ એક લાગણી ઉત્તપન્ન થઈ કેમકે એની આ હાલત માટે પણ એનો પ્રેમ જ જવાબદાર હતો જે એને ક્યારેક પોતાને કર્યો હતો.
રાજેશ્વરી ની હાલત હનુમાન ચાલીસા જેમ જેમ આગળ વધતાં હતાં એમ એમ વધુ બગડી રહી હતી..એ ક્યારેક ચીસો પાડતી તો ક્યારેક આક્રંદ કરતી હોય એમ રડતી..બે ત્રણ વખત એનો દેહ ઉપર ઉંચકાયો પણ રાજવીરે પોતાની પાસે રહેલી ચૂંદડીને એની ઉપર મૂકી એને પાછી જમીન પર સુવડાવી દીધી હતી.
હનુમાન ચાલીસા પૂર્ણ થતાં ની સાથે એક ઝટકા સાથે રાજેશ્વરી નો દેહ હવામાં ઊંચે જતો રહ્યો..લવ,સીમરન અને રાજવીર હજુપણ પોતાની જગ્યાએ જ બેઠાં હતાં..હનુમાન ચાલીસા નાં અંતે બોલાતો દોહો ત્રણેય એક સાથે બોલવાનું શરૂ કરે છે.
" પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ.
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ"
સિયાવર રામચંદ્ર કી જય...સિયાવર રામચંદ્ર કી જય..
આટલો દોહો પૂર્ણ કરતાં ની સાથે રાજેશ્વરી નો દેહ જાણે સળગવા લાગ્યો હોય એમ રાતો થઈ ગયો..આગની જ્વાળાઓ એનાં દેહ ને અંદરથી સળગાવી રહી હોય એવું લાગી રહ્યું હતું..અચાનક એનાં શરીરની રાખ થઈ ગઈ હોય એવું લાગ્યું..થોડીવારમાં એ રાખની જગ્યાએ પતંગિયા બનવા લાગ્યાં.એક..બે...કરતાં હજારો ની સંખ્યામાં પતંગિયા બની ગયાં અને એને એક માનવાકૃતિ ની સ્વરૂપ ધારણ કર્યું.
રાજવીર,લવ,અને સીમરન આ બધું ફાટી આંખે જોઈ રહ્યાં હતાં ત્યાં એ પતંગિયામાંથી એક અવાજ આવ્યો જે રાજેશ્વરીનો હતો.
"તમારાં ત્રણેય નો ખુબ ખુબ આભાર..હું આ નર્ક થી પણ ભૂંડી જીંદગી સદીઓથી જીવી રહી હતી જેમાંથી મને મુક્તિ મળી ગઈ છે..હવે હું બધી પીડા અને યાતનાઓમાંથી મુક્ત છું..મેં જે કંઈપણ કર્યું એ બદલ હું માફી માંગુ છું પણ હકીકતમાં આ બધું મારી અંદર ઉત્તપન્ન થયેલી શૈતાની શક્તિ દ્વારા થયું છે.."
"હું સમજુ છું કે જે કંઈપણ વર્ષો પહેલાં તારી સાથે થયું એમાં અમારાં દરેકનો વાંક હતો એટલે અમે તારી પર કોઈ પ્રકારનો આરોપ નથી લગાવતાં કે તે કંઈપણ ખોટું કર્યું છે..લવ પણ મારી વાત થી સહમત છે..હે ને લવ..?"રાજવીર બોલ્યો.
"હા રાજેશ્વરી..તે મારાં માટે થઈને જે કંઈપણ કર્યું હતું એનું ઋણ તો હું કોઈ કાળે ચુકાવી શકું એમ નથી..પણ જો કુદરત ન્યાય આને જ કહેતી હોય તો તારાં દ્વારા જે કંઈપણ થયું એ સત્ય સ્વીકારવું જ રહ્યું..જો નસીબ માં લખ્યું હશે તો આજે નહીં પણ આઠમા જન્મે આપણે બે ચોક્કસ મળીશું..કેમકે સાત જન્મો સુધી તો મને મારી સુખ દુઃખ ની સાથી મને મળી ગઈ છે.."સીમરન નો હાથ પોતાનાં હાથમાં લઈ લવ બોલ્યો.
અચાનક બધાં પતંગિયા ઉડીને બારીની બહાર નીકળી ગયાં.. અને સીમરન,લવ અને રાજવીર સમય નાં આ ખેલ ને જોઈને સ્તબ્ધ હતાં..!!
આ બધું નિયતી દ્વારા લખાયેલું જ હશે એ વાત માનવી જ રહી..અમુક વસ્તુઓ તમારાં હાથમાં નથી હોતી..બસ તમે એનાં માટે એક નિમિત્ત માત્ર હોવ છો..વસંતભાઈ,જયદીપ અને ગોપાલ તથા ફાર્મહાઉસ માં મૃત પામેલાં ચારેય લોકો પોતાનાં ભૂતકાળનાં કર્મોની સજા આ જન્મમાં મેળવી ચૂક્યાં હતાં.રાજવીર જીવતો હતો એનું કારણ એ હોઈ શકે કે એ ફક્ત સારાં હેતુ માટે હમીરસિંહ નાં અવતાર માં બધું કરી રહ્યો હતો..એને રાજેશ્વરી ની હકીકત ની બિલકુલ જાણકારી જ નહોતી..!!
આ બધી ઘટનાઓને પોલીસનાં ચોપડે rearest of rare કેસમાં ગણી એની ફાઇલ ને સદેવ ને માટે ક્લોઝ કરવામાં આવી..આ બધું કોને કર્યું એ વિશે ક્યારેય ના રાજવીરે કહ્યું ના લવે કે ના સીમરને.માટે આ કેસ ને the anamika case કહીને એની ફાઇલ પર unsolve નો ટેગ લગાવી ધૂળ ખાતી એવીજ હજારો ફાઈલો વચ્ચે નાંખી દેવામાં આવ્યો..!!
લવ અને સીમરન અત્યારે લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યાં છે અને ખૂબ ખુશ છે..બંને અત્યારે વસંતભાઈ એ બનાવેલાં મેડિકલ સેન્ટરમાં ગરીબ લોકોની સારવાર કરી રહ્યાં છે..રાજવીર નું પોસ્ટિંગ વડોદરા થઈ ગયું છે પણ હજુએ એ રાતે જે કંઈપણ બન્યું એ યાદ આવતાં એ ત્રણેય ધ્રુજી ઉઠે છે.
દર વર્ષે એ તારીખે તેઓ મળે છે અને એ રાતે મૃત પામેલાં લોકો ની યાદ માં જોડે બેસી રાત પસાર કરે છે..આ બેઠકમાં એક વસ્તુ કોમન હોય છે જે છે એ રાતે રેડીયોમાં વાગેલું ગીત.
"आओ हुज़ूर तुमको सितारों में ले चलु
दिल झूम जाएं ऐसी बहारों में ले चलु
आओ हुज़ूर तुमको....."
તો દોસ્તો આ સાથે આ હોરર સસ્પેન્સ નોવેલ ને અહીં પૂર્ણ જાહેર કરું છું.. રૂહ સાથે ઈશ્ક પછી આ બીજી હોરર સસ્પેન્સ મારી અપેક્ષા પર ખરી ઉતરી છે..વાંચકો ને આની થીમ અને સ્ટોરી ખૂબ પસંદ આવી.. અનામિકા : કહાની એક ડાકણ ની ને આપનો પ્રેમ અને પ્રતિસાદ આપવા બદલ આભાર.
નજીકમાં બીજી એક અન્ય હોરર સસ્પેન્સ લઈને આવી રહી છું જેનું નામ છે.."સેલ્ફી: the last photo.."
આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો.. મારી અન્ય નોવેલ
દિલ કબૂતર
રૂહ સાથે ઈશ્ક
ડણક: The Story Of Revange.
-દિશા. આર. પટેલ