mara jivan ma Kala padcchaya part 1 in Gujarati Horror Stories by Ami books and stories PDF | મારા જીવનના કાળા પડછાયા. - Part 1

The Author
Featured Books
Categories
Share

મારા જીવનના કાળા પડછાયા. - Part 1

       દરેકની લાઈફમાં ઘણુ બધુ બનતુ હોય છે. જે આપણે વિચાર્યુ પણ ના હોય છતાં આપણે સતત એનાથી લડીએ છીએ હારતા નથી.. પણ મારી લાઈફમાં જે કાઈ બન્યુ એના પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરશે પણ જો તમે એમ માનતા હોવ કે ઈશ્વર છે. અથવા કોઈ એવી શક્તિ છે જે આ દુનિયા રૂપિ ઘંટીને ચલાવે છે તો તમારે એ પણ માનવુ જ રહ્યુ કે કાળા પડછાયા પણ હોય જ છે...
           તમે કેશો કે હું ભણેલો છું કે હું ભણેલી છું પણ મિત્રો આ બધી બાબતો જ્યારે સહન કરવી પડેને ત્યારે ના છૂટકે આપણે..અંધશ્રદ્ઘા ગણો કે શ્રદ્ધા એવી વસ્તુનો સહારો આપણે લેવો જ રહ્યો.... હું એમ નથી કહેતી કે તમે માનો પણ તમે આવુ કાંઈ અનુભવો તો એના વિશે જલ્દી નિર્ણય લે જો ક્યાંક મોડુ ન થઈ જાય...
           ચાલો ત્યાંરે હું મારી વાત કરુ ... મારી જોડે આવી ઘટનાઓ નો સિલસિલો આશરે...નવમાં ધોરણથી થયો... હું દુનિયાથી સાવ અલગ હતી. મારુ બાળપણ છોકરાઓ સાથે  વિત્યુ એટલે કે મારા મિત્રો મોટા ભાગે છોકરા જ હતા પણ ક્યારેય મેં આવી બાબત ધ્યાનમાં ન્હોતી લીધી...નવા ઘરે રહેવા ગયા  પછી જૂના મિત્રો છૂટી ગયા હુ એકલી પડી ગઈ એટલે મેં નાની ઉંમરે ભક્તિમાં રસ લેવા માડ્યો....ભજનો ગાવા એમાં નાચવું... એમાં હું સમય વિતાવવા લાગી... મને દુનિયાની નતી પડી... ઘરના ક્યારે કોઈ પૂજા પાઠ ન્હોતુ કરતું ખાલી દીવા બત્તી કરતા પણ હું પુજારી બની સવાર સાંજ કલાક ભજનો ગાતી.... મારી દુનિયા જ જાણે અલગ હતી. મને હજી યાદ છે કે મેં રાધાકૃષ્ણની મૂર્તિ લેવા જીદ કરેલી ખાધા પિધા વગર સૂઈ ગયેલી.... જ્યાં સુધી બીજા દિવસે મૂર્તિ ના મલી ત્યાં સુધી મેં કાંઈ ખાધુ ન્હોતું..... મૂર્તિ આવ્યા પછી એની સેવામાં લાગેલી... મારા પરમ મિત્ર બની ગયેલા મારા કૃષ્ણ .. પણ મને ન્હોતી ખબર કે આ રીતે મારી જીંદગી બદલાસે...
             સાંજના ટાઈમે ઘરમાં પોતુ કરતા મારો પગ લપસ્યો ન્હોતો છતાં હું જોરથી નીચે પછડાઈ ને મારા જમણા પગની ઘૂટણ કોઈ જોરથી મરોડતું હોય એમ લાગ્યુ. આખી ઘૂટણ સાઈડમાં જતી રઈ હતી... મારા મમ્મી અને એક આન્ટીએ આવી બન્ને હાથથી ઘૂટણ એની જગ્યાએ લાવવા પ્રયત્ન કર્યો. પગ પહેલા જેવો થઈ ગયો પણ ચલાતુ ન હતું. એટલે દવાખાને ગયા  એક્સ રે કરાવ્યા પણ ખાસ કાંઈ આવ્યુ નઈ ... એટલે ઘેર પંદર દિવસ નો આરામ કરવાનું કિધું.....આ ઘટનાને એક મહિનો  પણ માંડ થયો હતો ને... ડાબો પગ  ખેંચાયો ને હું પડી ગઈ..... ફરી ગયાં દવાખાને રીપોર્ટ નોરમલ હતાં . ખાલી દુખાવાના લીધે આરામ કરવાનું કીધુ......આ ઘટનાના થોડા સમય બાદ... હું અગિયારમાં ધોરણમાં ભણતી  ત્યારે.... ફરી જમણા પગની સાથે સાથે જમણો હાથ લેવાઈ ગયો..... તમે વિચારતા હશો કે લકવાની અસર હશે.... હું તંદુરસ્ત હતી કોઈ જ બિમારી કે કાંઈ જ ન્હોતું .... આ વખતે એક હાથે અને એક પગે પાટા આવ્યા .. 
                 આ તો ફક્ત લોકોએ કરેલી રમતની શરુઆત હતી જે મારી જીંદગીને કઠપૂતળી બનાવવા માટે પૂરતી હતી.... આજે પણ મારા જમણા પગ ની ઘૂટણમાંથી એક નાની કણી છૂટી પડી ગઈ છે .. કાંઈ ખાસ ફર્ક નથી પડતો ચાલવામાં પણ ખાલી મારો વાંક શું હતો... ? એ જ શોધુ છુ હું ,પણ જવાબ આજે પણ નથી મળતો....... મારી સાથે જોડાયેલા જ રહેજો  આવતા ભાગમાં આગળ ભાગ વધારી શું.... ક્રમશ: