Pehala pehala pyar hai - 2 in Gujarati Love Stories by Bhargavi Pandya books and stories PDF | પેહલા પેહલા પ્યાર હે!!! - 2

Featured Books
Categories
Share

પેહલા પેહલા પ્યાર હે!!! - 2

આકાશ અને પાયલ બન્ને પકડાઈ જાય છે.અને ત્યાર પછી વારી વારી થી બધા નો દાવ આવતા બધા રમે છે અને સાંજ પડી જાય છે.
.
" ઢબુ ...એ ઢબુ..અહીંયા આવ તો.." મોટીમમ્મી
.
પાયલ આવે છે."હાં..બોલો મોટી.. શું કામ છે!!"
.
"આ લે 2 મહેંદી ના કોન છે.એક તું લગાવજે અને બીજો અપેક્ષા માટે.. પેલા બાજુવાળા દીદી જોડે તમે બન્ને લગાવી દેજો.." મોટીમમ્મી
.
પાયલ અપેક્ષા જોડે જાય છે અને પછી બન્ને મહેંદી લગાવવા બાજુ ના ઘર આગળ જાય છે.તે દરમિયાન આકાશ અને વિશાલ એ જમણવાર ની તૈયારી કરવામાં વ્યસ્ત હોય છે.પેહલા પાયલ અપેક્ષા ને મહેંદી લગાવવાનું કહે છે.અને પોતે પછી લગાવશે એમ કરીને બેઠી હોય છે.અપેક્ષા ની મહેંદી લગાવી જતા હવે પાયલ મહેંદી લગાવે છે.ત્યારે આકાશ નું કામ પતી જતા એ ઘરે આવે છે.પાયલ જ્યાં બેસી હતી ત્યાંથી આકાશ નું ઘર એકદમ બરાબર દેખાય છે.પાયલ ને એમ થયું કે આકાશ કોઈને શોધી રહ્યો છે.પછી પાયલ આકાશ ને મહેંદી વાળા હાથ બતાવે છે અને આકાશ પાયલ પાસે જઈને બેસે છે.અને પાયલ ના હાથમાંની મહેંદી જોવે છે અને કહે છે કે
"ચાલુ થઈ ગયા તમારા નાટક નહી..હવે જમીને પછી લગાવી હોત તો..જમીશ કેવી રીતે હવે!?" આકાશ
.
"અરે!! હા યાર...એ તો મે વિચાર્યું જ નહીં..કઈ નહિ એ તો મોટી છે ને..ખવડાવશે..એમને જ મને કીધું હતું મહેંદી લગાવવા માટે.."
.
"વાહ ભાઈ!! તમારી તો બધા જબરી સેવા કરે છે ને!"આકાશ(થોડું ચીડવતા બોલ્યો)
.
"હા તો કરે જ ને... વટ છે આપણો!!?"પાયલ
.
"અલ્યા આકાશ..ચલ ફટાફટ પીરસવા નું ચાલુ થઈ ગયું છે ...મદદ કે .. હેડ હવે!!.."પાછળ થી અવાજ આવે છે વિશાલ નો..
.
આકાશ પાયલ ને આંખો થી bye કહેતા ત્યાંથી જતો રહે છે અને પછી પાયલ ની મેહંદી લગાઈ જતા એ એની મોટી જોડે જઈને જમીને ઘરે જવા નીકળે છે.
.
"ઓ માસી!!(પાયલ ના મોટીમમ્મી) રોકાઈ જાઓને હવે આજનો દિવસ..!!"આકાશ એમણે રોકતા બોલે છે.
.
"ના બકા ઘરે બધું કામ બાકી છે..સવારે જલ્દી જલ્દી માં આવ્યા હતા એટલે..વિશાલ રોકાય જ છે ને તારા જોડે..તમે બે જણ મસ્તી કરજો આખી રાત" મોટીમમ્મી
.
મન માં તો આકાશ ને એમ કે પાયલ પણ જતી રહેશે..એટલે એના માસી ને રોકવાના પ્રયત્નો કરતો હતો..
.
"સારું ચાલો હવે કઈ નહિ..સવારે જલ્દી આવી જજો..આવજો.."આકાશ
.
પછી આકાશ એક વાર ફરીથી પાયલ ને ઇશારાથી bye કહે છે..અને એમ પાયલ એના ઘરે જઈને સૂઈ જાય છે..સવારે 6 વાગે જવાનું હોવાથી મોટીમમ્મી એને 5 વાગે ઉઠાડીને તૈયાર કરાવી દે છે.પછી બન્ને પાછા ત્યાં જાય છે..
      ત્યાં એકદમ વધારે હલચલ હતી..બધા નાહવા મટે પડાપડી કરી રહ્યા હતા..બધા જ તૈયાર થવામાં..તો અમુક તૈયારી કરવામાં લાગ્યા હતાં..એવામાં પાયલ ની નજારો ખાલી  આકાશ ને શોધી રહી હતી..એને અપેક્ષા દેખાઈ અને એ એની જોડે જતી રહી..અપેક્ષા નું તૈયાર થવાનું બાકી હતું એટલે એ એને ઉપર રૂમ માં લઇ ગઈ..જ્યાં બેડ પર કોઈક સુતું હતું અને એક જણ નીચે પથારી માં સુતું હતું.. અપેક્ષા બીજા રૂમ માં ગઈ change કરવા અને પાયલ ને ત્યાં જ રાહ જોવાનું કહ્યું..તો પાયલ બેડ માં થોડી ખાલી જગ્યા હતી ત્યાં જઈને બેસી ગઈ.. અચાનક જે વ્યક્તિ સુતું હતું એને પોતાનું blanket કાઢી નાખ્યું..અને પાયલ એ જોયું તો એ આકાશ જ હતો.. હજુ ઊંઘતો જ હતો..પાયલ એના સામે જ જોઈ રહે છે.. મન માં ને મન માં કંઇક વિચારતી હોય છે..ત્યાં જ નીચેથી blanket માંથી કોઈક એનો હાથ પકડી લે છે..આકાશ થોડું નજીક આવતા બોલે છે..
"શું વાત છે..સવાર સવાર માં તમારા દર્શન!!?"આકાશ
.
"હા હવે..આ અપેક્ષા તૈયાર થાય છે પેલા રૂમ માં.."પાયલ
.
"ઓહો..તો તારે તૈયાર નથી થવું..??"આકાશ આંખ મારતા પૂછે છે.
.
"હું ઘરે થી જ તૈયાર થઈને આવી છું બકા..પણ તમારા તો હજુ ઉઠવાના પણ ઠેકાણા નથી.. કેવો આરામથી ઊંઘ કાઢે છે..ખબર તો છે ને આજે જ જનોઈ છે??"પાયલ આકાશ ને ચીડવતા બોલે છે..
.
"પણ યાર..જલ્દી ઉઠીને પણ શું કરું બોલ..કોઈ નાહવાનો તો chance આપશે જ નહિ..એટલે બધા તૈયાર થઈ જાય એટલે આપડે આરામથી  તૈયાર થવાનું..એટલે જ તો મે વિશાલ ભાઈ ને પણ પાછા સુવડાવી દીધા.."આકાશ
.
પાયલ કઈ બોલે એ પેહલા જ અંદર થી અપેક્ષા નો અવાજ આવે છે.."પાયલ અંદર આવને please.. કામ છે તારું.."અપેક્ષા
.
"હા..આવું.."પાયલ..પણ પાયલ નો હાથ હજુ સુધી આકાશ એ પકડેલો હોય છે..એ છોડવાની કોશિશ કરે છે પણ આકાશ હજુ tight પકડી લે છે..
.
"please છોડને યાર..અપેક્ષા બોલાવે છે.."પાયલ
.. થોડી જબરદસ્તી કરતા એ પાયલ નો હાથ છોડે છે અને અંદર જાય છે.. અપેક્ષા ને તૈયાર થવામાં મદદ કરે છે.. અપેક્ષા ના તૈયાર થયા બાદ બન્ને નીચે જઈને કામ માં  થોડી મદદ કરવા લાગે છે.. 
   બધા તૈયાર થઈને વાડી માં પોહચે છે જનોઈ માં.. અપેક્ષા ના સગા ભાઈ ની જનોઈ હોવાથી એ તો એના family સાથે વ્યસ્ત થઈ જાય છે..અને પાયલ એકલી પડી જાય છે..એટલી વાર માં વિશાલ આવે છે તો એના જોડે મસ્તી કરવા લાગે છે. વિશાલ ને કામ આવવાથી એ થોડી વાર માં આવું એમ કહીને જતો રહે છે..5 10 મિનિટ પછી આકાશ પાયલ ના બાજુ માં આવીને બેસી જાય છે..અને કહે છે.."તને પાણીપુરી ભાવે છે??"આકાશ
.
"હા..બહુ જ વધારે?"..પાયલ
.
"તો ચલ..આજે જમવામાં પાણીપુરી પણ છે..અને એનો સ્ટોલ હમણાંથી જ ચાલુ થઈ ગયો છે..જલ્દી ચલ..નહિ તો પતી જશે બધું."
.
એમ કહીને બન્ને પાણીપુરી ખાઈને છૂટા પડે છે.. જમણવાર પછી જનોઈ પૂરી થાય છે..ન સાંજે બધા ફ્રી પડતા આકાશ ના ઘરે આવીને બેસે છે..બધા જ છોકરાઓ અંદર ના રૂમ માં મસ્તી કરતા હોય છે..એમાં આકાશ પાયલ ના બાજુ માં આવીને બેસી જાય છે..બધા વાતો કરતા હોય છે એમાં આકાશ ખબર નહિ ક્યારે પાયલ નો હાથ પકડી લે છે છુપાવીને..
.
"એ વિશાલ ..હેડ ઢબુ ને લઈને...એમ પણ એને કાલે પાછું જવાનું છે વાપી..તો આજે આરામ કરી લે" મોટીમમ્મી
.
"તારે કાલે જ પાછું જવાનું છે??.."આકાશ પાયલ ની તરફ જોતા બોલે છે.
.
"હા..મારી સ્કૂલ ચાલુ થઈ જશે 3 દિવસ માં એટલે.."પાયલ
.
" એ ઢબુડી..ચલ હવે..આપડે જઈએ.." વિશાલ
.
પાયલ ના મન માં એમ કે આ આકાશ હાથ છોડે તો ને..એ બહુ try કરે છે હાથ છોડવવાનો પણ આકાશ તો એવી રીતે પકડી રાખે છે જેમ કે પાછા મળવાના જ ના હોય..આકાશ ની આંખો માં પાણી આવી  જાય છે..અને એ પાયલ નો હાથ છોડી દે છે..જતી વખતે પાયલ ના આંખ માં પણ આંસુ હોય છે..પણ એ બન્ને આ બાબત થી અજાણ હોય છે આં બધું શું થઈ રહ્યું છે..??
.
શું પાયલ અને આકાશ પાછા મળશે? અને મળશે તો ક્યારે મળશે..?શું એ બન્ને ને એકબીજા પ્રતૈય ની લાગણી નો અનુભવ થશે?કે પછી આ lovestory ચાલુ થતાં પેહલા જ પૂરી થઈ જશે?..
(ક્રમશઃ)