jindgi no rang - 2 in Gujarati Poems by Shaimee oza Lafj books and stories PDF | જીંદગી નો રંગ ભાગ 2

Featured Books
Categories
Share

જીંદગી નો રંગ ભાગ 2

   1.પ્રેમ પંથ....
આંખ નો પલકાર....જો મારી દુનિયા બદલી ગયો.....

આંખો ની ભાષા અણ ધારી ક્યાં મને છોડી ગઈ કાંટાળી કેડી તણે......

આંખો ની પરિભાષા એ મન કયા તે ચક્રવ્યૂહ માં  છોડી ગઈ કે મારી જીંદગી તણી સફર માં અટવાઇ ગયા અમે.....

આંખ તણા ઇશારા એ અમારા જન્માક્ષર બદલી નાંખ્યા પણ મને તો તેમાં ઉપર ના ગ્રહ કરતાં નીચેનો ગ્રહ વધુ નડ્યો છે.....

આંખ તણી ભાષા એ અમને એવા તો ફસાયા કે જીંદગી તણી મુસાફરી માં પારકાં કરતાં પોતાના જ પ્રેમ નુ નામ આપી લૂંટી ગયા......

એક પલકારે દુનિયા બદલાઇ  કયાંરે એક પલકારો પ્રેમ માં બદલાઈ ગયો ,ખબર જ ન રહીં ને જોત જોતા માં  દુનિયા જીવવા જેવી લાગી ને 
જોત જોતા માં પોતાના જ પારકા બની ગયા......

તલાસ હતી એક મિત્ર  જેની સાથે હસી રડી શકાય પણ વફાઇ ના બદલે દગો મળ્યો.......

આંખો ના ઇશારા એ જીંદગી માં એવા તે હરાવ્યા કે અમે હથિયાર ઉઠાવતા પણ એક પલ નો વિચાર કરી ગયા......
......... 
                 લિ    . શૈમી પ્રજાપતિ
2.તારા વિના......

તારા વિના હું જ છું અધુરી.....
તારા વિના મારાં દિલ ની ધડકનછે અધુરી...

શબ્દ નો ભંડાર છે તું.....
તારા વિના મારા શબ્દ છે અધુરા......

અપૂર્ણ છું  દરેક  રીતે તારા વિના....
એક એક પળ છે અધુરી......

તને હું સપનાં થકી નિહાળુ છું
તારા વિના મારા દરેક સ્વપ્ન છે અધુરાં.....

તારા માટે હુ જીવું છું .....
તારી એક મુસ્કાન વગર મારો દિવસ છે અધુરો....

એક એક ક્ષણ મને રડાવે છે તારા વિના .....
મારી એક એક રાત છે અધુરી......

તુ છે તો હું છું,  મારા દિલ ની  વાત છે તું 
તારા વિના એક એક મારી વાત છે અધુરી.......

દિવસ ની દરેક ક્ષણ મને સતાવે છે...
તારા વિના મારી જીંદગી છે અધુરી.....

                લિ -  શૈમી પ્રજાપતિ

3.હુ મૃત્યુ પામીશ.....

હુ મૃત્યુ મરીશ તો તને મારી કદર સારશે પણ બેટા હુ તારી પાસે હોઈશ નહીં ,તો માટે મારી કદર કરી ને થોડું રડને.....

હુ મરીશ તો તુ મને બહુ યાદ કરીશ પણ હુ નહીં હોવું તારી પાસે માટે મન અત્યારે જ યાદ કરને......

હું મૃત્યુ પામીશ પછી કહે કે કાસ મે આને મારી પાસે રાખી હોત તો એમ કરને અત્યાર જ રાખી લે ને મને તારી પાસે......

હુ મૃત્યું પામીશ પછી મારી લાશ ને તારી બાહો માં લઈને ચૂમીશ ને બાહો માં લઈ ને રડે પણ બેટા હુ નહી હોવું તારો પ્રેમ જોવા માટે એમ કરને અત્યાર જ મને બાહો માં લઈને ચૂમને.....

હું મૃત્યુ પામીશ પછી તુ ફુલ મારી ચાદર પર નાંખે....મારી કબર માં મને જોવા માટે રોજ આવીશ એક કામ કરને અત્યાર જ મને મળવા આવે ત્યારે ફૂલ લાવ ને મારી માટે.......

હું મૃત્યુ પામીશ પછી મારા બધાં દોષ માફ કરીશ,ને મારી ડેથ બોડી ને તારા થી એક મિનીટ તુ અલગ ની કરે પણ હુ નહીં હોવુ બેટા એક કામ કરને અત્યાર જ મારા બધાં જ દોષો ભુલી ને મને તારા માં સમાવી લે ને......

હું મૃત્યુ પામીશ પછી તું તને સ્પર્શ કરવામાં માટે તરસે  પણ બેટા હું તારી પાસે નહીં હોવું એક કામ કર ને અત્યાર જ અડી લે ને......

             લિ.   -શૈમી પ્રજાપતિ

4. દિલ રડી પડયું......

દિલ રડી પડયું અને રેલાય છે અવાજ ...
બંધ છે હોઠ તોય નીકળી જાય છે અવાજ...

તમને બોલે વર્ષો  વીતી ગયા...
નજાણે કેમ મારા દિલ માં અવાજ હજી ગુંજે છે.....

ઘોર અંધારે રસ્તો જડે નહીં પણ
કોઈ નો અવાજ હજી પ્રકાશ પાથરે છે.....

હોઠ નું સ્મિત ,આંખો ના નશીલા ઇશારા,
દિલની ધડકન,શબ્દ વિના તો સંભળાય છે અવાજ.....

એમના થી મને પરીચય ઘણો 
દિલ નો તો કેમ શરમાય છે અવાજ....

દિલ રૂપી ઘર માં અવાજો ગુંજતી હતી
જો એની યાદ નો અવાજ હજી ટકરાય છે....

બંધ હોઠ છતાં કાતીલ અદા ઓ થી દિલ ઘવાય છે... અને આંખ નો અવાજ કેમ દિલને કોઈ માટે રડાવે છે...

કોઈ આપણા થી છુટુ પડયું પણ ,દિલના ટુકડા થયા છતાં તેની યાદરુપી અવાજ જીંદગી ની કુંડળી બદલી નાંખે...એ અવાજ આંખી જીંદગી પડીને વિતાવે છે...

લિ.  - શૈમી પ્રજાપતિ

5.પ્રેમ.....

પ્રેમ અેટલે વિશ્વાસ,અતૂટ બંધન ને,
ઈશ્વર થી પણ પર....

પ્રેમ એટલે એક મેકમાં ઓગળી જવું......
એકબીજા ને ખામી સહીત અપનાવવા.....

પ્રેમ એટલે પાંખો ખુલ્લી હવા
માં ઉડતું મુક્ત પંખી પાંજરુ નહીં...

આપણા બે આત્મા ઓ નું મિલન....
પ્રેમ એટલે આપણા બે ના સપનાંને એકમેક થી જોડી રાખવા ની કડી......

પ્રેમ એટલે  આપણે બે માંથી એક થવું.......
જાણે રતી ને કામદેવ......

પ્રેમ એટલે અહમ ઓગાળી ને એકબીજાં 
એકબીજા ના રંગ માં રંગાવુ....

પ્રેમ એટલે એકબીજા ના મન ને સમજવા નો 
અને જીંદગી ની મુસાફરી સાથે કરવી એવો નાવ.....

પ્રેમ એટલે ઈશ્વર સાથે નું જોડાણ....
હું તુ નાં ભેદભાવ ભુલી તું જે છે તે મારો છે અથવા મારી છે તેવી ભાવના.....

પ્રેમ એટલે ત્યાગ,બલીદાન...
કોઈ ને જબરજસ્તી પોતાની 
જાત સોપવી નહીં....

........શૈમી પ્રજાપતિ......

6. મને ગમે છે.....

તુ જ્યારે હસે છે, ત્યારે તારા ચહેરો ચમકે છે
મને તે ગમે છે......

જયારે તારી નાના બચ્ચા જેવી આંખો જયારે મને તારો સાથ મળવા નો ઈશારો આપે છે મને તે ગમે છે........

જયારે તુ મને તારા ખોળા માં  સુવાડે છે,ત્યારે તુ મારા માથે તું પ્રેમ થી હાથ ફેરવે છે એ મને ગમે છે.....

જયારે હુ કાંઈક ગુસ્સે થાવુ ત્યારે તુ નાના બેબી જેવુ વર્તન કરે છે એ મને ગમે છે......

જ્યારે તુ મારી પોતાની જાત ની જેમ કાળજી કરે      અને  મને ખોટુ પગલુ ભરતાં અટકાવે છે એ મને ગમે છે

જયારે તુ મારી પર તારો હક જતાવે છે,તારુ પોતાનાપણું મને ગમે છે.......

જયારે હુ સુવુ ત્યારે મારા વાળ ને 
સહલાવે છે,મને તે ગમે છે

જ્યારે હું રિસાઈ હોવું ત્યારે તુ મારી આગળ પાછળ ફરે છે,મારા ચહેરા પર સ્મિત લાવવા લાગ્યા રહેવું મને તે ગમે છે.... 

મને તારી નાની નાની વાત માં જરુર પડે છે,
જયારે તુ  નથી હોતું ત્યારે મને 
તારી યાદ માં રડવું ગમે છે....

ઘરે ઘરે બંનેના આપણા પ્રેમ ને 
મીરાં અને ક્રિષ્ના સાથે સરખાવે છે
મને તે ગમે છે....

તને સારુ ન હોય છતાં કહે છે કે સારુ છે,
મને તે ગમે છે.....

મારા દુખ માં તુ ઢાલ બની ને ઊભો રહે છે પોતાનું દુખ ભુલીને  મને તે ગમે છે......

મને પ્રત્યક્ષ ક્ષણે તારા માં ખોવાઈ રહેવું ,
એ મને ગમે છે.....

મને જયારે તુ સૂતો હોય ત્યારે તને હેરાન કરી ને જગાડવો મને ગમે છે.....

હુ તારો ફોન ઉપાડવો ભુલી જાવુ ત્યારે તુ સતત કોલ કરીને મારી ચિંતા કરે,તે મને ગમે છે.........

જયારે મને મોડુ થાય ત્યારે તારો 
જે બચ્ચા જેવુ થાય મને તે ગમે છે.....

જયારે હુ મોડી આવું ત્યારે 
તુ મારા જે ક્લાસ લે છે
મને તે ગમે છે......

હુ તને રોજ ઉતારી પાડુ તને ના 
બોલવાનુ બોલુ તો પણ 
તું મારી ચિંતા કરે છે,
પોતાની ગણીને  મને તે ગમે છે......

મને સહેજ કહી થાય ને ,
તુ આખુ ઘર માથે લે ને,
મારી નાના બેબી ની જેમ ચિંતા,
કરે તે મને ગમે છે....

મારી ભુલો હોવા છતાં મને તુ 
ચાહે છે મને તે ગમે છે.....

લિ.શૈમી પ્રજાપતી......

7.પ્રેમ ની ભાષા......
પ્રેમ તણો ખજાનો છે, અનમોલ જે ભરબજારે સુમસામ રસ્તા માં મળતો નથી ,
અચાનક જ મળેલી આંખ કયારે જીંદગી બની જાય છે ખબર જ નથી પડતી,
ક્યારે અજાણ્યા પોતાના બની જાય છે.
ખબર જ નથી પડતી,
ભગવાન પણ પ્રેમ માટે તરસ્યાં તા તો આપણે માનવની  શી વિસાત.....? 
પ્રેમ તણો રાહ છે. કપરો ક્યાંરે પોતાના પરાંયા થઈ જાય તો ક્યારે કોઈ પોતાનુ જ આપણને લૂંટી જાય ખબર જ નથી પડતી ....
જેને સાચો પ્રેમ મળે તે તો ધન્ય થઇ જાય, 
નહીં તો પ્રેમ ના નામે ઠગનાર તો સાહેબ મે બહુ જોયા છે....
જેની જુઠી વાતો હવા બાણ વચનો
જેને પ્રેમ નામ આપતાં 
મે બહુ જોયા છે...
આમ તો કહે છે અમે છીએ  
અેવુ કહીં ને મે કેટલા ને 
દગાબાજી કરતાં જોયા છે.....
પ્રેમ માં તો માટે તો મે કેટલાંય ને મરતાં પણ જોયા છે...
પ્રેમ તણી ખુશામત મે બધાં નાં મુખે સાંભળી પણ સાચા પ્રેમ કરનાર થોડા નેજ નિહાળયાં છે......
પ્રેમ ને પૈસા થી ખરીદતાં ,
પોતાની જરૂરીયાત ને મે ,
પ્રેમ નામ આપતા બહુ જોયા છે....
પ્રેમ નથી પાંજરુ તે આઝાદ પંખી છે, પણ વહેમ ને પ્રેમ નામ આપતાં મે બહુ જોયા છે...... 
અમુકે  તો પ્રેમ શબ્દ ની મજાક બનાવી છે....પણ પ્રેમ ને ભગવાન માનતાં મે બહુ જોયા છે......

Shaimee Prajapati