Missing - The Mafia story - 13 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૧૩)

Featured Books
Categories
Share

મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૧૩)

રાત્રી દરમિયાન એક મહિલા ની ધરપકડ મોટા ભાગે થઈ ન શકે, પણ અહીં ધરપકડ કરવી આવશ્યક હતી. 
મહિલા પોલીસ કર્મીઓ સાથે, પોલીસ જાનકીના ઘરે આવી પોહચી!  પોલીસ કાફલાને જોઈને આસપાસના લોકો તમાશો જોવા બહાર ઉમટી આવ્યા હતા.

જાનકી બચવા માટે‌હાથ પગ ઉછાળી રહી હતી,પણ તે ના- કામિયાબ રહી! ચુસ્ત મહિલા પોલીસે તેને જોરથી એક હડબુથ પર મારીને જીપમાં બેસાડી દીધી.



રીમાન્ડ રૂમમાં મહિલા પોલીસ કર્મીએ ગાળા ગાળી કરતી જાનકીને ફરાવીને જોરથી તમાચો માર્યો! 

"બહુ ઉછળકૂદ નહિ કર, તારા પર મર્ડર,કિડનેપિંગના ચાર્જીસ છે."


"ફ*** મર્ડર,કિડનેપિંગ! અરે મેં જ   ઉદયપુરમાં મારા બોયફ્રેન્ડ ખોવાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે."


" ફરિયાદ ફક્ત તારા પોતાના બચાવ માટે નોંધાવી હશે! બાકી અમને બધી જ ખબર છે. તું હોટેલની બાર સંદીપ લગધીરકાને મળી હતી.." મહિલા પોલીસ કર્મીએ કહ્યું.


"કોણ સંદીપ... ?હું કોઈ સંદીપ ને નથી ઓળખતી..."


"બહુ ડાહ્યી..!બહુ ડાહ્યી..!વાંધો નહિ.હવે તારી ખરી રીમાન્ડ તો ઉદયપુર પોલીસ લેશે, જેણે તારો કબજો માંગ્યો છે."



               *****

આટલું ખરાબ વર્તન તો કોઈ પ્રાણીઓ સાથે પણ ન કરે! તેનું આખું શરીર લાલ થઈ ગયું હતું. સતત માર અને ત્રાસથી કંટાળી રાજએ કહ્યું,

"સા'બ યે સબ, મેને આર્યન કે કેહને પર કિયા થા!"

"કોન આર્યન?" પાટીલે ફરીથી પૂછ્યું.


"સા'બ વો મેરા બોસ હૈ.."

"કહા હૈ તેરા કુતા બોસ?? જલ્દી બક...****"


"સા'બ નહિ માલુમ..."

પાટીલે ફરી એક દંડો પગ પર ફટકાર્યો...


"સા'બ મા કસમ નહિ પતા, વો ફ્રાસ મેં થે, કુછ કન્સાઇનમેન્ટ કી બાત ચલ રહી થી... ઇસ કે અલાવા મેં કુછ નહિ જાનતા...."


"તુમ્હારે પાસ ઉસકી કોઈ ફોટો હૈ?"

"હાંજી સા'બ, લેપટોપ મેં હૈ.."



                 *****



"સિંઘ સાહેબ, હું સાચું કહું છું. મારો આ હત્યા અને કિડનેપિંગ પાછળ કોઈ જ હાથ નથી... મને ફસાવામાં આવી રહી છે."


"ઠીક છે જાનકી.એક ક્ષણ માટે  તારી વાત માની લઈએ  કે તું નિર્દોષ છે. પણ આ તસવીર?"  

હુડીમાં ચેહરો છુપાવેલ ટેટૂવાળા વ્યક્તિ સાથે, જાનકી ઊભીને વાત કરી રહી હતી...


"સર, આ તો નિલ છે.જે મારી સાથે ઉભો હતો.."

"નિલના હાથમાં આવો કોઈ પર્મનેન્ટ ટેટુ અમને તો જોવા નોહતો મળ્યો!"


"એ પર્મનેન્ટ નહિ, પણ એક સ્ટીકર હતું..."

"શુ થયું હતું તે દિવસે?"

"સર, મને પણ જરાક વિચિત્ર લાગ્યું! આ ફોટો આહડ મ્યુઝીયમ બહારનો છે. અમે મ્યુઝીયમ જોઈને નીકળ્યા! અને તેણે મને એવું કહ્યું, કે હું દશ મિનિટમાં આવું! પછી તેણે ત્યાંથી પાંચ સાત મિનિટના અંતરનું લોકેશન શેર કરીને કહ્યું અહીં આવી જા! મને વિચિત્ર એ લાગ્યું કે નિલે પોતાના કપડાં કેમ ચેન્જ કર્યા! હાથમાં ટેટૂ, હુડી.... મેં પૂછ્યું પણ એણે કહ્યું"મને ગમે છે ને મેં પહેર્યા..."

 "તું ખૂબ સારી વાર્તાકાર છે.તું કહે ને અમે માની લઈએ...એટલા મૂર્ખ તો અમે નથી."


"હું સાચું કહું છું. સર..."

                *****


"ઓહ માય ગૉડ, આ કઈ રીતે સંભવ છે." પાટીલે કહ્યું.

"શુ થયું પાટિલ ?"


"સાહેબે આ ફોટો જોવો..."

ક્ષણેક માટે તો પટેલ પણ સ્તબ્ધ થઈ ગયા..


" આ કોણ છે?"

"સર આ જ મારો બોસ આર્યન છે."

"આર્યન નહિ નિલ..."

"ના સર, તે આર્યન છે."


"નિલ......આર્યન બને એક જ વ્યક્તિ છે. નિલે તેની જ કિડનેપિંગનું નાટક કર્યું છે?"




              ****

"મુંબઈથી તારા માટે કોઈ સારા સમાચાર તો નથી આવી રહ્યા જાનકી!"

"સર હું કઇ સમજી નહી!"

"બહુ સમજવાની પણ જરૂર નથી! તું જેટલું સમજી, અને અમને સમજાવી રહી છો તે બહુ છે. તું અને નિલ અમને ગુમરાહ કરી રહ્યા છો."


"સર એવું કંઈ નથી.."


"સાચું- સાચું કે નિલ ક્યાં છુપાયો છે?"


ક્રમશ