Diwangi part 1 in Gujarati Love Stories by Pooja books and stories PDF | દિવાનગી ભાગ ૧

The Author
Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

દિવાનગી ભાગ ૧

       સમીરા પોતાના બેડ પરથી ઉભી થઈ. સવારના ૮:૩૦ વાગ્યા હતા. સુરજ ના સોનેરી કિરણો માં સમીરા ના ખભા સુધી ના વાળ ચમકી રહૃાા હતા. તેણે સફેદ રંગ નું ઢીલું ટી-શર્ટ અને ભુરા રંગની શોટૅસ પહેરી હતી.
રાતભર ની મીઠી ઉંઘ ના લીધે સમીરા ના ચહેરા પર એક તાજગી છલકાય રહી હતી.
           તે પોતાના બેડરૂમ ની બારી પાસે આવી ને સવાર નો આનંદ લેવા લાગી. ઠંડો પવન તેના વાળ ની સાથે છેડછાડ કરવા લાગ્યો. પંખીઓ મીઠો કલરવ મન ને મધુર આનંદ આપી રહ્યો હતો. સમીરા ના લાંબા પગ શોટૅસ માં ખુબ આકર્ષક લાગી રહૃાા. ટી-શર્ટ માંથી તેની પાતળી કમર નો વળાંક સુંદર લાગી રહૃાો.સમીરા ને આજે કોઈ ઉતાવળ નહોતી. આજે રવિવાર હતો. તેને જોબ પર જવાની કોઈ ઉતાવળ નહોતી.

    ત્યાં અણગમતા મહેમાન ની જેમ સમીરા ના ફોન ની રીંગ વાગવા લાગી. સમીરા ને મન ન થયું કે તે ફોન ઉઠાવે પણ સતત વાગતી રીંગ એ તેને મજબુર કરી. ફોન ની સ્કીન પર  સાહિલ નું નામ વાંચી તેની મધુર સવાર કડવી થઈ ગઈ. તેને ઈચ્છા નહોતી ફોન ઉપાડવાની પણ તે જાણતી હતી કે જો તે ફોન નહીં લે તો તે સાહિલ ઘડી ઘડી ફોન કરે રાખશે.
      સમીરા એ ફોન ઉઠાવ્યો. સાહિલ એ કહ્યું," ગુડ મોર્નિંગ ,જાનુ"
સમીરા બોલી," સાહિલ , પ્લીઝ . આ બધા નામ થી મને ન બોલાવીશ"
    સાહિલ બોલ્યો," જાનુ, તું હજી પણ મારી પત્ની છે. "
સમીરા બોલી," બસ થોડા દિવસો. પછી નહીં રહું"
    સાહિલ  લાગણીશીલ થઈને બોલ્યો," આવું ન બોલ. મને એક તક તો આપ. હું હજી પણ તને ચાહું છું."
  સમીરા ચિડાઈ ને બોલી," સાહિલ, આ વિશે આપણે ઘણી વાર ચચૉ કરી ગયા છે. અઠવાડિયા પછી તો આપણા ડિવોર્સ પણ થઈ જશે."
    સાહિલ એ કહ્યું," પ્લીઝ , એક છેલ્લી વાર હું તને મળવા માગુ છું. પ્લીઝ ના ન પાડતી. "
    સમીરા બોલી," ના સાહિલ,મને નથી મળવું. હવે મને ફોન ન કરીશ."
સાહિલ એ કહ્યું," પ્લીઝ.."
    સમીરા એ ફોન કટ કરી નાખ્યો. ત્યાર પછી ફોન ની રીંગ વાગતી રહી પણ સમીરા એ ફોન ન ઉપાડ્યો.
સમીરા બાથરૂમ માં ફ્રેશ થવા જતી રહી. તેણે પોતાના માટે ચા બનાવીને ચા નો કપ લઈને તે બાલ્કની માં આવી ને ત્યાં રાખેલી ખુરશી પર બેઠા બેઠા પોતાના ભુતકાળ માં ખોવાઈ ગઈ.
           ****************
    સાહિલ એ એક જ્ઞાતિ ના ફંકશન માં સમીરા ને જોઈને તે પહેલી નજર માં જ પ્રેમ માં પડી ગયો. સમીરા હતી પણ એવી જ કે દરેક નું દિલ જીતી લે. સફેદ રંગ ના ડીઝાઈનર ડ્રેસ માં સમીરા ખુબ જ આકર્ષક લાગી રહી હતી. કાજળ આંજેલી ભુરી આંખો ને ભરાવદાર હોઠ, ખભા સુધી ના ખુલ્લા વાળ ને ગળા પર નું તલ તેને ખુબ જ સુંદર બનાવતા હતા.
       આ બધા થી વધીને સમીરા નો આત્મવિશ્વાસ અને નિખાલસતા તેને વધારે આકર્ષક બનાવતા હતા. તે ત્યારે કંપની માં જોબ કરી રહી હતી. સાહિલ એ સમીરા ને જોઈ તે ક્ષણ થી તેણે સમીરા જોડે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેણે પોતાના માતા-પિતા દ્વારા સમીરા ના ઘરે માગું મોકલાવ્યું. સાહિલ પોતે પણ ખુબ જ હેન્ડસમ હતો ને તેનું ઘર પણ ગર્ભ શ્રીમંત હતું. સાહિલ પોતે પોતાનો બિઝનેસ ચલાવતો હતો ને સારું કમાતો હતો.
      સમીરા ના મમ્મી-પપ્પા ને આ સંબંધ મંજુર હતો. સમીરા હજી લગ્ન માટે તૈયાર નહોતી. તે સાહિલ ને એક-બે વાર મળી પણ તે હજી સાહિલ ને સારી રીતે સમજી શકી નહોતી. પણ અંતે તેના મમ્મી-પપ્પા ના દબાણ અને આગ્રહ ને વશ થઈને તેણે સાહિલ જોડે લગ્ન કરી લીધા.
          લગ્ન પછી તે અને સાહિલ આ શહેર માં આવીને વસી ગયા. સાહિલ એ આ શહેર માં તેના બિઝનેસ ની બીજી શાખા ડેવલપ કરી હતી. સમીરા ને લગ્ન ની રાત્રે જ સાહિલ ના પઝેસિવ નેચર નો અંદાજ આવી ગયો.
        સમીરા દુલ્હન ના વેશ માં અપ્સરા જેવી લાગી રહી હતી.સમીરા તેમના બેડરૂમ માં બેડ પર બેઠી સાહિલ ની રાહ જોઈ રહી હતી. તેના મન માં હજી મુંઝવણ હતી. મમ્મી-પપ્પા ના કહેવાથી તેણે લગ્ન તો કરી લીધા પણ હજી તે સાહિલ ને હમણાં અપનાવી શકશે કે કેમ તે તેને ખબર નહોતી. તેણે મન માં વિચાર્યું કે તે આ વિશે સાહિલ સાથે વાત કરશે.
        થોડીવાર રહીને સાહિલ અંદર આવ્યો ને તેણે રૂમ નો દરવાજો બંધ કર્યો ને તે સમીરા ની પાસે બેડ પર બેઠો. તે એકીટસે સમીરા ને જ જોઈ રહ્યો હતો.
         થોડીવાર રહીને સમીરા બોલી," સાહિલ, મને તારી સાથે વાત કરવી છે."
   સાહિલ એ સમીરા નો હાથ પકડતા કહ્યું," આખી જિંદગી પડી છે વાતો કરવા માટે. આજ ની રાત તો ખાસ છે." એમ કહી તે સમીરા ની એકદમ નજીક આવી ગયો . તેના હોઠ અને સમીરા ના હોઠ વરચે નહિવત અંતર હતું. ત્યાં સમીરા સાહિલ થી દુર થઈ ગઈ ને બોલી," સાહિલ, પ્લીઝ પહેલા મારી વાત સાંભળી લે"
    સાહિલ ને આ ગમ્યું નહીં પણ તે બોલ્યો," સારું, બોલ. શું કહેવુ છે તારે?"
   સમીરા એ કહ્યું," હું આ લગ્ન નિભાવવાની પુરી કોશિશ કરીશ પણ હું ઈચ્છું છું કે પહેલા આપણે એકબીજા ને સારી રીતે સમજી લઈએ પછી જ આપણે આ સંબંધ ને આગળ વધારીએ."
    સાહિલ ના ચહેરા ના ભાવ બદલાઈ ગયા. તેણે રુક્ષતા થી કહ્યું," એટલે તું કહેવા શું માંગે છે?"
   સમીરા એ સાહિલ ની આંખો માં જોતા કહ્યું," હમણાં આપણે ફીઝીકલી એક ન થઈએ પણ એકબીજા ને સમજવા સમય આપીએ . જ્યારે આપણે એકબીજા ને સારી રીતે સમજી લઈએ ત્યાર પછી ફીઝીક્લ રીલેશન બાંધીએ."
     સમીરા ની વાત સાંભળી સાહિલ હસવા લાગ્યો ને બોલ્યો," આવું તે કાંઈ હોતું હશે. તું મારી પત્ની છો. મારો તારા પર હક છે. હું તારી સાથે ગમે ત્યારે ફીઝીક્લ રીલેશન બાંધી શકું."
    સમીરા તીખા સ્વર માં બોલી," મારી ઈચ્છા હોય કે ન હોય તો પણ..?"
  સાહિલ એ સમીરા ના ખભા પકડી લીધા ને કહ્યું," મને ખુશ રાખવો તારી ફરજ છે."
   સમીરા એ કહ્યું," મારી ખુશીઓ નું શું ?"
સાહિલ ના ચહેરા પર ગુસ્સો આવી ગયો તેણે સમીરા ના ખભા પર પકડ મજબૂત કરતા કહ્યું," તારું પહેલા કોઈ સાથે લફરું તો નથી રહૃાું ને? એટલે જ તું આવું બધું બોલે છે?"
   સમીરા ને દર્દ થવા લાગ્યું તે બોલી," સાહિલ મને છોડ . મને પીડા થાય છે."
    સાહિલ એ સમીરા ને ધક્કો મારીને છોડી દીધી. સમીરા સાહિલ ના આ વર્તન થી હેબતાઈ ગઈ પણ પછી થોડા ગુસ્સામાં આવીને સમીરા બોલી," બધા નો ભુતકાળ હોય છે. તો મારો પણ હોઈ શકે છે. કેમ તારો કોઈ ભુતકાળ નથી?"

   સાહિલ આ સાંભળી વધારે ગુસ્સે થયો. તે ગુસ્સામાં સમીરા તરફ આગળ વધ્યો ને  તેના ખભા પકડીને હલબલાવી નાખતા પુછ્યું," કોણ હતું તારી લાઈફ માં? તું હજી પણ એના કોન્ટેક્ટ માં છે?તે આ લગ્ન મજબુરી માં કર્યા છે? સાચું બોલ."
      સાહિલ ની આંખો માં ખુન્નસ ઉતરી આવ્યું હતું. સમીરા તેના આવા વર્તનથી ગભરાઈ ગઈ. તેણે સાહિલ ને કહ્યું," પ્લીઝ તું પહેલા શાંત થા."
    સાહિલ એ સમીરા ને છોડી દીધી ને બેડ પર જઈને બેસી ગયો. સમીરા એ સાહિલ ને પાણી નો ગ્લાસ આપ્યો . સાહિલ એ પાણી પીધું પછી સમીરા તેની બાજુમાં બેસતા બોલી," મેં કોઈ મજબુરી માં આ લગ્ન નથી કર્યા. બસ હું તો તારી પાસે થોડો સમય માગું છું."
    સાહિલ એ કહ્યું," જો મને આ બધું નથી સમજાતું. હું તારો પતિ છું અને તું મારી પત્ની છો. હવે આપણા વરચે કોઈ ન આવવું જોઈએ. હું તને ખુબ જ ચાહુ છું. મેં તને પહેલી વાર જોઈ ત્યાર થી તારા પ્રેમ માં પડી ગયો છું. હવે તારી જિંદગી, તારા શરીર અને તારા મન પર બસ મારો જ હક છે." આમ કહી સાહિલ એ સમીરા ના હાથ પકડી લીધા.
    સમીરા બોલી," પણ સાહિલ..." ત્યાં સાહિલ એ પોતાના હોઠ સમીરા ના હોઠ પર મુકી દીધા. સમીરા એ પોતાને છોડાવાની કોશિશ કરી પણ સાહિલ એ તેને મજબુતી થી પકડી રાખી હતી.
        અંતે સાહિલ એ પોતાનુ મન નું ધાર્યું જ કર્યું. સમીરા એ પણ કમને પોતાનું શરીર સાહિલ ને સોંપી દીધું. સમીરા ના મન માં સાહિલ માટે નો અણગમો આવી ગયો હતો. તે રાત્રે સાહિલ  પોતાની ઈચ્છા પુરી કરી શાંતિ થી સુઈ ગયો પણ સમીરા મન વગર ના આ સંબંધ પછી આખી રાત જાગતી રહી. તેને આંખો માંથી આંસુ નીકળી આવ્યા.
                *******************
      સમીરા ના હાથ માં ચા ની ગરમ વરાળ અડીને તે વતૅમાન માં પાછી આવી‌. અત્યારે પણ તેની આંખો માં આ ઘટના યાદ કરતા આંસુ આવી ગયાં હતાં.
        સમીરા એ આંસુ લુછી નાખ્યા ને ચા પીવા જ લાગી ત્યાં ફરી તેના ફોન ની રીંગ વાગી. સમીરા ને ગુસ્સો આવ્યો ને તે ગુસ્સામાં ફોન લેવા ગઈ તેણે ફોન હાથ માં લીધો તો તેમાં સાહિલ ને બદલે શાલિની નું નામ ફ્લેશ થઈ રહૃાું હતું.
    સમીરા થોડી સ્વસ્થ થઈને તેણે ફોન ઉપાડ્યો. શાલિની બોલી," હેલ્લો, સમીરા, "
   સમીરા બોલી," બોલ શાલિની"
શાલિની બોલી," ચાલ ને આજે બપોર ના શો માં પિક્ચર જોવા જોઈએ. રાત્રે ડીનર પણ બહારે જ કરીશું."
   સમીરા બોલી," હા ચાલ જઈએ. હું તને ૩ વાગ્યે તારા ઘરે થી પીક કરી લઈશ."
   શાલિની એ કહ્યું," ઓકે ડન"
        શાલિની સમીરા ની કોલેજ ની ફ્રેન્ડ હતી. તે તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. શાલિની ની હમણાં થોડા સમય થી જ આ શહેરમાં જોબ ટ્રાન્સફર થઈ હતી. તે એકલી જ અહીં આવી હતી. તેના હસબન્ડ થોડા સમય રહીને અહીં આવવાના હતા. શાલિની સમીરા ની દરેક વાત જાણતી હતી. તેને આ શહેર માં આવે મહિનો જ થયો હતો.
       સમીરા એ બ્લુ જીન્સ અને ગ્રીન ટીશર્ટ પહેર્યા. ને ખભા પર પસૅ અને ગોગલ્સ લઈને તે પોતાની સ્કુટી લઈને નીકળી ગઈ. સમીરા ને આ શહેર ગમતું . એટલે જ તેણે સાહિલ સાથે ના ડીવોસૅ પછી પણ અહી જ રહેવાનું નક્કી કર્યું. તેની જોબ પણ અહીં જ ચાલુ હતી. બે વર્ષ ના લગ્નજીવન પછી તેણે સાહિલ થી અલગ થવાનો નિર્ણય કર્યો.
           છેલ્લા ત્રણ મહિનાથી તે સાહિલ થી અલગ રહેતી હતી. શાલિની ના આવ્યા પછી તેની કંપની માં સમીરા ખુશ રહેતી હતી. સમીરા સ્કુટી ચલાવતી હતી ત્યારે તેને સતત એવું લાગી રહ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યો છે. પણ પછી તેને પોતાના મન નો વ્હેમ લાગ્યો.
         શાલિની ને તેના ઘરે થી પીક કરીને બંને પિક્ચર જોવા ગયા પછી થોડી શોપિંગ કરીને પછી હોટલ માં ડીનર કર્યું. સમીરા નો દિવસ ખુબ સારો ગયો. તે શાલિની ને તેના ઘરે ઉતારી ને પોતાના ઘરે જવા લાગી. ત્યાં તેણે સ્કુટી ના મિરરમાં જોયું કે એક બાઈક તેની પાછળ જ આવી રહી હતી. તેના પર બેઠેલા વ્યક્તિ એ હેલ્મેટ પહેર્યું હતું. સમીરા એ  આ જ બાઇકવાળાને  બપોરે પણ પોતાની પાછળ આવતા જોયો હતો.
      અંધારું થઈ ગયું હતું. સમીરા ને થોડો ડર લાગ્યો પણ તેણે ચહેરા પર દેખાવા ન દીધું. તે એક ગલીમાં ઘુસી ગઈને તેણે સ્કુટી ઉભી રાખી દીધી. આ ગલી માં તેની ઓફિસમાં કામ કરતા એક કલિગ મીના બહેન નું ઘર હતું. તેણે એમના ઘર પાસે જ સ્કુટી ઉભી રાખી ને પાછળ ફરીને જોવા લાગી. પણ પહેલો બાઈક વાળો પાછળ નહોતો આવ્યો. ત્યાં મીનાબહેન તેમના ઘરની બહાર આવ્યા. સમીરા ને ઘર માં આવવાનો આગ્રહ કરવા લાગ્યા પણ સમીરા એ ના પાડી ને થોડી વાતો કરીને તે ઘરે જવા નીકળી ગઈ.
         હવે તે બાઈકવાળો પાછળ નહોતો આવતો. સમીરા એ વિચાર્યું કે સાહિલ પાસે તો આવી બાઈક નથી . તો પછી આ કોણ હશે?" તે વિચાર માં પડી ગઈ. તે ઘરે પહોંચી ને તેણે જેવું ઘર ખોલ્યું તેવું તેના પગ પાસે એક કાગળ પડેલો દેખાયો. સમીરા એ કાગળ ઉઠાવ્યો ને વાંચ્યો ને તે સાથે તે ચોંકી પડી.
       કાગળ પર લાલ અક્ષરો થી લખેલું હતું.
   " ગુડ નાઈટ, માય સોના" 

********************

દિવાનગી એક પ્રેમકથા સાથે સસ્પેન્સ અને થ્રીલર સ્ટોરી છે. સમીરા ના જીવન માં આવતા રહસ્યમય વળાંકો ની વાર્તા છે.‌ આશા છે વાચકોને આ વાતૉ પસંદ આવશે. નવો ભાગ જલ્દી આવશે. તમારા પ્રતિભાવો જરૂર થી આપજો...