axarmala in Gujarati Short Stories by aswin patanvadiya books and stories PDF | અક્ષરમાળા

Featured Books
Categories
Share

અક્ષરમાળા

                              અક્ષરમાળા 
સ્કૂલમાં હું વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય તપાસતો હતો. ત્યા અંજુની નોટબુક મારા હાથમાં આવી, તેના અક્ષર જોયા, જાણે કે મોતીનાં દાણા જ જોઇ લો. દરેક અક્ષરને વજનથી માપો કે તેના કદથી, બન્ને રીતે એક સરખા જ. મેં ભૂલ શોધવા આંખે ચશ્મા ચઢાવી, સુક્ષ્મદર્શક યંત્રથી જેમ ડુંગળીના કોષ જોતો હોય તેમ, હું તેના અક્ષરને બારીકાઇથી જોવા લાગ્યો.
મને ક્યાય ભૂલ જોવા ન મળી.
ત્યા અંજુ બોલી, " સર કેમ કાય ભૂલ છે. કે અક્ષર સારા નથી?" 
હું કઇ બોલ્યો નહી, મે એની સામે જોઇ મેં વ્હાલભર્યુ સ્મિત કર્યુ.
સર , આ મારા સારા અક્ષર એ, તમારા અનુલેખન કાર્ય સોપવાનાં અને તમારા સલાહ સૂચનના કારણે છે સાહેબ.
મેં કહ્યું સલાહ સૂચન તો આ જગતમાં બધા જ આપતા હોય છે, અન્નુ પણ એ સલાહ ગાંઠ બાંધવા વાળી તુ પહેલી જ છે અંજુ. ગુડ અંજુ, મને તારી આ ગાંઠ બાંધવાની ટેવ ગમી.
એક વાત પુછુ સર?
મેં કહ્યું બોલ, તારે શી વાત પુછવી છે.
સર તમે કોની સલાહની ગાંઠ બાંધી હતી? 
મારા અને અંજુના વાર્તાલાપ વચ્ચે જ પીરીયડ પૂરો થતા,બેલ સંભળાયો એટલે હું વાતને અધુરી રાખી ક્લાસ છોડીને સ્ટાફરૂમમાં જઇ બેઠો.
આ અંજુ પણ ખરી છે, અંજુનો આ સવાલ મને ભૂતકાળના સોળ વર્ષ પહેલા મૂકી આવ્યો. ત્યારે હું નવમાં ધોરણમાં ભણતો. હું ભણવામાં હોશિયારતો ખરો પણ આળસુનો પીર વધારે. અને રમતીયો પણ એટલો જ.હુ મારુ રોજનુ લેશન બંદુકની ગોળીએ જ પતાવતો.
તેથી કેટલીક વાર મારા પિતાજી પણ કહેતા, અલ્યા તારી નીચે આગ લાગી છે કે શું? શાંતીથી લખને, રમવાનુ તારુ નાહિ નથી જવાનુ. પછી તે મારી નોટબુક જોવા માંગતા, એટલે હું મરા ગાલને પંપાળતો જાણે કે મારા ગાલનુ લોહી જ જામ થઇ ગયું હોય, તેમ મને લાગતું.માટે એક હાથ ગાલે રાખીને જતો.
જતાની સાથે પપ્પાની બે લપડાક ખાતો, ને ગાલની ઉપરની લોહીની બધી નસો ઉપસી આવતી. પછી પપ્પા કહેતા કે સાલા ને જેમ મારીએ તેમ વધારે ડોબો જ થતો જાય છે. ક્યારે આ ગધેડાને  લખવા વાંચવાનું સુજશે? ઘરેથી સ્કૂલ જતો એટલે ત્યાં સ્કૂલ ટીચર પણ પપ્પાનો જ નિત્યક્ર્મ અપનાવતા. મને હવે  માર ખાવો અને પ્રાણીઓના નામ સાંભળવાની કોઇ ખાસ નવાઇ ન હતી.
પપ્પા રોજ મારી ક્મ્પલેન ટીચરને આપતા,અને ટીચર મારી કમ્પલેન પપ્પાને, અને વચ્ચે અડધા ઉપરની ક્મ્પલેન હું મારી તર્કબુદ્ધિથી અટકાવી દેતો.
આમને આમ ચાલતુ રહ્યુંને દશમાં ધોરણની પરીક્ષા આવી, ને તે પરીક્ષામાં હું બીજા નંબરે પાસ થયો.ઘરે પપ્પાને અને  સ્કૂલમાં ટીચરને તો એમ જ લાગ્યું કે જાણે, રણમાં ગુલાબ જ ખીલી ગયું.અને મને પણ એમની કાંટાવાળી જીભેથી ફુલ ઝરતા હતા, હવે એજ જીભેથી ફુલ ઝરતા હોય તેમ સારા આશિર્વચનો સાંભળવા મળ્યા.અને જે હાથ માત્ર ગાલ ઉપર પડતા હતા, તે આજે હેતથી માથે મુકાતા હતા.
પપ્પા મને અભિનંદન આપીને મીઠાઇ ખવડાવતા હતા, ત્યા પિન્કી આવી.
જયશ્રીકૃષ્ણ અંકલ, મિલનનુ કહેવુ પડે હા અંકલ.અરે! હુ તો તને કોંગ્રેચ્યુલેશન કેહવાનું ભુલી જ ગઇ. સોરી, હા. અને તેને કોંગ્રેચ્યુલેશન કહેતા તેને મારા હાથમાં હેન્ડ ટુ હેન્ડ મેળવ્યાં. 
મેં કહ્યું થેંક્સ પિન્કી, બટ મારી આ સફળતાનો શ્રેય હું તને જ આપુ છું પિન્કી. જો તે મને મારા અક્ષર સુધારવા, માટે સલાહ સુચન અને મને ચેલેંજ ન આપી હોત તો....હું મારા મન ઉપર ગાંઠ વાળત નહિ અને કદાચ આ પરીક્ષામાં, હું ઉપરથી બીજા નંબર ને બદલે નીચેથી બીજો નંબરે આવ્યો હોત...ખરૂને પિન્કી, ત્યા પિન્કી હશી પડી. અને સાથે મમ્મી-પપ્પા પણ..
તુ એ ચેલેંજ જીતી ગયો છે. તો આજે તારા તરફથી પાર્ટી, બોલ, પાર્ટી આપીશને.?
મે કહ્યું કેમ નહિ, ચોક્કસ આજે પાર્ટી બસ.
તો ચોક્ક્સ સાંજે મળીએ મીલન. બાય, તારી ગીફ્ટ પણ હું તૈયાર રાખીશ..
" અલ્યા તુ આ પિન્કી સાથે કઇ ચેલેંજ જીત્યો, લ્યા" .પપ્પાએ આશ્ચર્યથી પામતા કહ્યું.
મેં કહ્યું કાઇ નહિ, પપ્પા.... બસ એજ કે સલાહ સુચનની ગાંઠ કઇ રીતે બાંધવી.તે .....