ઈરફાનને લાગ્યું કે મિસ્બાહ થોડી નારાજ છે એટલે એને લેપટોપ બંધ કર્યું અને થોડીવાર આયત અને પિતાજી અનવરભાઈ સાથે વાતો કરવા લાગ્યો. મિસ્બાહ પણ પોતાના કામે લાગી. આયત પોતાનું સ્કુલ બેગ લઈને આવી અને ઈરફાન એને હોમવર્ક કરવામાં મદદ કરવા લાગ્યો. ઘરમાં થોડા સમયબાદ માહોલ નોર્મલ થયો. મિસ્બાહના ચહેરા પર પણ સ્માઈલ આવી.
અઠવાડિયું પસાર થયુ રવિવાર આવ્યો. આકીબનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો. એસ.જી. હાઇવે પર આવેલા ખેતલા આપા ચોકમાં મળવાનો પ્લાન બનાવ્યો. સાંજે ઈરફાન રેડી થઈને નીકળ્યો. ખેતલા આપા ચોકના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી ત્યાં જ ડબલ સ્ટેન્ડ કરીને બેઠો. આકીબ પણ થોડા સમયમાં ત્યાં પહોંચ્યો. આકીબને આવતા જોઈ ઈરફાન બાઇક પરથી ઉભો થયો અને આકીબને ગળે મળ્યો. બંને મિત્રો લગભગ નવ એક વર્ષ પછી મળી રહ્યા હતા.
"કેમ છે આકીબ?"
"બસ ભાઈ શાંતિ તું કે.."
"મારે પણ જલ્સા ભાઈ."
"ક્યાં છે હાલ? આઈ મીન કઈ કંપનીમાં..?"
"ભાઈ મેં તો ચેન્જ નથી કરી ત્યાં એલ એન્ડ ટી માં જ છું.."
"ઓકે ગ્રેટ આકીબ. વર્ક લોડ ને બધુ કેવું હોય છે?"
"હવે તો નોર્મલ છે. ફિલ્ડ વર્ક બહુ ઓછું હોય છે.."
"ગ્રેટ..."
"તું કે તારે કેવું ચાલે છે? હાલ ક્યાં છે?"
"હું તો હાલ ઇન્ફીબીમમાં જ છું. મોટી MNC માં વર્ક વધે છે અને મજા નથી. અહીં સારું છે ..."
"ગુડ.. આજે વર્ષો પછી અચાનક મળવાનો વિચાર કેમનો આવ્યો?"
"બસ ભાઈ ઘણા સમયથી મળ્યા નહોતા એટલે થયું ચાલો આજે મોકો પણ છે ને ક્યારેક તો મળવું જ જોઇયે ને.."
"હા એ તો વાત સાચી.."
"આકીબ તું ચા લઈશ કે કોફી?"
"ચા હો ભાઈ.. "
"ઓકે હું લઈને આવું બેસ તું.."
"ના ના સાથે જ જઈએ ચાલ.."
ઈરફાન અને આકીબ ખેતલાઆપા ટી સ્ટોલ પાસે ગયા. ત્યાં બે અડધી ખેતલાઆપા સ્પેશિયલ ચા લીધી અને કાચના એ ગ્લાસ લઈને પોતાના વ્હીકલ પાસે આવ્યા.
"આ ચાની મજા જ કંઇક અલગ છે નઈ આકીબ.."
"હા ભાઈ.. ચા નથી આ .. રબડી ચા છે. બહુ મજા આવે. ખેતલાઆપા અમદાવાદમાં આવ્યા પછી તો હું આજ પીવું છું.."
"હા હું પણ આકીબ.."
ઈરફાન અને આકીબ ચા ની ચૂસકી લેતા લેતા પોતાની જોબ, કરિયર, ફ્યુચર પ્લાન વિષે વાત કરી રહ્યા હતા. ઈરફાન જે કામ માટે આકીબને મળ્યો હતો એ માટે થોડો સંકોચ અનુભવી રહ્યો હતો. શું કરું? પૂછું કે ના પૂછું? એવા સવાલોથી ઈરફાનના મનમાં ઘમાશાન ચાલી રહ્યું હતું. થોડીવાર વિચાર કર્યા બાદ ઈરફાન બોલી પડ્યો.
"આકીબ એક વાત પૂછવી હતી.."
"હા ભાઈ બોલ એમાં ફોર્માલિટી કેમ કરે છે?"
"સવાલ થોડો અજીબ છે. આપણે હંમેશા પ્રોફેશનલ વાતો જ કરી છે. સ્કુલમાં પણ ડિસેન્ટ જ હતા. એટલે પૂછું કે ના પૂછું એ થોડી દુવિધા છે.."
"અરે.. બિન્દાસ બોલ.."
"મારી સાથે ચાર દિવસ પહેલા એક ઘટના બની. હું જોગર્સ પાર્કમાં હતો ત્યાં એક છોકરીને જોઈ. એને જોઈને લાગ્યું કે ક્યાંક આને જોઈ છે પણ એ દિવસે વાત ન થઇ સકી. હું બીજા દિવસે ફરીથી ત્યાં જ ગયો મારી દીકરી આયતને લઈને બીજા દિવસે અમારી નજર મળી અને વાત થઇ. એ હિન્ટ આપીને ગઈ છે કે એ મને સ્કુલમાં મળી હતી. આપણી ટવેલ્થની ક્લાસમેટ રહી ચુકી છે. પણ હજી મને એનું નામ નથી મળતું.."
"ઓહ.. તો તે એને પૂછ્યું નઈ?"
"પૂછ્યું પણ એ કહે છે તું શોધી લેજે.."
"પણ હવે તો ભાભી છે. દીકરી છે.. શું કામ છે તારે એનું?"
"અરે ભાઈ મારે એવું કોઈ કામ નથી. પણ ખબર નઈ સાલુ જ્યારથી આ બન્યું છે. મગજ એમાં જ વ્યસ્ત રહે છે.."
"ભાઈ એ સમયને તો તેર વર્ષ થયા. તારી પાસે ના ફોટો છે. ના કોઈ ખાસ મેમોરી. કઈ રીતે કહી શકું.."
"એક બીજી પણ હિન્ટ આપી હતી. એ કદાચ મને લાઈક કરતી હતી. એવું મને એના શબ્દો પરથી લાગે છે."
"ભાઈ તું સ્માર્ટ દેખાતો હતો સ્કુલ સમયમાં તો એવી તો ઘણી છોકરીઓ હશે જે તને લાઈક કરતી હોય. અને આપણો ક્લાસ પણ ૯૫ સ્ટુડન્ટસ્ નો હતો.."
"હા સંખ્યા વધુ હતી અને એમાં પણ ૬૦ની આસપાસ છોકરીઓ હતી. મને તો હવે બહુ ઓછાના નામ પણ યાદ છે.."
"હા યાર.. કોઈ ટચમાં જ નથી. બધા પોતપોતાની લાઈફમાં વ્યસ્ત છે..."
"સાલુ આનું નામ હવે ક્યાંથી મળશે?"
"એક કામ કર એ અલ-ફારૂકમાં રહે છે ને? ત્યાં કોઈને પૂછી જોવાય.."
"ના આકીબ.. એમાં એની અને આપણી બંનેની બદનામી થાય. એને જોતા એ સિંગલ લાગે છે. અને હું મેરિડ છું મારે એક છોકરી પણ છે. એવું તો ન કરાય..."
"હા વાત તો તારી સાચી. હવે આપણે બેચલર નથી રહ્યા.."
"આકીબ મને એ વાત ન સમજાણી કે એ મને એવું કેમ કહીને ગઈ કે અમુક ચહેરાઓ મનમાં વસી ગયા હોય. જે ક્યારેય ન ભુલાય. મારી દીકરી મારી સાથે હતી. એનાથી એને એ પણ ખબર પડી હશે કે મારા મેરેજને પણ ઘણા વર્ષ થઇ ગયા હશે. તેમ છતાં આ શબ્દો બોલવાનું કારણ?"
"ઈરફાન જો કદાચ એને પહેલા મોકો મળ્યો જ નઈ હોય અથવા એ તને કહેતા ડરતી હશે એટલે સંપર્ક કરવાની કોશિસ નહીં કરી હોય અને હવે એની પાસે કહેવાનો મોકો છે કેમ કે હવે એક સેફ સાઈડ છે. એ જાણે છે કે તું એને હા કે ના કહેવાનો નથી કેમ કે તું ઓલરેડી મેરિડ છે. એટલે બસ મનનો ભાર હળવો કરવા એ કહી ને ચાલી ગઈ હશે.."
"હા એવું બની શકે. પણ આકીબ નામ જણાવી દીધું હોત તો એનું શું જાત.. આમ મારે વલખા તો ના મારવા પડેત ને.."
"હવે એતો એ જ જાણે.. કદાચ એના નામને જાણવામાં તું એની લાઈફ અને એ તને કેમ લાઈક કરતી હતી એનું કારણ જાણી શકે અથવા નામ જાણવાના બહાને તું એને જોગર્સ પાર્કમાં મળતો રહે એ હેતુથી એને આવું કર્યું હોય.."
"બહુ સ્માર્ટ છોકરી લાગે છે... ચાલ જે હોય તે ... પણ એનું નામ તો હું જાણીને જ રહીશ.."
"ઈરફાન આ બધુ ફાલતુ છે. નવરો પડે ને કઈ કામ ન હોય ત્યારે કરજે. બાકી મેરિડ માણસોને આવી હરકતો ન શોભે.."
"હા આકીબ હું ટ્રાય કરીશ.. મારે એની સાથે કોઈ સંબંધ નથી બનાવો બસ હું તો મારુ મગજ કામમાં ૧૦૦% લાગે એ માટે આ જણવાની કોશિસ કરું છું.."
"ઓકે ઈરફાન જે હોય તે.. ચાલ હવે બહુ ટાઈમ થઇ ગયો. પછી મળતા રહીશું.. હવે હું નીકળું તારા ભાભીને આજે ડીનર પર લઈને જવાના છે.."
"હા સારું આકીબ. મારે પણ આજે ફેમિલી સાથે સિગડીમાં જમવા જવાનું છે.."
"ઓકે ભાઈ એન્જોય. ભાભીને સલામ કહેજે અને પછી ફેમેલી સાથે ઘરે આવજે.."
"ઇન્સાલ્લાહ સમય કાઢીને આવીશ.."
"ઓકે ચલ અલ્લાહ હાફિઝ , દુઆ મેં યાદ.."
"અલ્લાહ હાફિઝ.. ભાઈ.. દુઆ કી દરખાસ્ત..."
ઈરફાન આકીબને મળીને ત્યાંથી છૂટો પડ્યો. ઘરે આવીને જોયું તો બધા આજે આઉટિંગ માટે તૈયાર થતા હતા. ઈરફાન પણ ઝડપથી ફ્રેશ થઇને કપડાં ચેન્જ કરી રેડી થયો. સાંજે મિસ્બાહ,આયત,ઈરફાન અને એના મમ્મી પપ્પા સિગડી રેસ્ટોરન્ટ જવા કારમાં નીકળ્યા. કારમાં આગળની સીટમાં ઈરફાન અને અનવરભાઈ બેઠા હતા. પાછળ મિસ્બાહ , સાબેરાબેન અને આયત બેઠા હતા. ગાડીમાં ધીમું ધીમું એક ઓલ્ડ સોન્ગ વાગી રહ્યું હતું.
"જબ કોઈ બાત બિગળ જાયે..
જબ કોઈ મુશ્કિલ પળ જાયે..
તુમ દેના સાથ મેરા ઓ હમ નવા.."
ઈરફાન એના પરિવાર સાથે સિગડીએ પહોંચ્યો. ત્યાં આવેલા બામ્બુ હટમાં ઉપરના ભાગમાં સીડીએથી બધા ઉપર ચડ્યા. ખુલ્લી ઝુંપડી હતી. હવા પણ મસ્ત ચાલી રહી હતી. થોડીવાર પછી વેઈટર આવ્યો.
"સાબ જી ઓર્ડર..."
"હા ભૈયા.. દો પ્લેટ નિઝામી ટીક્કા, સિક્સ પીસ વિન્ટર લેગ, એક રાંગ બિરયાની,અખરોટ હલવા, ચાર બટર મિલ્ક ઔર એક કોલડ્રિન્ક (કોક).."
"ઓકે ઠીક હૈ સર... થોડી દેરમે ડ્રાય આજાયેગા. ફિર રાંગ બિરયાની લાસ્ટમેં ભેજતા હું.."
વેઈટર ઓર્ડર લઈને ગયો. આયત ઈરફાનના ખોળામાં બેસીને મોબાઇલમાં ગેમ રમી રહી હતી. મિસ્બાહ અને સાબેરાબેન કોઈ સિરિયલની વાત કરી રહ્યા હતા. ઈરફાન અને એના પિતા પણ અઠવાડિયામાં સમાજમાં થયેલી ઘટનાઓની વાત કરી રહ્યા હતા. ઈરફાન આજે પરિવાર સાથે સન્ડેમાં બહાર તો આવ્યો હતો પણ એનું મગજ થોડું હજી પણ એ છોકરીનું નામ ક્યારે ખબર પડશે એ તરફ ઝૂકેલું હતું. મિસ્બાહ સાબેરાબેન સાથે વાતો કરતા કરતા થોડી થોડી વારે ઈરફાનને નોટિસ કરી રહી હતી. ઈરફાન જયારે પણ દાંત વડે હાથની આંગળીઓ ના નાખ તોડે ત્યારે કાં'તો એ કોઈ ટેન્શનમાં હોય અને પછી કા'તો ઊંડા વિચારોમાં. ઈરફાન આજે વાતો કરતા કરતા આવું જ કંઇક કરી રહ્યો હતો. સાસુ સસરા સામે હતા એટલે મિસ્બાહએ હાલ આ ટોપિક પર વાત ન કરવાનો નિર્ણય લીધો. થોડીવાર પછી જમવાનું આવ્યું. બધાએ પેટ ભરીને ખાધું. આજે ઘણા સમય બાદ બહારનું નોનવેજ ખાવાનો મોકો મળ્યો હતો. જેમ ઈરફાનને કાઠીયાવાડી વધુ ભાવે એમ મિસ્બાહને નોનવેજ વધુ ભાવે સ્પેશિયલી બાર્બીક્યુ વધારે.
જમ્યાબાદ ત્યાં સિગડી રેસ્ટોરન્ટ પાસે આવેલા ગાર્ડનમાં મિસ્બાહ અને એના સાસુ સસરા બાંકડે બેઠા. ઈરફાન આયતને લઈને હિંચકા ખવડાવી રહ્યો હતો. આમ જ ખુલ્લા આકાશ નીચે થોડી હવા ખાઈને પછી ઈરફાનએ પાર્કિંગ માંથી કાર કાઢી અને પરિવાર સાથે ઘરે આવ્યો.
[ક્રમશ:]