# <<<_મુખવટો_>>>
"સ્વપ્ન નગરી મુંબઇ"
"અહી રોજ હજારો લોકો પોતાના એક સ્વપ્ન સાથે આવે છે. કોઈના પુરા થાય છે, તો કોઈના અધુરા રહી જાય છે.
ગુજરાતનો એક યુવાન "મનોહર" પત્ની અને એક વર્ષની દિકરી "કાવ્યા" સાથે આજથી પચ્ચીસ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. કાપડના નાના શોરૂમથી પોતાના સ્વપ્નની શરૂઆત કરી હતી. કોઈ પ્રિયતમાં પોતાના મનનાં માંણીગરને બાહોમાં સમાવી લેવા થનગની રહી હોય તેમ 'મનોહરને મુંબઈએ પોતાનામાં સમાવી લીધો હતો. ગુજરાતથી આવેલ યુવાન મનોહર આજે મુંબઇનો મનોહર શેઠ બની ગયો છે. પાંચ પાંચ કંપનીઓનો માલિક, પોલિટિક્સમાં પ્રસિદ્ધ અને સ્ત્રીઓના હક્ક, સન્માન માટેના કામોના લીધે મનોહર શેઠનું નામ સમાજમાં ઈજ્જત અને સન્માનથી લેવાય રહ્યું હતું.
કાવ્યા, પોતાની કોલેજનાં અભ્યાસ સાથે, તેના લખવાના શોખના કારણે આજ એક પ્રખ્યાત લેખીકા બની ગઈ છે. પોતાના પપ્પાના વિચારોને અનુસરતી તેના બધા લેખ નારીના હક્ક, સન્માન અને ઈજ્જતદારનો મુખવટો પહેરેલ દંભી લોકોને ઉઘાડા પાડતા જ હોય છે. આવા લેખોને કારણે ઘણા લોકોની આંખમાં કણાની જેમ ખટકતી ! તો ઘણા લોકોની પલકો પર રહેતી 'કાવ્યા, અત્યારે પોતાની એક ફ્રેન્ડ "પલક" સાથે કોફી બારમાં બેસી વાતો કરતી કોફી પીઈ રહી છે.
"કાવ્યા, તારા નવા લેખનો વિષય શું છે ?"
"પલક, આ વખતે મારો લેખ એક એવા વિષય પર છે, જેના વિષે મેં આજ સુધી ક્યારેય ખાસ લખ્યું નથી એટલે થોડો ડર લાગે છે."
"એવો તે શું વિષય છે ?"
"કોલગર્લ" પલક, હું આ વિષય પર લખવા માંગુ છું. "શું સાચુ દરેક કોલગર્લ પાછળ કોઈ મજબુરી હોય છે?" આવી ગર્લને હુ મળવા માંગું છું. અચાનક કાવ્યાની નજર બારમાં પ્રવેશ કરતી એક ગર્લ પર પડી!' "હાય...રોશની" કાવ્યાએ હાથ ઉપર કરી એ ગર્લનુ ધ્યાન પોતાની તરફ દોરતા બોલી.
કાવ્યાને જોઈ રોશની મુશ્કુરાતી પાસે આવી. ઉભી રહી."
"આજ-કાલ તું કઈ દુનિયામાં છે ? ના ફોન ના મેસેજ. ચાલ બેસ કોફી પીતા નીરાતે વાતો કરીએ."
"સોરી..કાવ્યા, આજે નહી અત્યારે હું થોડી જલ્દીમાં છું. બાહર ગાડીમાં કોઈ મારી રાહ જોઈ રહ્યું છે. ફ્રિ થઈ તને ફોન કરું. ઓ.કે. બાય. કહેતી રોશની કાઉંટર તરફ આગળ વધી ગઈ. પલક તેને જોઈ રહી હતી. રોશનીને કોફી લઈ બાહરની તરફ જતા જોઈ પલક કોફીનો ઘુંટ ભરતા બોલી.. "કાવ્યા તુ આ રોશનીને કેમ ઓળખે છે ?"
"અમારા એન્જિયો સાથે જોડાયેલી છે એટલે ઓળખું છું. બોવ સારી ગર્લ છે! પણ તે આવું કેમ પુછ્યું ? શું તું પણ ઓળખે છે?
"હા, કાવ્યા સારીરીતે ઓળખું છું ! તારે તારા લેખ માટે હવે ક્યાય જવાની જરૂર નથી. સીધી રોશનીને જ મળીલે તારા પ્રશ્નોના જવાબ મળી જશે."
"પલક, તું શું બોલે છે એનુ ભાન છે? રોશની એવી ગર્લ નથી ! હું એને ઘણા સમયથી ઓળખું છું. તેને એવું કામ કરવાની શું જરૂર છે?" સારી જોબ છે, રહેવા ફ્લૅટ છે, અને પાછી એકલી છે. કોઈ કારણ નથી એની પાસે જેથી આવા કામ કરે?
"ઘણી વ્યક્તિ બહુરૂપી હોય છે કાવ્યા, તને જે દેખાય છે એ મને નથી દેખાતું અને મને જે દેખાઈ છે, એ તને નથી દેખાતું. એટલે એકવાર એને મળી લેજે સાચું શું છે સમજાય જશે, ચાલ હું જાવ મારે ઓફિસનું થોડું કામ છે. પલક, બાય કહી દરવાજા તરફ ચાલવા લાગી. કાવ્યા, 'રોશનીના વિચાર કરતી પલકને બાહર જતા જોઈ રહી...
પલકની વાત પર હજી કાવ્યાને વિશ્વાસ નથી થતો.! "ના.. હું જે રોશનીને ઓળખું છું એ આવા કામ ક્યારેય ના કરે.." પણ પલક પાસે એવું ક્યાં કોઈ કારણ છે. એ શુંકામે રોશની માટે આવું ખોટું બોલે.! કાવ્યા, રોશની, વિષે જાણવા બે'દિ રજળપાટ કરતી રહી. ઓફિસ, એપાર્ટમેન્ટ, બધી જગ્યાથી રોશની વિષે જાણકારી મેળવી. હવે પલકની વાતમાં થોડી સચાઇ લાગી. એટલે રોશનીને ફોન કરી મળવાનું કહ્યું. રોશનીએ સાંજે ફ્લૅટ પર આવી જવાનું કહ્યું.
"કાવ્યા, સાંજના આઠ વાગ્યે રોશનીના ફ્લૅટમાં સોફાપર બેસી હાથમાં કોફીનો કપ પકડી રોશની સામે એક નજરે જોઈ રહી છે.
"શું વાત છે કાવ્યા ? આજ-કાલ તું બધી જગ્યાએ મારા વિષે ઇન્કવાયરી કરી રહી છે?"
"તારે શામાટે આવું કરવું પડે છે ? તારે શું જરૂર છે આવું કરવાની ? મને ખબર પડી કે, તું..."
"કેમ શું થયું કાવ્યા? બોલતા શરમ આવે છે કે, મહાન લેખીકાના શબ્દ કોષમાં એવા શબ્દ જ નથી. હા, હું "કોલગર્લ છું. અને આની પાછળ મારી કોઈ મજબુરી નથી.
"કોઈ મજબુરી નથી તો આ રસ્તો પસંદ કરવાનું શું કારણ છે?" મને સમજાવ રોશની.
"નફરત કાવ્યા, નફરત ! આ દંભી સમાજની નફરત, સંસ્કારી અને ઇજ્જતદારના મુખવટા પાછળ છુપાયેલા વાસનાના શેતાનોની નફરત," ઇજ્જતભેર જીવન જીવવાનું મારું પણ સ્વપ્ન હતું પણ, એક સંસ્કારી અને ઈજ્જતદાર, સમાજસેવકના મુખવટામાં છુપાયેલ વાસનાના હેવાને મારું સ્વપ્ન રોળી નાખ્યું ! સ્ત્રીઓનું સન્માન કરનારને હું ધર્માત્મા સમજતી હતી. પણ એ તો વાસનાનો હેવાન નીકળીયો. જ્યારે હું એ આઘાતથી ઉભરી રહી હતી ત્યારે મને પ્રેમના નામે બિસ્તર ગરમ કરવાનું રમકડું બનાવી દીધી. આ સંસારના દરેક પુરષ પર મને નફરત થઈ ગઈ છે. રસ્તે ચાલ્યા જતા હોય ત્યારે વાસના ભરી નજર કપડાની આરપાર મારા શરીરને હજારો વીંછીના ડંખ સમાન ચુભતી હોય એવું લાગે છે.... તુ એક લીખીકા છે. લોકો કહે છે તું, હમેશા વાસ્તવિકતા લખે છે. મે તારા લેખ વાંચ્યા છે. મને તારા લેખમાં વાસ્તવિકતા દુરદુર સુધી નથી દેખાતી, બસ તારી કોરી કલ્પનાઓ જ મને દેખાય છે. તું પણ આ દંભી સમાજની જેમ વાહ-વાહી લુટવા ઢોગ કરી રહી છે. હિંમત હોય તો વાસ્તવિકતા લખી બતાવ. કોઈ છોકરી જન્મે ત્યારથી તેના પર કોલગર્લનો થપ્પો લાગેલો નથી હોતો. કોલગર્લને તો આ દંભી સમાજ પેદા કરે છે.
"રોશની, જ્યારે કોઈ ગુનેગાર પકડાઈ ત્યારે એ નિર્દોષ હોવાનું રટણ કરે છે. મજબુરીના આંચલમાં છુપાવાની કોશિશ કરે છે, અથવા તો તારી જેમ સમાજને દોષી માને છે. હા, હું તારું દુઃખ સમજું છું. તારાં પર કોઈ હેવાને જુલ્મ કર્યો હશે. પણ આ સમાજે કાયદાની વ્યવસ્થા કરી છે તું, ત્યા જઈ શકતી હતી. નારીની ફરિયાદ સાંભળવા, તેને ન્યાય અપાવવા, તેની મદદ કરવા સમાજમાં ઘણાં નારીકલ્યાણ કેન્દ્ર ચાલે છે. તું ત્યાં જઈ શકતી હતી. પણ તે કોલગર્લ બનવાનો રસ્તો અપનાવ્યો. એશો-આરામની જીંદગી જીવવાની લાલચને તું દંભી સમાજનું નામ ના આપ. તે જ કહ્યું કે, સમાજના બધા પુરુષોથી નફરત છે. "તો કોલગર્લ કેમ બની ?"
.
"એશો-આરામની જીંદગી.! કાવ્યા, તને પણ ખબર છે. હું આરામથી જીવી શકું એટલું જોબ કરી કમાઈ લવ છું. મે આ રસ્તો બે કરણોથી પસંદ કર્યો છે. પહેલું.. જ્યા સુધી કોઈ સ્ત્રી કોઈનું બિસ્તર ગરમ કરવાનું રમકડું નથી બનતી ત્યા સુધી આ, વાસનાના હેવાનો શાંતિથી જીવવા નથી દેતા. જેને ખરીદી શકો એવું રમકડું બની જાવ પછી કોઈ સામે જોતું નથી. મેં, શાંતીથી જીવવા એ રમકડું બનવાનું પસંદ કર્યું. બીજુ કારણ એ કે, હુ નથી ઈચ્છતી કોઈ અનાથ છોકરીને મજબુરીમાં આ રસ્તો અપનાવો પડે. મારી આ કમાણી એવી અનાથ છોકરીઓના ભવિષ્ય માટે વાપરું છું. ફક્ત એક અનાથ છોકરીને એના સ્વપનની દુનિયા અપાવી શકીશ તો મને મારા શરીર વેચવાનો કોઈ અફસોસ નહી થાય. રહી વાત નારી કલ્યાણ કેન્દ્રોની તો, શું તને લાગે છે બધી જગ્યાએ સ્ત્રીઓની મદદ થાય છે ? તો જા જઈને પુછ તારા જ એન્જિયો ચલાવતા 'ચારૂલતા' મેડમને આજ કઈ લાચાર મજબુર સ્ત્રીનું કલ્યાણ થવાનું છે. ચાલ મારે મારા કસ્ટમરને મળવા જવાનો સમય થઈ ગયો છે. "બેસ્ટ ઓફ લક" હું તારા લેખની રાહ જોઈશ.
"રોશનીની વાતોથી કાવ્યાનું દિમાગ ચકરાવે ચડ્યું હતું. તેની કાર સીધી ચારૂલતાના બંગલે જઇને ઉભી રહી. ડોર બેલ વગાડતા તેની જ રાહ જોતા હોય તેમ ચારૂલતાએ ડોર ખોલ્યો. "આવ કાવ્યા, મને હમણાં રોશનીનો ફોન આવ્યો હતો. હુ તને બેસવાનું નહી કહુ, કારણ કે, તારી પાસે સમય નથી. તારે જાણવું છે ને, કોલગર્લ કેમ બને છે. હું તને સમાજના દરેક હેવાનનો પરિચય તો ના આપી શકું પણ, આજ તને એમાંથી એકનો પરિચય કરાવીશ, પછી લખજે કોલગર્લ કેમ પેદા થાય છે ! જા... "તાજ હોટલમાં" શીમાના નામે રૂમ બુક હશે એની ચાવી માંગજે, પછી રૂમમાં જઈ રાહ જોજે, થોડીવારમાં તારી સામે હશે, ઈજ્જતદાર, સમાજસેવક, ધર્માત્માના મુખવટા વગરના કોલગર્લના જન્મદાતાનો ચહેરો.
કાવ્યા ધડકતા હ્રદયે તાજ હોટલના એક રૂમમાં રાહ જોઈ રહી છે! એક કલાક રાહ જોયા પછી રૂમનો દરવાજો ખુલ્યો સામે આવેલ વ્યક્તિને જોતા કાવ્યા ઉછળી પડી ક્રોધમા આખુ શરીર કંપી રહ્યું હતુ, આંખો લાલ થઈ ગઈ હતી..!! ધ્રુજતા અવાજે કાવ્યાના મુખમાથી શબ્દો નીકળ્યા, પ..પ.. પપ્પા... તમે.!! "મનોહર શેઠ દરવાજા પાસે પુતળાની માફક સ્થીર ઉભા પોતાની દિકરી કાવ્યાને જોતા રહ્યા....!
!!!"
**************
"કાવ્યાએ ધ્રુજતા હાથે લેપટોપમાં લેખને ટાઇટલ આપતા ટાઇપ કર્યુ "મુખવટો"... આખો લેખ લખી " સ્ત્રી " મેગેઝીનને મેલ કરી. બાજુમા પડેલ બોટલ ઉઠાવી ઢાકણું ખોલી હોઠે લગાવી આખી ખાલી કરી પછી ધ્રુજતા હાથે કલમ ઉપાડી લેટર પેડ પર થોડા શબ્દો લખ્યા... "મને માફ કરજો પપ્પા, હું નથી ઈચ્છતી સમાજમાં વધુ એક કોલગર્લનો જન્મ થાય...!!!!"
***********
'કાવ્યા આંખો ખોલી ચારોતરફ જોઈ રહી હતી. પોતાના પર ઝુકેલા બે ચહેરા પર નજર સ્થિર થઈ. 'પલક, રોશની, તમે અહીં ! હું અહી કેમ આવી?'
'પાગલ, તને શું લાગ્યું , અમે તને આમ આસાનીથી જવાદેશું. તું આવું જ કોઈ પાગલપણ કરીશ એવો ડર રોશનીને પહેલેથી જ હતો એટલે એ મારી પાસે આવી હતી. પલક, કાવ્યાના હાથ પર હાથ રાખતા બોલી.
"તારા ઘરે અમે પહોંચ્યાં ત્યાં તે તારું કામ કરી લીધું હતું, તું ફર્શ પર પડી તડપતી હતી. અમે તને હોસ્પિટલ લઈ આવ્યા. છત્રીસ કલાક પછી તે આંખ ખોલી છે પાગલ."
"તું શું કરવા જઈ રહી હતી?" તને જોઈને તો મારામાં હિંમત આવી હતી, આ સમાજ સામે લડવાની અને તું જ હિંમત હારી બેઠી. રોશની કવ્યાની પાસે બેસતા બોલી.
"ઓહ..! તો તમે બન્ને મને મરવા નહી દ્યો." કાવ્યા મુસ્કુરાઈ.
"કાવ્યા, તારે હવે હિંમત રાખી બધાનો સામનો કરવાનો છે. કાલ તારા પપ્પાએ પોતાને ગોળી મારી સૂસાઇટ કરી છે, બાહર મીડિયા તારા હોસમાં આવવાની રાહ જોઈ રહ્યું છે ".
પપ્પાનું નામ સાંભળીને કાવ્યાની આંખો બંધ થઈ ગઈ. બંધ આંખોના ખૂણેથી આંસુની ધારા વહેતી રહી.....!!!!
'સમાપ્ત'
Bhoomi