KING - POWER OF EMPIRE - 8 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 8

The Author
Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

KING - POWER OF EMPIRE - 8

(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય મળી ને જે જગ્યા પર હથિયારો અને ડ્રગ્સ ને રાખેલ હોય છે ત્યાં પહોંચી ને તબાહી મચાવી દે છે બીજી બાજુ હુસેન ને શૌર્ય ની એક ઓળખાણ મળે છે અને એ હોય છે KING INDUSTRY નો માલિક KING, જેનું નામ સાંભળી ને હુસેન ની હાલત ખરાબ થાય છે તો જોઈ એ શું શૌર્ય હુસેન ને બક્ષી દેશે કે પછી….)

“તું છો KING ” હુસૈને આશ્ચર્ય સાથે પૂછયું 

“હા હું જ છું એ KING ” શૌર્ય એ કહ્યું 

“મને તો થયું કે.... ” હુસૈને કહ્યું

“તને શું લાગ્યું KING કોઈ 60-70 વષૅનો વૃદ્ધ હશે? ” શૌર્ય એ કહ્યું 

“હુસેન રાજા એની ઉંમર થી નહીં સમજદારી થી બનેં છે ” S.P. એ કહ્યું 

“મને માફ કરી દો તમે ચાહો તો આ બધો માલ લઈ જઈ શકો છો, હું જીવનભર તમારો ગુલામ બનીને રહી ” હુસેન શૌર્ય ના પગ પકડીને કગરવા લાગ્યો 

“ના તો મારે આ માલ જોઈએ ન તો તારા જેવાં નો સાથ, આજ મોત સામે આવતાં તું તારા બૉસ સાથે ગદારી કરી રહ્યો છે કાલ તો તું મારી સાથે પણ... ” શૌર્ય એ કહ્યું

“ના હું એ કયારેય નહીં કરું” હું એ કયારેય નહીં કરું 

“હુસેન, કિંગ ને ગદાર પાળવાનો કોઈ શોખ નથી તારા જેવા ને મોત જ નસીબ થવું જોઈએ ” શૌર્ય એ કહ્યું 

“નહીં કિંગ મે તો સાંભળ્યું છે તમે દયાવાન છો ” હુસેન એ કહ્યું 

“એ તો હું એ લોકો માટે છું જે ખરેખર એને લાયક છે તારા જેવાં શેતાન માટે નહીં અને તું ચિંતા ના કર હું તને નહીં મારું ” શૌર્ય એ કહ્યું 

“તમારો ખૂબ ખૂબ આભાર કિંગ ” હુસેન એ શૌર્ય ના પગે પડતાં કહ્યું

“મે એમ કીધું કે હું તને નહીં મારું તને જીવતો છોડી એવું તો મે નહીં કહ્યું,  તને પેલાં લોકો મારશે ” આટલું કહી શૌર્ય એ લિફ્ટ તરફ હાથ લંબાવ્યો.

અર્જુન એક વૃદ્ધ દંપતી ને લઈને આવી રહ્યો હતો, ‘હુસેન તને ખબર છે આ કોણ છે, આજથી એક વષૅ પહેલાં તે એક છોકરી નું અંધેરી સ્ટેશન થી અપહરણ કરી ને તેનો રેપ કરી ને મારી નાખી હતી ને તેની બોડી ને તે રસ્તા વચ્ચે ફેકી દિધી હતી, આ બન્ને તેનાં માતા-પિતા છે ’ શૌર્ય એ કહ્યું 

“મને માફ કરી દો, એકવાર મને માફ કરી દો ” હુસેન શૌર્ય આગળ ભીખ માંગવા લાગ્યો 

“હુસેન, ભગવાન ત્રણ ભૂલ માફ કરે છે આ કિંગ નહીં , આ લોકો એક વષૅ થી ન્યાય માટે અદાલત ના ચકકર લગાવે છતાં પણ આ લોકો ને ન્યાય નથી મળ્યો પણ આજે ન્યાય થશે ” શૌર્ય એ કહ્યું 

એ દંપતી ત્યાં પહોચ્યું ત્યારે હુસેન તરફ ખુન્નસ ભરી નજરે તેણે જોયું, શૌર્ય તેની પાસે ગયો, “હું તમારી દીકરી તો તમને પાછી નહીં આપી શકું પણ જો તમે તમારા હાથે આ પાપી નો અંત કરશો તો કદાચ તમારા દિલ અને તમારી દીકરી ની આત્મા બનેં ને શાંતિ મળશે ” શૌર્ય એ ગન તેની તરફ આગળ વધારતાં કહ્યું, તેણે તેનાં હાથ માંથી ગન લીધી અને થોડી ક્ષણો આંખો બંધ કરી, તેની આંખો મા આંસુ હતાં તેણે હુસેન તરફ ગન તાકી અને એકસાથે ચાર-પાંચ ગોળી ચલાવી દીધી અને હુસેન તરફડિયા મારી ને મૃત્યુ પામ્યો.
“બેટા, અમને આશા જ ન હતી કે અમને કયારેય ન્યાય મળશે પણ તારા લીધે….” આટલું બોલી તે શૌર્ય ના પગે પડવા જઈ રહ્યાં હતાં

“અરે આ શું કરો છો તમે ઉંમર મા મારાથી મોટા છે મારે તમારા પગે લાગવાનું હોય ના કે તમારે ” શૌર્ય એ તેમને અટકાવતા કહ્યું

“બેટા તારા વિચારો તારી ઉંમર કરતાં બહુ મોટા છે , અમારી પાસે એવું કંઈ નથી જે તને આપી શકીએ ” તેણે શૌર્ય ને કહ્યું 

“કોણે કીધું તમારી પાસે કંઈ નથી તમારી પાસે તો બહુ અમૂલ્ય વસ્તુ છે ” શૌર્ય એ કહ્યું 

“શું? ” એ વૃદ્ધ દંપતિએ કહ્યું

“તમારા આશિષ,આજે હું જે પણ તમારા બધાં ની દુઆ થકી જ છું ” શૌર્ય એ કહ્યું 

“અમારી દુઆ હમેશાં તારી સાથે છે, ભગવાન કરે તારી બધી મુસીબત દૂર થાય અને તું તારા બધાં મુકામ પર ફતેહ હાંસલ કર ” શૌર્ય પર હાથ મૂકતાં તેણે કહ્યું 

“અર્જુન આ લોકો ને ગાડી સુધી મુકીને આવ ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર ” આટલું કહીને અર્જૂન તે દંપતી ને લઈને જતો રહ્યો 

તેનાં જતાં ની સાથે જ શૌર્ય એ હૉલ મા નજર , “સર હવે આનું  શું કરવું ” S.P. એ હૉલ તરફ ઈશારો કરતાં કહ્યું

“સબૂત છોડી ને જવાનો કોઈ શોખ નથી એક કામ કર આખી બિલ્ડીંગ બ્લાસ્ટ કરી નાખ ” શૌર્ય એ કહ્યું 

“સર આખી બિલ્ડીંગ…?” S.P. એ કહ્યું 

“હા સામે જો ડાઈનામાઈટ નું બૉક્સ છે એ કાફી છે આના માટે ” આટલું કહી શૌર્ય ત્યાં થી નિકળી ગયો. 

અર્જુન વૃદ્ધ દંપતીને રીક્ષામાં મૂકી ને પાછો આવ્યો, તેણે જોયું તો શૌર્ય સામે થી આવી રહ્યો હતો, “સર, S.P. કયાં છે ” અર્જૂન એ પૂછયું 
શૌર્ય એ પાછળ ની તરફ ઈશારો કર્યો, અર્જુન એ જોયું તો S.P. પણ આવી રહ્યો હતો 

“સર કામ થયું ગયું ” S.P. એ ત્યાં પહોંચ્તા જ કહ્યું

“કેવું કામ S.P. ? ” અર્જુન એ તેની સામે જોઈ ને પૂછયું 

S.P. એ બિલ્ડીંગ તરફ ઈશારો કર્યો અને અર્જુન થોડીક ક્ષણો માટે બિલ્ડીંગ તરફ જોયું, અચાનક એક જોરદાર ધમાકા સાથે બિલ્ડીંગ બ્લાસ્ટ થઈ, આગ નો દેત્ય એ બિલ્ડીંગ ને પોતાની જવાળામાં લપેટી રહ્યો હતો, શૌર્ય એ નજરા ને નિહાળી રહ્યો હતો, એ સમયે તેનો ચહેરો તો શાંત હતો પણ તેની આંખો મા એક તોફાન ઊઠયું હતું, કોઈ ન હતું જાણતું કે આ તોફાન કેટલા ની જીંદગી બરબાદ કરશે.

શૌર્ય નું એક નવું સ્વરૂપ જાણવા મળ્યું અને એ હતું KING , આખરે શું છે KING કે જેનું નામ સાંભળી ને હુસેનની પણ હાલત ખરાબ થઈ ગઈ, શૌર્ય એ વાત થી અજાણ હતો કે તેણે આ બિલ્ડિંગ ને તબહા કરી એક નવાં દુશ્મન ને જન્મ આપ્યો હતો, હવે શું નવો મોડ આવે છે આ સ્ટોરીમાં જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”
 
વાંચક મિત્રો ને એક નમ્ર અપીલ છે કે તમે આ સ્ટોરી પર નો રિવ્યુ મને મારા WHATSAPP NO. :- 9586442793 આપી શકો છો અને મારા દ્વારા કોઈ ભૂલ થતી હોય તો માગૅદશૅન પણ આપો એવી નમ્ર વિનંતી.