a rainbow girl - 3 in Gujarati Fiction Stories by Gopi Kukadiya books and stories PDF | અ રેઇનબો ગર્લ પાર્ટ - 3

Featured Books
Categories
Share

અ રેઇનબો ગર્લ પાર્ટ - 3

અ રેઇનબો ગર્લ પાર્ટ-3
      રાજસ્થાન જવાનું નક્કી કરી બધા ફ્રેન્ડ્સ છુટા પડ્યા, હસ્તિ મને હોટેલ સુધી મૂકી ગઈ. મેં તેને બીજા દિવસે વહેલા આવી જવા કહ્યું કારણ કે મારે શોપિંગ કરવા જવું હતું, રૂમ પર આવી ફ્રેશ થઈ અને હું બેડ પર સુઈ ગઈ.
         બીજા દિવસે હું અને હસ્તિ આખો દિવસ બધા મોલમાં ફર્યા અને મારા માટે શોપિંગ કરી, રાજસ્થાનમાં તડકો વધુ પડતો હોવાથી મેં શોર્ટ્સ કરતા જીન્સની ખરીદી કરી અને તેને મેચિંગ ટોપ લીધા, સ્કાર્ફ લીધા અને થોડી ઇમિટેશન જ્વેલરી પણ ખરીદી.બધી ખરીદી પતાવી બહાર જ ડિનર કરી હું અને હસ્તિ હોટેલ પર આવ્યા, બીજા દિવસે વહેલા નીકળવાનું હોવાથી હસ્તિ પણ હોટેલ પર જ રોકાઈ ગઈ હતી.
     બીજા દિવસે વહેલા સવારે ક્રિશ તેની ગાડી લઈને અમને લેવા આવી ગયો, નમન, નિધિ અને કૃપાલી પણ સાથે જ હતા. હું અને હસ્તિ પણ બેગ ડીકીમાં ગોઠવી ગાડીમાં બેઠા. ક્રિશે અમને 'ગુડ મોર્નિંગ' વિશ કર્યું, મેં પણ હસીને તેને'ગુડ મોર્નિંગ ક્રિશ' કહ્યું. ગાડીમાં બીજા પણ હતા છતાં મેં સ્પેશિયલ તેનું નામ લઈને જ કેમ તેને વિશ કર્યું, મને શા માટે તેના તરફ આકર્ષણ થાય છે?
       ગાડીમાં અમે ખૂબ ધમાલ મસ્તી કરતા હતા. મારું ધ્યાન થોડી થોડી વારે ક્રિશ તરફ જતું હતું, તે ગાડી ડ્રાઇવ કરતો હતો. બધાએ બસમાં જવાનું જ કહ્યું પણ ક્રિશની જીદ હતી કે ગાડી ડ્રાઈવ કરીને જ જવું, બપોરે અમે હાઇવે પર એક ઢાબા પર જમવા રોકાયા. બધાએ પોતાની પસંદ મુજબ ઓર્ડર કર્યું, ક્રિશે ગુજરાતી થાળી ઓર્ડર કરી. મેં બહાર ક્યારેય ગુજરાતી થાળી નથી ખાધી છતાં પણ ખબર નહીં કેમ આજે મેં પણ ક્રિશની પસંદ મુજબ થાળી ઓર્ડર કરી. હું તેના તરફ કઈક વધુ જ આકર્ષણ અનુભવતી હતી કારણ કે મને તેના સ્વભાવની કઈ ખબર નોહતી, જો મને ખબર હોત તો હું ક્યારેય આવા જમેલામા ના પડેત.
                                 * * * * *
"ક્રિશ, હું તને છેલ્લા બે દિવસથી કેટલા ફોન કરું છું, તું મારા એક પણ ફોન કે મેસેજનો જવાબ કેમ નથી આપતો? અને તું કોલેજ કેમ નહતો આવતો?" સ્વાતિ ક્રિશને કેમ્પસમાં બેસેલો જોઈને ગુસ્સામાં તેની પાસે આવી.
"હું કામમાં બીઝી હતો." ક્રિશ તેને નજર અંદાઝ કરીને ઉડાઉ જવાબ આપી દે છે.ક્રિશનો એવો ઉડાઉ જવાબ સાંભળી સ્વાતિને વધુ ગુસ્સો આવે છે, ત્યારે જ એનું ધ્યાન ક્રિશની બાજુમાં બેસેલી કોઈ છોકરી પર જાય છે.
"આ કોણ છે?" સ્વાતિ તેના તરફ આંગળી ચીંધી પૂછ્યું.
"જાનેમન, આ મારી ગર્લફ્રેંડ છે." ક્રિશ તેની નવી ગર્લફ્રેન્ડ ગુંજનની કમર ફરતે હાથ વીંટાળી તેને પોતાની નજીક ખેંચતા કહ્યું.
"ઓહહ, તો તું આ કામમાં બીઝી હતો એમ ને?, આ તારી ગર્લફ્રેન્ડ છે તો હું કોણ છું??" 
સ્વાતિનો સવાલ સાંભળી ક્રિશ અને ગુંજન હસવા લાગ્યા. નમન તેની વાતનો જવાબ આપતા કહે છે,"ભાભીજી, હવે ક્રિશ ભાઈને તમારામાં કોઈ રસ નથી, તો હવે તમે એમના માટે એક્સ ગર્લફ્રેન્ડ છો."
"તું એક નંબરનો નાલાયક અને હલકટ છોકરો છે અને તારો આ ફ્રેન્ડ પણ તારા જેવો જ ટપોરી છે." એટલું કહી સ્વાતિ ગુસ્સે થતી ત્યાંથી નીકળી જાય ગઈ, ગાર્ડનમાં એક બેન્ચ પર બેસીને રડવા લાગી. તેને પોતાના પર જ ગુસ્સો આવતો હતો, શા માટે તેણે આવા નાલાયક છોકરાને પ્રેમ કર્યો?
     સ્વાતિએ તો તેને અનહદ પ્રેમ કર્યો હતો, પોતાનું સર્વસ્વ તેને સમર્પિત કરી દીધું. તેને એ રાત યાદ આવી ગઈ જ્યારે તેણે નશામાં જ ક્રિશને પોતાની સાથે ફિઝિકલ રિલેશન માટે મંજૂરી આપી હતી.
     કોલેજમાંથી બધા પીકનીક પર જવાના હતા પણ ક્રિશે ઘરે પિકનીકનું બહાનું બનાવી તેના ફાર્મ હાઉસ પર જવાનો પ્લાન કર્યો. પીકનીક બે દિવસની થઈ હતી એટલે બે દિવસ ફાર્મહાઉસ પર જ રહેવાનું હતું, પોતે ક્રિશના પ્રેમમાં એટલી પાગલ હતી કે કઈ બીજુ વિચાર્યા વગર ઘરે પિકનીકનું બહાનું કરી તેની સાથે ચાલી નીકળી.
        ફાર્મહાઉસ પર પોહચી ત્યારે સાંજ ઢળવા આવી હતી, ત્યાંનો નજારો ખૂબ જ સુંદર હતો. બેગ્સ ત્યાં બહાર જ મૂકી પોતે તો ત્યાંના સૌંદર્યમાં જ ખોવાઈ ગઈ હતી પણ તેને ક્યાં ખબર હતી કે આજે તેના સૌંદર્ય પર હવસખોર રાક્ષસ રાસલીલા રમવાનો છે. ક્રિશના બીજા બે ફ્રેન્ડ્સ પણ તેમની ગર્લફ્રેન્ડને લઈને આવ્યા હતા. તેઓ અવારનવાર અહીં આવતા હતા.
       સાંજે ડિનર કર્યા પછી બધા બહાર તાપણું કરીને બેઠા હતા. ક્રિશના ફ્રેન્ડ્સ આલ્કોહોલિક હતા તેથી તેઓ ડ્રિંક્સ કરતા હતા,તેમણે ક્રિશને પણ ડ્રિન્કમાં કંપની આપવા કહ્યું પણ ક્રિશે સ્વાતિને સારું નહિ લાગે એવું બહાનું આગળ ધર્યું.ક્રિશના ફ્રેન્ડ્સ વધુ આગ્રહ કરવા લાગ્યા આથી સ્વાતિએ ક્રિશને ડ્રિન્ક માટે મંજૂરી આપી પણ તેને ક્યાં ખબર હતી કે એ બધું તો એનું નાટક જ હતું.ક્રિશના ફ્રેન્ડસની ગર્લફ્રેન્ડ્સ પણ તેમની સાથે જ ડ્રીંક કરતી હતી આથી ક્રિશે પણ સ્વાતિને ડ્રીંક ઓફર કર્યું,સ્વાતિએ પહેલા ક્યારેય ડ્રીંક નોહતું કર્યું, તેણે ના પાડી, ક્રિશે એક નવો પેગ બનાવ્યો થોડી વધુ સોડા સાથે અને તેમાંથી તેને એક સિપ લીધી, ત્યારબાદ તેણે એ ગ્લાસ સ્વાતિ તરફ ધર્યો, તેની આ પ્રેમભરી શરારત જોઈ સ્વાતિ પીગળી ગઈ અને તેણે પણ ડ્રીંક સ્ટાર્ટ કર્યું, શરૂઆતમાં સ્વાદ થોડો કડવો લાગ્યો પણ પછી તેને ફાવી ગયું.
     ધીમે ધીમે સ્વાતિને નશો ચડવા લાગ્યો હતો ઊંઘ પણ આવી રહી હતી. તેણે ક્રિશને સુઈ જવા કહ્યું, ક્રિશ તેને લઈને રૂમમાં આવ્યો, સ્વાતિએ સ્કીન ટાઈટ જીન્સ પહેર્યું હતું એ ચેન્જ કરવા સ્વાતિએ બેગ ખોલી અને કપડાં ફંફોસવા લાગી,એ નાઈટડ્રેસ જ ભૂલી ગઈ હતી.
        તેણે ક્રિશને કહ્યું, “ નાઈટડ્રેસ ભૂલી ગઈ છું” ક્રિશે સ્વાતિ સામે એક બોક્સ ધર્યું, સ્વાતિએ એ બોક્સ હાથમાં લીધું અને ખોલ્યું તો એમાં એક નેટની નાઇટી હતી, તેણે ક્રિશ સામે જોયું, તેણે આ પહેરી લેવા કહ્યું, તે સ્વાતિ માટે ગિફ્ટ લાવ્યો હતો. સ્વાતિએ પણ તેની વાત માની અને ફ્રેશ થઈને ક્રિશે આપેલી નાઇટી પહેરી લીધી.
     સ્વાતિ બહાર આવી ત્યારે ક્રિશ પણ ચેન્જ કરીને બેડ પર બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હતો. એ બહાર આવી ત્યારે ક્રિશ બસ તેને જોઈ જ રહ્યો, પાગલોની માફક. પગના ઘૂંટણ સુધી આવતી પારદર્શક નાઇટીમાંથી ઇનર વેર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
     ક્રિશ સ્વાતિ પાસે આવ્યો, તેને ઊંચકીને બેડ પર લઈ આવ્યો. ક્રિશે સ્વાતિને ફોરહેડ પર કિસ કરી અને પછી તેણે તેના હોઠ સ્વાતિના હોઠ પર મૂકી દીધા. બંને પાગલોની જેમ એકબીજાને કિસ કરતા રહ્યા. ક્રિશ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. સ્વાતિએ તેને અટકાવ્યો. ક્રિશ સ્વાતિથી અલગ થયો અને બેડની બીજી બાજુ ફરીને સુઈ ગયો. ક્રિશ નારાજ થઈ ગયો એ વિચારી સ્વાતિ ઉભી થઈને તેની પાસે ગઈ અને તેના હોઠ પર હોઠ મૂકી દીધા. 
       ક્રિશે તેને ખેંચી, સ્વાતિ તેના પર પડી અને ક્રિશ તેને વળગી ગયો ત્યારબાદ નશામાં બંને બહેકી ગયા અને એ રાત તેમના મિલનની સાક્ષી બની રહી.
       સવારે જ્યારે સ્વાતિ ઉઠી ત્યારે ક્રિશ બાજુમાં ઘસઘસાટ ઊંઘતો હતો અને એ પણ અનાવૃત અવસ્થામાં હતી. તેને શરીર કળતું હતું. સાંજે પહેરેલી નાઇટી રૂમમાં અસ્ત વ્યસ્ત પડી હતી. સાંજે ડ્રીંક કર્યું હોવાથી અત્યારે પણ તેનું માથું ભમતું હતું. એ ફટાફટ બાથરૂમમાં ગઈ અને ફ્રેશ થઈને બહાર આવી ત્યારે શરીરમાં થોડું રિલેક્સ ફિલ થયું.
      સ્વાતિ  બહાર આવી ત્યારે ક્રિશ ઉઠી ગયો હતો. એ સ્વાતિ પાસે આવ્યો અને પાછળથી પકડી લીધી. સ્વાતિએ તેને દૂર હડસેલ્યો અને રેડી થવા લાગી. એ ફરી સ્વાતિ પાસે આવ્યો અને બોલ્યો,"શુ થયું? તું ગુસ્સામાં દેખાય છે?"
"ક્રિશ, કાલે રાત્રે જે કઈ થયું તે નોહતું થવું જોઈતું."રડતા રડતા સ્વાતિએ કહ્યું.
"બેબી, જે પણ થયું તે તારી મરજીથી જ થયું છે, એમા કઈ ખોટું પણ નથી."
"આ બધું મેરેજ પછી થવું જોઈએ."
"કઈ નહિ સ્વીટહાર્ટ, આપણે મેરેજ કરવાના જ છે ને, તું ટેંશન ના લે, આપણે અહીં એન્જોય કરવા આવ્યા છીએ.સો લેટ્સ એન્જોય."
        મેરેજની વાત સાંભળી સ્વાતિ ખુશ થઈ ગઈ અને એ આખો દિવસ પણ બંને બેડમાં વીંટળાઈને રહ્યા.
     ક્રિશ અવારનવાર સ્વાતિને ફાર્મહાઉસ પર લઈ આવતો અને શરીરસુખ માણી પોતાની હવસને શમાવતો.
          થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ પછી ધીમે ધીમે ક્રિશના ફોન અને મેસેજ ઓછા થઈ ગયા. છેલ્લા બે દિવસથી તો તેણે સ્વાતિના ફોન કે મેસેજનો કોઈ જવાબ જ નૉહતો આપ્યો. હવે સમજ પડી કે આ બધું બસ માત્ર તે તેના એન્જોયમેન્ટ માટે જ કરતો હતો અને પોતે તેને પાગલની જેમ પ્રેમ કરતી રહી.
         સ્વાતિ પાસે હવે અફસોસ કર્યા સિવાય કોઈ જ માર્ગ નૉહતો, સારું હતું કે ક્રિશ પૂરતા પ્રોટેક્શન લેતો હતો તેથી તેને કોઈ બીજી પ્રોબ્લેમ ના આવી, ક્રિશ અમીર બાપનો બગડેલો છોકરો છે, તે માત્ર મોજશોખ કરવામાં જ માને છે, છોકરીઓને ફેરવવી અને તેનો ઉપયોગ કરવો એ બધી તેના માટે સામાન્ય વાત છે.
         ક્રિશને છોકરીઓ ફેરવવાનો શોખ છે આથી તે હંમેશા પૂરતા પ્રોટેક્શન લે છે જેથી તેને બીજી કોઈ મગજમારીમાં પડવું ના પડે. તેના દરેક ખોટા કાર્યોમાં નમન તેનો સાથીદાર છે, બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે કારણ કે નમન હમેશા ક્રિશના બધા ખોટા કાર્યોમાં સાથ આપે અને તેની મરજી મુજબ જ કામ કરે છે.)
(ક્રમશઃ)
   -Gopi Kukadiya & mer mehul.