પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"
જિયા શરૂઆત થી જ સતત પ્રિયા પર નજર રાખી બેઠી હતી.
ધરેથી પ્રિયાએ સમિર સાથે ભાગવાનુ આયોજન કર્યુ અને ગાડી બહાર કાઢવા ગઈ ત્યારેજ ભાઈને બહારથી ભાગતો આવતો જોઈ જિયા મૂંજાઈ ગઈ.
આ ક્ષણે ભાઈ કબિલા સાથે મિટિંગમાં હોવો જોઈતો હતો.
તો પછી..?"
સારૂ હતુ પોતે પ્રેત હતી. માણસો જેટલી કાંચળી બદલતાં એ શીખી નહોતી. આ લોકો એક પ્રેતને પણ થાપ આપી જાય એવાં હતાં.
ભાઈ ઝડપથી એક કમરામાં ધૂસ્યો.
એની પાછળ જિયા પણ ખેંચાઈ ગઈ.
અને એ બન્નેને જાણ નહોતી કે અદ્રશ્ય રૂપે હવાની લ્હેરખીની જેમ જિયા ભીતર પ્રવેશી ગઈ હતી.
*** **** **** ******
કમરામાંથી નીકળી ભાઈ પોતાનુ બૂલેટ સ્ટાર્ટ કરી ભાગ્યો.
પ્રિયાએ ગભરાતાં-ગભરાતાં ગાડી બહાર કાઢી.
સમિરને ફટાફટ ભીતરે લઈ ગાડી ભગાવી મૂકી.
બીજી બાજુ જિયા પવન વેગે ભાઈના બુલેટનો પીછો કરતાં ભાગી.
વરસાદની થપાટો વાગવાના લીધે અને રસ્તા પર પાણીના ભરાવાથી એ મજબુત માણસ સંભાળી બૂલેટ દોડાવતો હતો.
એને કવર કરતાં જિયાને જાજો સમય ન લાગ્યો.
રસ્તા પર ભરાયેલુ પાણી ઉડાડતાં ભાગી રહેલા ભાઈના આગળના વ્હીલમાં એણે જરાક ઝુમ્બિશ દીધી કે...
સ્લિપ ખાઈ બુલેટ ઢસડાયુ.. લગભગ દસેક મીટર સુધી ઢસડાઈને સાઈડ પિલરે અફળાયુ.
ગાડીની સાથેજ લપટાયેલા ભાઈનુ ફંગોળાઈ પિલરે માથા ભટકાયુ. એ સાથેજ ખોપડી ફાટી હોય એવો અવાજ આવ્યો.
ડામરની સિંગલ સડક પર એનુ ભીમકાય શરીર તરફડતુ રહ્યુ. પાણીના વહેણમાં વહેતુ લોહી છેક સુધી પાણીમાં ગુલાલ ભરતુ ગયુ.
ઠંડા વહેણમાં એનુ શરીર તરફડીને શાંત પડી ગયુ.
પોતાને થાપ આપવાના ઈરાદે ભાઈએ સિંગલ સડક પકડેલી. પણ જિયા હવે થાપ ખાય એમ નહોતી.
એક તિરસ્કાર ભરી દ્રષ્ટી એની તરફ નાખી જિયા પવનવેગે ધર તરફ ભાગી.
હવે બીજો આવવાનો હતો અને જિયાએ એની તવારિખ પણ લખી નાખી હતી.
નફરત હતી એને આ મૌતના બેઉ સૌદાગરોથી.
ધરે આવીને એ બીજા દુશ્મનની વેઈટ કરવા લાગી.
અત્યારે એક એક પળ એને ભારે લાગી રહી હતી.
વરસાદ પ્રિયાને અવરોધવાનો હતો.
ક્યાં અને કંઈ જગ્યાએ બધુ પૂર્વનિર્ધારિત હતુ.
ભાઈ આવે એ પહેલાં સમિરને નફરત કરે છે
એવુ એ જતાવવા માગતી હતી.
અને બીજુ કે ડાયનને મળી એ લોકોનો ભ્રમ અકબંધ રાખવા માગતી હતી કે આખા ષડયંત્રમાં પોતે રમાઈ રહેલુ પ્યાદુ માત્ર છે.
જ્યારે એ મજાર પર પહોંચી ત્યારે નિર્દોષ ભાવે સમિર પોતાને લગિર વાર ન જોતાં આક્રંદ કરી રડી ઉઠેલો.
ત્યારે જિયા એના પાગલ પ્રેમને સમજી ગયેલી પણ...
પ્રિયા સામે ઈમોશનલ બ્લેકમેઈલિંગનુ નાટક કરી ફટાફટ છટકી ગઈ.
ત્યાં થી સીધી ડાયનને મળી પ્રિયાનુ પરાક્રમ બતાવી પોતે સાવ ભોળી હોવાની ખાતરી કરાવી દીધી.
પણ ડાયનને કંઈક ઉંધુ બફાયાનુ લાગતાં એ ભાગી પોતાના શિકારને જડપી લેવા.
***** *** ***** *****
જિયા પલકજપક માં ફાર્મ હાઉસ પર હતી.
ભાઈ આવીને બાથ લેવાના કરવાના ઈરાદે
બાથટબમાં ધૂસ્યો.
આંખો બંધ કરી એ ટબમાં પડ્યો પડ્યો કંઈક વિચારી રહ્યો હતો.
જિયાએ એક બંધ ટયૂબલાઈટના તાર ધીમેથી ખેચી લઈ પાવર ઓન કર્યો.
અને છત પરથી એકાદ ફૂટ નીચા ફૂવારાની ધારમાં લગાવ્યા.
એ સાથે જ ભાઈનુ નગ્ન બદન ધ્રુજી ઉઠ્યુ.
જિયાની આંખો ફરી આ તમાશો જોઈ ઠરી.
એને તરફડતો જોવાની મનોકામના પૂર્ણ થઈ.
બે પાંચ મિનિટ તરફડ્યા પછી એનુ બદન લાકડુ બની પડી ગયુ.
મોટી મોટી આંખો બહાર નિકળી આવેલી જોઈ એને તૃપ્તી થઈ.
પછી તરત એ ત્યાંથી ગાયબ થઈ ગઇ.
***** ***** *******
મજારમાં વરસાદ રોકાવાની જ રાહ જોતી પ્રિયા વિખરાયેલાં વાદળો જોઈ બોલી ઉઠી.
ચલો સમિર દેખતે હૈ ગાડી સ્ટાર્ટ હો રહી હૈ યા નહી.
બઉ ઉતાવળ હોય એમ પ્રિયાએ ગાડી તરફ દોટ લગાવી.
કદાચ એને ખાત્રી જ હતી કે હવે સમિરને પાછળ આવવા સિવાય છૂટકો નથી.
સમિરે એની પાછળ જવા જેવુ કદમ આગળ ધર્યુ કે એનો હાથ કોઈએ પકડી લીધો.
સ્પર્શની સુવાળપ અને મોગરાની ખુશ્બુથી એ વર્તી ગયો કે કોણ છે..
ધીમે થી એ બોલ્યો.. જિયા... મેરી જિયા..!
બહાર રોકાઈ ગયેલો વરસાદ એની આંખોમાં ઉતર્યો.
બેવકૂફ ચૂપચાપ યહાં ખડે રહો મૈ કહીં નહી ગઈ ફીર ક્યો ઈતના રોતે હો..?"
સમિર.. ભીની આંખે ત્યાં જ ખોડાઈ ગયો.
આ બધુ શુ હતુ સમજવુ એને અઘરુ લાગ્યુ.
જિયા એ સમિરનો હાથ પકડી પ્રિયા તરફ પાછળ જતાં રોકી દીધેલો.
જિયાના સ્પર્શથી એના સમુળગા બદનમાં મીઠી ધ્રૂજારી વ્યાપી ગઈ.
જિયા બાજુમાં હોવાનો રોમાંચ આહલાદક હતો. ખુશી એની આંખોમાં નીતરી ગઈ.
"સમિર..!
અત્યંત ધીમો કોમળ સ્વર ફરી એને તીવ્રતાની ધબકાવી ગયો.
"હા.. બોલો જિયા..!"
મજાર કે ભીતર ચાર દિવારી કે અંદર ચલે જાઓ..!
બાબા કી ચદ્દર અપની આંખો પર લગા કર ફીર ચૂમના.
અપની ખૈરિયત કી દુવા કરકે કોર્નર પર દેખના..!
જહાં ફર્શ પર એક દરવાજા લગા હૈ..!
ઉસી દરવાજે કે સાથ વાલી દિવાર પર ડોરબેલ કી સ્વિચ હોગી ઉસે દો બાર પૂશ કર દેના.. ઔર ઈંતજાર કરના...!"
"ઠીક હૈ..!"
જિયાની આજ્ઞાનુ અનુસરણ કરતો એ મજારમાં દાખલ થયો.
*** **** **** ******
વરસાદ રોકાઈ જતાં પ્રિયાની હિમ્મત ઉધડી ગઈ.
પોતાની યોજનાનુ છેલ્લુ સોપાન એ કૂનેહથી લાંગી જવા માગતી હતી.
સમિરને પાછળ આવવાનુ કહીને ગઈ પણ એના માનવા પ્રમાણે સમિર ડરનો માર્યો મજારમાં જ ઉભો હતો.
પહેલાં એ ડાયન સાથે મળવા માગતી હતી.
ગાડી નજીક આવી એને મજાર તરફ નજર નાખી.
સમિર ત્યાં જ જડવત ઉભો હતો.
વરસાદ પછીનો ઉધાડ રમ્ય હતો.
સૃષ્ટી સ્નાન કરી નવયૌવના બની ખીલી ઉઠેલી.
વનરાજી પર ચળકતાં મોતી જેવાં નીરફોંરાં
ને એ મુગ્ધતાથી જોતી રહી.
પછી અચાનક યાદ આવ્યુ હોય એમ એણે ઝાડીઓમાં નજર નાખી ધીમેથી એને અવાજ કર્યો..
"માઈ..! કહાં હો તૂમ..!"
એકાએક સામે મોટા પર્ણોથી ઘમઘોટ ઝાડવુ આખુ ખળભળી ઊઠ્યુ.
ઝાડવાનુ નિંકંદન કાઢતુ રીંછ પ્રકટ થયુ હોય એમ ડાયન ઉલ્ટા પંજા નાખતી આગળ આવી.
એ ખૂબજ ભયંકર લાગી રહી હતી.
ગુચવાયેલા શ્વેત વાળનાં દોરડાં વચમાંથી લાલઘુમ આંખો નજરે પડી.
એ હોંફી રહી હતી.
પ્રિયા પર આક્રોશ ઠાલવતાં એ બોલી.
તૂમ્હે આખરી બાર મૈ મિલી તબ બતાયા તો થા કી જબ ભી મેરે શિકાર કો લેકર નિકલો મુજે ઈત્તલા કર દેના..?"
તો મૈને ભાઈ કો ભેજા થા વો મિલા નહી..?
"નઈ..!"
"ફીર આપ..?"
મૂજે જિયાને બતાયા કી તૂમ ઉસસે પ્યાર કરને લગી હો ઔર ઉસકો લેકર ભાગ રહી હો..! વો શાયદ બદલે કી આગમે જુલસ રહી હૈ..!"
"વો નહી જાનતી કી સારા ખેલ હમારા હૈ..!"
સમિર કો મહોબ્બત સે જીત કર યહાં લાના અપની ચાલથી વો નહી જાનતા
ના હી વો પાગલ ચુડેલ જાનતી હૈ..! ચલી હૈ બદલા લેને..!"
"થૂ"
કરી એને થૂંકનો લોહીયાળ લોંદો ફેક્યો.
બસ અબ કૂછ ભી કરકે ઉસે અપની બાતોમે ઉલજા કર બાહર લે કર આજા બચ્ચી..!
અપને ધરમે લે જાકર મૈ અકેલી ઉસકા તાજા રક્ત પીંઉગી..!
ઉસકા કલેજા ખાઉંગી...! ઔર ઉસકા કચ્ચા ગોસ ચબા જાઉંગી...!
બહોત ભૂખી હું તુ ઉસે જલદી મનાકર લે આ બચ્ચી..!"
એણે પોતાની લાંબી જીભ હોઠો પર ફેરવી.
ઠીક હૈ માઈ..! મૈ ઉસકો લે આતી હું.. બહોત સખ્ત જાન હૈ..! મેરી મોહજાલ મે ફસા નહી વરના તુમ બહોત ખુશ હોતી..!
ઔર ખ્વાઈશે અધૂરી ન રહેતી..!
મગર અબ જી ભરકર ખૂન પિના..!
ઉસકો લાતી હું મૈ..!"
"જાઓ જલદી જાઓ..!"
ડાયન ઉતાવળી બની હતી.
પ્રિયા ડાયનને ભરોસો આપી મજાર તરફ રવાના થઈ.
ડાયનની દ્રષ્ટિ રસ્તો રોકી પડેલા ધટાટોપ વૃક્ષ પર હતી.
જો વરસાદ ના લીધે વૃક્ષ પડ્યુ ના હોત તો પોતેજ અહી આવા વૃક્ષને ઘમરોળી મૂળસોતુ રસ્તા પર ઉથલાવવાની હતી.
જે થયુ બધુ એને પોતાની ફેવર માં લાગ્યુ.
ડાયન હોઠ પર લોલુપ બની વારંવાર જીભ ફેરવતી હતી.
(ક્રમશ:)
આપના પ્રતિભાવોનો અભિલાષી
- સાબીરખાન પઠાણ
Minal krishiyn "jiya"