કોઈ અજાણ્યા માણસના આવા શબ્દો સાંભળીને મસ્તી તો ખૂબ જ રોષે ભરાઈ ગઈ. તે પણ મસ્તીની ઉંમરનો જ હતો અને કદાચ એને પણ કોલેજ સ્ટાર્ટ થતી હશે એટલે જ બેગ લેવા ગયો હશે. એક ક્ષણ તો તેની આંખો જાણે સિંહણના હાથમાંથી શિકાર સરકી ગયો હોય તેવી લાલ ચોળ થઈ ગઈ. પરંતુ બીજી જ ક્ષણે તેને પાપાના શબ્દો યાદ આવ્યા " क्रोधो: बुद्धि विनाशयते।" અને તે સ્વસ્થ થઈ. તેણે શાંતિથી કહ્યુ, "આઇ એમ સોરી, મને ખબર નહી હતી. પરંતુ મારા પેરેંટ્સ પણ મિટિંગમાં ચાલ્યા ગયા હશે અને આ બેગનુ સિલેક્શન કરવાનુ લાસ્ટ બાકી રહેલુ એટલે કોલ પણ કટ કરી દીધો છે. મારા માટે બીજા બેગનુ સિલેક્શન એમના વગર કરવુ એ ખૂબ જ હાર્ડ છે. તો...." પેલા છોકરાએ વચ્ચેથી જ મસ્તીને અટકાવી. "વોટેવર, બટ આઇ કાન્ટ ગિવ યુ. યુ પ્લીઝ સિલેક્ટ અનધર." હવે તો મસ્તીને એવુ લાગ્યુ કે જો પાપાએ મને આ શબ્દો કહ્યા ન હોત તો આજે આને છોડતે નહિ. પરંતુ કરે પણ શુ એ? અંતે એક છેલ્લી કોશિશ કરવા માટે એ બોલી, "પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ..." પરંતુ એ બેગ જ એટલુ આકર્ષક હતુ કે કોઈ પણ વ્યક્તિ એ છોડવા તૈયાર ન જ થાય. પેલા છોકરાએ કહ્યુ કે "મારે બીજી પણ શોપિંગ કરવાની બાકી છે એટલે મોડુ થઈ રહ્યુ છે પરંતુ આ બેગ હુ કોઈ પણ સંજોગોમાં આપી શકીશ નહી." એટલુ બોલી બેગનુ પેકિંગ કરાવી એ ત્યાંથી નીકળી ગયો.
મસ્તી હવે કંઈ જ કરી શકે તેમ ન હતી. તેણે મનોમન નક્કી કરી લીધુ કે હવે પછી સામે આવશે તો છોડીશ તો નહી જ. પેલા બેગને જોઇને હવે એને બીજુ કોઈ જ બેગ પસંદ આવતુ ન હતુ. આમ પણ આ ઉંમરે પેરેંટ્સ વગર એકલા વસ્તુઓની પસંદગી મોટા ભાગે બાળકો ન કરી શકે. એટલે જ મસ્તી એ બધી જ શોપિંગ વિડિયો કોલ પર મમ્મા પાપાની પસંદગીને પુછી પુછીને કરી હતી. તેણે વિચાર્યુ કે હવે તો મમ્મા પાપાની મિટિંગ પણ સ્ટાર્ટ થઈ ગઈ હશે અને પાપાએ કહ્યુ હતુ કે અમેરિકન સાથેની આ ખૂબ જ મહત્વની મિટિંગ છે એટલે એમને ડિસ્ટર્બ કરવા યોગ્ય રહેશે નહી. મસ્તી સમજદાર હતી તેથી તેણે નક્કી કર્યુ કે કાલે જે સ્કુલનુ બેગ ઘરે પડેલુ છે એ પણ કોલેજમાં ચાલે એવુ જ છે. તો અત્યારે અહિંયા મગજ દોડાવવા કરતા ઘરે જ ચાલી જવુ યોગ્ય રહેશે.
તે ઘરે આવી તો ડિનર રેડી કરી ટેબલ પર વેઇટ્રેસ સર્વ કરી રહી હતી. મસ્તી એ કહ્યુ "એમિનિ, આજે ડિનરની ઇચ્છા નથી. એક કોકો વિથ ચોકલેટ ચિપ્સ રુમ પર આવી આપી જજે." વેઇટર્સ અને સર્વન્ટ્સને તો પહેલેથી જ માલિકની કોઈ વાતમાં પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાની હિંમત જ ક્યા હોય છે. તેણે ફક્ત "ઓકે." બોલી ટુંકમાં જ જવાબ આપ્યો. મસ્તી રૂમમાં જઈને ફ્રેશ થઈ ત્યા તરત જ એનો ફેવરિટ કોકો વિથ ચોકલેટ ચિપ્સ લઈને વેઇટ્રેસ આવી ગઈ. મસ્તીએ ખુબ જ મસ્તીથી કોકો પીધો અને એલાર્મ સેટ કરી એ સૂઈ ગઇ.
બીજા દિવસે સવારે કોલેજ જવા માટે રેડી થઈ ગઈ અને થોડુ લેટ થઈ ગયું હોવાથી કારમાં બેસીને ડ્રાઇવરને કહ્યુ કે અંકલ થોડુ લેટ થયુ છે તો સ્પીડમાં પહોંચાડી દેજો. પરંતુ ડ્રાઈવરે જોયુ કે ફ્યુઅલ પૂરુ થવા આવ્યુ છે તેથી ગેસ સ્ટેશન જવુ પડશે પહેલા અને પછી કોલેજ સુધી પહોંચાશે. તેણે કહ્યુ "બેટા, હું બનતો પ્રયાસ કરીશ." મસ્તી કોલેજના પહેલા દિવસ માટે ખુબ જ એક્સાઇટેડ હતી. ઘરથી કોલેજ સુધીનો રસ્તો અડધી કલાકનો હતો તેથી તેણે ફોન લીધો અને સોશિયલ સાઇટ્સ પર ઓનલાઇન થઈ મેસેજીસ અને નોટિફિકેશન્સ ચેક કરવા લાગી. ડ્રાઇવર પણ પોતાની મસ્તીમાં ડ્રાઇવ કરવા લાગ્યો અને દસ મિનિટમાં CNGના ગેસ સ્ટેશન પર પહોંચ્યા. ત્યા ટ્રાફિક તો ખૂબ જ હતી પરંતુ ક્રિષ્ના કુમાર ગુજરાતના Top 5 reachest person માંના એક હતા તેથી સ્વાભાવિક છે કે તેમની વ્યવસ્થા અલગથી કરેલી જ હોય. ત્યાં જ અચાનક મસ્તીની નજર ગઈ કાલે મળેલા છોકરા ઉપર ગઈ. તે પોતાની બાઇક લઇને આવેલો. તેને જોઈને મસ્તીની હાલત શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી થઈ ગઈ.
ક્રમશ: