Ujadi Pritna Padchhaya Kada - 26 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-26

Featured Books
Categories
Share

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-26

ગુરુજીએ હવનયજ્ઞ શરૂ કર્યો. એમનાં શાંત ચિત્તે થતાં મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ પંવિત્ર થઇ ગયું આજે વૈદિક મંત્રોચ્ચારો બોલીને ગુરુજીએ જાણે ઇશ્વરને સાક્ષાત બોલાવી લીધાં. આસપાસ બેઠેલાં બધાં ખૂબજ પ્રભાવમાં હતાં. ખૂબજ તન્મયતાથી હવન યજ્ઞને નિહાળી રહેલાં. નવનીતરાય, નીરુબહેન, ડો.જોષી સૌરભસિંહ, શ્રીકાંત શર્મા, એમનો આસીસંટન્ટ બધાંજ રસપૂર્વક નિહાળી રહેલાં પૂજારી શુકલાજી પોતે કર્મકાંડનું કાર્ય કરતાં હતાં. જન્મે શુધ્ધ બ્રાહ્મણ હતાં. એમણે ઘણી પૂજા અને હવનયજ્ઞ કર્યા હતાં. પરંતુ આજનો હવનયજ્ઞ કંઇક અલૌકીક લાગી રહેલો.

ગુરુજીનાં ચહેરાં પર અગમ્ય શાંતિ પ્રવર્તતી હતી શાંત ચિત્તે સ્પષ્ટ ઉચ્ચારે શ્લોક બોલી રહેલાં. એક સળંગ શ્લોક બોલીને મહાદેવજીની સ્તુતિ એવાં સરસ પ્રચંડ અવાજે બોલ્યાં કે સાંભળનારાનાં રુંવાડાં ઉભા થઇ ગયાં. બધાં એકદમ ભાવમગ્ન થઇ ગયાં હતાં. વાતાવરણમાં એવી અદમય શાંતિ પ્રવર્તતી હતી કે શ્લોકોનાં સ્પષ્ટ અવાજ સિવાય કોઇ અવાજ નહોતો. આસપાસનાં વૃક્ષો બીજા જીવો પણ જાણે બીજી કોઇ ક્રિયાઓ છોડીને પૂજા યજ્ઞની અંદર મગ્ન થઇ ગયાં હતાં. સ્તુતિ પુરી કરીને એક શ્લોક બોલીને ગુરુજીએ સર્વથી ધીની આહુતિ હવનયજ્ઞમાં સમીધ પર આપી અને હવનયજ્ઞમાં અગ્નિ પ્રજવ્યો એકદમ ઊંચો અને સરયુનાં પગરણ મહાદેવ પ્રાંગણમાં થયા.

ગુરુજી હવનયજ્ઞ વિધીમાં ઓતપ્રોત હતાં. સર્વાથી સમીધ પર ઘીની આહુતિ આપી અને સરયુનાં પગરણ પ્રાંગણમાં મંડાયા સાથેજ હવન અગ્નિ ખૂબ જ પ્રજવલિત થઇને ઊંચો થવા લાગ્યો હતો. સરયુ હવે સ્વાતીનાં સંપૂર્ણ રૂપમાં જાણે દેખાતી હતી એ એકમદ ખુશ હતી અને માયરામાં પ્રવેશતી દુલ્હન જેવી શોભતી હતી.

ગુરુજીની સૂચના મુજબ ડો.ઇદ્રીશ- ડો.જોષી અને સૌરભસિંહે રેકોર્ડીંગની વ્યવસ્થા કરી હતી. એક એક પળનું વીડીયો ઓડીઓ રેકોર્ડીંગ થઇ રહ્યું હતું. સરયુનાં આવ્યા પછી તો વાતાવરણજ જાણે એકદમ બદલાઇ ગયું હતું. શાંત વાતાવરણમાં જાણે જીવ આવી ગયો હતો. હવા વહેતી વહેતી જાણે થંભી ગઇ એક પળ માટે અને વૃક્ષો લહેરાતાં બંધ થઇ ગયાં. મહાદેવમાં ઘંટારાવ શાંત થઇ ગયો હતો. માત્ર સરયુનાં પગરવ નોજ અવાજ સંભળાતો હતો ગુરુજીનાં શ્લોક ધીમે બોલાઇ રહ્યાં હતાં. સરયુ ધીમાં પગલે પગરવ માંડતી મહાદેવ પ્રાંગણમાં આવી રહી હતી. સહેલી અવની એનો હાથ પકડીને સાથે ચાલી રહી હતી. સરયુનાં પગમાં પહેરેલાં ઝાંઝર માંથી રુંમઝુમ અવાજ આવી રહેલો. સરયુ જાણે પોતાનાં વિસ્તારમાં આવી ગઇ હોય એમ આનંદ વ્યક્ત કરી રહી હતી.

ગુરુજીએ નીરુબહેને ઇશારો કરી સરયુને સામે બેસાડવા માટે કહ્યું સાથે નીરુબહેન અને અવનીને પણ બેસવા ઇશારો કર્યો. નીરુબહેન અને અવની સરયુને વચમાં બેસાડી આજુબાજુ બેસી ગયાં. હવનયજ્ઞની વિધી ચાલુ હતી અને શ્લોક અને ઋચાઓ ગુરુજી એકચિતે બોલી રહ્યા હતાં.

નીરુબહેન, નવનીતરાય, પરવીન થોડાં કુતુહલ અને ઉચાટ જીવે બધું જોઇ રહેલાં, હવે સરયુનું શું થશે ? એને બધી પીડાઓમાંથી મુક્તિ મળશે ને ? ગુરુજી સતત બોલી રહેલાં એ એમણે ફરીથી સર્વથી સમીધમાં કપૂર અને ઘીની આહુતિ આપી. આ સમયે હવનનો અગ્નિ ખૂબ ઊંચે સુધી ગયો અને જાણે કોઇ પ્રચંડ ઘડાકો થયો હોય એવો ધ્વનિ સંભળાયો. સરયુ અત્યાર સુધી શાંત ચિત્તે આનંદમાં બેઠી હતી અને એની આંખો પહોળી થઇ ગઇ આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને એણે બૂમ પાડી સ્તવન....

**********

દેવધરકાકાનાં ઘરેથી એમની કાર લઇને સ્તવન સ્વાતીનાં ઘરે આવવા નીકળ્યો. એનાં મન જીવમાં ખૂબજ આનંદ હતો. એણે કાનમાં બ્લ્યૂટુથ સ્પીકર પહેરલાં હતાં અને સ્વાતીને ફોન કર્યો કે પોતે એને લેવા આવવા નીકળી ગયો છે. સ્વાતી ખૂબજ ખુશ થઇ ગઇ જલ્દી આવોને સ્તવન હું ક્યારની પરવારી તૈયાર થઇને બેઠી છું જલ્દી આવો. સ્તવન કહે બસ હવે માંડ 10 મીનીટ રહી તારી પાસે આવવા માટે, થોડીક ધીરજ ધર બસ આવુંજ છું કહી ફોન કાપ્યો.

પૃથ્વીરાજસિંહના ઘરે પહોંચીને સ્તવન હજી મેઇન ગેટમાં પ્રવેશ કરે એવામાંજ શક્તિસિંહ સામે ભટકાયો. બોલ્યો આવો આવો કુમાર પધારો બીટીયા તમારીજ રાહ જુએ છે અને પછી દાંત નીચે હોઠ દબાવી બહાર નીકળી ગયો. અને પાછળ સ્વાતી દેખાઇ સ્વાતી સ્તવનને જોઇ ખૂબ ખુશ થઇ ગઇ. સ્વાતી કહે વરરાજા તમે પાછા બહાર જઇને ફરીથી પાછા અંદર આવો શુકન સારા ના થયાં. સ્તવને હસતાં હસતાં કહ્યું કંઇ નહીં તને જોઇને.. એટલે બધા અપશુક્ન મટી શુકન જ થઇ ગયાં. તારો હસતો આનંદી મીઠો ચહેરો જોઇ મને તો અપ્સરાનાં દર્શન થઇ ગયાં. સ્વાતીએ શરમાતાં કહ્યું બસ ખોટાં વખાણ ના કરો. ચાલો પાપા અને તાઉજી રાહ જુએ છે. એમની રાહ જોવાની ઘડીઓ પુરી કરીએ અને એમને કહીને આપણે નીકળી જઇએ. સ્તવને કહ્યું ચાલો.

સ્તવન અને સ્વાતી ઘરમાં જઇ તાઉજી અને પાપાને કહીને નીકળવા જતાં હતા અને મોહીનીબા એ કહ્યું બેટા આ પ્રસાદી મહાદેવને ધરાવવા લેતી જા. અને જો એમાં મહાદેવજી માટે ખાસ ઘેવર બનાવરાવ્યા છે સરસ રીતે ધરાવજો. જાવ હવે નહીં ટોકુ વેળાસર પાછા આવી જજો. માં તમે ચિંતા ના કરો અમે આવી જઇશું. પાછળથી તાઉજીનો અવાજ આવ્યો હવે એને સલામત હાથોમાં સોંપી દીધી છે તમે ચિંતા ના કરો. એ લોકોને જવા દો.

સ્વાતી અને સ્તવન હસ્તાં હસતાં ઘરમાંથી નીકળી ને ગાડીમાં બેઠાં. તાઉજી સાથે આખું કુટુંબ હસતી નજરે વિદાય આપી રહ્યું હતું. મનમાં ને મનમાં બધા ખૂબજ પ્રસન્ન હતાં.

સ્તવને સ્વાતીને કહ્યું એય છેવટે આપણું સ્વપ્ન પુરુ થયું તારી અને મારી બધીજ માનતાઓ પુરી થઇ ગઇ આજે માં બાબા પાસે જઇને એમનો ખૂબ આભાર માનીશું અને અંગત પળો પણ માણીશું આજે છૂપાછુપી નહીં કાયદેસર માણીશું સ્વાતીએ કહ્યું આજે હું મારી જાતને ખૂબજ ભાગ્યશાળી માનું છું કે તમને મેળવ્યા અને તમારી સાથે જોયેલાં બધાંજ સ્વપ્ન હવે હું પુરા કરવા જઇ રહી છું.

સ્તવન કહે "સાચી વાત આપણે ખૂબજ ખુશનસીબ છીએ એમ વાતો કરતાં કરતાં ક્યારે સીટીપેલેસ નું પાર્કીંગ આવી ગયું ખબર ના પડી. ગાડી પાર્ક કરતાં સ્વાતીએ કહ્યું તમે મેં આપેલાં ઘડીયાળનું બઝર કેમ ચાલુ નહોતું રાખ્યું? તમે ઘણાં સમયે આવવાનાં હતાં હુ તો ચાલુ રાખીને તમારી રાહ જોતી હતી પણ તમારી ઘડિયાળનું બઝર વાગેજ નહીં. સ્તવને કહ્યું અરે હું ભૂલેલો પછી મેં સમજીને નહોતું કર્યું બધાની સામે વાગે સામ સામે બંન્ને બઝર તો બધાં આપણને ..... ગાંડાજ ગણે એમજને એમાં શું થઇ ગયું આપણે કેટલાં એકમેકમાં એકપ્રોત છે એજ સમજાત બીજું કંઇ નહીં. સ્તવન કહે તારાં ઇશારાએ બધુજ કહી સમજાવી દીધેલું પછી તરતજ ચાલુ કર્યું એની સાથે વાગેલું સ્વાતી કહે "મને એટલી મજા આવી હતી. તનુશ્રી મને પૂછ્યાજ કરતી હતી કે આવી રીતે કેવી રીતે થયું મને કહોને આવું ઘડીયાળ ક્યાં મળે છે ? મેં કહ્યું તારાં સમયે તને હુંજ લાવી આપીશ બસ ? પછી શાંત થયેલી. સ્વાતીએ સ્તવનનાં કાંડામાં રહેલું ઘડીયાળ હાથ પકડીને જોયું અને હસી પડી.

સ્વાતી અને સ્તવન બંન્ને ચાલતા સીટીપેલસમાં જઇ રહેલાં અને સામે મદનસિંહ ઉભો હતો. એ કૃત્રિમ હાસ્ય રેલાવી કહે આવો આવો. આમતો તમે લોકો અહીં આવતાં જ હતાં પણ આજે કાયદેસર આવકાર આપું છું સરનો પણ ફોન હતો કે તમે લોકો આવો છો એટલે સેવામાં રહું કોઇ તકલીફ ના પડવા દઉ.

સ્તવન કંઇ બોલવા જાય પહેલાં સ્વાતી બોલી "મદનભાઇ ખૂબ આભાર પણ અમારે કોઇ સેવાની જરૂર નથી અને અહીં તો બધુજ મારું જોયેલું છે કાંઇ અજાણું નથી એવી કંઇ જરૂર હશે તો અમે તમને સામેથીજ જણાવીશું પરંતુ હાલ અમને અમારાં હાલ પર છોડી દો. આભાર કહીને સ્તવનનો હાથ પકડીને ચાલવા લાગી.

મદનસિંહ મનમાં ને મનમાં ગમ ખાઇ ચૂપ થઇ ગયો ઉપરથી મદન "ભાઇ" કહ્યું એટલે… કહ્યું ઠીક છે જાઓ અંદર પછી તમારા જે હાલ થવાનાં છે જાવ જાવ મજા કરી લો એમ બબડીને ઉભો રહ્યો. મદનસિંહ ઇષર્યાના અગ્નિમાં બળતો એ લોકોને જતા જોઇ રહ્યો એ લોકો દેખાતાં બંધ થયા અને તરતજ મોબાઇલ કાઢીને શક્તિસીંહને ફોન કર્યો. પહેલીજ રીંગે શક્તિસિંહે ફોન ઉપાડ્યો. મદનસિંહે આગ ઝરતાં શબ્દોએ કહ્યું" હુકુમ પેલી તમારી ભાણી અને સાથે પેલો સુવર બંન્ને અહીં આવી ગયાં છે અને મહાદેવ તરફ જવા નીકળી ગયાં છે ગાડી અહીં પાર્ક કરીને અંદર ગયા. મેં સરનો ફોન હતો એટલે પૂછ્યું તમારે કોઇ સેવાની જરૂર છે ? તો મારું અપમાન કર્યું સાલી... રા.... શક્તિસિંહે તરતજ ગુસ્સામાં કહ્યું એય ડામીસ બોલવામાં ભાન રાખ અને મારી ભાણી છે તારાં દાણાં ના પડ્યા એટલે... અને પેલાને સીધો કરવાનો છે અને સાંભળ હું તને પાછો ફોન કરુ છું ત્યાં સુધી શાંત બેસી રહેજે. કોઇ જાત ના બતાવતો નહીંતર આખા પ્લાનની પથારી ફરી જશે.

મદનસિંહ મનમાને મનમાં કંઇ વિચારી રહ્યો. પહેલાં સ્વાતીનાં મોઢે પછી શક્તિસિંહનાં મોઢે અપમાન સહન કર્યું એ અકળાઇ ગયો અને પગ પછાડીને ત્યાંથી ઉભો થઇને ઓફીસમાં જઇ બેઠો.

* * * * *

મહાદેવનાં પ્રાંગણમાં હવનયજ્ઞ ચાલી રહેલો. આવું વાતાવરણ શ્લોકો

ઋચાઓનાં પઠનથી જાણે કંઇક અનોખું બની રહ્યું હતું સરયુ શાંત અને આનંદમય મુદ્રામાં બેઠી હતી. ગુરુજીનાં મુખથી અસખલ્લીત પણે શ્લોકો બોલાઇ રહ્યાં હતાં. બધાંની નજર ગુરુજીનાં ચહેરાં પર હતી. સૌરભસિંહની ટીમ સતત વીડીઓ ઓડીઓથી રેકોર્ડીંગ કરી રહેલા. ડો.જોષી ડો.ઇદ્રીશ કૂતુહૂલતાથી બધુ જોઇ રહેલાં. નીરુબહેન અને નવનીતરાય આંખો મીચી હાથ જોડીને પ્રાર્થના કરી રહેલાં. પેલેસનો બીજો સ્ટાફ દૂર રહીને જાણે કોઇ તમાશો જોતા હોય એમ કૂતૂહૂલથી પૂજા હવનયજ્ઞ જોઇ રહેલાં. પરવીન અને અવની સરયુની આજુબાજુ બેઠાં હતાં એ લોકોની પાછળ રઝીયા બેઠી બેઠી જોઇ સાંભળી રહી હતી.

થોડાં સમયનાં શ્લોકો અને હવનની આહુતી આપ્યા પછી ગુરુજીએ ઊંચી નજર કરીને આહવાન કરવાનું ચાલુ કર્યું એમણે શ્લોક બોલીને હાથ ઊંચા કરી કરીને જાણે કોઇને બોલાવી રહ્યા હોય એમ અને શ્લોક સાથે સ્તવનનું નામ જોડીને ઊંચા અવાજે આહવાન કરી રહ્યાં હતાં. શ્લોક સાથેજ બોલી રહ્યા હતાં એ થોડું સમજાતું થોડુ નહોતું સમજાતું, ગુરુજીનાં ચહેરા પર જાણે તેજ આવી ગયું. એમનાં નેત્રો વિસફારીત થઇને જાણે ઉગ્ર રૂપે આહવાન આપી રહેલાં અને સાથે સાથે સર્વમાં ઘી લઇને સતત આહુતિ આપી રહેલાં.

સરયુ શાંત ચિત્તે જે જોઈ રહેલી એનાં ચહેરાંના હાવભાવ બદલાઇ ગયાં એનાં શરીરનાં રૂંવાડાં ઉભા થઇ ગયાં. એની આંખો મોટી થઇને ઉપર તરફ જોવા લાગી અને એની જગ્યાએથી ઉભી થવા પ્રયત્ન કરવા લાગી પણ સફળ નહોતી થતી. એની આંખો વિવશ થઇને વરસવાની ચાલુ થઇ ગઇ. નીરુબહેન, અવની પરવીન બધાં ગભરાઇ ગયાં અચાનક સરયુને શું થઇ ગયું ? નીરુબહેન ઉઠીને સરુયની બાજુમાં આવી ગયાં ગુરુજીએ આંખનાં ઇશારે શાંત રહેવા અને કોઇ હલચલ ના કરવા તાકીદ કરી.

સૌરભસિંહ અને ડો.જોષી ડો.ઇદ્રીશ બધાંજ ખૂબ નવાઇ પામ્યા કે આ સરયુને થઇ શું રહ્યું છે ? સરયુનાં શરીરમાં જાણે ખેંચ આવવા લાગી એણે ચીસો પાડવાની ચાલુ કરી.

સ્તવન સ્તવન... અને જાણે આખું વાતાવરણજ જાણે બદલાઇ ગયું. પવન ફૂંકાવા લાગ્યો. આજુબાજુનાં વૃક્ષો હલવા લાગ્યાં. ગુરુજી વધુને વધુ ઉગ્ર રીતે શ્લોકો બોલી આહવન કરી રહેલા અત્યાર સુધીમાં એમનું સૌથી ઉગ્ર રૂપ હતું. વાતાવરણ માં એક ગરમીનું મોજુ છવાઇ ગયું. એટલામાં અચાનક હવન યજ્ઞની વેદી પર ધુમાડો છવાવા માંડયો ધીમે ધીમે એ કોઇ આકારમાં બંધાવા લાગ્યો. ધુંધળી ધુંધળી કોઇ આકૃતિ રચાવા માંડી અને ગુરુજી વધુ ઉતેજીત થઇને શ્લોક બોલીને હવનમાં દ્રવ્ય અને ઘીની આહુતિ આપવા લાગ્યાં. એમણે બાજુમાં મુકેલી થેલીમાંથી કોઇ બોર જેવડાં દાણાં કાઢીને હાથમાં લીધાં અને ઓમ સ્વાહાં કહી કહ્યું હું તારુ આહવન કરુ છું તું અહીં હાજર જ છે અહીં સામે આવ શું થયું છે ? હકીકત મને જણાવ, આ મારી દીકરીને કેમ હેરાન કરે છે. સામે આવ.. એમ કહીને એ દાણાની હવનયજ્ઞમાં આહુતિ આપી એની સાથેજ સરુય ખૂબજ જોર કરીને ઉભી થઇ ગઇ અને એ આકૃતિ અલોપ થઇને જાણે સરયુમાં સમાઇ ગઇ. સરયુનું રૂપજ જાણે બદલાઇ ગયું એણે સાડીનો છેડો કાઢી નાંખી જોર જોરથી બોલવાનું શરૂ કર્યું એની આંખો લાલ થઇ ગઇ માથાંના વાળ વિખરાઇ ગયાં. ગુરુજીની સામે હાથ કરીને બોલવા લાગી એનો અવાજ બદલાઇ ગયો. એનું આવું વરધુ રૂપ જોઇને બધા ગભરાઇ ગયાં નીરુબહેન - પરવીન - અવની તો રડીજ પડ્યાં. નવનીતરાય ગુરુજી પાસે માથુ નમાવી દીધું.

અત્યાર સુધી રેકોર્ડીગ કરી રહેલાં સૌરભસિંહ ડો.જોષી ડો.ઇદ્રીશ અવાક થઇ ગયાં બધુ કામ ભૂલીને સરયુને જ જોવા લાગ્યાં. મહાદેવનાં મંદિર ગર્ભ વિભાગમાં બહારનાં પંડાલમાં બધાંજ ઘંટ એક સાથે વાગવા લાગ્યા અને દૂર જાણે શંખધ્વની વાગી રહ્યો હોય એવો નાદ સંભળાવા લાગ્યો.

વાતાવરણ એવું થઇ ગયું કે અહીં પ્રાંગણમાં કોઇ અજીબ જીવ હાજર છે અને એ બધાંથી શક્તિશાળી છે. માત્ર ગુરુજી ઉત્તેજીત હતાં છતાં સ્વસ્થ હતાં એમણે કહ્યું" બોલ તું શું કહેવા માંગે છે ? કેટલાય સમયથી તારી હાજરીનો એહસાસ છે અને વર્ષોથી દીકરી હેરાન થાય છે શું ઋણ બાકી છે ? તારી કઇ ઇચ્છા કે ખેવના અધૂરી છે કે તું એની પાછળ છે ક્યા કારણો આજે તું કહી સંભળાવ તારી યોની ભટકી રહી છે બોલ આજે બધુંજ સ્પષ્ટ જણાવી દે.

સરયુ વિસ્ફરીત આંખે ચીસો પાડી રહી હતી એનો અવાજ બદલાઇ ગયો હતો. એણે કહ્યું "આ સ્વાતી મારી અમાનત છે હું એને ખૂબ ચાહું છું એની ચાહતમાં હું ભટક્યા કરુ છું એજ મારી સાથી છે એનાં વિના હું કોઇ યોની કે યુગમાં જીવી કે મરી શકું એમ નથી હું એમ નહીં છોડું હું એથીજ જીવું કે મરું કે અવગતે ભટકું છું. અમારાં પ્રેમને દગો કરીને મારી નાખવામાં આવ્યો મને ખૂબજ હેરાન કરવામાં આવ્યો છે હું સ્વાતીને મેળવીનેજ ઝંપીશ મારી યોનીમાં લઇ જઇશ જન્મ લઇ નહીં શકીએ તો એમજ ભટકીશું.

ગુરુજીએ કહ્યું "તુ કોણ છે ? સ્વાતીને આટલો પ્રેમ કરે છે તો પીડા કેમ આપે છે. પીડાય તો સ્વાતી છે ને ? તું એને મુક્ત કરી દે અને શાંતિથી જીવવા દે.

સ્તવનનો જીવ કહે "એ મારાં વિના જીવીજ નહીં શકે હું એંના વિના ભટકી રહ્યો છું. ષડયંત્રથી અમને જુદા કરવામાં આવ્યાં છે.હું નહીં છોડી શકું.

ગુરુજીએ કહ્યું.. પણ પહેલાં બતાવ કે તમારી સાથે શું થયું તો એનો ઇલાજ કરી શકાય એમ તું ભટકયા કરીશ કે સ્વાતીને હેરાન કરીશ તને શું મળશે ? એણે તો જન્મ લીધો છે એ જીવન જીવી રહી છે કોઇનાં કુટુંબમાં છે કોઇની દીકરી છે. થોડીવાર નિરવ શાંતિ સ્થપાઇ ગઇ જાણે સાવ મૌન છવાઇ ગયું. સરયુ પણ જાણે સ્વસ્થ દેખાવા લાગી એની આંખોનો અગ્નિ શાંત દેખાયો. સરયુ બોલી હું સ્તવન વિના નહીં જીવી શકું સ્તવન મને છોડી ગયાં. સ્તવન સ્તવન ગુરુજી વિસ્મય પામ્યા હમણાં તો સ્તવન એનામાં રહીને બોલી રહેલો પાછું એણે શું રૂપ લીધું ? ગુરુજીએ શ્લોકો અને આહુતિ આપવાની ચાલુ જ રાખી.

ફરીથી મહાદેવનાં મંદીરમાં ઘંટ વાગવા લાગ્યા વહેતો પવન તોફાની બન્યો પાછું ધુમાડાની આકૃતિ રચાઇ અને એને જોઇને ગુરુજીએ કહ્યું તું આમ હેરાન થાય છે અને હેરાન કરે છે. જે હોય એ કહીદે અને અમારી દીકરીને છોડી દે મારાંમાં ખૂબજ તાકાત છે હું તને વશ કરીને એનામાંથી મુક્ત કરાવી શકું છું. તારી સદગતી માટે પ્રયાસ કરું છું જે કોઇ વાસના ઇચ્છા અધૂરી હોય એ કહી દે...

સ્તવને પાછો સરયુનાં શરીમાં પ્રવેશ કર્યો. સરયુનાં ચહેરાં પર જાણે પ્રસન્નતાં છવાઇ એ એકદમ હસવા લાગી ક્યાંય સુધી હસ્યા પછી બોલી " અરે બાવાજી મારી મુક્તિ મારી સ્વાતી સાથે સંકળાયેલી છે. તમારી તાકાત અમારા પ્રેમને આંબી નહી શકે પરવશતા મારી ફક્ત એક જ છે કે અમારી યોની અલગ છે જીવ, પ્રેમ, વિશ્વાસ નહી. હું પ્રેત યોનીમાં એ માનવ યોનીમાં હું એને મારી યોનીમાં લઇ જઇશ પછી એનો કોઇ ઉપાય નહીં હોય તમે અમને જુદા કરી મુક્તિ નહીં આપી શકો. અત્યારે હું એનાં શરીરમાં છું છતાં એને કોઇ વેદના નથી આપી રહ્યો પૂછો એને કેટલી ખુશ છે. અમારી મુક્તિ પણ સાથેજ થશે.

ગુરુજીએ થોડાં શાંત પડતાં કહ્યું તમારી મુક્તીનાં હું સહકારમાં છું જે કંઇ થયું છે એ કહે તમે લોકો આટલો પ્રેમ કરતા હતાં તો કેવી રીતે જુદા થયા ? તે એકલી વાટ પકડીને સ્વાતીને હેરાન થવા છોડી દીધી ? એવો કેમ પ્રેમ ? અને હવે દાવો કરે છે કે તું એને ખૂબ પ્રેમ કરે છે ?

ગુરુજીના પ્રશ્નથી સ્તવનનાં આત્મા અકળાયો અણે જોરથી ચીસ જેવા અવાજે ક્હ્યું "હું મારી સ્વાતીને છોડું ? આ સમાજનાં અને સમાજ શું કુટુંબીઓ જ અમારાં દુશ્મન થયાં હતાં મિત્ર અને સગાનાં વેશમાં ભેડીયા ધૂતારા હતાં અમારાં પ્રેમમાં અમારાં સંબંધમાં ઝેર ઘોળ્યું અમને દગો દીધો અને અને .... થોડીવાર શાંત થયા પછી ક્હ્યું અહીં હાજર કરો એમનાં મોઢે બોલાવો તમારે જાણવું છે ને ? બધુજ જણાવીશ પણ એ નરાધમોને અહીં હાજર કરો. આજ પ્રેદશમાં હજી કાયરો જીવે છે એ લોકેનું જીવન ઝેર કરવાનાં ઘણાં વિચાર આવ્યાં પણ મારો જીવ ફક્ત સ્વાતીમાંજ પરોવાયેલો રહ્યો અથાગ વિરહ વેઠ્યો છે કેટલી પીડાઓ વેઠી છે. પ્રેતયોનીની વેદનાઓનાં અગ્નિમાં બળી રહ્યો છું સહેવાય નહીં એવી સ્થિતિ છે છતાં સ્વાતીને મેળવવા માટે અથાગ પ્રયત્ન કરું છું એને પણ પાકો એહેસાસ છે એની આસપાસ હુંજ છું અહીં એ આવી છે ત્યારથી મારે એને એહસાસ નથી કરાવવો પડ્યો એનો આત્માજ કોઇ ભારમાં જીવે છે. એનેજ બધુ યાદ આવી રહ્યું છે હું માત્ર એની આસપાસ રહું છું મારો પ્રગાઢ અને સાચો પ્રેમ એ બધી સંવેદનાઓ પ્રકટ કરાવે છે એહસાસ કરાવે છે.

ગુરુજીએ શાંત ચિત્તે વ્યુહ બદલીને કહ્યું "તારી ભાવના તારો પ્રેમ તારી જગ્યાએ સાચો હશે પણ તને વિચાર ના આવ્યો કે સ્વાતી હેરાન થઇ રહી છે જે કુટુંબમાં જન્મ લીધો છે એ લોકો એ ખુબ હેરાન થઇ રહ્યું છે ? સ્તવન કહે "સ્વાતી અને હું માત્ર એકમેકમમાં જીવવા જ સર્જાયા છીએ. ફક્ત મારી નહીં એં જીવની પણ એજ ઇચ્છા છે. અને ક્યારેય જુદા નહીં થઇએ પછી અમે મૃત્યુ પછીની મુક્તિ કે અવગતિ કે ગતિ જે હશે અમે સાથે જ હોઇશું અમને કોઇ કાબૂ નહીં કરી શકે નહીં જુદા પાડી શકે.

ગુરુજીએ કહ્યું પણ અત્યારે તો યોની અલગ છે તો તારી મુક્તિ જરૂરી છે એનાં માટે તારી પીડા જે વાસના કે કોઇ પ્રતિશોધ જે હોય તે એનાં માટે શું બનેલું તે સમજાવ તારે કોને અહીં બોલાવા છે શેનો પ્રતિશોધ લેવો છે ?

સ્તવને કહ્યું "અમારાં વિવાહ થવાનાં હતાં એ પહેલાં હુ જયપુર આવેલો અમારી કુંડળીઓ મેળવવામાં આવી અને સ્વાતીની કુંડળીમાં દોષ હતો એની વિધી કરવાની હતી અને છતાં ખૂબજ ખુશ હતાં વિધી થયાં પછી અમારાં વિવાહ કરવાનાં હતાં એનાં માતાપિતા એનાં તાઉજી બધાંજ મારી પસંદગીથી ખુશ હતાં.

ગુરુજીએ કહ્યું "બધુજ સારુ હતું સ્વીકાર્ય હતું તો પછી પ્રોબ્લેમ શું થયો ક્યાં અટક્યાં ? જે કાંઇ હોય એ વિગતવાર જણાવ અને જ્યાં જ્યાં મદદ શક્ય હશે મદદ કરીશું એ મારું વચન છે. અમારી દીકરી દુઃખી થાય છે અમારે એમાંથી એને મુક્તિ અપાવવી છે અને તારી પણ સદગતિ કરવી છે.

ગુરુજીએ ડો.જોષી અને ડો.ઇદ્રીશને ઇશારો કરીને તૈયાર રહેવાં જણાવ્યું અને કહ્યું તમે રેકોર્ડ કરી રહ્યા છો ને ? અને સરયુ સાંભળીને ખડખડાટ હસી પછી કંઇ બોલી નહી સરયુનાં શરીરમાં પ્રવેશેલાં સ્તવને કહ્યું "હુ જયપુર આવેલો સરસ રીતે મુલાકાત પત્યા પછી અમે લોકો અહીંજ આજ મહાદેવમાં આવેલાં દર્શન કરવા, આશીર્વાદ લેવા અને આભાર માનવા. એમની કૃપાથી અમારું મિલન થયું હતું અને વેવીશાળ થવાનું હતું. અને પછી.... થોડીવાર પાછી ચૂપકીદી છવાઇ ગઇ...

**********

સ્તવન અને સ્વાતી મદનસિંહને ના પાડી હાથમાં હાથ મેળવી મહાદેવજીનાં મંદિરે આવ્યાં. બન્ને જણાં ખૂબ જ ખુશ હતાં જે ઇચ્છતાં હતાં એજ સ્થિતિ આવી ઉભી હતી. સ્વાતી અને સ્તવન માંબાબા સામે બેઠાં હાથ પરોવી નમસ્કાર મુદ્રા કરીને પગે પડ્યા આશીર્વાદ લીધાં સ્વાતીએ માં એ આપેલી મીઠાઇ ચરણોમાં ધરી અને માં બાબાનો ખૂબજ આભાર માન્યો. સ્તવને માંબાબા સમક્ષજ સ્વાતીનો હાથ હાથમાં લઇને કહ્યું "મેં અનેકવાર તને કહ્યું છે આજે ફરીથી કહું છું હું તને ક્યારેય નહીં ભૂલૂ નહીં છોડું જીવતાં મરતાં ક્યારે નહીં. મૃત્યુ પછી મોક્ષ કે મોક્ષ પછી પણ કંઇ હશે તો ત્યાં પણ તારાંજ સાથમાં હોઇશ એમ કહીને કપાળે અને હોઠો પર ચુંબન કર્યું. માનું સીંધુર લઇને સ્વાતીની માંગમાં ભર્યું સ્વાતીએ કહ્યું "સ્તવન મારા શ્વાસ સમ તમારી સાથે જીવવાં ચાલશે. શ્વાસ છુટશે ત્યારે પણ દોર તમારી સાથે જોડાયેલો હશે. જીવતાં કે મરતાં બસ આ તમારી સ્વાતી ફક્ત તમનેજ જોશે જીવશે એ મારું પણ વચન છે.

સ્તવને સ્વાતીને બાહોમાં ભરી લીધી અને છાતીએ ભીંસ દઇને ખૂબ વ્હાલ કરી દીધું. અને ચુંબનોથી નવરાવી દીધી. સ્વાતી કહે સ્તવન તમને મેળવીને મેં બધુંજ મેળવી લીધું છે હવે જીવનમાં કોઇ ઇચ્છા અધુરી નથી બસ તમારામાં જ સંપૂર્ણ પામી ગઇ છું. બંન્ને જણાં એકમેકમાં પરોવાયેલા બેઠાં હતાં અને કોઇના પગલાનો એહસાસ થયો બંન્ને ઉભા થઇને બહાર આવ્યા આજુબાજુ જોયું પણ કોઇ દેખાતું નહીં.

સ્તવને ક્હ્યું "કોઇ ડર નથી હવે બસ હવે તો કુટુંબમાં પણ સંપૂર્ણ સ્વીકાર્ય છીએ. સ્વાતી કહે ડર નથી પણ કોણ ડીસ્ટર્બ કરે અહીં ? સ્તવન કહે એય મારી મીઠડી. ગુસ્સામાં તુ બહુ ને બહુ સુંદર લાગે છે જાણે સાક્ષાત નાગણ હમણાં ડસી લેશે કહીને ફરીથી વ્હાલથી વળગાવી દીધી. સ્તવન કહે હવે આપણે આપણી અસલ જગ્યાએ જઇએ ત્યાં પંચતત્વ ઇશ્વરનાં સાંનિધ્ય્માં જઇને એમનો આભાર માનીએ અને આશીર્વાદ લઇએ અને આપણી પ્રેમની અંગત પળો માણીએ સ્વાતીએ કહ્યું "ચાલો જઇએ પણ હું તમારી લુચ્ચાઇ જાણું છું કહી શરમાઇ ને લાલ થઇ ગઇ.

પ્રકરણ 26 સમાપ્ત.

સ્વાતી સ્તવન નહારગઢ ટેકરી પર જવા નીકળ્યાં એમને ક્યાં ખબર હતી કે અમંગળ ઘટના એમનીજ રાહ જોઇ રહી છે. અંતિમ પ્રકરણ તરફ આગળ વધી રહ્યા છીએ વાંચો રસપ્રચુર "ઉજળી પ્રીતનાં પડછાયા કાળાં.